હમસફર

(257)
  • 29.8k
  • 63
  • 14.3k

"યાત્રીગણ કૃપયા ધ્યાન આપસો, સુરત માટે નીકળતી ઇન્ટરસિટી એક્સપ્રેસ બે બે નવ છ સુન્ય પોતાના નિર્ધારિત સમય આઠ વાગ્યાને દસ મિનિટે પ્લેટફોર્મ નંબર એક પર આવવાની તૈયારીમાં." એનાઉન્સમેન્ટ સાંભળી અમિત બેન્ચ પરથી ઉભો થઇ પ્લેટફોર્મ પર આવી ગયો સાથે રહેલ બેગ ને આગળ લટકાવ્યું. પ્લેટફોર્મ પર થોડી ભીડ હતી, તે આમતેમ નજરો ફેરવતો હતો, કસુંક શોધતો હશે કદાચ પણ તેને જે જોયો તે નજારો કંઈક આવો હતો, ટ્રેન માં તો જગ્યા મળશે નહીં તો અહીં જ બેસી લેવાય એવું વિચારી ઘણા લોકો પ્લેટફોર્મ પર ની લાકડાની ખુરશી પર જાણે ચિપકી ગયા હતા. ફેરિયાઓ આંટા મારી રહ્યા હતા અને ચવાઈ ગયેલા

Full Novel

1

હમસફર - 1

"યાત્રીગણ કૃપયા ધ્યાન આપસો, સુરત માટે નીકળતી ઇન્ટરસિટી એક્સપ્રેસ બે બે નવ છ સુન્ય પોતાના નિર્ધારિત સમય આઠ વાગ્યાને મિનિટે પ્લેટફોર્મ નંબર એક પર આવવાની તૈયારીમાં." એનાઉન્સમેન્ટ સાંભળી અમિત બેન્ચ પરથી ઉભો થઇ પ્લેટફોર્મ પર આવી ગયો સાથે રહેલ બેગ ને આગળ લટકાવ્યું. પ્લેટફોર્મ પર થોડી ભીડ હતી, તે આમતેમ નજરો ફેરવતો હતો, કસુંક શોધતો હશે કદાચ પણ તેને જે જોયો તે નજારો કંઈક આવો હતો, ટ્રેન માં તો જગ્યા મળશે નહીં તો અહીં જ બેસી લેવાય એવું વિચારી ઘણા લોકો પ્લેટફોર્મ પર ની લાકડાની ખુરશી પર જાણે ચિપકી ગયા હતા. ફેરિયાઓ આંટા મારી રહ્યા હતા અને ચવાઈ ગયેલા ...Read More

2

હમસફર - 2

ચારે બાજુ રંગબેરંગી તીતલીઓ અને તેમની આસપાસ ભમતા ભમરા જેવા છોકરાઓ થી કોલેજનું વાતાવરણ એકદમ ફુલોથી મઘમઘતા બગીચા જેવું હતું. કોઈ જુના મિત્રો ફરી મળ્યાની ખુશીઓ માનવતા હતા તો કોઈ નવા મિત્રો બનાવવા મથતા હતા. ક્યાંક ચાર પાંચ યુવતીઓ ટોળે મળીને ખબર નહીં કોઈ વાત પર ખીખી-ખાખા કરતી હતી વળી ક્યાંક અમીર બાપના પૈસા ઉડાવવા આવેલા તેમના 'રાજકુમારો' કોલડ્રિન્કસ ની બોટલો માંથી ઘૂંટડા ભરતાં હીરોગીરી કરી રહ્યા હતા. તો એકબાજુ સ્કૂટી પર બેસેલી બે ત્રણ જણી વાંકાચુકા મોં કરી આંગળીઓથી 'વી' આકાર બનાવી સેલ્ફીઓ લઇ રહી છે, ખબર નહીં કોલેજમાં આવી છે કે પીકનીક પર. "એક વાત પૂછું.?" અમિત ...Read More

3

હમસફર - 3

જેમ હિંદી સીરિયલ માં એક ડાયલોગ ત્રણ-ત્રણ વખત સંભળાવે, એમ અમિતના કાનમાં રિયાના શબ્દોના પડઘા પડ્યા, "ભાઈ નથી તારે? તો તારે શું બનવું છે?....શુ બનવું છે?.....શું બનવું છે..." અમિતની હાલત તો એ જૂની કહેવત "કાપો તો લોહી ન નીકળે" એવી થઈ ગઈ, તેનું મગજ સુંન્ન થઇ ગયું, શું જવાબ આપવો રિયાને! "ક્યાં ખોવાઈ ગયો!" પોતાના હાથ અમિતની આંખો સામે ફેરવતાં રિયાએ પૂછ્યું. "હં, ના, ક્યાંય નહીં, અહીંજ તો છું." થોથવાતી જીભે તે બોલ્યો. રિયા સમજી ગઈ તેના મનમાં શુ ચાલે છે, "મને ખબર છે તું શું વિચારે છે! ચાલ મારેય તને ભાઈ નથી બનાવવો, ભગવાનના દીધેલા બે છે, હવે ...Read More

