પ્રેમનું અગનફૂલ

(1.3k)
  • 127.2k
  • 76
  • 56.9k

પોં...ઓ...ઓ...ધાક...ધાક...ભયાનક શોર મચાવતી ટ્રેન વેગ સાથે ધસમસતી જઇ રહી હતી. ટ્રેનની અંદર રામલલ્લાનો જયજયકાર ગુંજી રહ્યો હતો. લગભગ સિત્તેર ટકા જેટલા યાત્રીઓ અયોધ્યા રામજન્મભૂમિનાં દર્શન કરીને આવી રહ્યા હતા. ટ્રેનની બારીઓમાં લાલ ભગવો ચારે તરફ લહેરાતો હતો અને પુષ્પોની માળાએ હજુએ સુગંધ વેરી રહી હતી. સૂર્યનારાયણ ધીરે ધીરે ક્ષિતિજમાં ડૂબતા જતા હતા અને ધરતી પર અંધકારના ઓળાઓ ઊતરતા જતા હતા.

Full Novel

1

પ્રેમનું અગનફૂલ - 1 - 1

પોં...ઓ...ઓ...ધાક...ધાક...ભયાનક શોર મચાવતી ટ્રેન વેગ સાથે ધસમસતી જઇ રહી હતી. ટ્રેનની અંદર રામલલ્લાનો જયજયકાર ગુંજી રહ્યો હતો. લગભગ સિત્તેર ટકા જેટલા અયોધ્યા રામજન્મભૂમિનાં દર્શન કરીને આવી રહ્યા હતા. ટ્રેનની બારીઓમાં લાલ ભગવો ચારે તરફ લહેરાતો હતો અને પુષ્પોની માળાએ હજુએ સુગંધ વેરી રહી હતી. સૂર્યનારાયણ ધીરે ધીરે ક્ષિતિજમાં ડૂબતા જતા હતા અને ધરતી પર અંધકારના ઓળાઓ ઊતરતા જતા હતા. ...Read More

2

પ્રેમનું અગનફૂલ - 1 - 2

બીજા દિવસની સવાર પડતાં જ પ્રેમ, સદ્દભાવના સાથે સંપથી રહેતા, ગુજરાતમાં ચારે તરફ નફરતની આંધી ફૂંકાઇ અને વેરની અગ્નિજ્વાળાથી ભડકે બળવા લાગ્યું. આખા ગુજરાતને રાત્રે બનેલા બનાવ પછી હાઇએલર્ટ કરી દેવામાં આવ્યું હતું. કેન્દ્ર તરફથી તાત્કાલિક કડક પગલાં લેવાની સૂચના સાથે બીજાં રાજ્યોમાંથી સીમા સુરક્ષાદળના જવાનોને ગુજરાત તરફ રવાના થવાનો આદેશ આપી દેવામા આવ્યો. ...Read More

3

પ્રેમનું અગનફૂલ - 1 - 3

પોળમાં એકદમ સન્નાટો ફેલાયેલો હતો. કોઇ પણ માણસ બહાર દેખાતું ન હતું. દુર્ગા ઝડપથી પોતાના ઘર તરફ આગળ વધી, લેતી શેરી વટાવી તે ચોકમાં આવી કે તરત તેની નજર પોતાના ઘર પર પડી. ઘર નજર પડતા જ તે એકદમ સન્નાટમાં આવી ગઇ. ભય અને ખોફથી તેનું શરીર ધ્રૂજી ઊઠ્યું. બીકથી આંખો ફાટેલી રહી ગઇ. તે ત્યાં જ જડવત ઊભી રહી ગઇ. ...Read More

