અમંગળા

(242)
  • 32.9k
  • 42
  • 49.7k

"એય મંગળા ક્યાં મરી ગઈ !" એટલી બમ સાથે ૧૨ વર્ષની નાની બાળકી દોડતી દોડતી હૉલ માં પહોંચી ગઈ . મંગળા ની ઉદ્દેશીને તે સ્ત્રીએ કહ્યું અમે મંદિરમાં દર્શન કરવા જઇયે છીએ ઘરનું ધ્યાન રાખજે અને આજે બેસતું વર્ષ છે જો કોઈ મહેમાન આવે તો નાસ્તો ધરજે અને ખબરદાર જો એકેય મીઠાઈને તે હાથ અડાડ્યો છે તો . તે સ્ત્રીની આંગળી પકડીને ઉભા રહેલા બાળકે ચેહરા પર માસુમિયત લાવીને પૂછ્યું " મમ્મી , દીદી આપણી સાથે નહિ આવે મંદિરમાં ?" તે સ્ત્રીએ બાળકને વઢતા બાળકને કહ્યું " ચૂપ રહે, ભોગ લાગ્યા છે ભગવાનના તે આ અમંગળાને મંદિરમાં લઇ જાઉં .

Full Novel

1

અમંગળા - ભાગ ૧

"એય મંગળા ક્યાં મરી ગઈ !" એટલી બમ સાથે ૧૨ વર્ષની નાની બાળકી દોડતી દોડતી હૉલ માં પહોંચી ગઈ મંગળા ની ઉદ્દેશીને તે સ્ત્રીએ કહ્યું અમે મંદિરમાં દર્શન કરવા જઇયે છીએ ઘરનું ધ્યાન રાખજે અને આજે બેસતું વર્ષ છે જો કોઈ મહેમાન આવે તો નાસ્તો ધરજે અને ખબરદાર જો એકેય મીઠાઈને તે હાથ અડાડ્યો છે તો . તે સ્ત્રીની આંગળી પકડીને ઉભા રહેલા બાળકે ચેહરા પર માસુમિયત લાવીને પૂછ્યું " મમ્મી , દીદી આપણી સાથે નહિ આવે મંદિરમાં ?" તે સ્ત્રીએ બાળકને વઢતા બાળકને કહ્યું " ચૂપ રહે, ભોગ લાગ્યા છે ભગવાનના તે આ અમંગળાને મંદિરમાં લઇ જાઉં . ...Read More

2

અમંગળા - ભાગ 2

સુયશ એક ચાલીમાં બે રૂમ વાળા ઘરમાં રહેતો હતો . લગ્ન થયા પહેલાજ તેણે સસરાના પૈસાથી પૉશ એરિયા માં બુક કરાવ્યો હતો પણ તેનું પઝેશન મળવામાં બે ત્રણ મહિનાની વાર હતી તેથી નછૂટકે સુયશ લગ્ન પછી મંગળાને લઈને ચાલીમાં આવ્યો . સુયશના માં બાપે બનાવેલા સંબંધો અને ચાલીના ક્લચર મુજબ પાડોશીઓ સુયશનું ખુબ ધ્યાન રાખતા. સાદાઈથી કરેલા લગ્નમાં પણ આખી ચાલ ઉમટી પડી હતી જે સુયશને તો વધારે નહોતું ગમ્યું પણ મંગળાને ગમ્યું હતું , કારણ પહેલીવાર કોઈની આંખોમાં પોતાના પ્રત્યે અણગમા ને બદલે અહોભાવ દેખાયો હતો . સુયશ નાનપણથી ચાલીમાં ઉછર્યો હતો પણ તેને ચાલીમાં રહેવું ગમતું નહિ ...Read More

3

અમંગળા - ભાગ ૩

બે ત્રણ મહિના પછી ચાલી છોડીને મંગળા અને સુયશ બંગલે રહેવા ગયા . ત્યાં સુધીમાં સુયશ પણ નોકરી છોડીને કંપની માં ડાયરેક્ટર તરીકે જોડાઈ ગયો હતો . સુયશ હવે હાઈ સોસાયટીમાં સામેલ થઇ ગયો હતો અને તે તેનો આનંદ માણી રહ્યો હતો. તે મંગળાને સારી રીતે રાખતો હતો પણ પણ ધીમે ધીમે મંગળા કુંઠિત થઇ રહી હતી તેમાં કારણભુત સુયશનું ઉપરછલ્લું વર્તન ઉપરાંત મંગળનો અપરાધબોધ. તે બંગલામાં રહેવા ગઈ હતી છતાં કોઈ પણ જાતનો શૃંગાર કરતી નહિ . જેમ કાચબો પોતાના અંગો સમેટી લે તેમ તેણે પોતાને એક કોચલામાં પુરી દીધી હતી .જયારે સુયશ કંપની ની મિટિંગો હાઈ સોસાયટી ...Read More

