ફેસબુક પ્રેમ...શું શક્ય છે ??

(129)
  • 54.8k
  • 13
  • 23.1k

કાવ્યા ક્યારની તેના ઘડિયાળ માં જોતી હતી કે ક્યારે ક્લાસ પૂરો થશે.આજે તેને ખુબ જલ્દી હતી કારણ કે આજે તે પ્રથમ ને મળવાની હતી. પહેલા કાવ્યા કોણ છે તે જાણીએ. કાવ્યા એકદમ બોલકી અને આંખો માં સપનાઓ થી ભરેલી છોકરી. તેનું હંમેશા થી એક સપનું હતું પરફેક્ટ લાઈફ પાર્ટનર નું,તે એકદમ સુલજેલો અને સમજણ શકતી વાળો , સ્વતંત્ર અને થોડા આધુનિક વિચારો વાળો, બુદ્ધિમત્તા થી ભરેલો અને સ્ત્રીઓ નું સમ્માન કરે એવો હોવો જોઈએ. કાવ્યા ના પોતાના વિચાર પણ એકદમ અલગ જ હતા , તેને પોતાની મરજી થી પોતાનું જીવન જીવવાનું પસંદ હતું

New Episodes : : Every Sunday

1

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ??

કાવ્યા ક્યારની તેના ઘડિયાળ માં જોતી હતી કે ક્યારે ક્લાસ પૂરો થશે.આજે તેને ખુબ જલ્દી હતી કારણ કે આજે પ્રથમ ને મળવાની હતી. પહેલા કાવ્યા કોણ છે તે જાણીએ. કાવ્યા એકદમ બોલકી અને આંખો માં સપનાઓ થી ભરેલી છોકરી. તેનું હંમેશા થી એક સપનું હતું પરફેક્ટ લાઈફ પાર્ટનર નું,તે એકદમ સુલજેલો અને સમજણ શકતી વાળો , સ્વતંત્ર અને થોડા આધુનિક વિચારો વાળો, બુદ્ધિમત્તા થી ભરેલો અને સ્ત્રીઓ નું સમ્માન કરે એવો હોવો જોઈએ. કાવ્યા ના પોતાના વિચાર પણ એકદમ અલગ જ હતા , તેને પોતાની મરજી થી પોતાનું જીવન જીવવાનું પસંદ હતું ...Read More

2

ફેસબુક પ્રેમ...શું શક્ય છે?? - ૨

આજે કાવ્યા નું પ્રોજેક્ટ પ્રેસેંટેશન ખૂબ સરસ ગયું કૉલેજ માં અને ફાઇનલ યેર માં સિલેક્ટ થયો એટલે તે ખૂબ હતી. તેણે તેના ફ્રેન્ડ્સ ને વડાપાવ ની પાર્ટી કરાવી. ખુશ થતી થતી તે ટ્રેન માં ઘર એ જતી હતી.કાવ્યા નવસારી રહેતી હતી અને નવસારી થી સુરત ઉપડાઉન કરતી હતી.સુરત કૉલેજ કરતી હતી. ટ્રેઈન માં તેનું favorite song સાંભળતી હતી. તેને થયું ચાલ આ વાત પ્રથમ સાથે શેર કરું. તેને પ્રથમ ને મેસેજ કર્યો. પ્રથમ એ મેસેજ જોયો પરંતુ ઇગનોર કર્યો. ૨ દિવસ થઈ ગયા, કાવ્યા એ બે વાર મેસેજ કર્યો હતો. પ્રથમ એ એક વીક પછી reply કર્યો. પ્રથમ ...Read More

3

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૩

'ચાલ કાવી, લેક્ચર નો ટાઇમ થાય ગયો' રાધા ક્યારની કાવ્યા ને બોલાવતી હતી પણ કાવ્યા નું ધ્યાન સમોસા ખાવા હતું. ' આજે તો કાકા એ બોવ જ મસ્ત સમોસા બનાવ્યા છે બોલ, ચાલ તું પણ એક ખાઈ લે ' કાવ્યા એ કીધું. રાધા : ના તું જ ખા, મારે લેક્ચર માં જવું વધારે મહત્વનું છે. કાવ્યા : તું બુકમાં જ પાગલ થઇ જશે યાર. રાધા : ( કંટાળી ને) તારું પત્યું હોય તો જઈએ હવે. નઈ તો હું એકલી ચાલી. કાવ્યા : અરે ના ના ચાલ આવું છું, નઈ તો પછી તારે જ શીખવું પડશે.(હસીને) રાધા : હું ...Read More