4

પ્રેમનું અગનફૂલ - 1 - 4

રસ્તામાં ઠેર ઠેર ધમાલ મચેલી હતી. કેટલાંય વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતાં. કેટલાય શોપિંગ સેન્ટરને લૂંટી લઇ, સળગાવી દેવામાં હતાં. થોડી થોડી વારે સાયરન વગાડતી પોલીસની ગાડીઓ દોડતી હતી. ચારે તરફ મહાનગરપાલિકાની ગાડીઓ લાઉડસ્પીકર લઇને ફરતી હતી અને લોકોને શાંત રહેવા તથા જલદી પોતપોતાના ઘર ભેગા થઇ જવાનું એનાઉન્સમેન્ટ કરતી હતી. શહેરમાં સી.આર.પી.એફ. નાં ધાડાં ઉતારી દેવામાં આવ્યાં હતા. આર્મીના યુવાનો હરએક રસ્તા પર પોળ અને શેરીઓના મોઢા પર ગોઠવતા જતાં હતાં. 302 ની કલમ લગાવી દેવામાં આવી હતી અને શુટ એટ સાઇટનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો. ...Read More

5

પ્રેમનું અગનફૂલ - 2 - 1

આનંદને તેની માતા આરતીની ચિંતા સતાવતી હતી. યાસ્મીનને બચાવવાના ચક્કરમાં ઘણો સમય નીકળી ગયો હતો. તેની માતાની શું હાલત હશે વિચારથી તેનું મગજ ફાટી રહ્યું હતું. જેમ યાસ્મીનના માતા-પિતા, બેનની હાલત કરી નાખવામાં આવી હતી. તેમ તેની માતા સાથે ? નહીં... નહીં....’ વિચારોમાં દોડતા મગજને અચાનક ઝાટકો લાગ્યો. તેના પગ એકાએક મોટર સાઈકલની બ્રેક પર દબાઈ ગયા. ...Read More

6

પ્રેમનું અગનફૂલ - 2 - 2

શહેરમાં ઘણું જ નુકસાન થઈ ગયું હતું. સ્ટ્રીટ લાઈટો, મોટા સર્કલ, ગાર્ડન, સરકારી બસો, સરકારી ઓફિસોને પારાવાર ક્ષતિ પહોંચી હતી. ગવર્નમેન્ટ શાંતિથી ઈચ્છતી હતી. ભાઈચારો બની રહે તેવા સતત પ્રયાસ કરતી હતી. આનંદ યાસ્મીનને લઈને રહીમચાચાના ઘરે પહોંચ્યો ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. રહીમચાચાના ઘર પાસે આવી આનંદે મોટરસાયકલને થોભાવી. યાસ્મીને નીચે ઊતરી ઘરની ડેલી ખખડાવી. બે મિનિટ પછી રહીમચાચાએ જ ડેલી ખોલી. ...Read More

7

પ્રેમનું અગનફૂલ - 2 - 3

કેટલાય લોકો ઘરબાર વગરના થઈ ગયા હતા. જેઓએ કેમ્પમાં આશ્રય લીધો હતો, કેમ્પો સતત ચોવીસ કલાક ધમધોકાર ચાલતા હતા. માટે ટેન્ટો બનાવેલ હતા. જમવાની સગવડ, ઘાયલ થયેલા લોકો માટે મેડિકલ સગવડ, લોકોને પુનઃ સ્થાપિત કરવા માટે રૂપિયા પણ અપાતા હતા. ધમધમાટ ચાલતા મોટા કેમ્પમાં પૈસા ક્યાંથી આવતા હતા તેનો કોઈનેય ખ્યાલ ન હતો. ...Read More

8

પ્રેમનું અગનફૂલ - 3 - 2

આનંદ અને દુર્ગા કદમનું નામ સાંભળીને એકદમ રોમાંચિત થઇ ગયાં. તેમણે આ નામ ઘણી વખત સાંભળ્યું હતું. કદમ દેશનું હતો. દેશની આન,બાન અને શાન માટે તેમણે જીવ સટોસટના સાહસો ખડી દેશના દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. કદમના નામથી કેટલાય દુશ્મન દેશોના એજન્ટો ધ્રૂજી ઊઠતા. આવા કદમને પોતાની સામે જોઇ આનંદ અને દુર્ગા હર્ષના આવેગથી પુલકિત થયાં હતાં. ...Read More