4

હમસફર - 4

અને, નંબર સેવ થઇ ગયો, હા, અત્યારે તો મોબાઇલ માં જ.! "વાહ એલા, તારો તો નંબર પણ તારા જેવો અળવીતરો છે હો! 98*420*143" "પણ ધ્યાન રાખજે ગમે ત્યારે મેસેજ કે કૉલ ન કરીશ ફોન ગમે તેના હાથ માં હોઇ શકે, વળી કોઈ પૂછે ને મારે કહેવું પડે કે આજેજ નવો ભાઈ મળ્યો." કહેતી તે હસવા લાગી, અમિત પણ હસવા લાગ્યો. "હા મોટાં બહેન હવે ઘરે સિધાવો, નહીંતર ઘરનાં બધાં અમારી રાજકુમારી ક્યાં ગઈ કરતાં શોધવા નીકળી પડશે, બંને ખૂબ હસ્યાં અને હસતાં હસતાં જ બંન્ને છુટા પડ્યા. રિયા ને જતી જોઈ અમિત થોડીવાર વિચાર માં પડ્યો કે આ છોકરી ...Read More

5

હમસફર - 5

ટ્રેન આવી, બંન્ને વચ્ચેની વાતચીત ત્યાં જ અટકી ગઈ. "ખબર નહીં આટલા બધાં લોકો સવાર સવારમાં ક્યાં જવા નીકળી હશે! સૂતાં રહેતાં હોઈ તો શાંતિથી." જગ્યા શોધતાં શોધતાં અમિતે હૈયાવરાળ કાઢી. રિયા હસવા લાગી, "એલા, મારો ગુસ્સો બિચારા બીજાં લોકો પર કેમ નિકાળે છે? આપણી જેમજ બધાં ની મજબૂરી હોય, કોઈને શોખ ન થાય આવી રીતે ધક્કા ખાવાનો." રિયાએ ડહાપણ બતાવ્યું. હા, ચિબાવલી! તને બહુ બધાંની ફિકર થાય છે, ચાલો ઉપર ચડો, નીચે તો મેડ પડે એવું લાગતું નથી." કહેતા અમિત ઉપરની પાટિયા વાળી સીટ પર ચઢી ગયો, રિયા પણ સાથેસાથે. એ પાટિયા વાળી સીટ પર બેસવાની મજાતો એ ...Read More

6

હમસફર - 6

"અમદાવાદ જતી કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેના નિર્ધારિત સમયથી અડધો કલાક મોડી આવશે,યાત્રીઓ ને પડતી અસુવિધા માટે અમે દિલગીર છીંએ" સાંભળી અમિતના ગુસ્સા નો પારો થર્મોમીટર તોડીને બહાર નીકળી ગયો. "એક તો આ રેલવે તંત્ર ક્યારે સુધરશે કોણ જાણે, ટ્રેનો કોઈ દિવસ સમયે હોતી જ નથી, ઉપરથી આ બધા ભિખારીઓ સલાઓ ને ક્યાંય જગ્યા નથી મળતી તે અહીંયા બાંકડા રોકીને સુય જાય છે." કહેતાં પ્લેટફોર્મ પરના લોખંડના થાંભલા પાર મુઠી વડે પ્રહાર કર્યો, થાંભળાનો એ '''ખનનન"' કરતો જે અવાજ આવ્યો અમિતને લાગ્યું જાણે થાંભલો તેના પર હસી રહ્યો હોય અને કહેતો હોઈ કે, " અમારો શું દોષ છે ભાઈ? ગુસ્સો ...Read More

7

હમસફર - 7 - Last Part

રિયા પાસેથી પોતાના માટે 'જીગરજાન' વિશેષણ સાંભળી અમિતના મનમાં થોડી હાશ નો અનુભવ થયો પણ રિયાની ઈચ્છા તો અમિતને વધુ પજવવાની હતી. રિયાએ અમિતનો હાથ પકડી પોતાની પાસે બેસાડતાં કહ્યું, "જો અમિત તું મારો ખાસ દોસ્ત છે, આપણા બંનેના સ્વભાવ પણ સરખા છે, પણ તને મેં ક્યારેય એક બોયફ્રેન્ડની નજરથી જોયો નથી, માટે તું પણ મારા વીશે ક્યારેય એવું ન વિચારતો." રિયાની વાત સાંભળી અમિતને લાગ્યું કે તેના ધબકારા બંધ થઈ જશે. વળી તે હસતાં હસતાં બોલી, "એનો મતલબ એવો નથી કે બોયફ્રેન્ડ મળી જશે તો હું તને છોડી દઈશ..! તારો પીછો તો જિંદગીભર નથી છોડવાની." કહી તે ચૂપ ...Read More