અગ્નિપરીક્ષા

(577)
  • 74.7k
  • 64
  • 37.2k

પ્રકરણ-1 મામાનું ઘરહું ઇશિકા. મારું નામ ઇશિકા. આમ તો હું સ્વભાવે એકદમ શાંત પણ આજે મારે બોલવું છે. આજે મારે જે વાત કરવી છે એ ત્રણ કુટુંબની. મારા બે મામાના કુટુંબની અને મારા પોતાના કુટુંબની.હું ડોક્ટર ની દીકરી. મારા પપ્પા ડોક્ટર. મેડીસીન ના પ્રોફેસર પણ એમનું જીવન સાદગીભર્યું. ડોક્ટર હોવાનું એમને બિલકુલ અભિમાન નહીં. એમને દર્દીઓની સેવા કરવી ગમતી. મેં ઘણી વખત અડધી રાતે પણ એમને કોઈ દર્દી માટે હોસ્પિટલમાં જતા જોયા છે. લોકોની સેવા કરવા એ હંમેશા તત્પર રહેતા. મારી મમ્મી હાઉસ વાઈફ. પણ ખોટું બિલકુલ ચલાવી ન લે એવો એનો સ્વભાવ. અને એના એ જનીનો અમને બંને બહેનોને

Full Novel

1

અગ્નિપરીક્ષા - ૧

પ્રકરણ-1 મામાનું ઘરહું ઇશિકા. મારું નામ ઇશિકા. આમ તો હું સ્વભાવે એકદમ શાંત પણ આજે મારે બોલવું છે. આજે જે વાત કરવી છે એ ત્રણ કુટુંબની. મારા બે મામાના કુટુંબની અને મારા પોતાના કુટુંબની.હું ડોક્ટર ની દીકરી. મારા પપ્પા ડોક્ટર. મેડીસીન ના પ્રોફેસર પણ એમનું જીવન સાદગીભર્યું. ડોક્ટર હોવાનું એમને બિલકુલ અભિમાન નહીં. એમને દર્દીઓની સેવા કરવી ગમતી. મેં ઘણી વખત અડધી રાતે પણ એમને કોઈ દર્દી માટે હોસ્પિટલમાં જતા જોયા છે. લોકોની સેવા કરવા એ હંમેશા તત્પર રહેતા. મારી મમ્મી હાઉસ વાઈફ. પણ ખોટું બિલકુલ ચલાવી ન લે એવો એનો સ્વભાવ. અને એના એ જનીનો અમને બંને બહેનોને ...Read More

2

અગ્નિપરીક્ષા - ૨

નાજુક પરિસ્થિતિહવે અમે મામા ના ઘરે પહોંચી ગયા હતા. અમે બધી બહેનો વાતો એ વળગી હતી. અમે બધા વાતો ને રમવામાં એટલા મશગૂલ હતાં કે, અમને ક્યારે જમવાનો સમય થઈ ગયો હતો એનું પણ ધ્યાન નહોતું. બહેન આવી હોય એટલે મામા ના ઘરે ખૂબ પકવાન બન્યા જ હોય. ત્યારનો જમાનો જ કંઈક અનેરો જ હતો.મામી એ અમારા બધાની પ્રિય વાનગી ગુલાબજાંબુ બનાવ્યા જ હોય. અમે બધા જમતા જઈએ ને વાતો કરતા જઈએ સિવાય કે, અનેરી. હા, અનેરી જમતી વખતે હંમેશા મૌન વ્રત રાખતી. એટલે હંમેશા બોલબોલ કરતી અનેરી જમતી વખતે સાવ શાંત હોય. અમે બધી બહેનો એની મસ્તી પણ ...Read More

3

અગ્નિપરીક્ષા - ૩

અગ્નિપરીક્ષા-3 ચિંતા ટળીમારા મામાનું ઓપરેશન ચાલી રહ્યું હતું. ઓપરેશન થિયેટર ની લાલ લાઈટ હજુ ચાલુ જ હતી. દેવિકા તો ધ્રૂસકે રડી રહી હતી. એ કોઈ રીતે છાની રહેવાનું નામ જ લેતી નહોતી. મારા મામી એને છાની રાખવાની વ્યર્થ કોશિશ કરી રહ્યાં હતા. અને દેવિકા ને જોઈ જોઈને અમે બધા પણ રડી રહ્યા હતા. દેવિકા આમ પણ પહેલેથી જ એના પિતા ની વધુ નજીક હતી એટલે એના પિતા ને કંઈ થાય તો એ સહન જ ન કરી શકે. એનું રોવાનું બિલકુલ બંધ જ નહોતું થતું.મારા બંને મામીઓ અને મારી મમ્મી અમને બધા બાળકો ને હિંમત આપી રહ્યા હતા.*****મારા પપ્પા અને ...Read More