9

પ્રેમનું અગનફૂલ - 3 - 1

બીજા દિવસની સવારે. આનંદ અને દુર્ગા વકીલ દેવેન્દ્ર ભટ્ટની ઓફિસમાં બેઠા હતા. દેવેન્દ્ર ભટ્ટના ચહેરા પર ચિંતાની લકીર ફેલાયેલી હતી. ‘આનંદ... દુર્ગાને રૂપિયાનું બંડલ ગુપ્તા સાહેબે તમને હાથોહાથ આપ્યું હતું ને તે રૂપિયા કોઈ સંસ્થાએ કેમ્પસમાં આપ્યાનું કહ્યું હતું.’ વિચારમાંથી બહાર વતાં દેવેન્દ્ર ભટ્ટે પૂછ્યું. ‘હા, સર... ગુપ્તા સાહેબે ખુદ પૈસા આપ્યા હતા અને એટલે જ તેમના માન ખાતર આ પૈસા દુર્ગાને લેવાનું મેં કહ્યું હતું નહિતર દુર્ગાને હું પૈસા લેવા જ ન દેતા.’ ...Read More

10

પ્રેમનું અગનફૂલ - 4 - 1

શહેરમાં ચારે તરફ નાકાબંધી કરી દેવામાં આવી હતી. શહેરની બહાર જતા રસ્તા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પર સઘન ચાલી રહી હતી. રાત્રીના બાર વાગ્યાનો સમય થયો હતો. બપોરથી કરીને અત્યાર સુધી કદમ સતત દોડતો રહ્યો હતો. આનંદને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાવી તેમની માતાને તરત જાણ કરી બોલાવવામાં આવી, પછી આનંદની સુરક્ષા માટે તેના કમરાથી હોસ્પિટલ અને હોસ્પિટલની આસપાસ સખત પોલીસ સુરક્ષાની વ્યવસ્થા કરી તે પોલીસ હેડક્વાર્ટર પર પહોંચ્યો હતો. તે સતત ડી.એસ.પી. ભગત સાહેબના સંપર્કમાં હતો. ...Read More

11

પ્રેમનું અગનફૂલ - 4 - 2

બોર્ડર પર બાંધેલ તાર ફેન્સિંગની હદ આવી જતાં તરત ફોજીએ પોતાના ઊંટને આગળ દોડતું અટકાવ્યું. ઘણી વખત બોર્ડરમાં લોકો ઘૂસી હોય છે. અને બી.એસ.એફ. ના યુવાનો તેનો પીછો કરતા ભારતની સરહદ વટાવી આગળ નીકળી જાય, પણ પછી તરત ખબર પડે કે તે પાકિસ્તાન લશ્કરની એક ચાલ હતી. જેનો તે ભોગ બની ચૂક્યો છે, પચી તુરત પાકિસ્તાન લશ્કરના યુવાનો તેને ઘેરી લઇ પકડી લે અને પછી મોટો હોબાળો મચાવી દુનિયાભરના દેશોને બતાવે કે ભારતનું લશ્કર વારંવાર સરહદ પાર કરી અમારી બોર્ડરમાં ઘૂસી આવે છે. ...Read More

