ફિલ્મ રીવ્યું - સિદ્ધાર્થ છાયા

(2.9k)
  • 297.4k
  • 20
  • 88k

ફન્ને ખાન - અનિલ કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવની આ ફિલ્મ એક એવા સમયે આવી છે જ્યારે બોલિવુડમાં નિર્દોષતા ઓછી થઇ રહી છે. શું આ ફિલ્મ લોકોને ગમશે ખરી જાણીએ ફન્ને ખાનનો એક્સક્લુઝિવ રિવ્યુ માત્ર માતૃભારતી પર.

New Episodes : : Every Friday

1

ફન્ને ખાન: પુત્રીની સફળતા માટે પિતાના હિમાલય સંઘર્ષની મીઠડી વાર્તા

ફન્ને ખાન - અનિલ કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવની આ ફિલ્મ એક એવા સમયે આવી છે જ્યારે નિર્દોષતા ઓછી થઇ રહી છે. શું આ ફિલ્મ લોકોને ગમશે ખરી જાણીએ ફન્ને ખાનનો એક્સક્લુઝિવ રિવ્યુ માત્ર માતૃભારતી પર. ...Read More

2

વિશ્વરૂપમ ભાગ - 2 - ફિલ્મ રિવ્યુ

કમલ હસને લગભગ પાંચ વર્ષ બાદ પોતાની ફિલ્મ વિશ્વરૂપમનો બીજો ભાગ આપણી સમક્ષ રજૂ કર્યો છે, તો શું તેઓએ ભાગની જેમજ બીજા ભાગને પણ રસપ્રદ બનાવી રાખ્યો છે વાંચીએ વિશ્વરૂપમના બીજા ભાગનો એક્સક્લુઝિવ રિવ્યુ. ...Read More

3

ગોલ્ડ - ફિલ્મ રિવ્યુ

૧૯૪૮ની લંડન ઓલિમ્પિક્સમાં ભારતે હોકીનો ગોલ્ડ મેડલ કેટલી મહામહેનત કર્યા બાદ અને તકલીફો વેઠ્યા બાદ મેળવ્યો હતો તેના બનેલી અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ પર એક ફેન્સ રિવ્યુ. ...Read More

4

શું થયું - ગુજરાતી ફિલ્મનો રિવ્યુ

છેલ્લો દિવસ એ સહુથી સફળ ગુજરાતી ફિલ્મોમાંથી એક ગણાય છે. આ જ ફિલ્મની ટીમ હવે લઈને આવી છે થયું તો શું આ ટીમ ફરીથી પોતાનો જાદુ પાથરી શકી છે ખરી જાણીએ શું થયું નો રિવ્યુ. ...Read More

5

નટસમ્રાટ - ગુજરાતી ફિલ્મનો રિવ્યુ

સિદ્ધાર્થ રાંદેરિયા, દીપિકા ચીખલીયા ટોપીવાલા અને મનોજ જોશીની ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ કેવી છે શું તે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આશિર્વાદરૂપ સાબિત થશે ખરી ચાલો જાણીએ આ ફિલ્મનો એક્સક્લુઝિવ રિવ્યુ માત્ર માતૃભારતી પર. ...Read More

6

બધાઈ હો - ફિલ્મ રિવ્યુ

ભારતીય કોમેડી ફિલ્મોમાંથી નિર્દોષ હાસ્ય ગુમ થઇ ગયું છે એવું જો કોઈ કહેતું હોય તો તેને ‘બધાઈ હો’ ફિલ્મ દેખાડવી જોઈએ. છેલ્લે આવી ફીલિંગ ક્યારે આવી હતી એ યાદ કરવા જઈએ તો કદાચ અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણની ‘પિકુ’ સુધી આપણે આપણી યાદશક્તિ લંબાવવી પડે એવું બની શકે. ...Read More

7

બાઝાર ફિલ્મ રિવ્યુ

‘બાઝાર’ – શેરબજારની ઉતર-ચડની ઇનસાઇડર ઇન્ફોર્મેશન! ફિલ્મ ક્રિટીક્સની એક મોટી ફરિયાદ છેલ્લા ઘણા વર્ષોથી એ રહી છે કે બોલિવુડ “વાર્તા જ ક્યાં હોય છે?” અથવાતો “વાર્તા તો સારી હતી પણ ખરાબ સ્ક્રિનપ્લેએ તેની વાટ લગાડી દીધી!” ‘બાઝાર’ કદાચ આ બંને એક ઝાટકે ફરિયાદ દૂર કરી દે છે. કલાકારો: સૈફ અલી ખાન, ચિત્રાંગદા સિંગ, રાધિકા આપ્ટે અને રોહન મહેરા કથા-પટકથા: નિખિલ અડવાણી, પરવેઝ શેખ અને અસીમ અરોડા નિર્માતાઓ: નિખિલ અડવાણી, વાયાકોમ 18 મોશન પિક્ચર્સ અને અન્યો નિર્દેશક: ગૌરવ કે ચાવલા રન ટાઈમ: ૧૪૦ મિનીટ્સ કથાનક: રિઝવાન અહમદ (રોહન મહેરા) નાનકડા શહેર અલ્હાબાદ ઉપ્સ!! ‘પ્રયાગરાજ’નો વતની છે. રિઝવાનને શેરબજારમાં ટ્રેડીંગ કરવાનો ...Read More

8

શરતો લાગુ ફિલ્મ રિવ્યુ

શરતો લાગુ – એ તો બરોબર, પણ આટલી કડક શરતો? તમને ગમે કે ન ગમે પણ એક હકીકત છે કે મલ્હાર ઠાકર એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અત્યારનો એકમાત્ર અને નિર્વિરોધ સુપર સ્ટાર છે અને એ પોતાને ખભે આખી ફિલ્મ ઉંચી જાય એટલો સક્ષમ કલાકાર છે. આથી, જ્યારે આ સ્તરના કોઈ એક્ટરની ફિલ્મ આવે ત્યારે તેના પર લોકોની અપેક્ષા વધી જાય એ સ્વાભાવિક છે. કલાકારો: મલ્હાર ઠાકર, દીક્ષા જોશી, પ્રશાંત બારોટ, છાયા વોરા, અલ્પના બુચ, હેમંત ઝા અને ગોપી દેસાઈ સંગીત: પાર્થ ભરત બારોટ નિર્માતાઓ: એ દેવ કુમાર અને યુકિત વોરા નિર્દેશક: નીરજ જોશી રન ટાઈમ: ૧૩૭ મિનીટ્સ કથાનક: સત્યવ્રત ...Read More

