ખેલ

(6.7k)
  • 197.5k
  • 382
  • 109.6k

Prologue….. આજે મારી બધી મનોકામના પુરી થવાની છે ! આખી જિંદગી જે ગરીબી ભોગવી છે, જે શોષણ ભોગવ્યું છે, એટલા સુધી કે લોકો મારા રૂપનો ખોટો ફાયદો પણ ઉઠાવવા માંગતા હતા ! એ બધું વેઠી લીધા પછી આજે મારા સુખના દિવસનો સૂરજ ઉગવાનો છે ! કેટલો મોહક છે એ સૂરજ ! જયશ્રી એના મનમાં ભૂતકાળના દુઃખોને ભૂલીને આવનાર સુખોને ભેટી પડવા જઇ રહી હતી..... અર્જુન..... અર્જુન એના જીવનમાં આવ્યો ત્યારથી જ એ ખુશ હતી. જીવન એટલે શું ? સુખ કોને ખેવવાય ? પ્રેમ એટલે શું ? કોઈ પોતાનું હોય જે પોતાની પસંદ નાપસંદ જાણતું હોય ત્યારે કેવો આનંદ મળે એ

Full Novel

1

ખેલ : પ્રકરણ-1

Prologue….. આજે મારી બધી મનોકામના પુરી થવાની છે ! આખી જિંદગી જે ગરીબી ભોગવી છે, જે શોષણ ભોગવ્યું છે, સુધી કે લોકો મારા રૂપનો ખોટો ફાયદો પણ ઉઠાવવા માંગતા હતા ! એ બધું વેઠી લીધા પછી આજે મારા સુખના દિવસનો સૂરજ ઉગવાનો છે ! કેટલો મોહક છે એ સૂરજ ! જયશ્રી એના મનમાં ભૂતકાળના દુઃખોને ભૂલીને આવનાર સુખોને ભેટી પડવા જઇ રહી હતી..... અર્જુન..... અર્જુન એના જીવનમાં આવ્યો ત્યારથી જ એ ખુશ હતી. જીવન એટલે શું ? સુખ કોને ખેવવાય ? પ્રેમ એટલે શું ? કોઈ પોતાનું હોય જે પોતાની પસંદ નાપસંદ જાણતું હોય ત્યારે કેવો આનંદ મળે એ ...Read More

2

ખેલ : પ્રકરણ-2

રાજીવ દીક્ષિત એક ખ્યાતનામ વકીલ હતા. શહેરના મોટા મોટા ઉધોગપતિઓ એની સલાહ લેવા આવતા. સાથે સાથે બ્લેક મનીવાળા માફિયાઓ એની જોડે જ સલાહ લેવા આવતા. મુંબઈના માફિયાઓમાં એક નામ બલભદ્ર નાયકનું હતું. બલભદ્ર નાયક માત્ર નામ પૂરતો જ નાયક હતો બાકી તો એના કર્મ ખલનાયકને શરમાવી નાખે એવા હતા. જે જે કાનમાં તેના નામના અક્ષરો પડ્યા હતા એ કાન તેનું નામ ભાગ્યે જ બીજીવાર સાંભળવા ઇચ્છતા. બલભદ્ર કમાતો ઘણું પણ બધું અનૈતિક રીતે છતાં તે વાપરવામાં ક્યારેય પાછો ન પડતો. તે અવારનવાર રાજીવ દીક્ષિતની ઓફિસે આવતો. એના બ્લેકમની વ્હાઇટ કરવા માટેના આઈડિયા લેતો અને અઢળક રૂપિયા વેરીને જતો. આખી ઓફિસને ...Read More

3

ખેલ : પ્રકરણ-3

રવિવારની સવારે લાલચાલીના સસ્તા મકાનોની હારમાં ચહલપહલ શરૂ થઈ. મુંબઈમાં સૂરજ કરતા મોડા ઉઠવું એ પણ ભાગ્યે જ ચાન્સ તેવી બાબત છે! રોજ કરતા મોડા ઉઠીને જાણે એક દિવસ માટે આઝાદી મળી હોય એવી નિરાંત બધાને હતી. ગરીબ અને મધ્યમવર્ગના લોકો એ ચાલીમાં રહેતા. ચાલીમાં એક મકાનમાં ભાડુઆત તરીકે અર્જુન પણ રહેતો. એક રુમ અને રસોડાનું મકાન. રૂમમાં એક છ બાય ત્રણની શેટી, રૂમની મધ્યમાં કઈ નવું કહી શકાય એવી એક ટીપોઈ, મકાન માલીકે જ ઘરમાં એક ખૂણામાં મુકેલ લાકડાનું કબાટ, જેમાં અર્જુનના કપડાં અને પુસ્તકો રહેતા. તેને પુસ્તકો વાંચવાનો શોખ પણ હતો અને પુસ્તકો સિવાય તેને કોઈ મિત્રો પણ ...Read More