12

પ્રેમનું અગનફૂલ - 5 - 1

ચાંદની ચોક સ્થિત આવેલ ‘રો’ ની ઓફિસ. જે આમઆદમી માટે ‘રે બેન્કર્સ એન્ડ કેમિકલ્સ’ કંપનીના નામે જાણીતી હતી. કંપનીના ડાયરેક્ટર મી.સોમદત્ત ખરેખર તો ભારતીય જાસૂસી સંસ્થા ‘રો’ના મુખ્ય અધિકારી હતી, પણ તે વાત અમુક અધિકારીઓ અને વડાપ્રધાન ગૃહપ્રધાન, સંરક્ષણ પ્રધાન જેવી મોટી હસ્તીઓ જ જાણતા હતા. પીન ડ્રોપ્સ સાયલન્ટ વાતાવરણમાં એ.સી. ચાલવાનો આછો અવાજ આવી રહ્યો હતો. ઓફિસના વાતાવરણમાં આહ્વલાદક ઠંડક સાથે અનેરી ખુશ્બુ ફેલાયેલી હતી. ...Read More

13

પ્રેમનું અગનફૂલ - 5 - 2

એકાએક પ્રલયે પોતાના શરીરની સમગ્ર તાકાત એકઠી કરી. બંને હાથથી બાજુમાં પડેલ એક મોટો ટેબલને તાકાત સાથે અધ્ધર ઊંચકી, કાંઇ સમજે, વિચારે તે પહેલાં જ હવામાં અધ્ધર તોળાયેલા ટેબલને પ્રલયે બળપૂર્વક તેના તરફ ‘ઘા’ કર્યો. ‘ધડામ...’ના અવાજ સાથે ટેબલ જોરથી તાહીરખાન સાથે અથડાઇ. તાહીરખાને બંને હાથ આગળ કરી ટેબલને પોતના તરફ આવતું અટકાવવાની કોશિશ કરી હતી, પણ પ્રલયે એટલી તાકાત સાથે ટેબલ તેના પર ‘ઘા’ કરી હતી કે ટેબલ તાહિરખાન સાથે જોરથી અથડાઇ. ...Read More

14

પ્રેમનું અગનફૂલ - 6 - 1

સ્ટીમબાથ માટેનું સ્પેશયલ સ્નાનગૃહ હોટનલા પાછળના ભાગમાં હતું. પાછળનો વિસ્તાર એકદમ ખુલ્લો હતો. ચારે તરફ નાની-મોટી ટેકરી અને મોટા વૃક્ષોથી સ્થળ ઘેરાયેલુ હતું. ચારે તરફ ઘેરો સન્નાટો છવાયેલો હતો. સાંજનો સમય થયો હતો. સૂર્ય પશ્ચિમમા ઢળી ગયો હતો. આકાશ વાદળોથી ઘેરાયેલું હોવાથી રાત પડી ગઇ હોય તેવું લાગી રહ્યુ હતું. ક્યાંય કોઇ જ દેખાતું ન હતુ. કદમ હાથમાં ટોવેલ લઇ સ્ટીમબાથ માટે સ્નાનગૃહ તરફ આગળ વધી ગયો. ...Read More

15

પ્રેમનું અગનફૂલ - 6 - 2

સલીમ ખૂંખાર ર્દષ્ટિએ તે છાંયા તરફ ક્ષણ માટે તાકી રહ્યો. પછી તેના મોંમાંથી ખતરનાક ઘુરકાર નીકળ્યો. ‘હા... આ... આ... આ...’ કરતો માથું નમાવી તે છાંયાની સામે તેના પેટમાં માથું મારવા એકદમ આગળ ધસી ગયો. પણ તે છાંયો તેનાથી એકદમ ચપળતાપૂર્વક એક તરફ ધસી ગયો. સલીમ એટલા જોર સાથે તેની સામે ધસી ગયો હતો. તે છાંયો એક તરફ ખસી જતા એકદમ જોરથી તે વૃક્ષના થડ સાથે ધડામ કરતો અથડાયો. ...Read More

