એક પ્રેમ આવો પણ

(218)
  • 24.7k
  • 34
  • 10.1k

     હું દરરોજ એક લગભગ 18 થી 20 વર્ષની છોકરીને જોતો. સવારે હું મારી ગાડીમાં નીકળે ત્યારેકદાચ તેની આંખો દરેક પળે કોઈને શોધતી હોય એવું નજરે ચઢતું. દેખાવે ખુબ ભણેલી લાગતી. પણ એને જોઈને લાગતું, કદાચ એને કોઈ મજબૂરી હશે, એટલે આવી દેખાય છે. પણ વિચાર આવ્યાં રાખતો, દરરોજ જોવ છું આ અહીં એકલી જ બેઠી હોય, સવાર હોય કે રાત, ઠંડી હોય કે ગરમી, અહીં જ બેઠી હોય.હું દરરોજ મારી Industry એ જતો, એને જોતો.સાવ ગુમસુમ બેઠી હોય. બાજુમાં Englishમાં લખેલું એક કાર્ડ હોય. એટલે મને નક્કી થઈ ગયું આ ભણેલી જ છે. પણ આવી હાલતમાં અહીં શું

Full Novel

1

એક પ્રેમ આવો પણ - By - Hardik Chande

હું દરરોજ એક લગભગ 18 થી 20 વર્ષની છોકરીને જોતો. સવારે હું મારી ગાડીમાં નીકળે ત્યારેકદાચ તેની આંખો દરેક કોઈને શોધતી હોય એવું નજરે ચઢતું. દેખાવે ખુબ ભણેલી લાગતી. પણ એને જોઈને લાગતું, કદાચ એને કોઈ મજબૂરી હશે, એટલે આવી દેખાય છે. પણ વિચાર આવ્યાં રાખતો, દરરોજ જોવ છું આ અહીં એકલી જ બેઠી હોય, સવાર હોય કે રાત, ઠંડી હોય કે ગરમી, અહીં જ બેઠી હોય.હું દરરોજ મારી Industry એ જતો, એને જોતો.સાવ ગુમસુમ બેઠી હોય. બાજુમાં Englishમાં લખેલું એક કાર્ડ હોય. એટલે મને નક્કી થઈ ગયું આ ભણેલી જ છે. પણ આવી હાલતમાં અહીં શું ...Read More

2

એક પ્રેમ આવો પણ - ઓનલાઇન દુનિયાનો અનુભવ

વાત તો બહુ જ સારી છે. પ્રેમ એ કદાચ આ દુનિયાની સૌથી બેસ્ટ વસ્તુ છે. જો તમારે કદાચ એક પણ પ્રેમ થઈ જાય એટલે તમે બસ એમાં જ રહેવાના. આજના આ યુગમાં પ્રેમ કદાચ ઘણા લોકો માટે રમત બની ગયો છે. જેમ આવે તેમ લોકો એમાં નવયુગલો તો જાણે પ્રેમનો અખૂટ સાગર લઈને આવ્યા હોય એવું લાગે. એ પણ અડધો વરસતો.હવે ઘણા લોકો માટે પ્રેમ એ બસ time-pass બનતો જઇ રહ્યો છે.હું લેખક Hardik Chande લઈને આવી રહ્યો છું એક એવી જ story જેને તમે ખરેખર અનુભવ કરશો અને આ પ્રેમના ખોટા માયાજાળથી બની શકે એટલું બચવાનો પ્રયત્ન કરશો ...Read More

3

એક પ્રેમ આવો પણ - નવા સંબંધની શરૂઆત - ભાગ-2

.... પણ એ પછી એના શહેરના જ પેજ એડમીન તરીકે 7 મિત્રો મળી ગયા. બસ એ પછી એ નિયમિત કરતો. પણ ખબર ન હતી કંઈક બીજું પણ અશુભ એની સાથે બનવાનું છે.એ તો એની મરજીથી બધી પોસ્ટ બનાવતો ક્યારેક ક્યારેક તો એ એટલું મસ્ત કૉમેડી લખી નાખતો કે વાત ન પૂછો! 400 Followers માં એ 1k લાઈક લઇ આવતો અને એની ખુશીનો પાર નહીં.ધીમે ધીમે એ આગળ વધતો. એના study માં ધ્યાન આપતો. કહેવાય છે કે એન્જિનિયરીંગ માટે GTU ફાળો આપે છે. પણ આ જ GTU જ્યારે Examમાં 23 માર્ક લઈ આવવા માટે પણ જબરી મેહનત કરાવે.આમ તો એ ...Read More