4

ખેલ : પ્રકરણ-4

અર્જુન ચહેરા ઉપર સ્મિત રેલાવી ચાલ્યો જતો હતો. એને પોતાને જ જાણે સમજાઈ નહોતું રહ્યું કે એ કેમ હસી હતો હા કદાચ એ રડી રહ્યો હોય ત્યારે કોઈએ એને પૂછ્યું હોય કે કેમ રડે છે? તો એનો એક જ જવાબ હોય અને એની જાણ અર્જુનને બરાબર રહેતી. પણ હસવા માટેનું કારણ શોધવા એને ફાફા મારવા પડે તેમ હતું. ખાસ્સું ચાલી લીધા પછી લોહી ગરમ થયું, ઠંડી ઓછી લાગવા લાગી એટલે સ્વેટર ઉતારી હાથમાં લઈ લીધું. પુરા સાતસો રૂપિયા આપી તિબેટીયન રેફ્યુજી લોકો ગરમ કપડા વેચવા આવે એમની પાસેથી લીધું હતું એટલે એ સ્વેટરને એક કોટ જેટલું માન આપવામાં કોઈ ...Read More

5

ખેલ : પ્રકરણ-5

સોમવારની સવારે શ્રી વહેલી ઓફિસે પહોંચી ગઈ હોત. વહેલી પહોચી ગઈ હોત એનું કારણ એ હતું કે પોતે હોસ્ટેલ નજીકમાં જ એક રુમ રાખી લીધી હતી. રૂમ મેળવવામાં એને ખાસ કોઈ તકલીફ નહોતી પડી. આમ તો શહેરોમાં આસાનીથી ઘર ભાડે નથી મળતા પેલી કહેવત છે ને કે મુંબઈમાં રોટલો આપનાર મળી રહે છે પણ ઓટલો આપનાર નથી મળતું પણ હોસ્ટેલના દીદી એ જ વિસ્તારમાં રહેતા હતા એટલે એમની ઓળખાણને લીધે હંસરાજ મેહતાની ખાલી ઓરડી તેને મળી રહી. પણ એ દિવસે એને મોડું પહોચવું સમય આધીન હોય તેમ તેના રસ્તામાં આંદોલન કારીઓની ભીડ એને નડી હતી. હજારો ગુસ્સાથી ભરાયેલા રોષ ઠાલવવા ...Read More

6

ખેલ : પ્રકરણ-6

ભીડ પસાર થઈ ત્યારબાદ શ્રી ઉતાવળે ડગલે ઓફીસ તરફ જવા લાગી. હોસ્ટેલમાં એને કોઈ તકલીફ તો નહોતી પણ અર્જુનના મુજબ એણીએ રૂમ રાખી હતી. એ રુમ રાખવા પાછળ પણ અર્જુનનું કોઈ પ્લાનિંગ હશે જ એટલું એને ખબર હતી પણ અર્જુનને કઈ પૂછ્યું નહોતું. અર્જુન પણ જાસૂસી પુસ્તકો વાંચી વાંચીને ઘડાયેલો હતો. તેર વર્ષથી એકવીસ વર્ષ સુધી પોતાની એકલતા દૂર કરવા એની પાસે પુસ્તકો જ હતા. અર્જુનના કબાટમાં બધી થ્રિલર સસ્પેન્સ નવલકથાઓ જ હોય. એ પછી શ્રી પોતાના જીવનમાં આવી પણ પોતે અંગ્રેજી લેખકોની નવલકથાઓ વાંચતો. આખરે શ્રી ઓફીસ પહોંચી. તેણીએ નોધ્યું બધા આવી ગયા છે એટલે પોતે કઈક વધારે ...Read More

7

ખેલ : પ્રકરણ-7

'ગુલશન' હોટેલના સાઇનિંગ બોર્ડની લાઈટો હજુ ડીમ હતી. સાંજના સાત વાગ્યે હજુ સૂરજના કિરણો અંધારાને ધક્કો મારવા મથતા હતા. ધીમે ધીમે જોર પકડ્યું હતું. સાંજના સમયે હોટેલમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો હતો છતાં હજુ ઘણા ટેબલ ખાલી હતા કેમ કે ગુલશન કોઈ નાની હોટેલ નહોતી. શ્રી હોટેલમાં દાખલ થઇ, ચારે તરફ એક નજર ફેરવી. બેઠેલા લોકોમાં મોટા ભાગના હાઈ પ્રોફાઈલ માણસો દેખાયા. કોઈ પરિચિત હોય એવું લાગ્યું નહિ, છતાં તેને ખૂણા તરફના ખાલી ટેબલ ગમ્યા. ધીમેથી એ ખુણામાંના ખાલી ટેબલ તરફ જઇ છેડા ઉપરના એક ટેબલ ઉપર ગોઠવાઈ. તેણીએ કાંડા ઘડિયાળમાં નજર કરી જોયું તો હજુ સાત વાગ્યા હતા, ...Read More