16

પ્રેમનું અગનફૂલ - 6 - 3

‘હા... અફઝલ શાહિદ... આતંકવાદી સંગઠનનો મુખ્ય સૂત્રધાર છે. અને આઇ.એસ.આઇ. ના ચીફ મકમુલ શાહિદનો કાકાનો છોરો છે. તાહિરખાન અફઝલ ખાસ માણસ લેખાય છે. અને તાહિરખાનનું મુક્ય કામ અફઝલ શાહિદના સંગઠન માટે, પાકિસ્તાની સરહદ પાર કરી ભારતમાં ભાંગફોડની પ્રવૃત્તિઓ ફેલાવી શકે તેવા લોકો સંગઠનમાં જોડવાનું જ કામ કરે છે. ‘ઓ... માય ગોડ... ? પણ... પણ... દુર્ગાનું અપહરણ પાકિસ્તાન લઇ આવવાનો તેનો આશય શું હોઇ શકે... ?’ પ્રલયે પૂછ્યું. ...Read More

17

પ્રેમનું અગનફૂલ - 7 - 1

જે ટેકરી પર તેના પર ગોળીબાર થતો હતો. તે ટેકરીના પાછળના ભાગ તરફ કદમે ઇ. રસીદને સરકતો જોયો. કદમ તે પાછળ ચૂપચાપ ઊભો રહ્યો. બે-ચાર ક્ષણ વીતી. ‘ધડામ...’ વાતાવરણમાં જોરદાર વિસ્ફોટનો અવાજ થયો અને પછી કદમે ટેકરી તરફથી ચીસોના અવાજ અને રેતી, ધૂળોના ગોટાઓ સાથે પથ્થરોને અધ્ધર ઊડતા જોયાં. ધુળના ગોટાઓ વચ્ચે ઇન્સ્પેક્ટર રસીદ મુઠ્ઠીઓ વાળી દોડતો હતો. તેના તરફ ધસી આવી રહ્યો હતો. તેનું પૂરું શરીર ધૂળથી ભરાઇ ગયું હતુ. ...Read More

18

પ્રેમનું અગનફૂલ - 7 - 2

નાની-મોટી ટેકરીઓ વચ્ચે પસાર થતો સર્પાકાર અને ઊબડ-ખાબડ રસ્તો ઝડપથી પસાર થતો જતો હતો. ધીરે ધીરે જંગલનો એરિયા પૂરો ગયો. હવે વેરાન ડુંગરાળ જમીન આવતી જતી હતી. બાવળના ઝાડ સિવાય આજુબાજુ કશું જ દેખાતું ન હતું. રસ્તો લગભગ ધોવાઇ ગયો હોવાથી ધૂળિયા રસ્તા પર ચાલતી જીપ્સી ધૂળોના ગોટાઓ ઉડાડતી આગળ વધી રહી હતી. આકાશ વાદળોથી છવાયેલું હોત, સૂર્ય દેખાતો ન હતો અને ગરમીનું પ્રમાણ પણ ઓછું હતું. ...Read More

19

પ્રેમનું અગનફૂલ - 8 - 1

જ્યારે પ્રલય, કદમ અને ઇ.રસીદ સવારનો નિત્યક્રમ પતાવી રહ્યા હતા, ત્યારે બુધ્ધઇ ગામથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે ચારે તરફ ઘેરાયેલા મેદાન જે આંતકવાદી સંગઠનનું તાલીમ કેન્દ્ર અને હેટ ક્વાર્ટર હતું. તેની ચારે તરફ પહાડીઓ હતી અને મેદાનના ફરતે લગભગ દસ ફૂટ ઊંચાઇની ફરતી લોખંડના તારની ફેન્સિંગ બાંધેલી હતી. તેની એક તરફ ચાર મકાન દેખાતા હતા. મકાનોની છતને બદલે દેશી નળિયા લાગેલાં હતાં અને બાંધકામ પણ કાચું બનેલું હતું. ...Read More

