મહેકતા થોર..

(636)
  • 103.7k
  • 55
  • 45k

" બે ચા પાસ કરજે તો રઘલા.."ને રઘુ મસ્ત મજાની બે ચા લઈ આવ્યો, ચા ટેબલ પર મૂકી રઘો ત્યાં જ ઉભો રહી ગયો, વ્યોમ પાસેથી ટીપ ન મળે ત્યાં સુધી ત્યાંથી નહિ ખસવાનો રઘલાનો નિયમ હતો. ને વ્યોમે પણ રઘલાને નિરાશ ન કર્યો, દશ રૂપિયાની નોટ એના માથે મારી. ને બાઇકની ચાવી આપતા કહ્યું, "રઘલા, આજે બાઇક ધોઈ આપજે તો જરા, ધૂળ ચડી ગઈ છે. " ને રઘલો પણ કોઈને પણ જવાબ ન આપે એવો વ્યોમ પાસે તો પૂંછડી પટપટાવતો આવી જાય. ને કહેવાય છે ને કે પૈસા બોલતા હૈ, અહીં પણ એવું જ હતું. વ્યોમને કામ કઢાવતા

Full Novel

1

મહેકતા થોર.. - ૧

ભાગ-1 " બે ચા પાસ કરજે તો રઘલા.."ને રઘુ મસ્ત મજાની બે ચા લઈ આવ્યો, ચા ટેબલ પર મૂકી ત્યાં જ ઉભો રહી ગયો, વ્યોમ પાસેથી ટીપ ન મળે ત્યાં સુધી ત્યાંથી નહિ ખસવાનો રઘલાનો નિયમ હતો. ને વ્યોમે પણ રઘલાને નિરાશ ન કર્યો, દશ રૂપિયાની નોટ એના માથે મારી. ને બાઇકની ચાવી આપતા કહ્યું, "રઘલા, આજે બાઇક ધોઈ આપજે તો જરા, ધૂળ ચડી ગઈ છે. " ને રઘલો પણ કોઈને પણ જવાબ ન આપે એવો વ્યોમ પાસે તો પૂંછડી પટપટાવતો આવી જાય. ને કહેવાય છે ને કે પૈસા બોલતા હૈ, અહીં પણ એવું જ હતું. વ્યોમને કામ કઢાવતા ...Read More

2

મહેકતા થોર.. - ૨

ભાગ-2 (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ ભવિષ્યનો ડૉક્ટર બનવા તૈયારી કરી રહ્યો છે, એની આગળની સફર જોઈએ....) ઘરે જ વ્યોમ બરાડી ઉઠ્યો, "મમ્મી, દાન ધરમ થઈ ગયું હોય તો આ મારા પેટના જીવડાને પણ કંઈક જમાડ." કુમુદ બપોરની થાળી સજાવીને આવી. ડાઇનિંગ ટેબલ પર બંને મા દીકરો જમવા બેઠા. કુમુદનો આગ્રહ રહેતો કે જમવા બધાને સાથે જ બેસવું, પ્રમોદભાઈ વ્યસ્તતાને કારણે બપોરે તો નહીં સાંજે હાજર રહેતા. કુમુદ સ્વભાવવશ વ્યોમને જમવા બેસે ત્યારે સલાહોનો મારો ચલાવતી, ને એ સ્ત્રીની ખાસિયત એવી હતી કે કોઈને પણ લાગે નહિ કે સલાહ આપે છે, વાતચીત જ લાગે. આજે તો સમયસર જ ...Read More

3

મહેકતા થોર.. - ૩

ભાગ 3 (આગળના ભાગમાં આપણે જોયું કે ધૃતી વ્યોમને સુધારવા પ્રયત્નો કરે છે, પણ વ્યોમ અલ્લડતામાં જ જીવ્યે રાખે ધૃતી શર્મા. ઉદયપુરની એક મહત્વાકાંક્ષી છોકરી. દરેક કામમાં પરફેક્ટ. કોઈ પણ પ્રશ્ન હોય એની પાસે જવાબ હાજર જ હોય. પોતાની કાર્યદક્ષતાને ધીરજથી પચાવી લેનાર છોકરી. નામ મુજબ જ ગુણ ધરાવતી હતી. શ્યામવર્ણી છતાં મનમોહક. આંખે ચશ્મા એણે કરેલી મહેનતની ચાડી ખાતા હતા. મૂળ ગુજરાતી પરિવારની જ છોકરી પણ એના પિતાજી વ્યવસાયને કારણે રાજસ્થાન સ્થાયી થયા હતા. ધૃતીની ઈચ્છા હતી કે એ ગુજરાતના કોઈ શહેરની જ મેડિકલ કોલેજમાં એડમિશન લે. ને એને વડોદરાની m.d.medical college માં એડમિશન પણ મળી ગયું. વ્યોમની ...Read More