4

ફેસબુક પ્રેમ..શું શક્ય છે?? - ૪

હાર્દિક: "ચાલ પ્રથમ , થોડી સેલ્ફી લઈએ ને" . પ્રથમ: "ના હું અહી ફરવા આવ્યો છું સેલ્ફી લેવા નહિ" " તારા તો નખરા જ વધારે, એકદમ ખડુસ છે તું" પ્રથમ: " યાર મને નઈ પસંદ ફોટો પડાવવાનું ખબર જ છે ને તમને અને અચાનક તેને કંઇક યાદ આવ્યું અને કીધું હું અહી બેસું તમે એન્જોય કરો' હાર્દિક: " સારું ભાઈ તું બેસ એકલો" પ્રથમ ને યાદ આવ્યું કે કાવ્યા પણ તેણે ખડૂસ કહેતી હતી, પણ તેણે ગુસ્સા માં તેને unfriend કરી દીધી હતી. તેણે વિચાર્યું ચાલ તેને પાછી request મોકલુ. પ્રથમ રાજસ્થાનની RTU University માંથી કૉલેજ કરતો. તે ...Read More

5

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૫

( આગળ ના ભાગ માં આપણે જોયું કે કાવ્યા ની બર્થડે હોય છે અને પ્રથમ તેને ફોન કરે છે કરવા. અચાનક કાવ્યા પર કોઈને ફોન આવે છે અને તે ટેન્શન માં આવી જાય છે. હવે આગળ જોઈએ) કાવ્યા ને ટેન્શન માં જોઈને એની મમ્મી પૂછે છે, શું થયું તને અચાનક કોનો ફોન આવ્યો? કાવ્યા: ' મમ્મી result આવી ગયું ? ' મમ્મી: અરે એમાં શું ટેન્શન લેય તું. ( કાવ્યા વિચારતી હતી , આ result પણ આજે જ આવાનું હતું. એક તો બર્થડે છે અને જો result ઓછુ આવ્યું તો મૂડ એમજ ખરાબ થઈ જશે) કાવ્યા : હા ...Read More

6

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૬

( આપણે આગળ ના ભાગ માં જોયું કે કાવ્યા તેના મિત્રો સાથે તેનો બર્થડે ઉજવે છે. તેનું result આવે અને તે પ્રથમ સાથે વીડિયો કોલ પર વાત કરે છે, પ્રથમ ને થોડું અજીબ લાગે છે કે કાવ્યા એ તેને વીડિયો કોલ કર્યો હતો. હવે આગળ જોઈએ) કાવ્યા નું કૉલેજ નું ૩rd year નું result આવી ગયું હતું અને નવુ વર્ષ શરૂ થવાનું હતું. બસ તે જ ખુશી માં કાવ્યા અને તેના મિત્રો એ bunk માર્યો હતો કૉલેજ માં અને કૉલેજ ની બહાર ચા ની લારી પાસે બેઠા હતા. રાજ : દેખો નયા સાલ શુરૂ હોને વાલે હે ...Read More

7

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૭

(છેલ્લા ભાગ માં આપણે જોયું કે કાવ્યા પ્રોજેક્ટ ના ક્લાસ માટે સુરત જવાની છે તે વાત પ્રથમ ને કરે બંને એક બીજા ની પસંદ , સપનાઓ અને કારકિર્દી વિશે વાત કરે છે. હવે આગળ) "પણ મમ્મી તને શું વાંધો છે હું સુરત પ્રોજેક્ટ કરું તો..કૉલેજ તો જતી જ છું ને!!" મમ્મી: હા એટલે તારે આખું અઠવાડિયું ત્યાં જ રહેવાનું...ઘર માં રહેવાનું જ નહિ. તારો ફ્રેન્ડ આશિષ તો અહી નજીક માં જ ક્લાસ કરવાનો ને. કાવ્યા: હા તો તેના પ્રોજેક્ટ પાર્ટનર ત્યાં સુધી જવા નથી તૈયાર એટલે. પણ મારે ત્યાં જ જવું છે, આ મારું છેલ્લું વર્ષ છે અને મારા ...Read More

