અધુરા અરમાનો

(1.4k)
  • 140.4k
  • 47
  • 46.5k

આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા ગામ એના આંગણે ઊભરાણું! -Ashkk

Full Novel

1

અધુરા અરમાનો ૧

આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા ગામ એના આંગણે ઊભરાણું! -Ashkk ...Read More

2

અધુરા અરમાનો ૨

કેટલાંય વિદેશીયો આવ્યા ને ગયા.અંગ્રેજો પણ આવીને ગયા.પરંતું ગામની ગરીબાઈ ન ગઈ તે ન જ ગઈ. સ્વરાજ આવ્યુ ગામમા હજું સુધી રોનક ન આવી.ગામની સ્થાપના વખતે જે પ્રશ્ન હતો:પીવાના પાણીનો! એ વિકરાળ સવાલ આજેય દાનવસમો મ્હોં ફાડીને અડીખમ ઊભો છે.મરનારા એક જ અફસોસ લઈને જાય છે કે જીવતેજીવ પાણીનો કકળાટભર્યો ત્રાસ ન મટ્યો! ને જીવનારા એક જ મહેચ્છાથી જીવી રહ્યાં છે કે ક્યારેક તો પાણી ઘરના આંગણા પાવન કરશે જ ! ગામના આ દાનવ સમાં પાણીની તંગીને લઈને સૂરજ પણ મોટી વિમાસણમાં હતો. -Ashkk ...Read More

3

અધુરા અરમાનો ૩

એક નાજુક નમણી મુગ્ધા પારાવાર પ્રેમમાં પડી. ને પ્રેમના એકરારનામાં પર જાણે નેહભર્યા નયનોએ સુંદર સહી કરી. બહું જ છે તું હો સૂરજડા ! આજનો દિવસ તારા માટે સોનાથીયે સવાયો બન્યો છે.એક છોકરી પર નજર પડી ને તે એને પ્રેમમાં પાડી દીધી! વાહ! મેરે શૅર વાહ! કહેતા નોટીએ એની પીઠ થાબડી. નોટીના મતે સુંદર છોકરીને પળમાં પોતાના પ્રેમમાં પાડવી એટલે જાણે ત્રીજું વિશ્વયુદ્ધ જીતવું. ashkk ...Read More

4

અધુરા અરમાનો ૪

ત્યારે તો તું અકાળે આથમી જવાનો,સૂરજ....! સૂરજ છું,આથમીનેય હેમખેમ જવાનો....! તો નક્કી જમાનો તને પૂજવાનો. જા અમારા દિવ્યાશિષ તારી અને તારા પ્રેમની સંગે છે. સૂરજને સમજાવવો પડશે હો! ચિંતાભેર ધર્મેશે કહ્યું.. હા,ભાઈ ! નહી તો એ બાવાના બેય બગાડશે. કહેતો હતો કે હું ભણીશ.ભણીને ભારતના ભવ્યાતિભવ્ય ભવિષ્યને મારા હાથે કંડારીશ! ભ્રષ્ટાચારના ભયંકર ભૂતાવળને ઊભી પૂંછડીએ ભગાડીશ! લાંચરૂશ્વત નામની બેશરમ લલનાને લીલે લાકડે દઈશ! લાગવગશાહીને લાબડતોડ લાત મારીને ધૂળ ચાટતી કરીશ! ધર્મ,જાતિ અને કલંકી કોમવાદને અને ઝેરીલી જાતિવાદને દેશનિકાલ કરીશ અને માં ભારતીને વિશ્વના વિશાળ ફલક પર ઊંચા આશને બેસાડીશ! કિન્તું ભણતરની ઉંમરે પ્રણયના પાવન પંથે પ્રણાય કરીને સૂરજ આમાનું કશું જ નહી કરી શકે કશું જ ! કહેતા - કહેતા સુમનની આંખ ભરાઈ આવી.ashkk ...Read More