4

મહેકતા થોર.. - ૪

ભાગ -૪(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ એના ઉદ્ધત વર્તનને લીધે સજા પામે છે... હવે આગળ..) વ્યોમ પગ પછાડતો ની ઓફિસની બહાર નીકળી ગયો. નિશાંત ને ધૃતી એની રાહ જોઇને ઉભા હતા. બંને એકીસાથે બોલ્યા, " શું થયું ?" વ્યોમ બોલ્યો, "યાર આ મેડમે તો ખરો ફસાવ્યો, એક મહિનો નાઈટ ડ્યુટી આપી બોલો અહીં, ને મારે કમ્પાઉન્ડર બનીને કામ કરવાનું, એ પણ સિનિયરો સાથે." "શું???" ધૃતી બરાડી ઉઠી. "હવે તું શું કરીશ વ્યોમ, મને તો રીતસરનું ટેંશન થવા લાગ્યું, તું તો બરાબરનો ફસાયો." વ્યોમનો મૂડ સાવ જ બગડી ગયો. હવે ક્યાંય પણ જવાને બદલે એ સીધો ઘરે જ ગયો. ...Read More

5

મહેકતા થોર.. - ૫

ભાગ-૫ (આગળના ભાગમાં આપણે જોયું કે પ્રમોદભાઈ પોતાના ભૂતકાળમાં સરી પડે છે, એ અહીં સુધી કેમ પહોંચ્યા એ જોઈએ...) બપોર પછી લાકડા વેંચવા સ્મશાનની બહાર બેસે ને એની મા બળતણ વેચવા રસ્તા પર. અંધારું થાય એટલે બંને મા દીકરો ઘરે આવી હિસાબ માંડે. કરેલી મહેનત જેટલું તો વળતર મળે એમ જ નહતું પણ હા, બે ટાઇમનું જમવાનું થઈ જતું. જમવાનું ત્રણ ટાઈમ પણ હોય એ તો મા દીકરો ભૂલી જ ગયા હતા. રોજ પ્રમોદ સ્મશાન પાસે મૃત્યુનો મલાજો જોતો. એના માટે હવે આ બધું સામાન્ય હતું. સર્વ શોક, દુઃખથી એ પર થઈ ગયો હતો. લોકોના ચહેરા પરના ભાવો એ ...Read More

6

મહેકતા થોર.. - ૬

ભાગ-૬ (આગળના ભાગમાં પ્રમોદભાઈની અત્યાર સુધીની સફર જોઈ, આ બાજુ વ્યોમ r.m.o. પાસે પહોંચ્યો.. હવે આગળ....) r.m.o. ની સામે વ્યોમ બેસી ગયો ને પૂછ્યું, "સર, મારે શું કરવાનું છે અહીં?" r.m.o. એ ચશ્મામાંથી નજર ઉંચી કરી વ્યોમને માપી લીધો. થોડી માહિતી એની પાસે આવી હતી કે આ વ્યક્તિની સાન ઠેકાણે લાવવાની છે, હવે તો મનમાં ગાંઠ વળાઈ ગઈ એટલે વાત પતી. એ બોલ્યા, " તમારી આજની ડ્યુટી morgue માં રહેશે." વ્યોમ તો ડઘાઈ ગયો. ફોર્મેલીનની વાસથી એને સખત ચીડ હતી. પણ હવે તો શું થાય. રહ્યા વિના છૂટકો જ ન હતો. આર. એમ. ઓ. એને શબરૂમ સુધી લઈ ગયા. ...Read More