8

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૮

(છેલ્લા ભાગ માં આપણે જોયું કે કાવ્યા તેના પ્રોજેક્ટ ના ક્લાસ માટે સુરત જાય છે અને પ્રથમ ને મળવાનું છે. પ્રથમ ને તેની બાઇક નથી મળતી જવા માટે એટલે તે ટેન્શન માં છે. અને કાવ્યા હજુ પણ અસમંજસ માં છે કે તે પ્રથમ ને મળે કે નહિ અને ત્યાં જ કાવ્યા પર પ્રથમ નો ફોન આવે છે. હવે આગળ) ૪-૫ રીંગ વાગી ગઈ પણ કાવ્યા પ્રથમ નો ફોન નથી ઉઠાવતી એટલે પ્રથમ ને થયું કે કાવ્યા નીકળી ગઈ કે શું. પણ આ બાજુ કાવ્યા વિચારતી હતી કે કેમ ફોન આવ્યો, તે હજુ પણ મુંઝવણ માં હતી. આખરે તેણે ફોન ...Read More

9

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૯

આપણે આગળ ના ભાગ માં જોયું કે કેવી રીતે થઇ કાવ્યા અને પ્રથમ ની પહેલી મુલાકાત. હવે આગળ... યાર, આ PPT બનાવવા માટે કેટલી મગજ મારી અને પેલા સર ને જોવામાં કોઈ જ રસ નઇ હશે. " કાવ્યા કૉલેજ ની બહાર ના ગેટ પાસે ના તેમના ચબૂતરા પાસે બેઠી હતી.( કાવ્યા અને તેના મિત્રો લેક્ચર બંક કરીને કૉલેજ ની બહાર એક જગ્યા હતી, પત્થર ની પાળી હતી બેસવા માટે અને ઉપર છત હતી. તે લોકો તેને ચબુતરો કહેતા. તેની આજુ બાજુ ચા ની લારી, ગામડા ના લોકો ના લીંપણ વારા ઘર હતા. આ જગ્યા તેમની પ્રિય હતી, કોઈ પણ ...Read More

10

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - 10

(આપણે આગળ ના ભાગ માં જોયું કે કાવ્યા પ્રથમ ને મળવા આવી હોય છે અને તેની ફ્રેન્ડ વીની નો આવે છે, કે બધી ટ્રેન મોડી પડી છે તો તું જલ્દી થી સ્ટેશન આવી જા. હવે કાવ્યા પ્રથમ સાથે વધારે સમય પસાર કરશે કે ત્યાં થી નીકળી જશે સ્ટેશન પર તે આગળ જોઈએ) કાવ્યા ને ફોન પર વાત કરતી જોઇને પ્રથમ ને યાદ આવ્યું કે તેણે ઘર એ ફોન કરવાનો હતો, તો તે બહાર જઈને વાત કરે છે. કાવ્યા : વીની મારે અહીં થોડું કામ છે, મને થોડી વાર લાગશે. વીની : તો તું કેવી રીતે આવશે ઘરે? બોવ ...Read More

11

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૧

(આપણે આગળ ના ભાગ માં જોયું કે પ્રથમ અને કાવ્યા એક બીજા ને મળે છે અને આખો દિવસ સાથે કરે છે. પ્રથમ થોડો ઉત્સાહિત થઈને કાવ્યા ને મેસેજ કરે છે કે મને તું ગમે છે. કાવ્યા તેનો જવાબ નથી આપતી. એટલે પ્રથમ થોડો ટેન્શન માં આવી જાય છે. હવે આગળ..) કાવ્યા એ મેસેજ જોયો પ્રથમ નો અને થોડું આશ્ચર્ય થયું. કાવ્યા : શું કીધું તે? મને કઈ સમજ નઇ પડી. પ્રથમ: કઈ નઇ .. એ તો બસ એમજ કીધું. કાવ્યા તેને તેનો જ મેસેજ મોકલે છે અને પૂછે છે કે આ મેસેજ માં તું શું કહેવા માંગે છે? પ્રથમ: ...Read More