9

કેદારનાથ - ફિલ્મ રિવ્યુ

‘કેદારનાથ’ ન ઘરના રહ્યા કે ન ઘાટના! તમને થ્રી ઈડિયટ્સ ફિલ્મ યાદ હશે, હોય જ સુંદર ફિલ્મો કાયમ બની જતી હોય છે. એનીવેઝ, આપણે કેદારનાથની વાત કરવાની છે પરંતુ તેમ છતાં અહીં બોલિવુડની ઓલ ટાઈમ ક્લાસિક થ્રી ઈડિયટ્સને યાદ કરવી ખુબ જરૂરી છે. થ્રી ઈડિયટ્સમાં જ્યારે આમિર ખાન પુસ્તકની લાંબીલચક વ્યાખ્યા કરે છે ત્યારે તેના કન્ફ્યુઝ્ડ પ્રોફેસર એને પૂછે છે કે, “આખિર કેહના ક્યા ચાહતે હો?” કેદારનાથ જોઇને બહાર નીકળતી વખતે થ્રી ઈડિયટ્સના આમિર ખાનના એ પ્રોફેસરના ચહેરાના હાવભાવ દર્શકોના ચહેરા પર આવે તો નવાઈ નહીં. મુખ્ય કલાકારો: સુશાંત સિંગ રાજપૂત, સારા અલી ખાન, પૂજા ગોર, અલકા અમીન, નિશાંત ...Read More

10

રિવ્યુ - Midnights With મેનકા

મનને ગમે એવી છે Midnights With મેનકા ગુજરાતી ફિલ્મો વિષે કાયમ લોકોને એક ફરિયાદ રહી છે કે તેના વિષયો હોય છે અને ખાસકરીને પેલા ત્રણ મિત્રોની કોમેડી કરતી ફિલ્મોની સંખ્યાતો કાયમ વધતી જ ચાલી છે. ગુજરાતી દર્શકોની આ ફરિયાદ કદાચ Midnights With મેનકા દૂર કરી દે એવી પૂરતી શક્યતાઓ છે. મુખ્ય કલાકારો: મલ્હાર ઠાકર, ઈશા કંસારા, વિનીતા મહેશ, પાર્થ ઓઝા અને હાર્દિક સાંગાણી સંગીત: અંબરીશ શ્રોફ નિર્માતા: રશ્મીન મજીઠીયા નિર્દેશક: વિરલ શાહ રન ટાઈમ: ૧૩૫ મિનીટ્સ કથાનક: મલ્હાર ઠાકર (મલ્હાર ઠાકર) સ્ટેજનો નાનકડો અદાકાર છે પરંતુ તેના સપના બહુ મોટા છે. મલ્હાર પોતાની બહેન રીયા (વિનીતા મહેશ) સાથે રહેતો ...Read More

11

મુવી રિવ્યુ – ઝીરો

શાહરૂખ ખાને કર્યું શૂન્યનું વિસર્જન શાહરૂખ ખાનની ફિલ્મ આવવાની હોય ત્યારે તેના વિષે અપેક્ષાઓ વધી જાય જેમ પહેલાના જમાનામાં ખન્ના કે પછી અમિતાભ બચ્ચનની ફિલ્મોની રિલીઝ અગાઉ થતું હતું. એમાંય જો શાહરૂખ ખાન જો એક નવા સ્વરૂપે આવવાનો હોય તો તો ફિલ્મ વિષેની આપણી અપેક્ષાઓ ઘણી ઉંચી થઇ જાય. પરંતુ, છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાનની ફિલ્મો ધંધો તો સારો કરી જાય છે પરંતુ દર્શકોની અપેક્ષા પર પાર પડતી નથી, પછી તે દિલવાલે હોય, વ્હેન હેરી મેટ સેજલ હોય કે પછી ફેન હોય. તો શું ઝીરો જેમાં શાહરૂખ ઠીંગણો બન્યો છે એ આગળની તેની ફિલ્મોથી અલગ છે ખરી? આવો જાણીએ. ...Read More

12

મુવી રિવ્યુ – સિમ્બા

સિંઘમનો વારસો સાચવશે સિમ્બા સિમ્બાનું ટ્રેલર જોઇને અને એમાં સિંઘમ એટલેકે અજય દેવગણને પણ જોઇને ઘણાનાં મનમાં પ્રશ્ન થયો કે શું આ ફિલ્મ સિંઘમની સિક્વલ છે? તો આ ફિલ્મ જોતી વખતે અને જે રીતે અજય દેવગણને ફિલ્મમાં સિનીયર ઓફિસર તરીકે જગ્યા આપવામાં આવી છે ત્યારે એમ જ લાગતું હતું કે સિમ્બા એ સિંઘમની જ સિક્વલ છે, પરંતુ ફિલ્મનો અંત કદાચ એવું દર્શાવે છે કે સિમ્બા દ્વારા ડાયરેક્ટર રોહિત શેટ્ટી કોઈ નવા જ ધમાકાની ફિરાકમાં છે. પરંતુ એ ધમાકો શું હોઈ શકે તેની ચર્ચા આપણે નહીં કરીએ કારણકે નહીં તો ફિલ્મ જોતી વખતે તમારો મૂડ ખરાબ થઇ શકે છે. અત્યારે ...Read More

13

મુવી રિવ્યુ - The Accidental Prime Minister

The Accidental Prime Minister – મનમોહન સિંહ કરતા વધુ બોલકી ફિલ્મ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમ્યાન મોટો તેમના મિડિયા પ્રવક્તા રહેલા સંજય બારૂના પુસ્તક The Accidental Prime Minister પર આધારિત એ જ નામની ફિલ્મનું ટ્રેલર જ્યારથી આવ્યું ત્યારથી જ દેશમાં ફિલ્મ વિષે કુતુહલતા વધી ગઈ હતી. ફિલ્મ આ કુતુહલતાને શાંત કરે છે કે કેમ? ચાલો થોડું એ બાબતે પણ જાણીએ. મુખ્ય કલાકારો: અનુપમ ખેર, અક્ષય ખન્ના, સુઝાન બર્નર્ટ, દિવ્યા સેઠ અને વિપિન શર્મા કથા-પટકથા: વિજય રત્નાકર ગટ્ટે, મયંક તિવારી, કાર્લ ડન અને આદિત્ય સિન્હા નિર્માતાઓ: સુનીલ બોહરા અને ધવલ ગડા નિર્દેશક: વિજય રત્નાકર ગટ્ટે રન ટાઈમ: ૧૧૦ ...Read More