20

પ્રેમનું અગનફૂલ - 8 - 2

દોઝખ જેવી યાતનાઓથી આનંદ ચિલ્લાતો હતો. પારાવાર પીડાથી તે તરફડતો હતો. ચીસો પાડી પાડી તેનો સ્વર ફાટી જતો હતો. સોસ પડતો હતો. ધીરે ધીરે તેને ધરતી ગોળ ગોળ ફરતી દેખાતી હતી. તેને લાગી રહ્યું હતું કે તેની ચારેબાજુ પ્રેતાત્માઓ ઊભા ઊભા દેકારો કરતા તેના પર હસી રહ્યા છે અને તેનું લોહી ચૂસી જવા તત્પર થાય છે. ‘મા ભવાની શક્તિ આપ જે મને...’ દુર્ગા માને પ્રાર્થના કરતી હતી. મા મારા આનંદની રક્ષા કરજે. મા તું તો જગત જનની છો. માર અમને બચાવ, મા અથવા તો મને મોત આપી દે. મારા આનંદને બચાવો મા...’ લાલચોળ થઇ ગયેલી તેની આંખોમાંથી દળ દળ આંસુઓ છલકાતા હતા. ...Read More

21

પ્રેમનું અગનફૂલ - 9 - 1

ધીરે ધીરે સૂર્ય ક્ષિતિજમાં ડૂબતો જતો હતો. આકાશામાં કાળા ડિબાંગ વાદળો છવાયોલાં હતાં. ક્યારે વરસાદ ફરીથી તૂટી પડશે તે થતું ન હતુ. દવાઓ અને ગોળીઓની અસરથી આનંદ સાંજ સુધીમાં ભાનમાં આવી ગયો હતો. તેને પીડા થતી હતી. છતાં પણ તેના ચહેરા પર સ્મિત છવાયેલું હતું. તે ફરીથી ઝૂંપડીમાં એક તરફ ફકીરબાબા બેઠા હતા. તેની બાજુમાં પ્રલય, કદમ અને ઇ.રસીદ બેઠા હતા. તેનાથી થોડે દૂર દુર્ગા આનંદનું માથું પોતના ખોળામાં લઇને બેઠી હતી. ...Read More

22

પ્રેમનું અગનફૂલ - 9 - 2

વરસાદના પાણીની મોં પર પડતી વાછટ લૂછતા કદમ બોલ્યો, ‘બે આતંકવાદીનું કામ તમામ થઇ ગયું છે. હવે પુલ પાસે આતંકવાદીઓ ઊભા છે, તેને કેવી રીતે હલાલ કરશું... ?’ ‘ચારેને સાયલેન્સરયુક્ત રિવોલ્વરથી ઉડાડી દઇએ...’ રસીદએ કહ્યુ. ‘ના... રસીદ ચારેને રિવોલ્વરથી ઉડાડી દેશું કે તરત પુલની સામે પારના આતંકવાદીઓ ચોંકી જશે, અને તરત તેના કેમ્પ પર આપણે તેના શસ્ત્રભંડાર પર હુમલો કર્યો છે, તે સમાચાર આપી દેશે.’ ‘તો પછી મૃત્યુ પામેલ તે બે આતંકવાદીનો ઉપયોગ કરીએ.’ ચપટી વગાડતાં કદમે પૂછ્યું. ...Read More

23

પ્રેમનું અગનફૂલ - 10 - 1

નદીના પાણીમાં વરસાદને લીધે તૂફાન આવ્યું હતું. નદીના પાણી પુરજોશ સાથે ઘુઘવાટ કરતા વહી રહ્યા હતાં. નદીમાં કૂદકો લગાવેલ પ્રલય વહેણમાં આગળ તણાતો જતો હતો. નદીમાં કૂદકો મારતાં પહેલાં જ પ્રલયે ઊંડો શ્વાસ લઇને રોકી રાખ્યો હતો. તે દરરોજ યોગા કરતો હોવાથી પાણીની અંદર શ્વાસ રોકીને પાંચ મિનિટ જ રહી શકતો હતો. ...Read More