5

અધુરા અરમાનો ૫

એક દિવસ સૂરજ એના ભાઈબંધો સાથે લીમડાના ઘટાદાર ઝાડ નીચે બેઠો હતો એ વેળાએ ધર્મેશે હળવેકથી કહ્યું: સૂરજ યાર, વાત સાંભળ.આટલા દિવસોથી તું સેજલના ખયાલોમાં ઝુરી રહ્યો છે.અને ભણવામાં પણ બેધ્યાન રહે છે તો પછી સેજલને પ્રપોઝ આપી દે ને! આ પ્રપોઝ વળી કંઈ બલાનું નામ છે એ વળી કંઈ રીતે આપવાનો મારી પાસે આવું કંઈ છે જ નહી! થોડું ઉત્સુકતામા અને થોડું અજાણતામાં સૂરજે પૂછ્યું.અને સૌ મિત્રો સૂરજની અગ્નાનતા પર બરાબરના દાંત કાઢ્યા. અલ્યા મૂરખા! આટલો મોટો ઢગા જેવો થયો ને પ્રપોઝ વિશે નથી જાણતો આજકાલ તો નાના-નાના ટેણીયાઓ પણ એનાથી અજાણ નથી ને તું સૂરજને બરાબરો હલાવતા હરજીવને ઉચ્ચાર્યું.ફરી સૌ હસ્યા. અરે પણ એમાં આમ હસવાનું ક્યાંથી આવે છે નથી તો જાણતો તો નથી જ જાણતો! બોલો હવે શું કરવાનું કંઈ નહી,ઢાંકણીમાં પાણી લઈ લેવાનું! સૂરજનો કાન આમળતા પ્રકાશે મણકો મૂક્યો. ashkk ...Read More

6

અધુરા અરમાનો ૬

યાદ તો હજી ઘણી આવશે સૂરજ! કેમ ન આવે કેવા હસતા એ દિવસો હતાં ને કેવી હસીન જીંદગી! રોકટોક વિના જે શાળાએ જતાં હતાં એ જ શાળામાં જવું હવે એક મોંઘેરૂ ખ્વાબ બની ગયું.ખરેખર છાત્રજીવનનું આ છેલ્લું વરસ,છેલ્લી શાળા,છેલ્લા મિત્રો આપણને જીવતરના આખરી દમ સુધી સતાવશે.સૂરજ તું તો વળી શિક્ષક બનવાના શમણા સજાવી બેઠો છે જેથી ક્યારેક તારા ભાગ્ય ખૂલે ને તને આ શાળામાં સેવા આપવાનો અવસર મળશે કિન્તું અમારૂ શું નોટી કંઈ વધારે કહે એ પહેલા જ પ્રકાશે હસીને કહેવા માંડ્યું: અલ્યા સૂરજ,ભાઈ એ તો કહે કે સેજલ યાદ આવે છે કે પછી પરીક્ષાની માફક તારા એ પહેલા પ્રેમને ભૂલી જ ગયો કે પછી એ જ તને વીસરી ગઈ છે આમ કહી એ ખડખડાટ કરી હસી ઊઠ્યો.એનો સ્વભાવ જ એવો હતો કે અન્યોને મીઠાસથી ચીડવવાની એને મજા આવતી.ashkk ...Read More

7

અધુરા અરમાનો ૭

એવામાં એમના મખમલી મુલાયમી પ્રેમની સૌરભ આખા વર્ગમાં,શાળામાં અને ભેગી ગામમાં પણ ફેલાઈ ગઈ! જે લોકોએ આ વાત સાંભળી મનને નફરતની આગ સળગાવા માંડી.આખરે ચોફેર એમના પ્રેમની બદનામીના ફટાકડા ફોડવા માંડ્યા.પ્રણયના દુશ્મનોએ બદનામ કરવામાં કંઈ જ બાકી ન રાખ્યું. જગતમાં ઘણાંય એવા છે જે પ્રેમની અવિરત પૂજા કર્યા કરે છે.અરે,એ લોકો પ્રેમીઓની સાચી શ્રદ્ધા ભાવે અર્ચના કરતા હોય છે.પ્રેમદિવાનાઓને હેમખેમ મંઝીલ મળી જાય એ જ એમની પ્રાર્થના હોય છે.કિન્તું આવા પ્રણયને સાથ આપતા લોકોનેય જગત છોડતું નથી જ. આજે દુનિયામાં જેટલા માણસો પ્રેમના પૂજારી છે એનાથી ત્રણેક ઘણાં તો પ્રેમના દુશ્મનો છે! રસ્તાની ધૂળમાંથીયે દુશ્મનો ઊભા થઈ જતા હોય છે! બે મળેલા જીવને,એમની ઓળઘોળ લાગણીને,ખુશને જમાનો શીદને જોઈ શકતો નથી ...Read More