4

અગ્નિપરીક્ષા - ૪

અગ્નિપરીક્ષા-૪26 જાન્યુઆરી 2001 ના દિવસે આવેલ ભૂકંપ ના એ તીવ્ર આંચકા એ અનેક લોકોની જિંદગી ખેદાનમેદાન કરી નાખી હતી. બાજુ અમારો મારા પપ્પા જોડે સંપર્ક થતો નહોતો એમાં અમે પરેશાન હતા. કારણ કે, ફોન ની બધી જ લાઈનો ઠપ્પ થઈ ગઈ હતી. બીજી બાજુ મારા પપ્પા અમદાવાદ તો પહોંચી ગયા હતા અને ઇન્ટરસીટી ટ્રેન માં જામનગર આવવા માટે બેસી ગયા હતા. હા, મોબાઈલ નો ત્યારે આવિષ્કાર થઈ ગયો હતો પણ આજની જેમ બધા લોકો પાસે મોબાઈલ નહોતો. ત્યારે મોબાઈલ હોવો એ એક સ્ટેટસ ગણાતું. પૈસાદાર લોકો જ મોબાઈલ વાપરી શકતા. ઈનકમિંગ કોલ ના પણ ત્યારે પૈસા આપવા પડતા.****26 જાન્યુઆરી ...Read More

5

અગ્નિપરીક્ષા - ૫

અગ્નિપરીક્ષા-૫ વિધાતા ના લેખનીતિ એ હવે એક સુંદર દીકરાને જન્મ આપ્યો હતો. બધાં ખૂબ જ ખુશ હતા. નીતિ અને ની તો ખુશી સમાઈ જ નહોતી રહી. પણ આ ખુશી વધુ સમય રહી ન શકી. અચાનક નીતિ ના બાળક ની તબિયત અસ્વસ્થ થવા લાગી હતી. એ શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યું હતું. મનસ્વી એ આ જોયું. પોતે ડૉક્ટર હતા એટલે અમુક વસ્તુ એ જાણી જ ગયા હતા પણ વાત જયારે પોતાના બાળકની હોય ત્યારે એ પિતા જ રહે છે. એણે તરત જ ડૉક્ટર ને જાણ કરી. ડૉક્ટર તરત બાળક ને તપાસવા લાગ્યા. પણ પરિસ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ હતી. મીઠાપુર ...Read More

6

અગ્નિપરીક્ષા - ૬

અગ્નિપરીક્ષા-૬ સમય નું ચક્રનીતિ એ હવે એક સુંદર પુત્રી ને જન્મ આપ્યો હતો. પરિવાર ના બધા લોકો ખૂબ જ હતા. નીતિ ની તબિયત પણ સારી હતી. એના સાસુ સસરા એ પણ પુત્રી નો સહર્ષ સ્વીકાર કર્યો હતો. મારા મામી નો ડર બિલકુલ ખોટો સાબિત થયો હતો. એથી ઉલટું મનસ્વી અને તેનો પરિવાર તો વધુ ખુશ થયા હતા. દીકરી નો જન્મ થયો ત્યારે નીતિ ના સાસુના મુખેથી પહેલું વાક્ય જે નીકળ્યું હતું તે આ હતું. "નસીબદાર હોય એમને ત્યાં જ દીકરી નો જન્મ થાય છે. ઈશ્વર ની કૃપા છે કે આપણે ત્યાં લક્ષ્મીજી સાક્ષાત પધાર્યા છે." નીતિ ના સાસુ એ ...Read More

7

અગ્નિપરીક્ષા - ૭

અગ્નિપરીક્ષા-૭ અનેરી ની ઈચ્છાઅનેરી ને જોવા છોકરો અને એના માતા પિતા મારા મામા ના ઘરે આવી પહોંચ્યા હતા. નીરવ જ હેન્ડસમ દેખાતો હતો. એના માતા પિતા પણ વ્યવસ્થિત દેખાતા હતા. થોડી ઔપચારિક વાતચીત કર્યા પછી મારા મામા એ અનેરી અને નીરવ ને વાતો કરવા મોકલ્યા. એ બંને વાતો કરવા રૂમમાં ગયા. એ બંને વાતો કરી રહ્યા હતા અને અમે બધાં એમની વાતો સાંભળવાની વ્યર્થ કોશિશ કરી રહ્યા હતા. અમને વાતો નો અવાજ જરૂર સંભળાતો હતો પણ સ્પષ્ટપણે અમે કશું જ સાંભળી શકતાં નહોતા.*****અનેરી અને નીરવ હવે રૂમમાં આવ્યા. નીરવે કહ્યું, "મને એવા જીવનસાથી ની અપેક્ષા છે કે, જે હંમેશા મારી ...Read More