24

પ્રેમનું અગનફૂલ - 10 - 2

ગોદામ પહેલાના ગોદામ કરતા મોટું હતું અને ત્યાં બે મશીન પડ્યાં હતા, તે મશીન ઝેરોક્ષ મશીન ટાઈપનાં હતાં. તે ત્યાં કલરના ડબ્બા, એલ્યુમિનિયમનો કાગળ, સફેદ કાગળોનાં બંડલો પડ્યાં હતાં. ‘આ... આ.. શું છે...?’ રસીદએ આશ્ચર્ય સાથે પૂછ્યું. ‘રસીદ આ એ વસ્તુ છે કે જેણે અમને અહીં સુધી પહોંચતા કર્યા છે.’ ચહેરા પર સ્મિત ફરકાવતાં કદમ બોલ્યો. ‘એટલે... હું સમજ્યો નહીં...? રસીદના ચહેરા પર મૂંઝવણના ભાવ હતાં. ...Read More

25

પ્રેમનું અગનફૂલ - 11 - 1

વાતાવરણ ગોળીઓ અને ચીસોના અવાજથી ગુંજી ઊઠ્યું. ગોળીઓના ધમાકાથી વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓ પાંખો ફફડાવતાં ડરના માર્યા આમથી તેમ ચીસો ઊડવા લાગ્યા. ક્ષણભર માટે આકાશમાં વીજળી ચમકી. કદમ, પ્રલય અને રસીદએ ગોળીઓના ધમાકા થયા ત્યારબાદ આંખો ખોલી, તેઓને વિશ્વાસ ન આવ્યો. જે રિવોલ્વર તેઓના તરફ તકાયેલી હતી અને તેની ગોળીઓ તેઓના સીનામાં ઊતરી જવાને બદલે ત્યાં એકઠા થયેલ આતંકવાદીઓના સીનામાં ઊતરી ગઇ હતી. છ આતંકવાદીઓ ગોળી ખાઇને મૃત્યુ પામ્યા હતા. ...Read More

26

પ્રેમનું અગનફૂલ - 11 - 2

કદમ, પ્રલય અને રસીદના માથામાં અફઝલ શાહિદ રાયફલોને ફટકારી હોવાથી તેઓના માથામાંથી લોહી નીકળી તેઓના ચહેરા પર રેલાતું હતું. પૃથ્વી ગોળ ગોળ ફરતી હોય તેવું લાગી રહ્યું હતું. તે આતંકવાદીઓના કેમ્પના ચોગાન પરનુ ર્દશ્ય હતું. લાકડાના થાંભલાઓ પર મોટા વાંસના પાઇપ આડા બાંધવામાં આવ્યા હતા. અને તે પાઇપો પર પ્રલય, કદમ, રસીદ તથા આનંદને ઊલટા લટકાવવામાં આવ્યા હતા. દુર્ગા એક તરફ ધ્રૂજતી ઊભી હતી. કેટલાય આતંકવાદીઓ વાસના ભરી નજરે દુર્ગાને તાકી રહ્યા હતા. ...Read More

27

પ્રેમનું અગનફૂલ - 11 - 3

ધીર ધીરે આતંકવાદીઓએ કદમ, રસીદ અને સુલેમાનને ચારે તરફથી ઘેરી લીધા, બધા આતંકવાદીઓ પહાડોની ટોચ પર હતા. જ્યારે કદમ, સુલેમાન ધરતી પર એક પહાડીની વચ્ચે છુપાય હતા. તેઓની રાયફલોની ગોલીઓ ખત્મ થઇ ચૂકી હતી. અચાનક જોરદાર અટ્ટહાસ્યના અવાજથી ચોંકીને ત્રણેએ ઉપર નજર કરી તેઓ જ્યાં છુપાયા હતા, તે પહાડીની ટોર્ચ પર અફઝલ ઊભો હતો. તેના હાથમા રિવોલ્વર હતી અને રિવોલ્વરને તે ત્રણે સામે તાકી જોરજોરથી ક્રૂર અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. ...Read More