8

ખેલ : પ્રકરણ-8

સવારે તૈયાર થઇ ઓફિસે પહોંચેલી શ્રીને મનમાં હજુ ભય હતો. અર્જુનનું શુ થશે એ ભય એને અંદરથી કોરી ખાતો છતાં બહાર એ દેખાય નહિ એવો પ્રયાસ કરતી ફાઈલમાં નજર નાખીને કશું જ નથી થયું એવો ડોળ કરતી હતી. ઘણી કોશિશ છતાં સામેના ટેબલ ઉપર અર્જુનની ખાલી ચેર પ્રશ્નો ઉભા કરતી હતી. શુ મારુ જીવન આ રીતે અર્જુન વિનાનું થઈ જશે...?? સ્થિર પાણીમાં પથ્થર પડતા જેમ સઘળું પાણી ખળભળી ઉઠે એમ એ સવાલ તેના મન અને દિલને હચમચાવી ગયો. "શુ થયું શ્રી?" વિક્રમેં આવીને ટેબલ ઉપર ચાનો કપ મુક્યો ત્યારે એ ઝબકી ગઈ. "કઈ નહિ." ફાઇલમાંથી નજર ઊંચી કરતા એ ...Read More

9

ખેલ : પ્રકરણ-9

દેવીદાસ રોડ પરની નાગજીની દુકાનથી તે સીધી જ રામ નગર અને મહાવીર નગરને જોડતા રસ્તા પર પહોંચી. ત્યાંથી સીધી બોરીવલી ગોરાઈ રોડ ઉપર છેક ઉત્તાન રોડ સુધી એકટીવા હંકારી. ત્યાં ખાસ્સી ટ્રાફિક હતી એટલે એને બ્રેક કરવી પડી. ટ્રાફિકમાંથી પસાર થઈ રસ્તો ઓળંગી ગોરાઈ બીચ પહોંચી. આમ તો તેને એકટીવા ચલાવવાનો ખાસ મહાવરો ન હતો પણ અર્જુને ગોઠવણ જ એ રીતે કરી હતી કે તેને માત્ર બોરીવલી અને ગોરાઈ સુધી જ એકટીવા ચલાવવી પડે. કદાચ એથી વધારે જરૂર પડે તો હાઈવે સુધી જવાનું થાય. બીચ પર પહોંચીને તેણીએ એકટીવા સાઈડમાં લગાવ્યું. પછી આગળ ગઈ અને ઉભી રહી. આવતા જતા ...Read More

10

ખેલ : પ્રકરણ-10

શ્રીના મનમાં એકેય વિચાર ટકતા ન હતા. પેલો છોકરો કેમ બિયરની બાટલી નાખીને મને જોઈ રહ્યો? શુ એના મનમાં ખરાબ વિચાર આવ્યો હશે? એને પણ મારી જેમ થયું હશે કે જો આ છોકરી ચીસ પાડશે તો હોટલમાંથી માણસો આવી જશે એટલે જતો રહ્યો હશે.?? કે પછી હું અહી એકલી ઉભી છું એટલે એને નવાઈ લાગી હશે? મને પૂછવા માંગતો હશે કે એક્ટિવા બગડી હોય તો લિફ્ટ આપી દઉં? સુંદર છોકરીને લિફ્ટ આપવી કોને ન ગમે? પછી કદાચ એને થયું હશે કે આ છોકરી સામે એની જોતા જ મેં બિયરની બોટલ આ ડસ્ટબિનમાં ફેંકી એ જોઈ એ મારી લિફ્ટ નહિ ...Read More

11

ખેલ : પ્રકરણ-11

રજની ઘડીક બે ડગલા આગળ અને ઘડીક બે ડગલા પાછળ ખસ્યો. તેને સમજાયું નહિ કે માત્ર એક બે મિનીટમાં પૈસાના બંડલ ભરેલી ગાડી કઈ રીતે તફડાવી શકે. ધુવા પુવા થયેલો રજની દેસાઈ ગન હાથમાં લઈને શ્રીના ઘર તરફ ફર્યો. આ છોકરીના ચક્કરમાં બધું થયું છે, બલભદ્ર નાયક મને છોડશે નહિ. હું ક્યાં એના ચક્કરમાં પડ્યો? પોતાની જાત ઉપર ખિજાતો રજની ભયાનક રીતે દાંત પીસતો મોટા ડગલાં ભરતો ગાળો દેતો શ્રીના દરવાજે પહોંચ્યો. અંદર જતા જ ગન તાકીને એને ગાળો ભાંડવાનું મન થયેલું પણ દરવાજામાં દાખલ થયો ત્યાં શ્રી દરવાજા જોડે પડી હતી. રજનીને જોતા જ એ બોલી ઉઠી, "શુ ...Read More

12

ખેલ : પ્રકરણ-12

એક દિવસ વધુ પસાર થઈ ગયો. સવારે શ્રી જાગી ત્યારે પગ પકડાયેલ હતો પણ હવે પહેલા કરતા રાહત હતી. એક રાહત અર્જુન પકડાયો નહિ એની હતી. પગ ઉપર પ્લાસ્ટિક બેગ બાંધી શ્રીએ નહાવાનું કામ પૂરું કર્યું. હજુ પાણીનો સ્પર્શ યોગ્ય નહોતો એટલે પ્લાસ્ટિક બેગ બાંધી લેવી પડી. કપડાં પહેરી આયનામાં વાળ જોઈ લેવા ડોકિયું કર્યું ત્યાં થયું આ ચહેરો બદસુરત હોત તો શું આ રજની મને બોલાવત ખરા? પ્રશ્નનો જવાબ એ જાણતી જ હતી. તરત નજર હટાવી વિચાર ખંખેરી દીધો. દરવાજો લોક કરી રોડ ઉપર પહોંચી. વહેલી સવાર હતી એટલે તરત જ ટેક્સી મળી ગઈ. ટેક્સી સીધી જ ગરાજ ...Read More