14

મુવી રિવ્યુ : ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક

મુવી રિવ્યુ : ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક – બાળકો સાથે ગર્વભેર જોવા જેવી ફિલ્મ ભારતમાં વોર ફિલ્મો કરતા ઓછી બને છે, કદાચ તેની પાછળ એક કારણ એવું છે કે ભારતને અમેરિકાની જેમ અન્ય દેશોના મામલાઓમાં ચંચુપાત કરવાની આદત પહેલેથી જ રહી નથી. પણ હા, ભારતને જ્યારે પણ એક હદથી વધુ હેરાન કરવામાં આવ્યું છે ત્યારે ત્યારે તેણે તેનો બરોબર બદલો લીધો છે. 2016માં આર્મીના ઉરી બેઝકેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાના વળતા પ્રહાર સ્વરૂપે ભારત સરકારની મંજુરીથી ચુનિંદા કમાન્ડોએ LOC પાર રહેલા આતંકવાદી લોન્ચ પેડ્સને સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા નષ્ટ કર્યા હતા અને એ જ વિષયને ધ્યાનમાં લઈને ઉરી ધ ...Read More

15

મુવી રિવ્યુ - મણીકર્ણિકા

મણીકર્ણિકા – ન ઐતિહાસિક ન કાલ્પનિક મણીકર્ણિકા એટલેકે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ જે માંડમાંડ બચીને થિયેટર્સમાં રિલીઝ થઇ છે. ફિલ્મની શરૂઆતમાં બે વાત કહેવામાં આવી છે. આ બે વાતોમાંથી એક વાત એવી છે કે ફિલ્મને એક ઇતિહાસકારે સમર્થન આપ્યું છે અને બીજી વાત એવી છે કે ફિલ્મમાં એ વાર્તાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે જે રાણી લક્ષ્મીબાઈ વિષે વર્ષોથી સાંભળવા મળી છે. ટૂંકમાં ઈતિહાસ અને કથાઓના સંગમથી મણીકર્ણિકા ફિલ્મ બનીને આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી છે એવો દાવો આ ફિલ્મને બનાવનારાઓએ કર્યો છે. મુખ્ય કલાકારો: કંગના રણાવત, જીસ્સુ સેનગુપ્તા, ડેની ડેન્ઝોન્ગ્પા, અંકિતા લોખંડે, રિચર્ડ કીપ, ...Read More

16

મુવી રિવ્યુ - ઠાકરે

ઠાકરે – બાળાસાહેબ અને નવાઝુદ્દીન માટે જરૂર જોવાય પોતાના સમયમાં સતત વિવાદાસ્પદ અને આગઝરતા નિવેદનો માટે જાણીતા ઠાકરેના જીવન પરથી ફિલ્મ બને એટલે એને જોવાની રાજકારણના શોખીનને ઇન્તેજારી હોય જ. બાળાસાહેબ કે તેમના પક્ષ શિવસેનાને સ્પર્શ કરતો વિષય હોય અને તેમ છતાં કોઈ વિવાદ ઉભો ન થાય એ એટલુંજ આશ્ચર્ય છે જેટલું ઉદ્દામ હિન્દુત્વનો સ્વીકાર કરતા બાળાસાહેબની ભૂમિકા એક મુસ્લિમ અદાકાર નવાઝુદ્દીન સિદ્દીકી ભજવે! મુખ્ય કલાકારો: નવાઝુદ્દીન સિદ્દીકી, અમૃતા અરોરા અને રાજેશ ખેરા કથા: સંજય રાઉત સંગીત: રોહન-રોહન નિર્માતાઓ: વાયાકોમ ૧૮ અને અન્યો પટકથા અને નિર્દેશન: અભિજિત ફણસે રન ટાઈમ: ૧૩૯ મિનીટ્સ કથાનક: બાળાસાહેબ ઠાકરે (નવાઝુદ્દીન સિદ્દીકી) પર ...Read More

17

ચાલ જીવી લઈએ- ફિલ્મ રીવ્યુ

‘ચાલ જીવી લઈએ’ આ ફિલ્મના ટ્રેલર રિલીઝથી જ ફિલ્મ વિષે લોકોમાં ઉત્કંઠા જાગી હતી. બહુ ઓછી એવી ગુજરાતી ફિલ્મો જેના ટ્રેલર પરથી લોકોને ફિલ્મ જોવાની ઈચ્છા થાય. ટ્રેલરમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને તેમના સાથી કલાકારોની મસ્તી વધુ જોવા મળી હતી. આ કદાચ ટ્રેલરને આકર્ષક બનાવવા માટે કરવામાં આવ્યું હોય એવું બને, પરંતુ વિશ્વાસ કરજો આ ફિલ્મ તેના ટ્રેલર કરતા સાવ અલગ છે. ...Read More

18

મુવી રિવ્યુ – સાહેબ

“આ સાહેબની નોકરી ન કરાય” લગભગ દોઢ મહિનાથી જે ફિલ્મની સોશિયલ મિડીયામાં ભરપૂર પબ્લીસીટી કરવામાં આવી હતી તે મલ્હાર ફિલ્મ સાહેબ આજે થિયેટર્સમાં રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મ અંગે ઘણી હાઈપ ઉભી કરવામાં આવી હતી કારણકે ગુજરાતી ફિલ્મોમાં બહુ ઓછી વખત રાજકારણના વિષયને સ્પર્શ કરવામાં આવે છે અને સાહેબે એટલીસ્ટ એક કરવાની હિંમત કરી દેખાડી છે. મુખ્ય કલાકારો: મલ્હાર ઠાકર, કિંજલ રાજપ્રિયા, નિસર્ગ ત્રિવેદી અને અર્ચન ત્રિવેદી લેખક: પરેશ વ્યાસ નિર્માતાઓ: સાગર શાહ, આશી પટેલ અને મલ્હાર ઠાકર નિર્દેશક: શૈલેશ પ્રજાપતિ રન ટાઈમ: 141 મિનીટ્સ કથાનક: મલ્હાર (મલ્હાર ઠાકર) નિશ્ફીકર યુવાન છે. આમ તો મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવે છે પરંતુ ...Read More