4

એક પ્રેમ આવો પણ - નવા સંબંધનું જોડાણ -- ભાગ-3

.........યશ એકદમ સ્થિર મન રાખી, કવિતાનું નામ લેતા કરણ સામું હસતા હસતા બોલ્યો.લેકચર પૂરો થયો. લેબ હતી M.D.ની એટલે 'મિકેનિકલ ડ્રાફ્ટિંગની.' કરણ એ ડિપ્લોમા મિકેનિકલનું સ્ટડી કરી રહ્યો હતો. આજે શુક્રવાર હતો અને લેબમાં આવીને પેલા M.D. નાં સાહેબે કીધું કે આપણે કાલે એક્સ્ટ્રા M.D.નો લેકચર લેવાનો છે. થોડોક portion બાકી છે એ કાલે Complete થઈ જશે અને તમને શીટનાં ડેટા આપી દઈશ.અડધાનાં મોઢા ખુશ તો અડધાનાં મોઢા થોડાક ઉતરી ગયા કારણ કે બીજી શીટ તો દોરેલી હોય નહીં.???? કરણનું ગ્રુપ એકદમ ખુશ લાગી રહ્યું હતું કારણ કે એને ભણવાની બોવ જ તાલાવેલી હતી.આમને આમ લેબ પુરી કરી અને ...Read More

5

એક પ્રેમ આવો પણ - ઓનલાઇન ફ્રેન્ડશીપ - ભાગ -4

Follow કર્યું કે તરત જ એક નોટિફિકેશન વાગી. જોયું તો એક DM હતો. અને DM આ follow કરેલા ફેન-પેજમાંથી તેમાં લખ્યું હતું,'Hiii.. please follow my ID @ a_28.' કરણે તરત જ reply આપ્યો,'ok.. I will follow.!' કરણને પેલા આ ID fake લાગ્યું, કારણ કે 0 પોસ્ટ પર 200 followers હતા. એણે એમાં ધ્યાન ન દીધું. કરણ તેના IDમાં ફીડ ચેક કરતો હતો. પંદરેક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો હતો. એમ જ એને રિફ્રેશ આપી અને જોયું તો ઇન્સ્ટાગ્રામનાં સ્ટોરી સેકશનમાં એક સ્ટોરી મુકાઈ હતી અને એ સ્ટોરી બીજા કોઈએ નહીં પણ પેલી વેદ જોષીનાં ફેન-પેજની IDમાંથી હતી. એમાં લખ્યું હતું... ...Read More

6

એક પ્રેમ આવો પણ - Part-5

....... લગભગ હવે સોમનાથ પહોંચવાને દોઢથી પોણા બે કલાક જેવો સમય બાકી હતો.ત્યાં જ વિશુનું Bye આવી ગયું.કરણે પણ કહી દીધું અને ભલે એ હજી અજાણી હતી પણ એણે "Take Care" લખી મોકલાવી દીધું.વિશુએ પણ સામેથી "Take Care" મોકલ્યું.4 વાગવાની તૈયારી હતી. કરણ અડધે રસ્તે પહોંચી ગયો હતો. એક/સવા એક કલાકમાં તે સોમનાથ પહોંચી જવાનો હતો.કરણ અચાનક જ ઉઠી ગયો. બસને 5 મિનિટ માટે સ્ટોપ આપેલો હતો. તે મોઢું ધોઈને આવી ગયો. ઇન્સ્ટાગ્રામ પર તે પોતાના પેજની ફીડ ચેક કરવા લાગ્યો. દરેક પોસ્ટ પર લાઈક કરવા લાગ્યો ત્યાં જ એના ફોનમાં msg નોટિફિકેશન વાગી.એ msg નોટિફિકેશન વિશુની હતી.કરણને વિચારમાં ...Read More

7

એક પ્રેમ આવો પણ - Part- 6. Vishu Karan became friends

..... 15 મિનિટ પછી કરણ ઘરે પહોંચી ગયો અને જેવો સુઈ ગયો તે બીજે દિવસે સવારે જ જાગ્યો. પહેરેલા કપડામાં સુઈ ગયો એટલી ઊંઘ આવી એને..સવાર થઈ અને કરણ ઉઠવાને બદલે હજી સુઈ રહ્યો હતો. એની નાની બેન એને ઉઠાડવા આવી, અને મજાક મજાકમાં એ બોલી," ભાઈ ઉઠ! એ ભાઈ ઉઠ! તને ઓલી મળવા આયવી(આવી) છે!" કરણ તો એવો ઝાટકો લગાડી ને ઉભો થઇ ગયો કે જાણે એને ઈલેકટ્રીક કરન્ટ આપી દીધો હોય.એની નાની બહેન ત્રિશા એટલી જોરથી હસવા માંડી કે આખું ઘર એના હસવાથી ખુશ ખુશ થઈ ઉઠ્યું. અને સાથે બોલવા લાગી," ભાઈને ઓલી મળવા આવી... મળવા આવી.. ...Read More