7

મહેકતા થોર.. - ૭

ભાગ -૭ (આગળના ભાગમાં જોયું કે વ્યોમ તાબડતોબ ઉભો થઈ સીધો હોસ્પિટલ જવા નીકળે છે, હવે આગળ....) વ્યોમ હોસ્પિટલ એના પિતાની મોટર બહાર ઉભેલી જોઈ. વ્યોમને લાગ્યું કે હવે તો મરી ગયા જ સમજો. શું કર્યું હશે આ ડોબા રઘલાએ ? મનોમન ગુસ્સો કરતો વ્યોમ સીધો જ એના પિતા બેઠા હતા ત્યાં જ ગયો. પ્રમોદભાઈના ચહેરા પર પહેલી વખત આટલો ગુસ્સો વ્યોમે જોયો. બધા ઓફિસમાં બેઠેલા હતા. ને રઘલો નીચે જોઈને ઉભો હતો. વ્યોમે ગુસ્સામાં ઈશારો કરી રઘલાને પૂછવા ધાર્યું કે શું કર્યું તે, પણ રઘલો તો નીચે જોઈને ઉભો હતો તો વ્યોમ સફળ થયો નહિ. વાત જાણે એમ ...Read More

8

મહેકતા થોર.. - ૮

ભાગ -૮ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ નવું કારસ્તાન કરે છે, પણ હવે એ સુધરી ગયો હોય એવું છે, હવે આગળ.....) "આ વ્યોમ તો સાવ બદલાઈ જ ગયો નહિ." ધૃતી નિશાંતને આમ કહેતી હતી ત્યાં જ વ્યોમ પહોંચી ગયો. તે બોલ્યો.. "ઓય ચશ્મિશ મારી પીઠ પાછળ શું મારી વાત કરે છે." ધૃતી બોલી, "તને નથી લાગતું તું હવે સુધરી ગયો હોય એમ, છેલ્લા પંદર દિવસમાં તારી એક પણ ફરિયાદ નથી આવી." વ્યોમ બોલ્યો, "હા, યાર મને પણ એવું જ લાગે છે આ હું છું જ નહીં. પણ શું કરવું મારો બાપ પણ હવે સાથ આપે એમ નથી. એ ...Read More

9

મહેકતા થોર.. - ૯

ભાગ - ૯ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ બહુ મોટી મુસીબતમાં ફસાયો, તેનું ભવિષ્ય ખતમ થવાની અણી છે, હવે આગળ...) પોલીસે આવી ગમે તેમ કરી અત્યારે મામલો થાળે પાડ્યો. વ્યોમને કાલે સવારે પોલીસ સ્ટેશન હાજર થવાનું નક્કી કરી બધા છુટ્ટા પડ્યા. વિરોધીઓએ કહ્યું કે અત્યારે જ આ ડૉક્ટરને સસ્પેન્ડ કરો. એનો અભ્યાસ સ્થગિત કરો. પ્રમોદભાઈની ઓળખને લીધે અત્યારે બધું શાંત થયું. બીજી કાર્યવાહી સવારે થશે એમ કહી પોલીસે બધાને ઘરે મોકલી દીધા. રાત વહી રહી હતી. કઈ કેટલીય મસલતો, વિવાદો ચાલી રહ્યા હતા. પ્રમોદભાઈની ઘરે મેળો ભરાયો હતો. આગળ શું કરવું એના પર ચર્ચાઓ ચાલી રહી હતી. આ ...Read More

10

મહેકતા થોર.. - ૧૦

ભાગ -૧૦ (આગળના ભાગમાં આપણે જોયું કે પ્રમોદભાઈ વ્યોમ સામે બે વિકલ્પ મૂકે છે, સોનગઢ જવું કે પછી ડૉક્ટરનું પડતું મૂકવું. હવે આગળ...) વ્યોમની વ્યગ્રતા જોઈ કુમુદ પણ રડી પડી. એને હવે લાગ્યું કે વ્યોમ માટે સોનગઢ રહેવું શક્ય જ નથી. ફૂલ જેવો છોકરો કેમ સહન કરી શકશે આટલી અગવડતા. કુમુદ પતિ ને પુત્ર વચ્ચે પીસાતી ચાલી. સ્ત્રીઓ માટે બહુ કપરી પરિસ્થિતિ હોય છે આ. એ પતિને સમજાવી શકતી નથી ને સંતાનોને આમ દુઃખી થતા જોઈ નથી શકતી. ને આ તો કુમુદ હતી, ગૃહલક્ષ્મી. કોઈનો પણ વિરોધ કરવો એ શીખી જ ન હતી. એના માટે બધું જ સ્વીકાર્ય. આ ...Read More