8

અગ્નિપરીક્ષા - ૮

અગ્નિપરીક્ષા-૮ રહસ્યના પડદાસૂરીલી ખૂબ ગુસ્સામાં મારા મામી ને મળવા આવી હતી. મારા મામી એ એને આવવાનું કહ્યું પણ એ કંઈ સાંભળવા જ તૈયાર નહોતી. એ ખૂબ ગુસ્સામાં બોલી, "આંટી, તમે સમીર ને કહી દેજો મને હેરાન ના કરે. એ રોજ મારી સાયકલ ના વ્હિલ માંથી હવા કાઢી નાખે છે. થોડા દિવસ થી હું જોવું છું કે, એ રોજ આવું કરે છે."મામી એ સમીર ને બોલાવ્યો અને પૂછ્યું, "સમીર, તું રોજ સૂરીલી ની સાયકલમાંથી હવા કાઢી નાખે છે?"સમીર કંઈ બોલ્યો નહીં. એ ચૂપ જ રહ્યો પછી એની નજર સૂરીલી પર પડી.સમીરે સૂરીલીને જોઈ અને એ સમજી ગયો કે, આ ફરિયાદ ...Read More

9

અગ્નિપરીક્ષા - ૯

અગ્નિપરીક્ષા-૯ અફર નિર્ણયઅનેરી આવી રીતે અચાનક અનુરાધા ને ભેટી ને રડવા લાગી એટલે અનુરાધા એ પૂછ્યું, "શું થયું અનેરી? તું અચાનક કેમ રડવા લાગી છે?" અનેરી કશું જ જવાબ આપવાની સ્થિતિ માં નહોતી. એ રડ્યા જ કરતી હતી. અનુરાધા એ એને રડી લેવા દીધી. એણે અનેરી ને શાંત પાડી. અનેરી શાંત પડી પછી બોલી, "નીરવ નો ફોન આવ્યો હતો..." અને પછી જે કંઈ પણ બન્યું હતું એની એણે અનુરાધા ને વિગતવાર વાત કરી.અનુરાધા એ એને સમજાવી, "ઓહ, તો એમાં શું તું આટલી બધી ચિંતા કરે છે? ફરી એને ફોન જોડ અને વાત કર". અનેરી એ ફરી ફોન જોડ્યો પણ ...Read More

10

અગ્નિપરીક્ષા - ૧૦

અગ્નિપરીક્ષા-૧૦ વિચારો ના વમળમાંમારા મામી ના ઘરની ડોરબેલ રણકી. મારા મામી એ દરવાજો ખોલ્યો. સામે સૂરીલી ઉભી હતી. મારા એ તેને આવકાર આપતાં અંદર આવવાનું કહ્યું. સૂરીલી એ ઘરમાં પ્રવેશતાં જ મારા મામી ને પૂછ્યું, "શું વાત છે આંટી? તમે મને અચાનક કેમ મળવા બોલાવી? બધું બરાબર છે ને?"મામી એ પ્રત્યુત્તર આપતાં કહ્યું, "હા, બેટા. બધું બરાબર જ છે પણ મને સમીર નું વર્તન થોડા સમય થી બદલાયેલું લાગે છે. મને કંઈ સમજ માં નથી આવતું. એણે તારી સાયકલમાંથી હવા કાઢી નાખી. બીજી પણ અનેક છોકરીઓ ની ફરિયાદ આવે છે. માટે મને શંકા છે કે, એ કોઈ ખરાબ સંગત માં ...Read More