8

અધુરા અરમાનો ૮

શું યાર સૂરજ! કંઈ દુનિયામાં જીવી રહ્યો છે હરજીવને કરેલા આ સવાલનો રણકાર સૂરજના ભણકારામાં ફરતી સેજલના કાનોમાં ઊતર્યો.ને એ જ ઘડીએ સેજલ પગ નીચેની ધરતીની ધૂળને ઉખેડીને ફરરર કરતી અવળી ફરી.એણે જોયું તો સૂરજ ઊભો હતો.દોડતી આવીને એ સૂરજને ભુજાઓમાં જકડીને ભેટી પડી.બંધ પડવાના આરે ઊભેલું હૈયું ઉછળી ઉછળીને ધડકી રહ્યું હતું.પરંતું સૂરજનું શું એ લજ્જાથી મૂર્તિ બનીને લાલપીળો થઈ ઊઠ્યો.ન હાથ હલાવ્યા ન પાંપણ ફરકાવી.મીઠા મહેબૂબને બિન્દાસ્ત બાથમા ભરીને ઊભેલી સેજલના પાગલપણાને લોકો બાઘાની માફક તાકી રહ્યાં. સેજલનો પાવન શ્પર્શ થતાં જ સૂરજને પ્રેમનું બ્રહ્મગ્નાન લાધ્યું.દિવ્ય રોમાંચકતાથી રૂવે-રૂવા જવાન થઈ ઊઠ્યા.આંખોએ ઊમળકાભેર અશ્કના દરિયા ખાળ્યા.ashkk ...Read More

9

અધુરા અરમાનો ૯

બકા,તારાથી જુદા રહીને હવે મારાથી રહેવાતું નથી. તું મારા જીવનમાં મઘમઘતી ફોરમ બનીને આવી છે. મારી મહોબ્બતની દેવી તું જ મારા જીવનનો આશરો છે. તારા વિનાની મારી હયાતી વેરાન બની ન જાય એ યાદ રાખજે. મારા જીવનની નાવને મંઝીલે પહોચાડવા માટે હલેસું બનવા તૈયાર રહેજે. તુંજ સંગાથે મારે હવે ભવ તરવો છે. સૂરજ, જાણું છું કે પ્રેમ એ જીંદગીની સુહાની સફર છે. જીવનની ખુશી છે, ખુશ્બું છે. આ ખુશ્બું હૈયાના ઊંડાણમાંથી નીકળે છે. જે દિવસે તારાથી દિલ લગાવ્યું છે તે જ દિવસથી તને મારો આધાર, મારો દેવ માની લીધો છે. તારી સાથે જ હાં, મારા સૂરજની સાથે જ જિંદગી જીવવાના લાખેણા અરમાનો સજાવી રાખ્યા છે. સૂરજ, મેં મારી આ જિંદગી તારા નામે જ લખી રાખી છે. જેમ તું મારા માટે તડપે છે એમ હુંય તારી ખાતીર રાત રાત જાગીને વિતાવું છું. આટલા દિવસોની એક પળ પણ એવી નથી વિતાવી જેમાં તને સંભાર્યો ન હોય! મારી આંખોના આંગણામાં સતત તું જ રમ્યા કરે છે. સેજલ બોલી રહી છે અને સૂરજ એના ગાલને પંપાળીને ચૂમી રહ્યો છે. ...Read More

10

અધુરા અરમાનો ૧૦

મારો સૂરજ આવશે તો મને જોયા વિના બેચેનીમાં આળોટશે. એ વિચારે સેજલ સૂરજના ગામ તરફથી આવતી ટેક્સી તરફ મીટ માંડીને ઊભી હતી. ટેક્સી ઉપડવાની તૈયારીમાં જ હતી ને સહસા સેજલની આંખોએ સૂરજ ચડ્યો. એની આંખોમાં હર્ષાશ્રું ઊભરી આવ્યા. હૈયું હેલે ચડવા લાગ્યું. પાણી પીવાના બહાને એ સૂરજ જોડે આવી ઊભી રહી. ભારે હૈયે એકીશ્વાસે સઘળી વાત એણે સૂરજને કહી સંભળાવી. સૂરજ પણ એ જ મારતી ઘોડીએ પાલનપુર જવા તૈયાર થયો. બંને પાછળની સીટમાં બેસીને પાલનપુર જવા ઉપડ્યા. એરોમાં સર્કલ પાસે જ્યારે શિલ્પાબેન ટેક્સીનું ભાડું આપી રહ્યાં હતાં ત્યારે તકનો લાભ લઈને સૂરજનો હાથ હાથમાં લેતા સેજલ ધીમાં સ્વરે બોલી: બારના ટકોરે હું સૂરમંદિર પહોંચી આવીશ. તું રાહ જોજે. ...Read More