11

મહેકતા થોર.. - ૧૧

ભાગ -૧૧ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ સોનગઢ જવા માટે ઘરેથી નીકળે છે, હવે આગળ...) નવી ચિંતા સાથે નીકળી પડ્યો નવી સફર પર. પ્રમોદભાઈએ નક્કી કર્યું હતું એટલે વ્યોમ માટે આ સફર સહેલી તો નહીં જ હોય એ તો વ્યોમ પણ જાણતો હતો. પણ સુવિધામાં વસેલો વ્યોમ દુવિધાની કલ્પના પણ ન કરી શકતો, એટલે એને લાગ્યું કે પોતે કઈક મેળ કરી લેશે. સોનગઢના પાદરમાં પહેલી વખત વ્યોમે પગ મૂક્યો. પ્રમોદભાઈએ કહ્યું હતું કે તું પહોંચીસ એટલે વ્યવસ્થા થઈ જશે. પણ વ્યોમને કોઈ દેખાયું નહિ. ક્યાં જવાનું ને શું કરવાનું એને કઈ ખબર ન પડી. પાદરમાં વડલા નીચે ઓટલા ...Read More

12

મહેકતા થોર.. - ૧૨

ભાગ - ૧૨ (આગળના ભાગમાં આપણે જોયું વ્યોમને એનો સામાન ક્યાંય દેખાતો નથી હવે આગળ...) વ્યોમ આમતેમ બધે ફરી એનો સામાન ક્યાંય પણ દેખાયો નહિ. એને હવે ખૂબ ગુસ્સો આવ્યો, પોતાની પરિસ્થિતિ પર, પોતાના પિતા પર, આ નવી જગ્યા પર.... કાળુ ઉભો ઉભો આ બધું જોતો હતો. એ કશું જ બોલ્યો નહિ. વ્યોમનું ધ્યાન હવે છેક કાળુ પર ગયું એ બોલ્યો, " અલા, તે તો કહ્યું હતું ને કે કોઈ સામાન નહિ અડે, આ જો મારો સામાન ચોરાઈ ગયો. હાલ હવે મને શોધી આપ મારો સામાન, આ ક્યાંક તમારી કોઈની મિલીભગત તો નથી ને, મને આમ લઈ જઈ સામાન ...Read More

13

મહેકતા થોર.. - ૧૩

ભાગ -૧૩ ( આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમને સૃજનભાઈ મળે છે, વ્યોમ ભૂત બંગલા તરફ જાય છે હવે વ્યોમ ગામના એક અજાણી વ્યક્તિ સાથે નીકળી પડે છે પોતાના મુકામ તરફ. ગામના ભાઈ વ્યોમને ભૂત બંગલા સુધી લઈ ગયા. વ્યોમે બહારથી જોયું. એમાં બંગલા જેવું તો કશું હતું નહીં. બે માળનું સાદું મકાન હતું. રંગરોગાન કર્યું હોય તો કદાચ વ્યોમને સામાન્ય લાગે, સારું તો નહીં જ. હા પણ ફળિયું બહુ મોટું હતું ને ફરતે થોરની હારમાળા. થોરને રાત્રે જોઈએ તો હારબંધ સિપાહીઓ લાગે. એટલે જ કદાચ બધાએ આ જગ્યાનું નામ ભૂત બંગલો પાડી દીધું હશે. રસ્તામાં જોયેલા મકાનો કરતા ...Read More

14

મહેકતા થોર.. - ૧૪

ભાગ - ૧૪ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ એના નિયત સ્થાન પર પહોંચે છે, એનો સામાન ત્યાં જ છે, રતિમાનું નામ સાંભળી વ્યોમ વિચારે ચડે છે, હવે આગળ....) રાત પડતા વ્યોમ ઊંઘી ગયો. હજુ તો સવારના પાંચ થયા હશે ત્યાં તો એના દરવાજા પર જોરજોરથી ટકોરા પડ્યા. વ્યોમ તો સફાળો ઉભો થઈ ગયો કે અત્યારે વળી કોણ ? એણે દરવાજો ખોલ્યો, કરમાકાકા ને સાથે એક વૃદ્ધ માજી હતા. કરમાકાકા બોલ્યા, સાહેબ, મને થોડું ઇમરજન્સી જેવું લાગ્યું તો હું માજીને ના ન પાડી શક્યો. વ્યોમ કઈ બોલે એ પહેલા તો સાથે આવેલા માજી જ બોલ્યા, એ સાયબ ! મારા ...Read More