12

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૨

( આપણે આગળ ના ભાગ માં જોયું કે પ્રથમ કાવ્યા ને મળવા આવતો હોય છે અને તેની બાઈક માં પડી જાય છે.તે કાવ્યા ને તેના ઘરે બોલાવે છે, પણ કાવ્યા ને થોડું જલ્દી નીકળવું હોય છે , હવે આગળ) કાવ્યા અસમંજસ માં હોય છે. તેણે જલ્દી ઘરે જવું છે પણ પ્રથમ ને નોટસ આપવી પણ જરૂરી હોય છે. જો તેને નહિ મળશે તો તે એક્ઝામ માં પાસ નહિ થઈ શકે. તેણે ફટાફટ મોબાઈલ માં જોયું કે તેને પ્રથમ ના ઘરે પહોંચતા કેટલો સમય જશે અને પછી કઈ ટ્રેન તેને મળશે. બધું વિચારીને તેણે પ્રથમ ને ફોન કર્યો. કાવ્યા: ...Read More

13

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૩

અજય એ પ્રથમ ના ફોન માંથી કાવ્યા ને મેસેજ કરી દીધો હતો અને પ્રથમ આવે તે પહેલાં ફોન મૂકી તેની જગ્યા પર જ. પ્રથમ આવે છે... પ્રથમ: આ મેનેજર નું મને સમજાતું નથી, કોઈ પણ પ્રકાર ની ટ્રેનિંગ નથી આપી અને કામ ચાલુ કરવા કીધું. અને કોની પાસેથી માર્ગદર્શન લેવ તે પણ નઇ કીધું. અજય: શાંતિ રાખ , થઈ જશે બધું. પ્રથમ કંટાળ્યો હોય છે એટલે ફોન જોવા લાગે છે. ત્યાં જોઈ છે કાવ્યા ને કંઇક મેસેજ કર્યો હોય છે, પણ તે વિચારે છે મૈં તો કોઈ જ મેસેજ નથી કર્યો . તે અજય સામે ...Read More

14

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૪

( આગળ ના ભાગ માં જોયું કે અજય પ્રથમ ના ફોન પરથી કાવ્યા ને મેસેજ કરી દેય કે હું પસંદ કરું છું.અને પછી પ્રથમ અજય ને કહે છે કે તે તેના દિલ ની વાત કાવ્યા ને કહેવાનો છે એક્ઝામ આપવા જશે ત્યારે. અને કાવ્યા એક્ઝામ આપવા પ્રથમ સાથે જવાની વાત કરે છે. હવે આગળ..) "આજે પણ તું જલ્દી નઇ ઉઠી કાવ્યા!!"કાવ્યા ની મમ્મી એ તેને ઉઠાડતા કહ્યું. કાવ્યા: કેમ આજે શું છે હવે??(કાવ્યા એ આળસ ખાતા કહ્યું, કાવ્યા ને સવારે જલ્દી ઉઠવાનું જરા પણ પસંદ નહિ હતું) મમ્મી: આજે તારી એક્ઝામ છે . બારડોલી જવાનું છે તારે. ...Read More

15

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૫

( ઘણા સમય થી મારા વાંચક મિત્રો ની ફરિયાદ હતી કે હું વધારે સમય લેવ છું નવો ભાગ પ્રકાશિત પણ હવે થી તમારી ફરિયાદ દૂર કરવા હું દર રવિવારે મારી વાર્તાનો નવો ભાગ પ્રકાશિત કરીશ. તો તેની જરૂરથી નોંધ લેશો.) ------------ પ્રથમ: તારા વિચાર પછી કર..એક્ઝામ ચાલુ થવાની. કાવ્યા એક્ઝામ આપવા તેની સીસ્ટમ ની સામે બેસે છે.અને દિમાગ કહે છે, પહેલા એક્ઝામ આપ પછી બીજી વાત પણ દિલ પ્રથમ વિશે વિચારવા મજબૂર કરે છે પણ અંત માં દિમાગ નું કહ્યું માનીને તે એક્ઝામ માં ધ્યાન પરોવી દે છે. અહી પ્રથમ વિચારે છે...થોડો વધારે ગુસ્સો નહિ બતાવ્યો ...Read More