11

અધુરા અરમાનો ૧૧

શું છે આ કંઈ ન સમજાતા સૂરજે સવાલ કર્યો. ગિફ્ટ! એક જ સાથે એક જેવા શબ્દોમાં રૂપે અવાજ નીકળ્યો. ગિફ્ટ!! કોના માટે અને શા માટે અચરજભેર સૂરજે બીજો સવાલ કર્યો. એને ફરી સામટો ઉત્તર મળ્યો: તારા માટે જ. પરંતું શા માટે એનો જવાબ અંદર મૂકેલો જ છે વાંચીને સમજી લેવો. કહીને બંને યુવતી કંઈક વિમાસણમાં ગરકાવ થઈને એકમેક તરફ શંકાની નજરે તાકી રહી. સૂરજ ઘડીક બંને યુવતીઓ તરફ તો વળી, ઘડીક ગિફ્ટ તરફ અવાક બની જોઈ રહ્યો. પળનીયે પરવા કર્યા વિના એણે ગિફ્ટ સ્વિકારવાનો ધરાર ઈન્કાર કર્યો. બંને યુવતી આંસું સારવા લાગી. બહું રકઝક બાદ સૂરજે એ સ્વિકારી. વોટ અ સરપ્રાઈઝ! હું મારી વહાલી સેજલ માટે કંઈક ગિફ્ટ લેવાનું વિચારી રહ્યો હતો ને મને જ ગિફ્ટ મળી ગઈ! વાહ! એ મનમાં જ બબડ્યો. ...Read More

12

અધુરા અરમાનો ૧૨

હું પૂછું છું કંઈ હેસિયતથી મને પારકાને પ્રેમ કરવા નીકળી છો મારો જીવ બચાવ્યો એ હેસિયતી! શિવન્યા લાગણીના પ્રચંડ ઊભરા ઠાલવતી બોલી.હસી પડી. હમમમમ....! અને તું કરડાકીથી દાંત ભીંસતા કિરીશ્મા તરફ જોઈને સવાલ ફેંક્યો. હું! હું....! અન્યો કાજે પોતાના પ્રાણની પણ પરવા ન કરનાર સાહસવીરની હેસિયતથી! પીગાળીને પાણી કરી દેનારી માદક અદાઓથી એ બોલી. સૂરજ ગુસ્સે ભરાયો. હું અહીં જીંદગી સંવારવા આવ્યો છું. જીવતરનું ઘડતર કરવા આવ્યો છુું. પુસ્તકને-ભણતરને પ્રેમ કરવા આવ્યો છું, નહી કે કોઈ યુવતીનો આશિક બનવા સમજી તે હાલી નીકળી છો પ્રેમ કરવા! કોઈ યુવાનને પ્રેમ કરવા કરતા ભણતરની ભક્તિ કરો, પુસ્તકને પ્રેમ કરો જેથી ભવ સુધરે. નહી તો આમ જ પ્રેમજાળમાં પ્રેતાત્માં બનીને ભટકશો! વળી એણે ઉગ્રતાવશ આગળ ઉમેર્યું: જીવ બચાવનાર શું પતિ કે પ્રેમી જ હોઈ શકે એ ભાઈ કે પિતા બનવાને લાયક નથી ...Read More

13

અધુરા અરમાનો ૧૩

સેજલ...! વચ્ચે જ સૂરજ બોલ્યો: જાણું છું કે જમાનાથી આપણે બાથ ભરી લઈશું. કિન્તુ જીંદગી વેદનાઓથી ભરેલો મહાસાગર વળી, પ્રેમનો માર્ગ એ તો મોતનો માર્ગ છે, અને પ્રેમલગ્ન અને એય વળી આંતર્લગ્ન! આંતર્લગ્ન એ તો પ્રેમની ફાટફાટ થતી જવાનીનો કરુણમય અંત છે. પ્રેમપંથની આવી વિપદાઓ તો સહન કરી લઇશું પરંતુ પ્રેમલગ્નરૂપી ખાંડાની ધાર પર આપણા કોમળ તન ચિરાઈ જશે. ફરીવાર કહું છું કે આપણે હજું નાદાન છીએ. જિંદગીના જખ્મોને આપણાથી સહન નહીં થાય. હજુ તો આપણે પરિપક્વ બનવાની જરૂર છે. આપણા પ્રેમના પીપળાને ઘેઘૂર કબીરવડના સ્વરૂપમાં ફેરવવાનો છે. સમાજના રીતિરિવાજો - બંધનોથી આપણે અજાણ છીએ. તું જ વિચાર કર કે તારો સમાજ અને મારો સમાજ શું અત્યારે આવી પરિસ્થિતિમાં ભેગા થઈને જીવવા દેશે હજું તો આપણે પેટીયુ રળવાનેય સ્વતંત્ર નથી થયા. અને કદાચ જો અત્યારે લગ્ન કરી લઇશું તો અતીતમાં જેમ જુદાઈની ક્ષણિક આગમાં સળગતા હતાં એના કરતાયે ભયંકર ભીષ્ણ તાપમાં શેકાવું પડશે! આપણા કોમળ કાળજાથી આ બધું સહન નહીં થાય. એના કરતા તો તું ધીરજ રાખ. સમયને આવવા દે.! ...Read More