13

ખેલ : પ્રકરણ-13

શનિવારનો દિવસ હતો. સૂરજ આકાશમાં ઊંચે ચડી ગયો હતો. કોમળ કિરણો હજુ ઠંડી સામે લડી લેવા સક્ષમ નહોતા. હવામાં ઠંડી યથાવત હતી. શહેરમાં લોકોની અવર જવર શરૂ થઈ ગઈ હતી પણ શ્રી હજુ જાગી નહોતી. રાત્રે વડોદરા અને અર્જુનના વિચારોમાં મોડે સુધી એની આંખો મળી નહોતી. વડોદરા જ્યાં તે જન્મી હતી. કાકા કાકીના ત્રાસથી વર્ષો પહેલા એ ઘર છોડીને ભાગી ગઈ હતી. કઈક દિવસો સુધી માસીએ તેને ખર્ચ આપ્યો હતો. પણ એ વડોદરા હવે કેટલું બદલાઈ ગયું હશે? તેના માટે હવે એ શહેર સાવ અજાણ્યું જ હશે ને? એવા કેટ કેટલા વિચારોમાં એ જાગી હતી. ફરી એકવાર એલાર્મના સહારે જ ...Read More

14

ખેલ : પ્રકરણ-14

ચંદુના ફોનની રીંગ વાગી એ સાથે જ તે બેડ પરથી ઉભો થઇ ગયો. ઝડપથી ટેબલ પાસે જઈને ફોન લીધો. સર...” “બીજું મહોરું છટકી ગયું છે...” સામેના અવાજમાં ગુસ્સો અને લાચારી હતી. “એટલે?” “એટલે એ વડોદરા તરફ ભાગી છે. હવે એ મુબઈમાંથી ગાયબ થશે તો પેલા લોકોને વહેમ પક્કો થઇ જશે. તારા ભાઈને કહે એને વડોદરા જઈને જેર કરે.” “ભાઈ આજે જ છૂટ્યા છે તમે ફિકર ન કરો હું હમણાં જ વ્યવસ્થા કરું છું.” ચંદુએ ફોન મુક્યો અને મકાન બહાર ભાગ્યો. * લગભગ ચારેક કલાક ટેક્સી અથાક દોડી હશે ત્યાં એક નાનકડી માર્કેટ જેવું દેખાયું. કાકાએ ચશ્માંના કાચ આરપાર નજર ...Read More

15

ખેલ : પ્રકરણ-15

પોલીસની ગાડી બરાબર નજીક આવીને ઉભી રહી. પેલી અકસ્માત થયેલી કાર અને શ્રી વચ્ચે પોલીસની ગાડી ઉભી રહી ત્યારે મોબાઇલ નીકાળી કઈક કરતી હોય એવો ડોળ કરવા લાગી. હવે પોતે પોલીસના ચક્કરમાં ફસાય તો એને જામીન આપે એવું પણ કોઈ હતું નહીં. આડી નજરે પોલીસ ગાડીમાં થતી હિલચાલ જોવા લાગી. પોતે અર્જુનના કહેવાથી શું શું કર્યું હતું? એ બધું હવે એને બેહુદુ લાગવા લાગ્યું. ગાડીમાંથી બે પોલીસ અફસર નીચે ઉતર્યા. એક ઊંચો, પાતળો છતા મજબૂત બાંધાનો હતો. બીજો એક વૃદ્ધ હતો, માથાના અને દાઢીના ખાસ્સા વાળ સફેદ થઈ ગયેલ હતા, છતાં ભૂતકાળમાં યુવાનીમાં એ ખડતલ હશે એવું જોનારને સ્પષ્ટ દેખાતું ...Read More

16

ખેલ : પ્રકરણ-16

શાંત વાતાવરણ હતું. નદીમાં વહેતા પાણીનો આછેરો અવાજ અને ક્યાંક વ્રુક્ષોમાં બોલતા પક્ષીઓના અવાજ સિવાય કોઈ અવાજ હવે આવતો હતો. મુબઈ કરતા વડોદરામાં ઠંડી વધારે હતી. તેમાય નદી કિનારે તો ખુલ્લી હવામાં માણસ ધ્રુજવા લાગે તેવી ઠંડક હતી. તેમાં કમર ઉપર ગનની નળી અડી છે એ જાણી તેના પગમાં આછી ધ્રુજારી આવી ગઈ પણ તે હવે હિમત હારી શકે તેમ ન હતી. મન ઉપર ડર ઉપર કાબુ મેળવી એ સેકન્ડોમાં સ્વસ્થ થઇ ગઈ. "જી બોસ, લઈ આવું છું." પેલા અજાણ્યા માણસે વાક્ય પૂરું કરી ફોન કટ કરવા બટન દબાવ્યું. તે હિન્દીમાં વાત કરતો હતો. શ્રીએ બંને હાથ જેકેટના પોકેટમાં ...Read More

