કુદરત ની ક્રુરતા

(40)
  • 16.2k
  • 18
  • 6.4k

માતૃ ભારતી પર આ મારું પ્રથમ પ્રકાશન છે.કોલેજ માં અભ્યાસ કાળ દરમ્યાન ટુંકી વાર્તાઓ, હાઈકુ, ગઝલો વગેરે લખતો.પરંતુ ગ્રેજ્યુએશન બાદ નોકરી અને સંસાર માં એવા ગુંચવાઇ ગયા કે લેખન કાર્ય છૂટી ગયું. વાંચનનો શોખ જાળવી રાખ્યો હતો, હવે નોકરી તેમજ જીંદગી ની જવાબદારીઓ થી નિવૃત્ત થઈ ગયો છુ. લેખન કાર્ય ફરીથી શરૂ કરવાની ઈચ્છા છે. ત્રણેક મહીના પહેલા 'પ્રતિલિપી' માં ' શરદપૂનમની રાત ' નામથી એક લઘુુ કથા પ્રકાશિત કરી હતી. આજે જે રચના પ્રકાશિત કરી રહ્યો છું, તે એક સત્ય ઘટના પર આધારિત છે.થોડા કલ્પના ના રંગો પણ છે. આ બનાવ ની જાણકારી ધરાવતા લોકો, જો માતૃ ભારતી ના

Full Novel

1

કુદરત ની ક્રુરતા - 1 - 2

માતૃ ભારતી પર આ મારું પ્રથમ પ્રકાશન છે.કોલેજ માં અભ્યાસ કાળ દરમ્યાન ટુંકી વાર્તાઓ, હાઈકુ, ગઝલો વગેરે લખતો.પરંતુ ગ્રેજ્યુએશન નોકરી અને સંસાર માં એવા ગુંચવાઇ ગયા કે લેખન કાર્ય છૂટી ગયું. વાંચનનો શોખ જાળવી રાખ્યો હતો, હવે નોકરી તેમજ જીંદગી ની જવાબદારીઓ થી નિવૃત્ત થઈ ગયો છુ. લેખન કાર્ય ફરીથી શરૂ કરવાની ઈચ્છા છે. ત્રણેક મહીના પહેલા 'પ્રતિલિપી' માં ' શરદપૂનમની રાત ' નામથી એક લઘુુ કથા પ્રકાશિત કરી હતી. આજે જે રચના પ્રકાશિત કરી રહ્યો છું, તે એક સત્ય ઘટના પર આધારિત છે.થોડા કલ્પના ના રંગો પણ છે. આ બનાવ ની જાણકારી ધરાવતા લોકો, જો માતૃ ભારતી ના ...Read More

2

કુદરત ની ક્રુરતા - 3

ભરત ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વળી ગયો.અભ્યાસ માં મન લાગતું નહોતું,ખેતી કામમાં કુટુંબ ને મદદ કરતો.પણ મોટા ભાગનો સમય માતાજી છબી સામે બેસીને કંઈક મંત્ર જાપ કર્યા કરતો.કોઈ અભ્યાસ બાબતે ટોકતુ, તો કહેતો મારી માં મારી જોડે જ છે તે મારો બેડો પાર કરી દેશે.આ દુનિયા માં માતાજી ની ભક્તિ સિવાય બીજું બધું નકામું છે.મને માતાજી માં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે તે મારી જીવન નૈયા ને પાર લગાવશે. ગામડા ના રીતરિવાજ પ્રમાણે ભરતનું વેવિશાળ નાનપણમાં જ નજીક ના ગામની મનિષા સાથેે થયેલ હતુ.મનિષા ના પરિવાર તરફથી લગ્ન માટે ભરતના કુટુંબ પર દબાણ થતું હતું, થોડો સમય અભ્યાસ ના બહાને ભરત ...Read More

3

કુદરત ની ક્રુરતા - 4

અગાઉ આપણે વાંચ્યું કે નવાપુર ગામનો એક ખેડૂત પુત્ર ભરત એસ.એસ.સી.પાસ થઈ ને પ્રિ.આર્ટસ માં એડમીશન લે છે.શહેર ની ચકાચૌંધ થી અંજાઈ ને ખોટા રસ્તે ચડી જાય છે. પ્રિ. આર્ટસ માં ફેઈલ થઇ ને પરત નવાપુર આવે છે. આગળ નો અભ્યાસ એક્સટર્નલ કરવો એવું નક્કી કર્યું. આ દરમિયાન ભરતના જીવન માં એક એવી વ્યક્તિ નું આગમન થાય છે, જેનાથી તેનું જીવન બદલાઈ ગયું. ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ ભરત વળી ગયો. ત્રિકાળ સંધ્યા, જુદી જુદી પૂજા વિધી કરતો થઈ જાય છે.સમયનો પ્રવાહ આગળ વધતો રહે છે. ભરતનો બી.એ. નો અભ્યાસ ચાલુ હોય છે તે દરમ્યાન તેના લગ્ન નવાપુર થી નજીક ના ગામની ...Read More

4

કુદરત ની ક્રુરતા - 5

ભરતભાઈ ને ત્યાં બીજા પુત્ર નો જન્મ થયો, પણ પોતે ભક્તિ માં એવા મગ્ન થઇ ગયા કે નવજાત આગમન બાબત કોઈ પ્રતિભાવ ન આપતા. કોઈ મિત્રો આનંદ વ્યક્ત કરીને મીઠુ મોઢું કરાવવાનું કહેતા તો જવાબ માં જેવી ભગવાન ની ઇચ્છા કહી ને હોઠ ફફડાવતા રહેતા.સાંસારિક જવાબદારીઓ થી પણ અલિપ્ત થવા લાગ્યા.સમય સરતો રહ્યો. મનિષા ભાભી મુંઝવણ અનુભવતા હતા. બાળકો અને પોતાના ભવિષ્ય અંગે ચિંતીત રહેવા લાગ્યા. ભરતભાઈ ને બીજી મુંઝવણ હતી. એક તરફ શાળાની ફરજ હતી, તો બીજી તરફ માતાજી ની ભક્તિ. શું કરવું કે શું થશે એવી અવઢવ વચ્ચે ભરતભાઈ દુન્વયી બાબતો થી વિમુખ થઈ ગયા. કહેવાય છે ...Read More

5

કુદરત ની ક્રુરતા - 6 - છેલ્લો ભાગ

********** કુદરત ની ક્રુરતા- 6 ****************ભરતભાઈ હવે આખો દિવસ ગામમાં જયાં ત્યાં ભટકતા રહેતા. આ બાજુ મનિષા ભાભી રાજકોટ બંને પુત્રો સાથે જેમતેમ ગાડું ગગડાવતા હતા.પોલીયોગ્રસ્ત દિકરા માટે વિશેષ ચિંતા રહેતી. ઇમીટેશન અને ચાંદી કામ ની મજુરી મળી રહેતી. સમય વહેતો જતો હતો.ભરતભાઈ ની માનસિક સ્થિતિ વધુ બગડવા લાગી. વૃદ્ધ અને આંખે ઓછુ ભાળતી માં ભરતભાઈ નું જતન કરતી.ભરતભાઈ ને હવે ખાવા પીવા, નહાવા ધોવાની કોઈ તમા રહી નહોતી. દિવસો સુધી સ્નાન ન કરે, કપડાં પણ ન બદલે બસ ગામમાં અને સીમમાં ભટક્યા કરે. જમવા પણ ન આવે. ગામમાં કોઇ ને ત્યાં નાનો મોટો પ્રસંગ હોય તો ભરતભાઈ વગર ...Read More