14

અધુરા અરમાનો ૧૪

સેજલ ઘેર આવી. ભોજન તૈયાર હતું પણ જમી નહીં. સુરજ, પ્રેમ, અને પોતાના વિચારમાં ને વિચારમાં એણે નીંદને વ્હાલી કરી લીધી. ઘડીકમાં જ એ સપનામાં સરી પડી. સપનાં જુએ છે તો ગંગેશ્વરની સીપું નદીમાં એ પોતાની સખીઓ સાથે નહાવા માટે ગઈ છે. સર્વે સરખી સખીઓ નદીના શીતળ સ્નાન કરી રહી છે. યુવાનીના આવેશમાં તેઓ એકમેક પર પાણી છાંટી રહી છે, મોજમસ્તી કરી રહી છે અને દોડતી રહી છે. એકાંત નદીકિનારો, શાંતિથી ધીરે ધી...રે વહેતું ચોખ્ખુચણાક પાણી. પાણી જાણે અરીસો! અને આ એકલી છોકરીઓ! એ છોકરીઓ આનંદમાં મશગૂલ બનીને સ્નાન કરે છે. બે છોકરીઓ કિનારે બેઠી બેઠી વાતે વળગી હતી: અલી કિંજલ! જોને પેલી છોકરીઓ પાણીમાં કેવી રમતના રવાડે ચડી ગઈ છે! સાંજ થવાની છે તોય ઘેર જવાનું નામ જ લેતી નથી! પણ મયુરી,એક વાત કહું કહે ને જે કહેવું હોય તે. છોકરીઓને જોતી જોતી હું બધું જ સાંભળું છું. ત્યારે સાંભળ, અત્યારે સાંજ થઈ જાય કે મધરાત વીતી જાય પરંતું યુવાન હૈયાઓએ જ્યારે યુવાનીના હિલ્લોળેલે છે ત્યારે તેમને કોઈ રોકી શકતું નથી. હૈયાના હેત જ એવા છે કે એ ભલભલા માણસને પીગાળી દે છે. ઉભરતા ઉરમાં જ્યારે લાગણીના, ઊર્મીના ઉભરા આવે છે ત્યારે માણસ બધું જ ભૂલી જાય છે. પોતાની જાતને પણ. ...Read More

15

અધુરા અરમાનો ૧૫

આઇ લવ યુ માય જાન! કહીને સૂરજે અટ્ટહહાસ્ય વેર્યું. જેનાથી સેજલના માયુસ વદન પર ખુશીઓના ઘોડાપૂર આવ્યા. હળવેકથી પીઠ પાછળથી હાથ આગળ લાવીને એણે સેજલની આંખો સામે ડાળી સમેત ગુલાબ ધરી દીધું! એ સૂરજની પ્રેમાળ આંખો સામે તાકી જ રહી. એની આંખોમાંથી છલકતા પ્રેમના જામને સૂરજ ખોબે-ખોબે પી રહ્યો. એણે સૂરજને મીઠ્ઠું ચુંબન આપી દીધું. સેજલ, મારા પ્રત્યે કુશંકા સેવીસ નહી. અત્યારે હું એ જ સૂરજ છે જેને બે વરસથી તુ ચાહતી આવી છે. તારે મારો અસહ્ય ઇન્તજાર કરવો પડ્યો એ બદલ દુ:ખી થઈને તારી માફી માગુ છુ. રસ્તામાં જરાક..... અરે, ગમે તે થયું હોય તોય શું સુરજ, અડધો કલાક તો શું પરંતું દસ જનમ, અરે, ભવોભવ તારી રાહ જોવી પડે ને તોય હું ધડકતા હૈયે તારી રાહ જોઈશ! હા, મારા સુરજની જ રાહ જોતી બેસી રહીશ! અને ફરી તે સૂરજ ને ભેટી પડી. ...Read More