17

ખેલ : પ્રકરણ-17

"અર્જુન, આપણું જીવન કેવું વિચિત્ર છે?" બીચ ઉપર અર્જુનના ખભા ઉપર માથું ઢાળી શ્રી બોલતી હતી. "કેમ?" "બસ જ આપણું જીવન બધા કરતા અલગ છે. જે ઉંમરે બીજા લોકો જીવનને સમજતા જ નથી એ ઉંમરે આપણે આપણા ફેસલા જાતે જ કરવાના હતા, ન કોઈ સલાહ આપનાર ન કોઈ રોકનાર, ન કોઈ ટોકનાર.. કેવું વિચિત્ર?" "એ બધું હવે યાદ કરીને શુ લેવાનું?" અર્જુને તેની આંખોમાં જોયુ, એમાં ભૂતકાળના દુઃખ સ્પષ્ટ દેખાતા હતા. "પણ અમુક સવાલ તો જીવન સાથે જ પુરા થાય અર્જુન." શ્રીનો અવાજ પણ મંદ હતો. "એવા સવાલ ભૂલી જવામાં જ ભલાઈ હોય છે શ્રી, ભૂતકાળમાં નજર કરીને ભવિષ્ય ઝાંખું કરવાનો ...Read More

18

ખેલ : પ્રકરણ-18

શ્રીને કસ્ટડીમાં 15-20 કલાક થઈ ગયા હતા. તે હજુ સુધી એમ જ શૂન્ય મનસ્ક જેલના સળીયાઓને અને નાનકડી બારીને રહી હતી. પહેલીવાર જેલમાં હતી છતાં એના ઉપર લોખંડના સળિયા કે સુની ભીંતોની કોઈ અસર થતી નહોતી. ક્યારે આ જેલમાંથી મુક્તિ મળશે ક્યારે બહારની હવા લેવા મળશે એવો કોઈ પ્રશ્ન એના મનમાં જાણે થતો જ ન હોય એમ એ દીવાલને ટેકે સળિયા ઉપર નજર રાખી બેઠી હતી. કોઈ વ્યક્તિ અવાર નવાર જેલની હવા ખાવા ટેવાયેલ હોય તો એના ચહેરા પર પણ જેલમાં હોવાનો વિષાદ હોય તે શ્રીના ચહેરા પર ન હતો. બસ તે એકીટશે સળીયાઓને જોઈ કઈક ઊંડા વિચારોમાં ખોવાયેલ હતી. ...Read More

19

ખેલ : પ્રકરણ-19

છેલ્લા અઠવાડિયાની એન્ટ્રી જોતા દસેક જેટલા નામ મળ્યા. સલીમ ખાન, જાવેદ મેમણ, નુસરત, ભાનું પ્રતાપ, બહાદુર ભરવાડ, ટીનું દ્વિવેદી, રામપ્રસાદ અને લલિત પટેલ. "એમાંથી કોણ હોઈ શકે મનું?" બધા નામ જોઈ લીધા પછી પૃથ્વીએ પૂછ્યું અને ઉભા થઈને પાણીની બોટલ લઈ આવ્યો. બે ગ્લાસ ભર્યા એક મનુને આપ્યો. "આ બધાને કયા ગુનામાં અહીં લાવ્યા છે?" મનુએ પૃથ્વીને એ જ સવાલ કર્યો કારણ બધાને એરેસ્ટ કરનાર પૃથ્વી હતો. "સલીમ ખાન, જાવેદ મેમણ, નુસરત અને ભાનું પ્રતાપ દારૂનો વેપાર કરતા હતા." પૃથ્વીએ વિગત આપવાનું શરૂ કર્યું. "મોટા પાયે?" "ના મોટા પાયે નહિ પણ મહિને બે એક લાખનું ટર્ન ઓવર ખરું." "ના ...Read More

20

ખેલ : પ્રકરણ-20

મોડી રાત્રે રુદ્રસિંહના દરવાજે ટકોરા પડ્યા. રુદ્રસિંહ હજુ પુસ્તક વાંચતા હતા. લક્ષ્મી અને સિદ્ધાર્થ ઉપર જઇ સુઈ ગયા હતા. વર્ષોથી એક જ આદત હતી જ્યાં સુધી મનું ઘરે ન આવે ત્યાં સુધી એ ઊંઘતા નહિ. જીવનમાં એકવાર કરેલી ભૂલ માટે રુદ્રસિહને એક પ્રકારનો ફોબિયા થઇ ગયો હતો. આદિત્યએ રુદ્રસિહને સ્નાઇપર સોપીને પોતે બેકઅપ કિલરનું કામ કર્યું એમાં એક ધડાકામાં આદિત્ય મૃત્યુ પામ્યા, એ દ્રશ્ય ફરી ફરીને આંખો સામે આવી જતું. પોતાના મિત્રની મોત માટે રુદ્રસિહ હમેશા પોતાની જાતને જવાબદાર માનતા. જો હું એની સાથે હોત તો આદિ આજે મારી સાથે હોત.... પણ હવે મનુ સાથે હું ક્યારેય એવું નહિ થવા ...Read More