19

મુવી રિવ્યુ - ગલી બોય

‘”ગલી બોય કા ટાઈમ આ ગયા બાવા!” રણવીર સિંગ અને આલિયા ભટ્ટને આજની પેઢીના સહુથી ટેલેન્ટેડ કલાકારો કહીએ તો જરાય ખોટું નથી. આ બંને જો અલગ અલગ જબરદસ્ત હોય તો ભેગા થાય તો કેવી ધમાલ મચાવે? ગલી બોયમાં આ બંને છે અને બાવા... ઔર ક્યા કામ કિયેલા હૈ દોનોને! ફિલ્મ: ગલી બોય મુખ્ય કલાકારો: રણવીર સિંગ, આલિયા ભટ્ટ, સિદ્ધાંત ચતુર્વેદી, વિજય વર્મા, અમૃતા સુભાષ, કલ્કી કોચલીન અને વિજય રાઝ કથા-પટકથા: ઝોયા અખ્તર અને રીમા કાગતી સંવાદ: વિજય મૌર્ય નિર્માતાઓ: રિતેશ સિધવાની, ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર નિર્દેશક: ઝોયા અખ્તર રન ટાઈમ: ૧૫૫ મિનીટ્સ કથાનક: ગલી બોય એટલે કે મુંબઈની ...Read More

20

મુવી રિવ્યુ – ટોટલ ધમાલ

ટોટલ ધમાલ – નામ એવા જ ગુણ! મુખ્ય કલાકારો: અજય દેવગણ, અનીલ કપૂર, માધુરી દીક્ષિત, અરશદ વારસી, જાફરી, રીતેશ દેશમુખ, સંજય મિશ્રા, ઈશા ગુપ્તા, જ્હોની લિવર, મહેશ માંજરેકર અને બમન ઈરાની પટકથા: વેદ પ્રકાશ, પરિતોષ પેઈન્ટર અને બંટી રાઠોડ નિર્માતાઓ: ઇન્દ્ર કુમાર, અશોક ઠાકરિયા, ફોક્સ સ્ટાર, શ્રી અધિકારી બ્રધર્સ, આનંદ પંડિત અને અજય દેવગણ કથા અને નિર્દેશન: ઇન્દ્ર કુમાર રન ટાઈમ: ૧૨૭ મિનીટ્સ કથાનક: શહેરના પોલીસ કમિશનર, કયા શહેરના એનો ફોડ ફિલ્મમાં પાડવામાં આવ્યો નથી (બમન ઈરાની) એક મોટા વ્યાપારી પાસે નોટબંધીવાળી સો કરોડ રૂપિયાની નોટોના એક્સચેન્જમાં પચાસ કરોડની નવી નોટોનો સોદો કરતા જ હોય છે ત્યાં ...Read More

21

મુવી રિવ્યુ – બદલા

“અલ્યા દર્શકો સાથે આવો બદલો લેવાનો હોય?” ઘણીવાર કોઈ અલગ પ્રકારની ફિલ્મ હોય જે ભીડમાં અલગ તરી આવતી હોય પર ઘણી અપેક્ષાઓ પણ હોય. બદલા એક એવી જ ફિલ્મ છે જે સામાન્ય બોલિવુડી મનોરંજક ફિલ્મોથી અલગ એટલેકે સસ્પેન્સ થ્રિલર જોનરની ફિલ્મ છે જેના પર ઘણી અપેક્ષાઓ હતી. ફિલ્મ – બદલા કલાકારો: અમિતાભ બચ્ચન, તાપસી પન્નુ, ટોની લ્યૂક, માનવ કૌલ અને અમ્રિતા સિંગ કથા: ઓરીઓલ પાઉલો નિર્માતાઓ: ગૌરી ખાન, સુનીર ખેત્રપાલ, અક્શાઈ પૂરી અને ગૌરવ વર્મા પટકથા અને નિર્દેશન: સુજોય ઘોષ રન ટાઈમ: ૧૨૦ મિનીટ્સ કદાચ બદલા ફિલ્મનો આ રિવ્યુ માતૃભારતી પર તમે વાંચેલો અત્યારસુધીનો મારો સહુથી ટૂંકો રિવ્યુ હોય ...Read More

22

મુવિ રિવ્યુ – કેસરી -

ધીરે ધીરે ચડે છે રંગ કેસરિયો! પીરીયોડીક ફિલ્મોનો જમાનો છે. એમાંય દેશભક્તિથી ભરપૂર ફિલ્મો અને એ પણ ઇતિહાસના કોઈ કમરામાં ક્યાંક છુપાયેલા પ્રકરણો પર બનેલી દેશભક્તિની ફિલ્મોની તો જબરી ડિમાંડ છે. કેસરી આ જ પ્રકારે સારાગઢી કિલ્લાના રક્ષણ માટે એકવીસ શીખોએ આપેલા બલીદાન વિષેની અજાણી કથા આપણી સમક્ષ લાવે છે. ફિલ્મ: કેસરી મુખ્ય કલાકારો: અક્ષય કુમાર, પરીણીતી ચોપરા, મીર સરવર, અશ્વથ ભટ્ટ અને રાકેશ ચતુર્વેદી ઓમ કથા: અનુરાગ સિંગ અને ગિરીશ કોહલી સંગીત: તનિષ્ક બાગચી, આર્કો પર્વો મુખરજી, ચિરંતન ભટ્ટ, નિર્માતાઓ: કરન જોહર, અરુણા ભાટિયા, હીરૂ યશ જોહર, અપૂર્વ મહેતા, સુનીર ખેત્રપાલ નિર્દેશક: અનુરાગ સિંગ રન ટાઈમ: ૧૫૦ મિનીટ્સ ...Read More

