ધર્માધરન

(52)
  • 13.5k
  • 2
  • 4.5k

ધર્માધરન એક જાદુઈ સફર છે. જે વાચકને એવી જગ્યાએ લઈ જશે જેના વિશે તે ક્યારેય કલપ્યું નહીં હોય. ધર્મા એક એવો ખલનાયક છે જે પોતાના જાદૂના દમથી જગતનો નકશો બદલી શકે છે. પ્રેમ , નફરત, દગો , વફાદારી અને જાદૂથી ભરપૂર મારી નવી નવલકથા વાંચીને જરૂર તમારો અભિપ્રાય આપશો.

New Episodes : : Every Thursday & Sunday

1

ધર્માધરન - 1

ધર્માધરન એક જાદુઈ સફર છે. જે વાચકને એવી જગ્યાએ લઈ જશે જેના વિશે તે ક્યારેય કલપ્યું નહીં હોય. ધર્મા એવો ખલનાયક છે જે પોતાના જાદૂના દમથી જગતનો નકશો બદલી શકે છે. પ્રેમ , નફરત, દગો , વફાદારી અને જાદૂથી ભરપૂર મારી નવી નવલકથા વાંચીને જરૂર તમારો અભિપ્રાય આપશો. ...Read More

2

ધર્માાધરન - 2

રસ્તા પર બેસીને પ્રકૃતિના સૌન્દર્યને માણતો , પરોઢથી સાંજ સુધી રાહ જોતો, ધર્માા બાળકની જેમ રડી રહ્યો તેના આંસુઓ રક્ત રંજીત ગાલો ઉપર ઢળી રહ્યા હતા. ગરમ આંસુઓ સાથે મળીને લોહીનાં સુકાયેલા ટીપાં ચહેરા પર ફેલાઇ ગયાં હતાં. ધર્મા રાહ જોવા સિવાય કૈં જ નથી કરી શકતો. તે થાકેલો અને અસ્વસ્થ હતો. તેની આંખો લાલ હતી. ઘણા વર્ષોના થાકને લીધે તે સંપૂર્ણ ઉત્સાહહીન હતો. તેણે ઘણા રાજાઓને અણઘડ રીતે રાજ કરતા જોયા, ઘણા નેતાઓને તેમના લોકોને ગેરમાર્ગે દોરતા જોયા છે. તેનું માનવું છે કે આ વર્ષોમાં આ દુનિયામાં કોઈ પરિવર્તન જ આવ્યું નથી. તે રાજાશાહી અને લોકશાહી રાષ્ટ્રનો સાક્ષી રહ્યો ...Read More

3

ધર્માધરન - 3

ધર્માધરન 3એક હજાર વર્ષ પહેલાં, ચોલા સામ્રાજયની હદમાં, કોઈ સ્થાને. "હા હા હા" "હા હા હા" બાળકોની એક નાનકડી ટીખળ કરી રહી હતી. સૂર્યની ગરમી વધારે નહોતી. ત્યાં લગભગ સાંજ થવા આવી હતી. તે દ્રશ્ય ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવું હતું. ખેતરના છેવાડે ઝાડની ડાળીઓમાંથી સૂરજ અસ્ત થતો હતો. તે મનોરમ દૃશ્ય હતું. ઘણા ગામડાના લોકો તેમની ચીજવસ્તુઓ એકઠા કરી રહ્યા હતા અને ઘેર પાછા જવા તૈયાર હતા. ચારે તરફ ખૂબ જ ભવ્ય હરીયાળી હતી. તે ભૂમી ખૂબ જ ફળદ્રુપ હતી. તે ચાંદીના રંગના ભાત અને સુવર્ણ જેવી મકાઇ ઉત્પાદિત કરતી હતી. તે જમીનના દરેક ખૂણામાં ઘણા પ્રકારની ઔષધિઓ અને ઉપચારક તત્વો ...Read More

4

ધર્માધરન - 4

કોઈ વ્યક્તિ તેનું પૂરું બળ લગાવી દોડી રહ્યો હતો. તે હાંફળો ફાંફળો થઈ રહ્યો હતો. તે પરસેવે રહ્યો હતો. તેના શરીરે તેના પગનો સાથ આપવાનું છોડી દીધું હતું. તે બુરી રીતે ઘાયલ થયો હતો. તે ડરી ગયો. તે "માયાવત"ની માયામયી ભૂલભુલામણીમાં દોડતી વખતે ગભરાઈ રહ્યો હતો. "તે ક્યા છે?" તેણે ખાલી કક્ષમાં બૂમ પાડી. ત્યાં કોઈ નહોતું જે તેને સાંભળી શકે. તેણે બીજી ગલી ફેરવી. તે સુંદર જગ્યા હતી. જ્યાં સર્વત્ર જાદુ જોવા મળે છે. ત્યાં કેટલા ઓરડાઓ છે તેની કોઈએ ગણતરી કરી નથી. મને લાગે છે કે માયાવતની જાદૂઈ જગ્યા કેટલી મોટી છે તેની કોઈ ગણતરી કરી શકશે પણ ...Read More