21

ખેલ : પ્રકરણ-21

મનુ જીપમાં વળતા જવાબની રાહ જોઈ બેઠો હતો. થોડીવારે પ્રાઇવેટ નંબર ઉપરથી વળતો મેસેજ આવ્યો. તેણે સ્ક્રીનમાં જોયું, મેસેજ કરતા જ એની આંખો પહોળી થઇ ગઇ. મેસેજ હતો : ફોટોમાં જે વ્યક્તિ છે એ એક ક્રિમિનલ છે. તેનું નામ ઉદય ઠાકુર છે. અને અત્યારે મુંબઇ ઝેલમાં છે. વોટ ધ હેલ ઇઝ ધીસ? મનું મોબાઈલ સામે જોઈને મનમાં જ સમસમી ઉઠ્યો. મુંબઈ જેલમાંથી એ માણસ બહાર કઈ રીતે આવ્યો? અને એની લાશ અહીં? આ સવાલના જવાબ હવે એ છોકરી જ આપશે. સ્ટિયરિંગ ઉપર હાથ પછાડી મનુએ ચાવી ઘુમાવી અને ઘર તરફ રવાના થઈ ગયો. * રુદ્રસિંહે લક્ષ્મી અને સિદ્ધાર્થને રાત્રે ...Read More

22

ખેલ : પ્રકરણ-22

બલભદ્ર નાયક, ધનંજય, કોબ્રા, યુશુફ, ડી.એસ.પી. બધાએ બલભદ્રના બંગલા ઉપર મિટિંગ ગોઠવી. બલભદ્રએ રાજીવ દીક્ષિતને પણ પરાણે એ મિટિંગમાં હતો. ખૂણામાં એક ચેરમાં હોઠ સીવેલા હોય એમ રાજીવ દિક્ષિત ચુપચાપ બેઠા હતા. "ગાડી ક્યાંથી મળી?" કેટલીયે વાર વિચાર્યા પછી ડી.એસ.પી.એ પૂછ્યું. "ગાડી તો મુંબઈમાંથી જ મળી ગઈ હતી." બલભદ્રએ કહ્યું. "એનો અર્થ એ કે લૂંટ કરનારને ગાડીમાં જી.પી.એસ. છે એ વાતની ખબર જ હતી." કોબ્રાએ કહ્યું. "હા ખબર જ હતીને અને લૂંટ કરનાર કોઈ મૂરખ તો ન જ હોય ને? ફોર્ચ્યુનમાં જી.પી.એસ. હોય એ તો બચ્ચા બચ્ચાને ખબર છે કોબ્રા..." બલભદ્રને કોબ્રાની વાત જરાય ગમી ન હોય એમ ચિડાઈને બોલ્યો. ...Read More

23

ખેલ : પ્રકરણ-23

આગળની રાત્રે મોડા સુધી મનુ વિચારોમાં હતો. પૃથ્વી અને રુદ્રસીહ બંને શ્રીને લઈને એજન્ટ પાસે ગયા હતા. કેટલે પહોંચ્યા કોઈ આફત આવી હશે કે કેમ એ પણ જાણી શકાય એમ નહોતું કારણ કે એ લોકો પાસે કોઈ ફોન હતો નહિ. બીજા દિવસે સવારનું એલાર્મ વાગતું હતું. સ્ટેશન ઉપર સૂર્યના કિરણો ફરી વળ્યાં હતા. ઠંડીનો ચમકારો હજુ હતો. સ્ટેશનમાં ઇન્સ્પેકટર રૂમમાં સોફા ઉપર મનું ઊંઘયો હતો. મોબાઈલમાં મૂકેલું એલાર્મ એના કાનમાં ગુંજી ઉઠ્યું ત્યારે સફાળો એ જાગ્યો. આળસ મરડી ઉભો થઈ ગયો. કોન્સ્ટેબલને ચા લેવા મોકલી ઝડપથી તૈયાર થઈ ગયો. કોન્સ્ટેબલ થોડીવારમાં ચા લઈ આવ્યો. મનુએ પૃથ્વી અને રુદ્રસિહ પહોંચ્યા કે ...Read More

24

ખેલ : પ્રકરણ-24

પૃથ્વી, શ્રી અને રુદ્રસિંહ એજન્ટ-એની રાહ જોતા એક ફોયરમાં બેઠા હતા. લગભગ એકાદ કલાક રાહ જોયા પછી રુદ્રસિંહે અકળાઈને "પૃથ્વી આ બધું શુ છે? આ બધા એજન્ટ કોણ છે અને આ જગ્યા?" પૃથ્વીએ એમની સામે જોઇને સ્મિત વેર્યું. રુદ્રસિહને એજન્ટ જોઇને ખ્યાલ આવવો જોઈએ કે આ બધું આદિત્યનું કામ હશે પણ જે વ્યક્તિને પોતાની આંખ સામે વિસ્ફોટમાં મરતા જોયો હોય તે માણસ વર્ષો પછી ભૂતની જેમ સામે આવે તેવી કલ્પના પણ કોણ કરી શકે? "અંકલ કહ્યુંને સરપ્રાઈઝ છે, કિપ કવાઈટ, વેઇટ એન્ડ વોચ." "પણ આ અન્ડરગ્રાઉન્ડ સેફ હાઉસ છે કોનું? ફાર્મ હાઉસ ઉપર આ બધું ચાલે છે અને કોઈને ...Read More