16

અધુરા અરમાનો ૧૬

બકા, સેજલ! તું હજું નાદાન છે. જગતની તને ખબર નથી. અરે, આ સમાજ આગળ, આ લોકો આગળ તો સરકાર વટવૃક્ષનું પાંદડુંયે નથી હાલતું! સરકાર તો ક્યાંય કોઈ ભોરીંગના દરમાં માથુ ઘાલીને ઊંઘતી હશે ને આ દુનિયા!! આ દુનિયા, આ સમાજ, આ લોકો નિર્દયોના કત્લ કરીને હતા ન હતા કરી દેશે! અને સાંભળ આ જમાના વિશે:આજનો જમાનો કેટલો કાતિલ તથા બેરહેમ છે એ તો સવારે ઊઠતાં જ છાપું વાંચીએ ત્યારે ખબર પડે! પ્રેમ અને પ્રેમના બંધનો સ્વિકારીને પ્રેમલગ્ન કરનારની કેવી હાલત કરે છે આ જમાનો! પ્રેમ અને પ્રેમલગ્ન કરનારને આખરે તો મંઝીલના નામે બદનામી અને બરબાદી જ મળે છે. કેટલાંક જગતના જખ્મોથી સ્વહત્યા કરી બેસે છે તો વળી કેટલાંકને બિચારાને ભૂંડી રીતે રહેંસી નાખવામાં આવે છે. અરે સગો બાપ પોતાની પ્રેમલગ્ન કરનારી એકનીએક દીકરીનું કત્લ કરતા અચકાતો નથી! અને આવા ગોઝારા કુસમાચાર જ્યારે છાપાઓના પાને પાને વાંચુ છુ કે ટીવીના પડદે જોઉં-સાંભળું છું ત્યારે મારૂ હૈયું દ્રવી ઉઠે છે. રોમ - રોમ કકળી ઊઠે છે. અને એ વખતે મન બબડી ઊઠે છે કે અરરર! રામ બિચારા પ્રેમીઓની આવી દશા માણસ કેટલો નિષ્ઠુર અને નિર્દયી બની ગયો છે એના જીવતા જાગતા ઉદાહરણ સવાર પડે ને છાપાઓના પાને પાને ચળકી ઊઠે છે. ...Read More

17

અધુરા અરમાનો-૧૭

તો શું તારે તારા અખંડ અરમાનોની હોળી કરવી છે શું તું મને આપેલું વચન નહી જ પાળે ગળગળા સાદે સેજલથી કહેવાઈ ગયું. સૂરજ: સપનાઓને, અરમાનોને ભવ્યાતિભવ્ય રીતે સાકાર કરવા છે. વચન પણ પાળવું છે. પરંતું... સેજલ: પરંતું શું લાવને આ પરંતું ને જ લીલે લાકડે દઈ દઉં! સૂરજ: પરંતું અધુરા રહેવા સર્જાયેલા મારા હૈયાના અરમાનો સામે હિમાલય જેવી મજબૂરી ઊભી છે, મજબૂરી!!! ...Read More

18

અધુરા અરમાનો -૧૮

એ બેઠો થયો. સીગાર સળગાવી. કસ માર્યા. ધુમાડાનું વાળું કરવા માંડ્યું. ભયંકર ઉધરસના ઓડકારે એના ગળાને બાળવા માંડ્યું. હાથમાં આંખમાં આંસું અને અધરો પર લાળની લાલિમાં. ઉપરાઉપરી ચાર સિગારેટ સળગાવીને એણે એની ફરતે ધુમાડાનું સામ્રાજ્ય સર્જી નાખ્યું. ધુમાડાના ગોટેગોટામા એ સેજલને ફંફોસવા મથ્યો. માંડ આછા આભાસમાં સેજલ દેખા દે અને પાછી અદ્રશ્ય! સેજલને નોંધારી મૂકી આવ્યાની પીડા એના અંતરને કોસવા લાગી. એણે ભયંકર કૃત્ય કર્યું હોય એમ પીડાના મચ્છરોની વિશાળ સેના ચાંચના તીક્ષ્ણ તીરથી વીંધી રહી. ...Read More

19

અધુરા અરમાનો-૧૯

પ્રેમની શરૂઆત અને અંતની પોતાની અલગ શાન છે. એક જીવ આપવા મજબૂર કરે છે જ્યારે બીજું જીવ ત્યજવા. બંનેમાં અને નર્ક જેવો તફાવત છે. જ્યારે જવાન સીના પર પ્રેમની સવારી થાય છે ત્યારે મહોબ્બતના અશ્વો ક્યાંયની સફરે પહોંચી જતા હોય છે. પ્રેમનો પવિત્ર પવન જ્યારે રૂહને સ્પર્શે છે ત્યારે જાણે સ્વર્ગના ચૈતનવંતા ઉપવનમાં કોઈ અપ્સરા સંગે સવૈરવિહાર કરતા હોઈએ એનાથીયે અનેક ઘણો અનુપમ આનંદ મહેસૂસ થવા લાગે છે. ...Read More