11

અગ્નિપરીક્ષા - ૧૧

અગ્નિપરીક્ષા-૧૧ સમીર ની જીદઅનેરી ના લગ્ન લેવાઈ ચુક્યાં હતા. નીરવ સાથે ના ગઠબંધન માં એ હવે બંધાઈ ચુકી હતી. ના લગ્ન માં અમે બધા એ ખૂબ મજા કરી. સમીર અને સૂરીલી એ બંને પણ છુપાઈ છુપાઈ ને મજા લેતા હતા. પણ દેવિકા ની પારખી નજર થી એ બંનેના સંબંધ છુપાઈ ન શક્યા. પણ એ સમયે તો દેવિકા કાંઈ જ ન બોલી. એણે માત્ર એ બંનેનું નિરીક્ષણ જ કર્યું. અને નિરીક્ષણ કર્યા પછી એને એટલું તો સમજાઈ જ ગયું હતું કે, આ બંને વચ્ચે કંઈક તો ચક્કર છે જ. અને દેવિકા ની નજર તો પહેલેથી ખૂબ પારખી જ હતી.*****અનેરી ની ...Read More

12

અગ્નિપરીક્ષા - ૧૨

અગ્નિપરીક્ષા-૧૨ અંત કે આરંભ?સૂરીલી ના માતા પિતા મારા મામા મામી ને મળવા આવી પહોંચ્યા હતા. મારા મામા અને મામી એ એમને આવકાર આપ્યો.મારા મામા એ સૂરીલી ના પિતા ને કહ્યું, "આમ તો હવે જે બની ગયું છે એનાથી આપણે બંને હવે પરિચિત તો છીએ જ. સૂરીલી સારી છોકરી છે. અમને પણ સૂરીલી જેવી પુત્રવધૂ મળે એ અમારા માટે પણ ગૌરવની જ વાત છે. પણ હજુ સમીર અને સૂરીલી બંને નું ભણવાનું બાકી છે. અને હજુ સમીર પોતાની જવાબદારી લેવા સક્ષમ નથી. જ્યાં સુધી એના પગ પર ઉભો રહી શકે નહીં ત્યાં સુધી એ સૂરીલી ની પણ જવાબદારી કેવી રીતે ...Read More

13

અગ્નિપરીક્ષા - ૧૩

અગ્નિપરીક્ષા-૧૩ કુદરત ની ઈચ્છાસમીર અને સૂરીલી ના લગ્ન લેવાઈ ચુક્યા હતા. નીતિ અને મનસ્વી બીજી પુત્રી ના જન્મ થી જ ખુશ હતા. અનેરી અને નીરવ પણ પુત્ર હિમાંશુ ના જન્મ થી ખૂબ ખુશ હતા. પણ નીરવ નો બિઝનેસ હજુ બરાબર ચાલી રહ્યો નહોતો. હા ખોટ નહોતી જઈ રહી પણ જરૂર જેટલી કમાણી પણ નહોતી થઈ રહી. ઉપરથી પુત્ર નો જન્મ એટલે ખર્ચ તો વધવાનો જ હતો. નીરવ ના ગુસ્સાવાળા સ્વભાવ ને કારણે જ એ ખોટ માં જઈ રહ્યો હતો. અનેરી આ જાણતી હતી માટે એ બને તેટલા એને સમજાવવાનો પ્રયત્ન કરતી જેથી એનો મગજ શાંત રહે. *****દેવિકા સમીર ના લગ્ન ...Read More

14

અગ્નિપરીક્ષા - ૧૪

અગ્નિપરીક્ષા-૧૪ ઋણાનુબંધ અનેરી ને ફોન પર રડતી સાંભળ્યા પછી મારા મામા અને મામી ને ખૂબ ચિંતા થવા લાગી હતી. વિચારી રહ્યા હતા કે, "શું થયું હશે અનેરી જોડે. શું આપણે નીરવ કુમાર જોડે વાત કરીએ?"તેઓ વિચારી જ રહ્યાં હતાં ત્યાં જ ફરી ટેલિફોન ની રીંગ વાગી. એમને થયું કે કદાચ અનેરી એ જ ફરી ફોન કર્યો હશે. એ દોડતાં ત્યાં પહોંચ્યા અને એમણે ક્ષણ ની પણ રાહ જોયા વિના તરત જ ફોન ઉપાડ્યો."હેલ્લો, પપ્પા જી. હું નીરવ બોલું છું." સામે છેડેથી નીરવ નો અવાજ સંભળાયો. નીરવ નો અવાજ સાંભળીને તરત જ મારા મામા બોલી ઉઠ્યા, "શું થયું છે અનેરી ને ...Read More