25

ખેલ : પ્રકરણ 25

રુદ્રસિહેના દિલો દિમાગ ઉપર આદિત્યને જીવિત જોઇને ગહેરી, વિચિત્ર પણ ગમે તેવી, દિલ નાચી ઉઠે તેવી અસર થઇ હતી. શ્રી કૃષ્ણ અને સુદામો મળ્યા ત્યારે તેવું જ કઈક સંવેદન થયું હશે તેની કલ્પના કરવી આ અજોડ મિત્રોની દોસ્તી પરથી શક્ય બને! ઘણા દિવસો પછી રુદ્રસિહ ઉત્સાહમાં ધરાઈને જમ્યા. પણ શ્રી માત્ર એમના માનમાં જ થોડું ખાઈ શકી. જેલમાં બેફામ મનુને જવાબ આપનારી શ્રી એક જ પળમાં પલટાઈ ગઈ હતી. તેના મનમાંથી અર્જુન ખસતો ન હતો. આદિત્યની વાત સાંભળ્યા પછી તેના મનમાં પેલા કિડનેપરના શબ્દો ભમતા હતા. એ માણસે ફોન ઉપર કોઈને કહ્યું હતું, “જી બોસ, બીજું મહોરું પણ મળી ...Read More

26

ખેલ : પ્રકરણ-26

ઉંચી બિલ્ડીંગો વચ્ચેથી ટોમની ઈ.ઓ.એન. અર્ધો કલાક સરતી રહી પછી ફેન્ટમ નાઈટ ક્લબ આગળ તેણે બ્રેક કરી. ટોમ કારમાંથી ખિસ્સામાં બંને હાથ નાખી ફેન્ટમના દરવાજા તરફ ધીમેથી આગળ વધ્યો. દરવાજા પાસે ઉભેલા બુસ્ટર તેને રોકે તે પહેલા જ ત્યાં પાર્ક કરેલ રેડ વોલ્વો જે એક નજરે કોઈ વિદેશી ગાડી લાગતી હતી તેની પાસે ઉભેલ એવા જ વિદેશી દેખાવવાળી બ્લોન્ડ ફેસ અને ક્રીમી હેરવાળી વીસેક વર્ષની છોકરીએ તેને રોકયો. “મી. નાઈટ ક્લબ રાત્રે નવ પછી જ ચાલુ થાય છે.” “નો પ્રોબ્લેમ, ટુ ડે આઈ હેવ ઇનફ ટાઈમ ટુ વેઇટ...” અંગ્રેજ જેવી દેખાતી યુવતી આગળ ટોમ પણ અંગ્રેજીમાં બોલ્યો. “બટ ટ્રીસ ...Read More

27

ખેલ : પ્રકરણ-27

ટોમ બીજા દિવસે રાજીવ દીક્ષિતનો ઇન્ટરવ્યૂ પાસ કરી અર્જુનના ટેબલ ઉપર એની જગ્યાએ એનું કામ કરવા લાગ્યો હતો. તે બદલાઈ ગયો હતો. જીન્સ અને ટી શર્ટની જગ્યાએ દરજીએ સીવેલા આછો ગુલાબી શર્ટ અને બ્લેક પેન્ટ, પગમાં સ્પોર્ટ્સને બદલે પ્રોફેશનલ સૂઝ, વિખેરાયેલા વાળને બદલે વ્યસ્વ્થીત હોળેલા વાળમાં તે નખશીખ નોકરિયાત લાગતો હતો. ઓફિસમાં બધા જોડે પરિચય ઓળખાણ આપી લઈ એણે દરેક વ્યક્તિ વિશે એક અંદાજ બાંધ્યો. છેક બપોર સુધી એને જે કામ કરવું હતું એ કામ કરવાનો મોકો મળ્યો નહિ. શ્રીએ કહ્યું હતું એ મુજબ બપોરે લંચમાં બધા ઓફીસ છોડતા એ સિવાય બધા ઓફિસમાં જ રહેતા. ટોમ બપોરના લંચ સુધી, ...Read More

28

ખેલ : પ્રકરણ-28

ઇન્સ્પેકટર મનુંએ મી. અદિત્યના કહેવા મુજબ પ્લાનિંગ કરી લીધું હતું. મનું જાણતો હતો કે એનો પીછો થાય છે. પોતે જાય છે શું કરે છે એ બધું બલભદ્રના માણસો નજરમાં રાખતા હતા. જ્યારથી શ્રીને ભગાડી હતી ત્યારથી મનુનો પીછો થતો હતો. તેને હવે બસ બલભદ્રના માણસોને વિશ્વાસમાં લેવાના હતા. સ્ટેશનથી નીકળી મનું જીપમાં બેઠો અને રોજની જેમ આજુ બાજુ નજર કર્યા વગર જ હોટેલ એસેન્ટ તરફ રવાના થઈ ગયો. રિયર વ્યુ મિરરમાં નજર કરી જોયું તો એનો પીછો કરનાર માણસોની એક રેડ ગાડી એની પાછળ આવતી હતી. તેણે બંને માણસોને જોયા હતા. પૃથ્વીએ કહ્યા મુજબ સ્ટેશન પર હુમલો થયો ત્યારે એક ...Read More