20

અધુરા અરમાનો-૨૦

ધન્ય છે સૂરજ તારી પરિવારભક્તિને. તારા પરિવાર પ્રત્યેની તારી મીઠી લાગણીને. સ્વર્ગની અપ્સરા જેવી સેજલ તારી સાથે છે તેમ તું પરિવારને નોંધારો છોડવા તૈયાર નથી! જગતમા બધાય માવતરોને તારા જેવો જ પુત્ર મળજો. અને અમારા જેવા આશિકોને સેજલ સરીખી પ્રેમિકા મળજો. હરજીવને સૂરજની પીઠ થાબડી. ...Read More

21

અધુરા અરમાનો-૨૧

મારા માંડવે તારા નામની મધુર સુવાસ હવાને મહેકાવી રહી હશે. લગ્નમંડપ લોકોથી ઊભરાતો હશે. લોકોની નજર મને માણી રહી જ્યારે મારી આ પ્યારી પાંપણે તું રમતો હોઈશ! મારી પ્યાસી નિગાહો ટીકી ટકીને તારા દીદારે નાચતી હશે! એ ટાણે તને વહાલ કરવા મારા આંસુઓ અંતરના ઊંડાણથી ઊભરી આવશે. અને એ વેળા શાયદ તું વિવશ બનીને વિચારતો હોઈશ કે સૂરજ! તું જગતની સૌથી ખતરનાક ખતા કરી બેઠો છે. ભયના નામે, સમર્પણના નામે તું સ્વર્ગસુખ લુંટાવી બેઠો છે. જો તારી આંખ સામે તારી જ અમાનતને, તારી આંખોના નૂરને કોઈ લુંટી રહ્યું છે. તારા અખંડ અરમાનોને કોઈ ચોરી રહ્યું છે. તારા નયન લાચાર બનીને વરસી રહ્યાં હશે. તું ચાહવા છતાં કશું જ નહી કરી શકે સિવાય અફસોસ...અફસોસ! ...Read More

22

અધુરા અરમાનો-૨૨

સૂરજ જ્યારે મસ્ત બની ખીલી જતો ત્યારે સેજલને ખોળામાં બેસાડીને એના માખણસમાં માસૂમ ગાલને પંપાળતો. મહેંદીભર્યા ઝુલ્ફોને જ્યારે ત્યારે શ્પર્શસુખને વીસરીને એ અગમ્ય ખયાલોની ઊંડી ઝીલમાં ઊતરી જતી. એ વિચારતી રહેતી કે સૂરજનું શું થશે આખરે એ મને ખોઈ જ બેસવાનો છે તો અત્યારે શા માટે આટલો ખુશમિજાજ બની રહે છે શાને મુજમાં આટલો ઘેલો થાય છે એક દિવસ જ્યારે એના હૈયાના આંગણે મારી વિદાયરૂપી કયામત આવીને ઊભી રહેશે ત્યારે ક્યાંયનો નહી રહે એવું તે શા સારૂં વિચારતો નથી શું એ મારા વિનાની જીંદગી ગુજારી શકશે મને મનાવતો ફરતો એ પોતાની જાતને- જીંદગીને શીદ મનાવી શકશે આવા ખયાલે એ સૂરજની બાહુંપાશમાં જબરા જોમથી લપાઈ જતી. સૂરજના ગાલને પસવારતી બોલી પડતી: સૂરજ ! આ ભવે તો હું તને એકલો નહીં છોડું મારા વિનાની તનહા જીંદગી જીવવા મજબૂર નહીં જ કરું! ...Read More

23

અધુરા અરમાનો-૨૩

સૂરજ લાચારીથી આ જોઈ રહ્યો. એને આઘાત લાગ્યો. સ્વગત બબડ્યો: અરરર! મારા ખાતર થઈને એક જનનીની આવી દશા દીકરીની ખુશી ખાતર એમની આ વલે જે માતાએ દીકરીને જન્મ આપીને મમતાથી ઉછેરી, એ જ માતા આજે એ જ દીકરી સામે આમ લાચાર બની રડી રહી છે જે માતાએ હસાવીને હોંશે-હોંશે મોટી કરી એ જ દીકરી એ જ માતાને વિવશતાથી રડાવી રહી છે હે વિધાતા! તે આ જનનીના એવા તો કેવા લેખ લખ્યા કે આજે એમને આવી મજબૂરીના પનારે પડી જવું પડ્યું છે અને હુ પણ કેવો પાપી કે કોઈની આબરૂને, ઈજ્જતને, મમતાને ઠેંસ પહોંચાડવા અહીં આવી પડયો પળનીય પરવા કર્યા વિના એણે પગ ઉપાડ્યા. ...Read More