23

દે દે પ્યાર દે - મુવી રિવ્યુ

મોટી ઉંમરના પુરુષ અને નાની ઉંમરની સ્ત્રી વચ્ચે પ્રેમ થાય એવી ફિલ્મો ઘણી બની છે. એક સમય એવો હતો સમાજમાં આ પ્રકારની ઘટના બનતી હોવા છતાં આ વિષય પરની ફિલ્મને ‘સમય કરતા વહેલી’ ગણીને ફ્લોપ કરાર કરવામાં આવતી, ક્રિટિક દ્વારા નહીં પરંતુ ઓડિયન્સ દ્વારા. પરંતુ, હવે જમાનો બદલાયો છે! ...Read More

24

મુવી રિવ્યુ - ભારત

“આપણા ભારત જેવો જ ભારત - થોડો કાચો થોડો પાક્કો!” ભારત ફિલ્મનું ટ્રેલર જ્યારે રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે લખનાર સહીત ઘણાને એમાં ‘કવિ સલમાન ખાન’ શું કહેવા માંગે છે એ સમજી શક્યા ન હતા, કદાચ સલમાનના જ ડાયલોગ અનુસાર “મેં દિલમે આતા હું, સમજ મેં નહીં” એ પ્રકારે. પરંતુ ફિલ્મ પણ જો એવી અધકચરી કે ક્ન્ફ્યુઝીંગ નીકળે તો રૂપિયા ખર્ચીને ફિલ્મ જોવા આવેલો દર્શક બિચારો ક્યાં જાય? ભારત કલાકારો: સલમાન ખાન, કેટરીના કૈફ, સુનિલ ગ્રોવર, સોનાલી કુલકર્ણી, દિશા પાટની, આસિફ શેખ, કુમુદ મિશ્રા, તબુ અને જેકી શ્રોફ નિર્માતાઓ: સલમાન ખાન અને ભૂષણ કુમાર નિર્દેશક: અલી અબ્બાસ ઝફર રન ...Read More

25

મુવી રિવ્યુ - સુપર ૩૦

“શિક્ષણનું વ્યાપારીકરણ અને વિદ્યાર્થીકરણ” બિહારના પટનાના પ્રસિદ્ધ શ્રી આનંદ કુમારના સુપર ૩૦ ક્લાસની જીવંત ઘટનાઓ પર આધારિત સુપર ૩૦ ટ્રેલરે કોઈ ખાસ આશા જગાવી ન હતી કારણકે તેમાં હ્રિતિક રોશન પરાણે પરાણે બિહારી લઢણમાં બોલતો હોય એવું લાગતું હતું. તો શું સમગ્ર ફિલ્મમાં પણ હ્રિતિક આવું જ બોલે છે? સુપર ૩૦ કલાકારો: હ્રિતિક રોશન, મૃણાલ ઠાકુર, વિરેન્દ્ર સક્સેના, નંદીશ સિંગ, અમિત સાધ, માનવ ગોહિલ, આદિત્ય શ્રીવાસ્તવ અને પંકજ ત્રિપાઠી નિર્માતાઓ: ફેન્ટમ ફિલ્મ્સ, નડીયાદવાલા ગ્રેન્ડસન્સ એન્ટરટેઈનમેન્ટ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને HRX ફિલ્મ્સ નિર્દેશક: વિકાસ બહલ રન ટાઈમ: ૧૫૪ મિનીટ્સ ફિલ્મની વાર્તા બિહારની રાજધાની પટનામાં બનેલી કેટલીક વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે. ...Read More

26

મુવી રિવ્યુ - ચાસણી

ઘણા લોકોના લગ્નજીવનમાં અમુક વર્ષો પછી ગળપણ ઓછું થઇ જતું હોય છે. તો ઘણા એવા વ્યક્તિઓ પણ છે કે લગ્નજીવનની મીઠાશ ક્યારેય ચાખી પણ નથી. આવા લોકોનું લગ્નજીવન સાથે જીવનના અન્ય હિસ્સાઓ પણ શુષ્ક અને મોળા પડી જતા હોય છે. આ વ્યક્તિઓને જરૂર હોય છે કે સારા કંદોઈની જે તેમનો માર્ગદર્શક બની અને તેમના લગ્નજીવનમાં મીઠાશ ભરી દે. ચાસણી આ જ વાતને લઈને આપણી સમક્ષ આવી છે. ...Read More

27

મુવી રિવ્યુ - જજમેન્ટલ હૈ ક્યા

‘સાયકો થ્રિલર્સ તરફ બોલિવુડનું આગેકદમ’ સાચું કહું તો જજમેન્ટલ હૈ ક્યાનું ટ્રેલર જોયું ત્યારે એવું લાગ્યું હતું કે ફિલ્મ થ્રિલર પ્રકારની હશે. હા કંગના રાણાવત અને રાજકુમાર રાવને, બંનેને પોતપોતાની કારકિર્દીની શરૂઆતની ફિલ્મ ‘ક્વીન’ બાદ ફરીથી સ્ક્રિન શેર કરતા જોવાની ઈચ્છા તો હતી જ. પરંતુ, ફિલ્મ તો તેના ટ્રેલર કરતા સાવ અલગ જ નીકળી! જજમેન્ટલ હૈ ક્યા કલાકારો: કંગના રણાવત, રાજકુમાર રાવ, અમાયરા દસ્તુર, અમ્રિતા પૂરી, હુસૈન દલાલ અને જીમી શેરગીલ નિર્માતાઓ: બાલાજી મોશન પિક્ચર્સ, કર્મા મિડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ અને ઓલ્ટ એન્ટરટેઈનમેન્ટ નિર્દેશક: પ્રકાશ કોવેલામુડી રન ટાઈમ: ૧૨૦ મિનીટ્સ બોબી નાનપણથી જ મેન્ટલ એટલેકે પાગલ છે કારણકે તે એક્યુટ ...Read More

28

મુવી રિવ્યુ - બાટલા હાઉસ

આ સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થયેલી બંને ફિલ્મો સત્ય ઘટનાઓ પર આધારિત છે, મિશન મંગલ અને બાટલા હાઉસ. આ ફિલ્મોમાંથી બાટલા હાઉસ એક વિવાદાસ્પદ ઘટના પર આધારિત છે, વળી તેના અદાકારો મિશન મંગલના સુપર સ્ટાર્સની કક્ષાએ નથી પહોંચતા. આવામાં બાટલા હાઉસને દર્શકો મેળવવામાં તકલીફ પડે પરંતુ શું ફિલ્મ એવી છે ખરી જેનાથી તેને દર્શકો સાવ ન જ મળે અથવાતો ઓછા મળે? ...Read More