4

અમંગળા - ભાગ ૪

( અમુક વાર્તાઓ લખતા હાથ ધ્રુજી જતા હોય છે આ વાર્તા કંઈક એવાજ પ્રકારની છે , આ વાર્તામાં અમુક રસરુચિ ભંગ કરનારો હોઈ શકે પણ વાર્તાનો ભાગ હોવાથી લખવો પડ્યો છે જો કોઈ ભૂલ થતી હોય તો તે માટે પહેલાથી ક્ષમા માંગુ છું ) આંખમાં આંસુ સાથે મંગળા સાથે કહી રહી હતી . મારો મામો તો કંસ કરતા પણ ખરાબ હતો તેણે મારુ જીવન બરબાદ કરી નાખ્યું . આજે નશામાં મંગળા ના મનનો બાંધ તૂટી ગયો હતો તે તેની બધી વ્યથા જીતેન આગળ ઠાલવી રહી હતી . તને ખબર છે ઘરમાં બધા મને શું કહીને બોલાવતા ...Read More

5

અમંગળા - ભાગ ૫

( અમુક વાર્તાઓ લખતા હાથ ધ્રુજી જતા હોય છે આ વાર્તા કંઈક એવાજ પ્રકારની છે , આ વાર્તામાં અમુક રસરુચિ ભંગ કરનારો હોઈ શકે પણ વાર્તાનો ભાગ હોવાથી લખવો પડ્યો છે જો કોઈ ભૂલ થતી હોય તો તે માટે પહેલાથી ક્ષમા માંગુ છું ) સરલા કહી રહી હતી કદાચ સ્કૂલમાં સારો હશે પણ કોલેજ માં ગયા પછી બંદગી ગયો એક નંબર નો નશાબાજ અને લુચ્ચો માણસ છે . તે દેખાવડો હોવાથી સીધીસાદી છોકરીઓને ફસાવે છે અને પછી તેમના વિડિઓ બનાવીને માર્કેટમાં વેચે છે . એની પહેલા સુરતમાં નોકરી કરતો હતો પણ એક વખત પોળ ખુલતા ખુબ માર ખાધો ...Read More

6

અમંગળા - ભાગ ૬

રિક્ષામાંથી નિમીભાભી ઉતર્યા અને મંગળાને પૂછ્યું શું થયું પણ મંગળા પાસે હીબકા સિવાય કોઈ જવાબ નહોતો તેથી તેમણે મંગળાને લઇ સાંત્વના આપી અને કહ્યું રિક્ષામાં બેસ આપણે પછી વાત કરીશું . ચાલીમાં પહોંચ્યા પછી તેને રિક્ષમાંથી ઉતારીને પોતાના ઘરે લઇ ગયા અને પાણી પાયું અને પૂછ્યું કે શું થયું તો મંગળા ઢળી પડી. તેમણે મંગળાના કપાળે હાથ અડાડ્યો તો તેનું શરીર તાવથી ધગધગી રહ્યું હતું એટલે તેમણે મીઠાના પાણીના પોતા મુકવાનું શરુ કર્યું અને ડૉક્ટરને બોલાવ્યા . ડૉક્ટરે તપાસીને કહ્યું કે સાધારણ તાવ છે ઇન્જેક્શન અપ્પુ છું એટલે કલાક બે કલાક માં તાવ ઉતરી જશે . છતાં તાવ ...Read More

7

અમંગળા - ભાગ ૭

સરલાએ આગળ કહ્યું સરકારી નોકરી કરતા હતા પછી વોલન્ટરી રિટાયરમેન્ટ લઈને લોકીની સેવા શરુ કરી . તેમના બાળકો પણ જગ્યાએ નોકરી કરે છે . નિમીભાભીએ કહ્યું એક વાર દેખાડવામાં કોઈ વાંધો નથી . વડોદરાના છેવાડે તેમનું ઘર હતું . જયારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે બહુ ભીડ હતી , બે કલાકે તેમનો નંબર આવ્યો એટલે મંગળાને સરલા સાથે બેસાડીને રસિકભાઈ અને નિમીભાભી અંદર ગયા અને બાબાને બધી વાત કરી જે તેમણે ધ્યાનથી સાંભળી અને કહ્યું થોડો કોમ્પ્લિકેટેડ કેસ છે . રસિકભાઈ એક કામ કરો આ બહેન ભલે અહીં બેસે આપ પેલા બહેનને અંદર લઇ આવો હું તેમની સાથે વાતચીત ...Read More

8

અમંગળા - ભાગ ૮ - અંતિમભાગ

અઠવાડિયું લાગ્યું મંગળાને સમય થવામાં પણ હવે તે પહેલા કરતા વધારે ખુશ રહેતી હતી . સૌથી પહેલું કામ તેણે તે હતું જીતેનની પોલીસ કંપ્લેઇન્ટ. જો કે જીતેન તે પહેલાજ ફરાર થઇ ગયો હોવાથી પકડાયો નહિ પણ તેના ફ્લેટમાં એક સીડી મળી આવી જે જીતેન લેવાનું ભૂલી ગયો હતો. પોલીસે મંગળાને આશ્વાસન આપ્યું કે તેની ઓળખાણ ગુપ્ત રાખવામાં આવશે. એક દિવસ રસિકભાઇએ ઘરે આવીને મંગળાને ઘરે પાપડ અને અથાણાં બાનવીને વેચવાનો બિઝનેસ શરુ કરવાનો આઈડિયા આપ્યો જે બધાને બહુ ગમ્યો અને આમેય મંગળાને ઘરમાં કામ કરવાનું ગમતું અને શરુ થયો એક ગૃહઉદ્યોગ અને પ્રોડક્ટ નું નામ હતું "મંગળાસ'. ૬ ...Read More