15

મહેકતા થોર.. - ૧૫

ભાગ- ૧૫ (વ્યોમ પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરે છે, હવે આગળ એની સાથે શું થાય છે એ જોઈએ.....) રાડ નાખી એટલે જે કઈ પણ કામ વગર દવાખાને આવેલા એ લોકો ફટાફટ બહાર નીકળી ગયા. બીજા બધા જે દર્દીઓ હતા એ અને એમની સાથે આવેલા હતા એ બધા મોટાભાગના ટોળું વળી વ્યોમના ટેબલ પાસે આવી ઉભા રહી ગયા. ફરી વ્યોમ અકળાયો. એણે છગનને બોલાવીને કહ્યું, "આ બધાને એક એક કરીને મોકલ, આમ કઈ દવાખાનામાં અવાતુ હશે, કઈક મેનર્સ શીખવ આ બધાને." વ્યોમ મનોમન બબડયો, ક્યાં આ ગમારોની વચ્ચે મને નાખી દીધો પ્રમોદ શાહે.... વ્યોમનુ ઉદ્ધત વર્તન ગામલોકો માટે નવું ...Read More

16

મહેકતા થોર.. - ૧૬

ભાગ-૧૬ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમને રતીમાને જોવાની તાલાવેલી જાગી કે કોણ છે આ રતીમા... હવે આગળ....) વ્યોમ લઈ દવાખાના તરફ ચાલ્યો, દવાખાનાના ઓટલા પર કાળુનો હાથ પકડી એક સ્ત્રી બેઠી હતી. બધા જેને રતીમા કહે છે તે આ જ. માથા પરથી લોહી નીકળતું હતું છતાં ચહેરા પર જરાય વર્તાતું ન હતું. વ્યોમે તેના ચહેરા તરફ જોયું. રતીમા કહી શકાય એટલી એની ઉંમર ન હતી. હજુ ચાલીસ પણ પુરા નહિ થયા હોય. આવડી આ સ્ત્રીને બધા મા કહીને કેમ સંબોધતા હશે ? બંગાળી ઢબની ખાદીની સાડી પહેરી હતી, ચહેરા પરથી બહુ સમૃદ્ધ ઘરની હશે એવું લાગતું હતું. ચહેરો ...Read More

17

મહેકતા થોર.. - ૧૭

ભાગ - ૧૭ ( આગળના ભાગમાં આપણે જોયું કે બધાની રતીમા હકીકતમાં તો વ્રતી નામધારી એક સ્ત્રી છે, વ્યોમ વિશે જાણવા પ્રયત્ન કરે છે હવે આગળ.....) સવારે ઉઠી વ્યોમ પોતાના મનમાં ચાલતા પ્રશ્નો સાથે જ દવાખાને પહોંચ્યો. દર્દીઓને તપાસતો હતો ત્યાં કાલે સાપ કરડ્યો હતો એ છોકરીના પિતાજી મગનભાઈ દાખલ થયા. આવીને બોલ્યા, "સાયબ, કાઈલ હારુ તમારા પગી પડું સુ, હવી કોઈદી આવું ની થાય...." ને એ હાથ જોડતા વ્યોમને પગે લાગવા જતા હતા. વ્યોમ બોલ્યો, "અરે ભાઈ એ રેવા દો ચાલશે... ને હવે છોકરીને કેમ છે...." મગનભાઈએ જવાબ આપ્યો, "હજી તો સેરના મોટા દવાખાનામાં દાખલ સે, પણ બસી ...Read More

18

મહેકતા થોર.. - ૧૮

(ભાગ- ૧૮) (આગળના ભાગમાં આપણે જોયું કે વ્રતી વિધવા હોવા છતાં ગામની સેવા કરવા અહીં રોકાઈ જાય છે, એ વ્યોમને ખૂબ આશ્ચર્ય થયું, ને વ્યોમ અહીં સજારૂપે આવ્યો છે એ વાત વ્રતીને કેમ ખબર પડી એ જોઈએ.....) દર્દીઓની લાઈન હતી એટલે વ્યોમ કઈ ચોખવટ ન કરી શક્યો ને વ્રતીને પૂછી પણ ન શક્યોં કે એને આ સજાવાળી વાત કેમ ખબર પડી. પછી નિરાંતે પૂછી લઈશ એમ વિચારી બીજા દર્દીઓને જોવા લાગ્યો. હજી તો દર્દીઓમાંથી વ્યોમ ફ્રી થયો જ હતો ત્યાં એક દંપતિ અંદર દાખલ થયુ. સ્ત્રીના હાથમાં છએક મહિનાનું બાળક હતું. ચામડી સુકાઈને સાવ કાગળ જેવી થઈ ગઈ હતી. ...Read More