29

મુવી રિવ્યુ – મિશન મંગલ

બહુ ઓછી એવી ફિલ્મો હોય છે જેની હાઈપ એટલી બધી નથી હોતી તેમ છતાં પણ હોય છે. મિશન મંગલ લોકોમાં ઉત્કંઠા તો જરૂર હતી પરંતુ એટલી બધી ન હતી કે તેને જોવા માટે લોકોની લાઈન લાગી જાય. તેમ છતાં આ ફિલ્મ સ્વતંત્રતા દિવસે રિલીઝ થઇ રહી છે અને દેશની એક મહત્ત્વની સિદ્ધિ પર આધારિત છે અને એમાંય વળી અક્ષય કુમાર પણ છે એટલે મોટાભાગના લોકોને મિશન મંગલ જોવાની ઈચ્છા તો હતી જ. તો શું આ ફિલ્મ તેમની અપેક્ષાઓ પર ખરી ઉતરે છે ખરી? આવો જોઈએ! ...Read More

30

મુવી રિવ્યુ – મોન્ટુ ની બિટ્ટુ

શરૂઆતમાં જ એક હકીકતનો સ્વીકાર કરું? આજકાલ ગુજરાતી ફિલ્મ જોવા જાઉં છું તો થોડી બીક લાગતી હોય છે કે જાણે આ ફિલ્મ વળી કેવી હશે? આ બીક પાછળનું કારણ એક જ છે કે લગભગ દસમાંથી નવ ગુજરાતી ફિલ્મોમાં કશું કહેવાય એવું નથી હોતું. પરંતુ છેલ્લી એક બે ગુજરાતી ફિલ્મોથી એવું લાગી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મોએ પોતાનો સાચો રસ્તો પકડવાનું શરુ કરી દીધું છે. મોન્ટુ ની બિટ્ટુ – કેપિટલ H સાથેની હોપફૂલ ગુજરાતી ફિલ્મ કલાકારો: મૌલિક નાયક (મોન્ટુ), આરોહી (બિટ્ટુ), મેહુલ સોલંકી (અભિનવ), હેપ્પી ભાવસાર (મોહિની), પિંકી પરીખ (જમના માસી), કૌશાંબી ભટ્ટ (સૌભાગ્ય લક્ષ્મી), બંસી રાજપૂત (સમાયરા), કિરણ જોષી ...Read More

31

છીછોરે મુવી રિવ્યુ

આપણા બાળકોને નિષ્ફળતાના પાઠ ભણાવવા પણ જરૂરી છે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ ફિલ્મનું ટ્રેલર તમને ફિલ્મની સાઈડ જ બતાવે અને જ્યારે તમે આખી ફિલ્મ જુઓ ત્યારે તમને કશુંક અલગ જ જોવા મળે. આવા સમયે કાં તો ટ્રેલરે જગાવેલી આશા ફિલ્મમાં નિરાશામાં પરિવર્તિત થાય નહીં તો તમને ટ્રેલરના પ્રમાણમાં ફિલ્મ સુખદ આંચકો આપનારી બને. છીછોરેના કિસ્સામાં ટ્રેલર અને ફિલ્મ સાવ અલગ નીકળ્યા છે, તો ચાલો જોઈએ કે ફિલ્મ કેવી છે. મુવી રિવ્યુ – છીછોરે કલાકારો: સુશાંત સિંગ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, તાહિર રાજ ભસીન, નવિન પોલીશેટ્ટી, તુષાર પાંડે, સહર્ષ કુમાર શુક્લા અને પ્રતિક બબ્બર નિર્માતા: સાજીદ ...Read More

32

મુવી રિવ્યુ – ડ્રીમગર્લ

ડ્રીમગર્લ - નોકરી કરાવે નખરાં! વર્ષો અગાઉ હૃષિકેશ મુખરજીની ફિલ્મ આવી હતી ‘ગોલમાલ’, જેમાં રામપ્રસાદ દશરથપ્રસાદ શર્મા પોતાની નોકરી માટે એકપછી એક જુઠ્ઠાણાં ઉભા કરે છે. ડ્રીમગર્લ ફિલ્મનો નાયક નોકરી મેળવવા માટે એક મોટું જુઠ બોલે છે અને પછી રામપ્રસાદની જેમ જ એક પછી એક મુશ્કેલીઓમાં ફસાતો જાય છે. આ ફિલ્મની હાઈપ સારીએવી હતી અને ઘણીવાર ફિલ્મ વિષેની હાઈપ ફિલ્મ જોતી વખતે તેને ન્યાય અપાવતી હોય એવું આપણને સતત લાગ્યા કરતું હોય છે. મુવી રિવ્યુ – ડ્રીમગર્લ કલાકારો: આયુષ્માન ખુરાના, નુસરત ભરૂચા, મનજોત સિંગ, અભિષેક બેનરજી, રાજેશ શર્મા, નિધિ બિષ્ટ, વિજય રાઝ અને અન્નુ કપૂર નિર્માત્રીઓ: શોભા અને એકતા ...Read More

33

મુવી રિવ્યુ – વોર

આજે એક સ્વીકાર કરવો છે. મારા માતૃભારતીના ઘણા ફિલ્મ રિવ્યુમાં હું લખી ચૂક્યો છું કે ટ્રેલરથી ફિલ્મ કેવી હોય નક્કી ન થાય. પરંતુ વોરનું ટ્રેલર જોઇને હું પોતે મારા એ વિચારથી થોડો ભટકી ગયો અને જ્યારે ફિલ્મ જોવાનું નક્કી થયું ત્યારે મનથી એવું લાગતું હતું કે ફિલ્મ એક મોટો હથોડો સાબિત થશે. ઘણીવાર ટ્રેલર સારું લાગે તો ફિલ્મ સારી નથી હોતી અને ટ્રેલર ન ગમે તો ફિલ્મ ગમી જતી હોય છે. દગાથી વિશ્વાસની અને વિશ્વાસથી ફરી દગાની સફર કલાકારો: હ્રિતિક રોશન, ટાઈગર શ્રોફ, વાણી કપૂર, દીપન્નીતા શર્મા, અનુપ્રિયા ગોયેન્કા અને આશુતોષ રાણા નિર્માતા: આદિત્ય ચોપરા નિર્દેશક: સિદ્ધાર્થ આનંદ રન ...Read More

