કંપારી

(312)
  • 23.7k
  • 16
  • 10.9k

એકવાર આણંદ થી દુર આવેલા રેલવે ફાટક ની નજીક ના ગામમાં અમારા ધરમ નો એક મોટો ઉત્સવ રાખવામાં આવેલ હતો જેમાં બહુ મોટી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહેવાની હતી. અમારે ત્યાંથી પાંચ જણ જેમાં મારા જીજાજી સુબોધ કુમાર,મારા પિતાશ્રી સતપાલ શેઠ,મારી બહેન કલગી, મારા મમ્મી મીરાબેન અને હું પોતે હાજરી આપવા માટે આઠ વાગે ત્યાં પહોંચ્યા.પાત્રો ની ઓળખજીજાજી સુબોધ કુમાર જે બોલવામાં બહુ પાવરધા છે અને એમાં પણ નાતે વાણીયા ,બોલવાની એક અનોખી રીત જેને લીધે સામેવાળો માણસ 1000ની વસ્તુના બાર સો રૂપિયા આપી જાય.મારા પિતાશ્રી સતપાલ શેઠ જેમને ત્રીસ વરસનો અનુભવ એ પણ પાછો શેર બજારમાં ધંધો કરતા. જે શેર

Full Novel

1

કંપારી - ૧

કંપારી એક એવા ગામની હોરર વાર્તા છે જ્યાં ગામના અમુક લોકો વર્ષો થી એક કાર્ય સિધ્ધ કરવા પ્રયત્ન કરતા છે. સામાજિક પ્રસંગે હાજરી આપવા માટે જતો એક અમદાવાદ નો પરિવાર આનો ભોગ બને છે. ...Read More

2

કંપારી - ૨

કયા ગયા બધા??ઓહ...... આટલું બધું માથું કેમ દુઃખે છે ખબર નથી પડતી?સતત દુખાવાને લીધે એક હાથ માથા પર દબાવી અને જગ્યા અજાણી હોવાથી ઉંઘતા પહેલા મારો સ્માર્ટફોન ઓશીકા ની નીચે મુકેલો હતો. તરત ઓશીકા નીચે થી મોબાઈલ કાઢ્યો અને પેટર્ન આપી લોક ખોલ્યું.બેટરી લો હતી.મેં નેટ તો બંધ કર્યું હતું તો પણ બેટરી ઉતરી ગઈ?મોબાઈલ ની ઘડિયાળ માં સવારના નવ વાગ્યા હતા પણ આ શું.....? આવતી કાલની તારીખ આજે......?ફરીથી કંપારી છુટી ગઈ...હું એક દીવસ વધારે સુઈ ગયો???વોટ્સએપ ચાલુ કર્યુ બે દિવસ પહેલા ફ્રેન્ડ સાથે વાત થઈ હતી એ વાતને અત્યારે ૯ કલાક બતાવવા જોઈએ પણ અત્યારે તો ૩૫ કલાક ...Read More

3

કંપારી - ૩

એટલામાં ચપ્પલ ઘસાવાનો અવાજ આવ્યો.પગલા જે બારી આગળ રોકાયા અને બારીમાંથી મને એ ઉંઘતો જોઈ રહ્યા હોય એવી અનુભૂતિ રહી હતી. એક બાજુ મારા કાન ઘણી બધા તત્પરતાથી એનો શ્વાસોશ્વાસ સાંભળવા અને એની ગતિવિધીઓ સાંભળવા મથી રહ્યા હતા અને બીજી બાજુ મગજ એ અજાણ્યા માણસને સમજવામાં લાગી ગયું હતું. એટલામાં એણે બારણું ખોલવા પ્રયત્ન કર્યો પણ સાવચેતી માટે બારણું મે બંધ કરેલ હતું ફરીથી હું જાગું છું કે ઊંઘું છું એ જાણવાનો એ પ્રયત્ન કરતો હોય એવું લાગ્યું.એટલામાં એ ભાગ્યો અને ચંપલના પગરવનો અવાજ મારાથી દૂર જવા લાગ્યો.હું પણ વીજળી વેગે ઉભો થઇ દરવાજો ખોલીને બહાર નીકળ્યો અને એની ...Read More

4

કંપારી - ૪

આ રહસ્ય જાણવા એક અખતરો ફરીથી કરી લઉ એમ પણ મને પાણીની તરસ લાગી છે એના વિશે ધારું....ક્યાં હશે પાણી...?એટલામાં આગળ ટ્રોલી પર નજર પડી છે એની નીચે તડકો ના આવે એવી જગ્યા છે ત્યાં પાણીનો ઘડો હોવો જ જોઈએ. ૪૦-૫૦ ડગલા ચાલતા ચાલતા ટ્રોલી જોડે પહોચ્યો નીચે નમીને જોયું તો પાણી ભરેલો ઘડો પડયો હતો. અવાચક થઈ ગયો બધું સાચું પડે છે. પહેલા અડધો અડધ ઘડો પી ગયો ત્યારે તો તરસ છીપાઈ.અત્યારે જે અનુભવો થતા હતા એનાથી એટલું બધું આશ્ચર્ય થયું એનો કોઈ પાર જ નહોતો.ચલો એક તર્ક લગાવું જો આ તર્ક સાચો પડે તો મારી પાસે આ ...Read More

5

કંપારી - ૫ - છેલ્લો ભાગ

બખોલામાથી અંદર જોયું તો રૂમના અંદરના એક ખૂણે પપ્પા મમ્મી બહેન જીજાજી મૂઢ અવસ્થામાં સૂતા હતા. વૈદિક મંત્રોચ્ચાર સંભળાઈ હતા.એકબાજુ જટાધારી બાવો બેઠેલો હતો અને એક બાજુ ભક્તો જેવા દેખાતા બે માણસો બેઠા હતા.અને પાછળ નાથિયો ઊભો હતો.જટાધારી બાવો દેખાવમાં ૧૦ ફૂટ જેટલો ઊંચો દેખાતો હતો. એની સામે ખૂણામાં મમ્મી, પપ્પા, બહેન જીજાજીને ગાઢ નીંદરમાં ઊંઘાડી દેવામાં આવ્યા હતા.એટલામાં આદેશ આપ્યો કે ચારેયને મારી સામે યમની દિશામાં મોઢું રાખીને સૂવાડી દો.પેલા માણસો એ અને નાથીયાએ આદેશનું પાલન કરીને બધાને યમની દિશામાં સૂવાડી દીધા.કમંડળમાં ભરેલ જળનો ચારેય પર છંટકાવ કર્યો.પછી જોરથી મોટા અવાજે બોલ્યો, “હે ભોળા શંકર..... જે ચાલતું ...Read More