19

મહેકતા થોર.. - ૧૯

ભાગ-૧૯ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ એકદમ વ્યાકુળ થઈ જાય છે એને ઊંઘ આવતી નથી, તે વ્રતી પાસે છે.. હવે આગળ....) વ્યોમ બોલ્યો, "તમને મારા વિશે બધી વાત કેમ ખબર પડી જાય છે, જાસૂસો રાખ્યા છે કે અંતર્યામી છો ??" વ્રતી મંદ મંદ હસી ને પછી બોલી, "ના જાસૂસો પણ નથી ને હું અંતર્યામી પણ નથી. તમારા પિતા પ્રમોદભાઈ મને દીકરી માને છે, એ દર છ મહિને અહીં આવે છે તો તમારી વાતો થાય છે, ને આ તમારા પૂર્વજોનું ગામ છે તો ગામના ઉદ્ધાર માટે અંકલ ઘણું કરે છે, આ ટ્રસ્ટ તમારા પિતાનું જ છે, અમે બધા તો ...Read More

20

મહેકતા થોર.. - ૨૦

ભાગ -૨૦ ( આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમને ખબર પડે છે કે વિરલના મૃત્યુનું કારણ તે પોતે છે. ફરી સોનગઢ જવાનું નક્કી કરે છે, હવે આગળ...) પહેલા તો વિચાર આવ્યો કે વ્રતી પાસે જાઉં પણ પછી હિંમત ન ચાલી, ને કઈક તો અંદરના અહમેં પણ ના પાડી. વ્યોમ સીધો રુમ પર ગયો. કરમદાસે વ્યોમને આવતા જોયો એટલે સામે ગયા, "અરે, સાહેબ સવારનો તમને શોધું છું ક્યાં જતા રહ્યા હતા એ પણ કહ્યા વગર." વ્યોમ બોલ્યો, "કઈ નહિ તાત્કાલિક કામ આવી પડ્યું હતું તો જવું પડ્યું, કામ પતી ગયું એટલે પાછો આવી ગયો." વ્યોમ વધુ કઈ પણ બોલ્યા વગર ...Read More

21

મહેકતા થોર.. - ૨૧

ભાગ-૨૧ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ લાગણીભીના સંબંધો કેવા હોય એ જુએ છે, છતાં એ હજુ પરિપૂર્ણ થયો હવે આગળ...) સૃજનભાઈ, વ્રતી, છગન, શીલું આ તે કેવા માણસો જે હજુ પણ કોઈક માટે જીવે છે, કોઈક માટે હેરાન થાય છે, એક ગામડાની છોકરી ન ખાઈ તો ગામનો પ્રતિષ્ઠિત વ્યક્તિ જમવાનું મૂકી દે છે, એક ભાઈ પૈસાની તંગી અનુભવે તો પોતાના પાસે ન હોય તોય એક વ્યક્તિ બધું આપી દે છે ને વ્રતીની તો વાત જ નિરાલી પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. આ સતયુગ અહીં ડોકાયો છે કે આ લોકોનું સ્વરૂપ લઈ અહીં રોકાયો છે. રોજ નવી ...Read More

22

મહેકતા થોર.. - ૨૨

ભાગ-૨૨ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ પહેલી વખત કોઈના ઝઘડામાં વચ્ચે પડે છે ને વ્રતી પાસે માફી માગવા જાય છે હવે આગળ...) કાળું વ્રતી પાસે લેશન કરતો હતો. વ્યોમ હજી મૂંઝાતો હતો. વ્રતી વ્યોમની મુંઝવણ સમજી ગઈ. એ બોલી, "કઈ કહેવું છે ?" વ્યોમ થોડો ખચકાતા બોલ્યો, "તમને સમાચાર તો મળી જ ગયા હશે આમ તો છતાં મારે વાત કરવી છે. એ સમયે એ બેનને મદદ કરવામાં ખબર નહિ પણ મને તમારો જ વિચાર આવ્યો ને એટલે જ હું કોઈ અજાણ્યાના મામલામાં પહેલી જ વખત પડ્યો. ને પહેલી વખત મને અહેસાસ થયો કે તમે લોકો ગાંડા તો નથી ...Read More