34

ધ સ્કાય ઈઝ પિંક -મુવી રિવ્યુ

મૃત્યુ પછી પણ મળેલા વિજયની કથા જ્યારે ફિલ્મની વાર્તા અથવાતો તેનું પોત કરુણતાથી ભરપૂર હોય તો ડિરેક્ટરની એ જવાબદારી બને કે તે ફિલ્મને ક્યાંય ધીમી પડવા ન દે અને તેનું વહેણ સતત ચાલતું રહેવા દે. જ્યારે નિર્દેશક આમ કરવાને બદલે એ વહેણને ગમેતે રીતે વાળવા માંડે ત્યારે એ ફિલ્મની વાર્તાનું પોત મરણ પામતું હોય છે. ...Read More

35

મુવી રિવ્યુ – લાલ કપ્તાન

સમય ગોળ ફરે છે તમે કરો છો એવું જ પામો છો પીરીયડ ફિલ્મ બનાવવી કદાચ ફિલ્મ મેકિંગનું સહુથી અઘરું છે. ભલેને તમારી પીરીયડ ફિલ્મ કોઈ કાલ્પનિક કથા પર આધારિત હોય, પરંતુ તેમ છતાં તમારાથી ઈતિહાસની તારીખો અને સમય સાથે ચેડાં કરી શકાતા નથી. લાલ કપ્તાન એક પીરીયડ ફિલ્મ છે જેની વાર્તા ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત છે પરંતુ તે કાલ્પનિક છે. કલાકારો: સૈફ અલી ખાન, માનવ વીજ, ઝોયા હુસૈન, સિમોન સિંગ અને દિપક ડોબરીયાલ નિર્માતાઓ: સુનિલ લુલ્લા અને આનંદ એલ રાય નિર્દેશક: નવદીપ સિંગ રન ટાઈમ: ૧૩૫ મિનીટ્સ કથાનક ગોંસાઇ (સૈફ અલી ખાન) એક નાગા સાધુ છે અને તે વ્યક્તિગત ...Read More

36

મુવી રિવ્યુ – હાઉસફુલ 4

જ્યારે પાછલો જન્મ આ જન્મને હેરાન કરે... હાઉસફુલ ફ્રેન્ચાઈઝ ભારતની બે સહુથી સફળ ફ્રેન્ચાઈઝમાંથી એક છે. નવાઈની વાત એ છે બીજી સહુથી સફળતમ ફ્રેન્ચાઈઝ પણ કોમેડી ફિલ્મોની જ છે જેને આપણે ગોલમાલ ફ્રેન્ચાઈઝ તરીકે ઓળખીએ છીએ. નવાઈની વાત એ પણ છે કે આ પ્રકારની મગજ વગરની કોમેડી ફિલ્મોને વખોડનારા સ્માર્ટ વ્યક્તિઓ પણ આપણે ત્યાં મોટી સંખ્યામાં જોવા મળે છે તેમ છતાં આ બંને ફ્રેન્ચાઈઝ ખૂબ લોકપ્રિય છે. ...Read More

37

મુવી રિવ્યુ – મેઈડ ઇન ચાઈના

ખાધું પીધું અને કન્ફયુઝ કર્યું ટ્રેલર રિલીઝ થયું એ સમયે મેઈડ ઇન ચાઈના ફિલ્મને એડલ્ટ કોમેડી તરીકે જોવામાં આવી રહી પરંતુ જ્યારે ફિલ્મ જોઈએ ત્યારે તેમાં છેવટે મુખ્ય ભાર ભારતમાં યોગ્ય સેક્સ એજ્યુકેશનની કમી હોવા પર મુકવામાં આવ્યો હોય એવું લાગે છે. પરંતુ આ બધું સમજાવવામાં ક્યાંક ફિલ્મ જે ઘટનાથી શરુ થાય છે તેને કોરાણે મૂકી દેવામાં આવી હોવાનું સ્પષ્ટ લાગે છે. ...Read More

38

ઉજડા ચમન મુવી રિવ્યુ

વિષય ગંભીર હોય પરંતુ તમારે એ વિષયને રમુજી સ્ટાઈલમાં રજુ કરવો છે પણ તમારે વાર્તાનું પોત જે ગંભીર છે પડતું મુકવું નથી. જ્યારે આવું થાય ત્યારે વાર્તાકાર અને એ વાર્તાકારની વાર્તા પરથી ફિલ્મ બનાવતો નિર્દેશક કન્ફયુઝ થઇ જાય છે અને પરિણામે દર્શકને પણ કન્ફયુઝ થવું પડે છે. ઉજડા ચમન વિષે આમ પણ કોઈ ખાસ અપેક્ષા ન હતી... ...Read More

39

હેલ્લારો - મુવી રિવ્યુ

જ્યારે કોઈ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ તેને નેશનલ એવોર્ડથી સન્માનિત કરી દેવામાં આવી હોય ત્યારે તેના પ્રત્યે અપેક્ષા વધી જાય તે સ્વાભાવિક છે. એમાંય, વળી એ ફિલ્મ જો ગુજરાતી હોય તો તો વાત જ પતી ગઈ બરોબરને? હેલ્લારો જોતા અગાઉ જો તમને આવી જ કોઈ લાગણી થાય તો એમાં તમારો વાંક જરાય નથી. હેલ્લારો – ગરબાથી સશક્તિકરણ મુખ્ય કલાકારો: શ્રદ્ધા ડાંગર, શૈલેશ પ્રજાપતિ, આર્જવ શાહ, મૌલિક નાયક અને જયેશ મોરે નિર્માતાઓ: પ્રતિક ગુપ્તા, મિત જાની, આયુષ પટેલ, આશિષ પટેલ, નિરવ પટેલ અને અભિષેક શાહ નિર્દેશક: અભિષેક શાહ રન ટાઈમ: ૧૨૭ મિનીટ કથાનક કચ્છનું એક ગામડું, જ્યાં છેલ્લા ...Read More