15

અગ્નિપરીક્ષા - ૧૫

અગ્નિપરીક્ષા-૧૫ નદી ના કિનારા મારા મામા મામી હવે અનેરીના ઘરે આવી પહોંચ્યા હતા. અનેરી પોતાના માતા પિતાને જોઈ ને રડવા લાગી. મામી એ પૂછ્યું, "શું થયું અનેરી? કેમ રડે છે?"હવે અનેરી બોલી, પ્લીઝ મને તમે અહીંથી લઈ જાઓ. હું આ ઘરમાં શાંતિથી નહીં જીવી શકું. એવું મને લાગે છે. "પણ થયું છે શું બેટા? નીરવ જોડે ઝગડો થયો છે? એણે તને કંઈ કહ્યું?" મારા મામાએ પૂછ્યું.અમે બંને એકબીજા માટે બન્યા જ નથી. અમે બંને એકબીજા કરતાં ખૂબ અલગ છીએ. અમે બંને નદી ના કિનારા જેવા છીએ જે સાથે વહી તો શકે છે પણ સાથે રહી નથી શકતા.હવે મારા મામી થી ના ...Read More

16

અગ્નિપરીક્ષા - ૧૬

અગ્નિપરીક્ષા-૧૬ પ્રશ્નાર્થ મનદેવિકા ખૂબ ગુસ્સામાં હતી. એ ધુઆપુઆ થઈને આમતેમ આંટા મારી રહી હતી. એને આમ પરેશાન જોઈને એના એને પૂછ્યું, "શું થયું દેવિકા? આમ ગુસ્સામાં કેમ આંટા મારે છે?""અરે એ સમજે છે શું એના મનમાં? હું છોડીશ નહીં એને. મારી સાથે આવી રીતે એ વર્તન જ કેમ કરી શકે?" દેવિકા બોલી.પણ હજુ મારા મામી ને સમજાઈ રહ્યું નહોતું કે દેવિકા કોની વાત કરી રહી છે એટલે હવે મારા મામી એ સ્પષ્ટ પૂછ્યું, "કોની વાત કરે છે દીકરી?""પ્રલય ની વાત કરું છું મમ્મી." દેવિકા એ જવાબ આપ્યો."પણ પ્રલય એ કર્યું છે શું એ તો કહે!" મારા મામી બોલ્યા."એણે મને ...Read More

17

અગ્નિપરીક્ષા - ૧૭

અગ્નિપરીક્ષા-૧૭ આ તે કેવી મા?પ્રલય કોફી શોપ પર દેવિકા ની રાહ જોઈ રહ્યો હતો. એવામાં જ સફેદ સલવાર અને કુર્તી પહેરીને દેવિકા આવી. એણે સફેદ દુપટ્ટો પણ ધારણ કર્યો હતો. દેવિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. એણે પ્રલય ને એક કોર્નર ના ટેબલ પર પ્રલય ને બેઠેલો જોયો એટલે એ ત્યાં પહોંચી અને પ્રલય ને હાય કર્યું. દેવિકા ને જોઈને પ્રલય એ પણ સામે હેલ્લો કહી પ્રત્યુત્તર આપ્યો અને દેવિકા ને પોતાનું સ્થાન ગ્રહણ કરવા કહ્યું. દેવિકા ત્યાં બેઠી.વાત ની શરૂઆત કરતાં પ્રલય એ જ કહ્યું, "દેવિકા, આમ તો મારે જે કહેવાનું હતું એ કહી જ દીધું છે ...Read More

18

અગ્નિપરીક્ષા - ૧૮ - છેલ્લો ભાગ

અગ્નિપરીક્ષા-૧૮ કુદરતનો ન્યાય અનેરી નીરવ સાથેના છુટા છેડાથી ખૂબ દુ:ખી હતી. એણે અનુપમ નો ફોન જોયો એટલે એણે ઉપાડયો એની સામે પોતાના હૃદય ની બધી જ વ્યથા ઠાલવી દીધી.અનુપમ અનેરી નો સ્કૂલ ટાઈમ નો મિત્ર હતો. અનેરી પોતાના દિલની બધી વાત અનુપમ ને કરતી. એ હંમેશા એને સપોર્ટ કરતો. નીરવ સાથે ના એના સંબંધ, અનેરી ની વ્યથા એ બધું જ જો કોઈ જાણતો હોય તો એ અનુપમ હતો. અનુપમ ની પત્ની કે જે હવે આ દુનિયામાં નહોતી તે મીરા પણ અનેરી ની દોસ્ત હતી. થોડા સમય પહેલાં જ એનું મૃત્યુ થયું હતું. અનુપમ અને મીરા ને એક પુત્ર જય પણ ...Read More