23

મહેકતા થોર.. - ૨૩

ભાગ- ૨૩ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ વ્રતીની માફી માંગે છે, એનું હૃદય પરિવર્તન થાય છે, હવે એની સફર કેવી રહે છે જોઈએ...) વ્યોમને લાગ્યું આજે રસ્તો બહુ ઝડપથી કપાઈ રહ્યો છે, જેમ જેમ ચાલતો જાય છે, એમ ભીતરથી મહેકતો જાય છે. કેવું નહિ !! પરિસ્થિતિ બદલાતા, મન બદલાતા, ઘણું બધું બદલાઈ જાય છે, બદલવાની જરૂર આપણે જ હોય છે, દુનિયા તો અનિમેષ ગતિથી વહેતી જ રહેવાની છે, એને બદલવાની જરૂર જ નથી. મનોજગત પર જ આમ તો બધી મદાર છે, કહેવત છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા..... વ્યોમની મનોદશા પણ કંઈક આવી જ હતી. મહાભિનીષ્ક્રમણ વખતે ...Read More

24

મહેકતા થોર.. - ૨૪

ભાગ- ૨૪ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ શહેરમાંથી પાછો આવ્યો, શંકરના પાણે નવું કૌતુક જોવા કાળું વ્રતીને બોલાવવા હવે આગળ....) આસ્થા ને અફવા સગી નહિ તો માસિયાઈ બહેનો તો થતી જ હશે, વ્યક્તિની આસ્થા જોડાયેલી હોય એની સાથે અનેક લોકવાયકાઓ આપોઆપ જોડાતી જ જાય છે શંકરનો પાણો પણ એવી જ એક બીનાનો સાક્ષી હતો. ગામમાં એક જુના કુવા પાસે ખોદકામ કરતા કરતા એક પથ્થર મળેલો. જેના પર કોદાળી વાગતા મંદિરના ઘંટ જેવો અવાજ આવ્યો. ખોદકામ કરતા ખેડૂતે એ પથ્થર બહાર કાઢી એના પર પોતાની આસ્થાનું આરોપણ કર્યું. એણે એ પથ્થરનું નામ શંકરનો પાણો આપી દીધું. ને કોઈ પણ ...Read More

25

મહેકતા થોર.. - ૨૫

ભાગ-૨૫ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ ગામમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરે છે. બધી વ્યવસ્થા પ્રમોદભાઈ કરે છે. આયુષ બધું મોનીટરીંગ કરે છે. હવે આગળ.....) ડૉકટર આયુષ કે. વર્મા... એક હોશિયાર, બાહોશ ને સફળ ડૉકટર. ને એમની સફળતાનો શ્રેય જાય છે પ્રમોદભાઈના શિરે. મેડિકલ કોલેજમાં એડમિશન લેવા આવ્યો ત્યારે આયુષ પાસે લાચારી સિવાય કંઈ ન હતું. ભણવામાં ખૂબ જ હોશિયાર પણ પુસ્તકો લેવાના પણ પૈસા એની પાસે ન હતા. એડમિશન તો હોશિયાર હતો એટલે મળી ગયું પણ હવે આગળની વ્યવસ્થા કેમ કરીને કરવી, એમ વિચારી રહેલા કોલેજના દરવાજા પાસે બેઠેલા આ છોકરાની આંખો પ્રમોદભાઈ સાથે મળી. ગાડી દરવાજા ...Read More

26

મહેકતા થોર.. - ૨૬

ભાગ-૨૬ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમે હોસ્પિટલનું નિર્માણ કરવાનું વિચાર્યું ને એ કામ આગળ વધ્યું, પણ હવે વ્યોમ અલગ પરિસ્થિતિ નિર્માણ થઈ. એને ફરી ઘરે જવાનો સમય આવી ગયો, હવે આગળ....) વ્યોમ પ્રમોદભાઈને કઈ કહે ત્યાં વ્રતી આવી ગઈ. વ્રતી ને પ્રમોદભાઈ વાતો કરતા હતા. વ્યોમ ચુપચાપ ત્યાં ઉભો રહ્યો. પ્રમોદભાઈ બોલ્યા, "વ્રતી દીકરી તારી સાધના આખરે ફળી ખરી. આ તારો ને વિરલનો જ વિચાર છે જે સાકાર પામી રહ્યો છે. તને ખૂબ ખૂબ અભિનંદન દીકરા. તારા થકી જ મને મારા વ્યોમનું આ સ્વરૂપ મળ્યું. હું તારું ઋણ ક્યારેય નહીં ભૂલી શકું...." વ્રતી ગદગદિત થતા બોલી, "કાકા ! ...Read More