29

ખેલ : પ્રકરણ-29

બોરીવલી આર.ટી.ઓ. ચેક પોસ્ટથી થોડેક આગળ ટર્ન લઈને આદિત્યએ મોન તોડ્યું. "પૃથ્વી, જરા ટોમને ફોન લગાવી જો ક્યાં છે અને ક્યાં છે રાજીવ દીક્ષિત?" પૃથ્વીએ ટોમને ફોન લગાવ્યો. તરત જ ટોમે ફોન લીધો. "ટોમ ક્યાં છે તું?" "અરે હું અહી એક વાર નાસ્તો અને બે વાર ચા પી ચુક્યો છું. કંટાળ્યો છું હવે.” “અરે પણ અમે આવી ગયા છીએ.” પૃથ્વીએ હસીને કહ્યું. “ઓકે, હું રાજીવ દીક્ષિતના ઘરની આસપાસ છું, એડ્રેસ મુકું છું એસ.એમ.એસ.થી જલ્દી આવી જાઓ." "ઓકે......." કહી પૃથ્વીએ ફોન મુક્યો. થોડીવારમાં અદિત્યના મોબાઈલમાં એસ.એમ.એસ. ટોન વાગી. એસ.એમ.એસ. જોવા અદિત્યએ ગાડી ઉભી રાખી. એડ્રેસ જોઇને રાજીવ દીક્ષિતના ઘર તરફ ...Read More

30

ખેલ : પ્રકરણ 30

પૃથ્વીએ રાજીવ દીક્ષિત અને એના માણસોને એક લાઈનમાં બાંધ્યા. એક નફરતભરી નજર એ બધા ઉપર કરી અને ટોમને કહ્યું, લોકો ઉપર નજર રાખજે.” "કેમ તમે ક્યાં જાઓ છો?" "સિગારેટ સળગાવવી છે, મચીસ લેતો આવું." તેણે સિગારેટ મોઢામાં મૂકી અને રુમ બહાર નીકળ્યો. એ સીધો જ રસોઈ ઘરમાં માચીસ હશે એ અંદાજે ત્યાં ગયો. પણ કિચનના ડોર પાસે પહોંચતા જ એક બીજું દ્રશ્ય જોઈ પૃથ્વીના હોઠ વચ્ચે મુકેલી સિગારેટ પડતી પડતી રહી ગઈ. સામે એક માણસ બાંધેલો પડ્યો હતો. એના મોઢા ઉપર ટેપ લગાવેલી હતી. પૃથ્વીને જોતા જ એ બોલવાની કોશિશ કરવા લાગ્યો પણ ટેપ લગાવેલી હતી એટલે અવાજ નીકળ્યો ...Read More

31

ખેલ : પ્રકરણ 31

સાંજે આદિત્યનો ફોન આવ્યો ત્યાં સુધી અર્જુન હોશમાં આવ્યો નહી. શ્રી એક સેકંડ પણ તેનાથી દુર ખસી નહોતી. સાંજે વાગ્યે ટ્રીસ આખરે રૂમ બહાર ગઈ અને આદિત્યને ફોન કર્યો. “સર અર્જુનને આજે રાત સુધી હોશ આવે અને એ કાઈ બોલે તેવું લાગતું નથી.” “શીટ! ઠીક છે અમે અહી કઈક બીજી ગોઠવણ કરીએ તું અને બાકીના લોકો શ્રી અને અર્જુનનું ધ્યાન રાખજો.” “ઓકે સર.” ટ્રીસે ફોન મુક્યો અને બહારની ચેરમાં જઈને ગોઠવાઈ. * શ્રીની આંખમાંથી આંસુ પડવાની તૈયારી હતી. તે હોશમાં આવતો નહોતો. શ્રીથી હવે સહન થાય તેમ ન હતું. તે ઉભી થઇ અને અર્જુન પાસે ગઈ. તેના કપાળ ઉપર ...Read More

32

ખેલ : પ્રકરણ 32 - છેલ્લો ભાગ

પૃથ્વી સહિત દરેકને બધું સમજાવી દઈ મનુએ બધી ગોઠવણ કરી લીધી. ફોન ઉપર થયેલી વાત ચીત મુજબ જ્યારે ડી.એસ.પી. હાઉસ ઉપર પહોંચ્યો ત્યારે મનું એકલો જ બહાર હાજર હતો બીજા બધા અંદર ગોઠવાઈ ગયા હતા. ભાગવતે બેઠક લીધી એટલે મનુએ સીધી જ પોઇન્ટની વાત કરી. "મી. ભાગવત મને ખબર છે તમારે એ છોકરી કેમ જોઈએ છે, તમને અર્જુન મળ્યો નથી એટલે છોકરી ઉપર તરાપ મારી છે." "મી. મનું તમારા એકાઉન્ટમાં દસ લાખ આવી ગયા છે, બાકીના પૈસા છોકરી મને સોંપ્યા પછી મળી જશે પછી તમે છુટ્ટા.." "પણ હું માત્ર વિસ લાખમાં શુ કામ હાથ માંડું ભાગવત સાહેબ? મારી પાસે તો ચાર ...Read More