40

બાલા - મુવી રિવ્યુ

એક જ વિષય પર એકથી વધુ ફિલ્મો બનવી એ બોલિવુડમાં નવાઈની વાત નથી. પરંતુ જ્યારે એક જ વિષય પર બે ફિલ્મોમાંથી એક ફિલ્મ સાવ વિષયથી ભટકી જાય અને બીજી વિષયને છોડે જ નહીં એવી બને ત્યારે આ બંને ફિલ્મોની સરખામણી કરવી અયોગ્ય બની જાય છે. બાલા – તમારી જાતને પ્રેમ કરો! કલાકારો: આયુષ્માન ખુરાના, યામિ ગૌતમ, ભૂમિ પેડનેકર, સૌરભ શુક્લા, અભિષેક બેનરજી, સીમા પાહવા, દીપિકા ચીખલીયા ટોપીવાલા અને જાવેદ જાફરી કથાનક કાનપુર શહેરમાં રહેતો બાલમુકુન્દ ઉર્ફે બાલા (આયુષ્માન ખુરાના) બાળપણમાં શાહરૂખ ખાનનો ‘જબરો ફેન’ છે. આ પાછળનું કારણ તેના માથા પર રહેલા ઘનઘોર વાળ છે. ભગવાન તરફથી પોતાને મળેલી ...Read More

41

મોતીચૂર ચકનાચૂર - મુવી રિવ્યુ

અમુક ફિલ્મો આમ ભોળી ભોળી હોય. બિલકુલ ગ્લેમર વગરની હોય. એના મુખ્ય કલાકારો પણ મોટેભાગે ગ્લેમર વિહોણા હોય. આ ફિલ્મમાં મોટાભાગના કલાકારો પણ નવા હોય અને અજાણ્યા હોય. આ પ્રકારની ફિલ્મો જોવા જવી એક રિસ્ક પણ હોઈ શકે તેમ છે. કલાકારો: નવાઝુદ્દીન સિદ્દીકી, આથીયા શેટ્ટી, વિભા છિબ્બર, નવની પરિહાર અને વિવેક મિશ્રા નિર્માતાઓ: વાયાકોમ 18 મોશન પિક્ચર્સ, રાજેશ ભાટિયા અને કિરણ ભાટિયા નિર્દેશક: દેબમીત્રા બિસ્વાલ રન ટાઈમ: ૧૨૫ મિનીટ કથાનક વાત ભોપાલની છે. આમ તો મોટું નગર અને અહીંના લોકો સાવ સાદા, સીધા અને સરળ છે. અહીની એક મધ્યમવર્ગીય પરિવારની કોલોનીમાં લગભગ બે વર્ષ પહેલા રહેવા આવેલી અનિતા ઉર્ફે ...Read More

42

પાગલપંતી - મુવી રિવ્યુ

ફિલ્મો ભલે ગમેતે વિષય પર બની હોય પરંતુ તેમાં કથા હોવી જરૂરી છે, પટકથા હોવી તો એકદમ જરૂરી છે. સફલતમ ફિલ્મોમાં કથા અથવાતો પટકથા અથવાતો બંનેની હાજરી હોય છે. તો ઘણી ફિલ્મો એવી હોય છે જેમાં ન તો કથા હોય છે કે ન તો પટકથા હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો આવી ફિલ્મો દર્શકોને માથામાં રીતસર મારવામાં આવતી હોય છે. પદ્ધતિ વિહીન પાગલપંતી મુખ્ય કલાકારો: અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, ઈલિયાના ડી’ક્રુઝ, ક્રિતી ખરબંદા, ઉર્વશી રૌતેલા, સૌરભ શુક્લા, ઈમામુલહક, ઝાકીર હુસૈન, અશોક સમર્થ, બ્રિજેન્દ્ર કાલા અને મુકેશ તિવારી નિર્માતાઓ: અભિષેક પાઠક અને કુમાર મંગત પાઠક નિર્દેશક: ...Read More

43

પતિ પત્ની ઔર વો - ફિલ્મ રિવ્યુ

રિવ્યુ – પતિ પત્ની ઔર વો સામાન્યતઃ કોઇપણ પ્રકારની રીમેક અથવાતો રીમીક્સનો અંગતપણે વિરોધી રહ્યો છું. પરંતુ જો કોઈ અલગ રીતે ફરીથી બનાવવામાં આવે એટલેકે તેની રીમેક બને તો એ પ્રકારની ફિલ્મના વખાણ કરવાથી પણ હું ચૂકતો નથી. પતિ પત્ની ઔર વોહ એ પણ ૧૯૭૮માં આ જ નામે બનેલી ફિલ્મની રીમેક છે. લગ્નજીવનની શિખામણ હાસ્યના ફુવારાઓમાં નવડાવીને આપતી ફિલ્મ કલાકારો: કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે, અપારશક્તિ ખુરાના અને સન્ની સિંગ નિર્માતાઓ: ભૂષણ કુમાર, ક્રિશ્ન કુમાર, રેનુ રવિ ચોપરા અને જુનો ચોપરા નિર્દેશક: મુદસ્સર અઝીઝ રન ટાઈમ: ૧૨૮ મિનીટ્સ કથાનક ઉત્તર પ્રદેશના નાનકડા શહેર કાનપુરની આ વાત છે. ...Read More

44

પાનીપત - રિવ્યુ

ઈતિહાસ વાંચવો ઘણા માટે કંટાળાજનક હોય છે. ઈતિહાસને જો રસપ્રદ બનાવવો હોય તો તેમાં કેટલીક છૂટછાટ લેવી પડતી હોય પરંતુ જો ઈતિહાસ સાથે છૂટછાટ લેવામાં આવે તો તે ઈતિહાસ ગણાતો નથી. આથી ઐતિહાસિક ઘટના પર નવલકથા લખવી કે પછી ફિલ્મ બનાવવી એ અત્યંત અઘરું કામ હોય છે, કારણકે તેના દ્વારા લેખક અને નિર્દેશકે વાચક કે દર્શકને મજા પણ કરાવવાની હોય છે અને સાથે સાથે ઈતિહાસને પણ અન્યાય ન થાય તેનું ધ્યાન પણ રાખવાનું હોય છે. ...Read More