27

મહેકતા થોર.. - ૨૭

ભાગ-૨૭ (આગળના ભાગમાં આપણે જોયું કે હોસ્પિટલનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે, વ્યોમ ફરી ઘરે જવા નીકળે છે ગામ આખું ભાવુક થઈ જાય છે, કુમુદ રાહ જોતી આવે છે ,પણ વ્યોમ દેખાતો નથી, હવે આગળ......) કુમુદ હાથમાં આરતીની થાળી લઈ ઉભી પણ વ્યોમ ન દેખાયો એટલે પ્રમોદભાઈને પૂછવા લાગી, "વ્યોમ ક્યાં છે ? પાછળ આવે છે ?" પ્રમોદભાઈ બોલ્યા, "એ નહિ આવે...." કુમુદ તો આ સાંભળી અચરજમાં પડી ગઈ. એ બોલી..., "અરે પણ ! એ આજે આવવાનો તો હતો. તમે જ સમાચાર મોકલ્યા હતા, ને પાછું વળી શું થયું ?" પ્રમોદભાઈ બોલ્યા, "શું થયું એની તો મનેય ખબર ...Read More

28

મહેકતા થોર.. - ૨૮

ભાગ-૨૮ ( આગળના ભાગમાં આપણે જોયું કે સૃજનભાઈ ને વ્યોમ વ્રતી પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે, પણ વ્રતીના ભોગ બને છે, હવે આગળ....) વ્યોમ સૃજનભાઈની ઘરે જ રોકાયો. આ બાજુ ગામમાં વાત ફેલાઈ, ગામમાં બે ફાંટા પડી ગયા, અડધા લોકોએ કહ્યું કે વ્યોમની વાત કઈ ખોટી નથી, ને અમુક રૂઢિચુસ્તોએ આ વાત ન સ્વીકારી ઉલટાનું વ્યોમને ગામની બહાર નીકળી જવું જોઈએ એવો સુર ઉઠ્યો. ને વિચારનો અમલ કરાવનારા પણ ઉભા થયા, હથિયારો લઈ વ્યોમને બહાર કાઢી મુકવા સૃજનભાઈની ઘરે ગયા. હથિયારો જોઈને સૃજનભાઈ ગભરાઈ ગયા, એ લોકોને સમજાવવા જતા હતા ત્યાં પાસે ઉભેલા વ્યોમ પર એક પથ્થરનો ઘા ...Read More

29

મહેકતા થોર.. - ૨૯ (અંતિમ)

ભાગ-૨૯(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ ડૉકટર આયુષ સાથે વ્રતીને લગ્ન કરવા જોઈએ એવો પ્રસ્તાવ લાવે છે, પણ વ્રતી નથી હવે આગળ.....)વ્રતીના બસ ડુસકા સંભળાઈ રહ્યા. વ્યોમે બધાને ઘરે જવા વિનંતી કરી. ધીમે ધીમે ભીડ વિખેરાઈ. વ્રતી પણ ઘર તરફ જવા ઉભી થઈ, વ્યોમ બોલ્યો,"તમે થોડો સમય અહીં બેસો પછી હું ઘરે મૂકી જઈશ.."વ્રતી બોલી, "ના મારે કોઈના સહારાની જરૂર નથી.."એ ઘર તરફ ચાલતી થઈ....આખો દિવસ વ્યોમ વિચારતો રહ્યો કે હવે આગળ શું કરવું. વ્યોમે વિચાર્યું વ્રતીને હમણાં થોડો સમય આપું, એકાંત મળશે એટલે એ થોડી સ્વસ્થ થશે પછી ફરી વાત કરીશ. બે દિવસ પછી વ્યોમ ફરી વ્રતી પાસે ગયો. ...Read More