24

અધુરા અરમાનો-૨૪

અરે યાર, અમદાવાદ તો અમદાવાદ જ છે. એની આગળ મુંબઈ જેવા મુંબઈની કંઈ વિસાત નથી! ગુજરાતનો એ તેજસ્વી ઓજસ્વી ચમકતો સિતારો છે. દેશાવરથી લોક હોંશે હોંશે એના દીદાર કરવા આવે છે. એની પોળ જગતની અલાયદી અજાયબીઓ છે. સાબરમતી નદી ભલે એ શહેરના બે ભાગ પાડતી હોય કિન્તું એના પર બાંધેલા પુલ જાણે એકમેકના હાથ ખેંચીને એકમેકમાં સમાઈ જવા તડપતા બે આશિક! અરે, હા! લાલદરવાજાની મીઠી ભીડમાં તો નોખા પડ્યા એટલે આપણે શોધ્યાય ન જડીએ! એટલી ભીડ જાણે કીડીયારું ઊભરાયું! લાલ દરવાજાની ભીડમાં અટવાઈ જવું એ મારા માટે એક મહામૂલો અવસર. મને તો મારા એ અમદાવાદને કાખમાં તેડીને લાડ કરવાના લાખેણા ચળ ઉપડે છે. ઘણીવાર થાય છે કાશ! અમદાવાદ એક માસૂમ યુવતી હોત ને મારા મોહમાં ઓળઘોળ હોત! હું ઘડીયે એનાથી અળગો ન જાત. અને અચાનક એને સેજલ સાંભરી. એ એટક્યો. મનોમન બમડ્યો: પ્રેમ કરવો ક્યાં સહેલો છે એમાં તો જીવ આપવાની કે જીવ લેવાની જીવસટોસી બાજી ખેલવી પડે છે. ...Read More

25

અધુરા અરમાનો-૨૫

એક શુક્રવારની શુભ સવારે જેસલમેર પહોચ્યા. રાજસ્થાન ભલે વેરાન, સૂકી ભૂમિ કહેવાતી હોય, પરંતું અહીં ઉપરવાળાએ અનેક જગ્યાએ ખમીરવંતું શૂરાતન અને મઘમઘાટ કરતું શાનદાર સૌદર્ય વેર્યું છે. ચોમાસામાં અહીંના ડુંગરાનું સૌદર્ય તન મનને તાજગીસભર બનાવી મૂકે એવું. દિવાળી ટાણે એટલે કે વરસાદ જ્યારે ડુંગરાઓને નવડાવી લે એ પછીના સમયમાં જો અહીંની અરવલ્લીની ગિરિમાળાઓમાં ઘૂમીએ તો એમ જ લાગે જાણે હિમાલયની ગોદ ખુંદી રહ્યાં ન હોઈએ! સૂર્ય હેમખેમ ઉદય પામી ચૂક્યો હતો. મશરૂમ વાસંતી સવાર એના કોમળ કિરણોને નવરાવી રહી હતી. એ જ વેળાએ પવન ગજબની તાજગીથી સારા સંસારને બહેકાવી રહ્યો હતો. પ્રકૃતિ વસંતના વહાલભર્યા વધામણા લઈને માનવસહિત સમગ્ર સૃષ્ટિને મહેંકાવવા રમમાણ હતી. ...Read More

26

અધુરા અરમાનો-૨૬

મોતને હથેળીમાં રમાડીને, ભયને ઊંડી ખીણમાં પટકીને હેમખેમ વીંટી લઈ આવી. સૌના જીવમાં જીવ આવ્યો. સૂરજ ભીની આંખે સફાળે ભેટી પડ્યો. સુંધામાતાના ધામમાં રાતવાસો કરીને બીજા દિવસે તેઓ માઉન્ટઆબું પહોંચ્યા. આબું પર્વત એટલે હિમાલયનો નાનો ભાઈ જાણે! અહીં પ્રકૃત્તિ બારેમાસ લીલાછમ્મ વાઘા પહેરી વનદેવીને, પર્વતરાજ આબુને અને અહીં આવનાર સૌને અવનવા રૂપે વધાવતી રહી છે. માઉન્ટઆબુ એ હવાખાવાનું ઠંડું સ્થળ છે. જગતના છેડે- છેડેથી સહેંલાણીઓ સ્વચ્છ અને તાજી હવા ખાવા તથા પ્રકૃત્તિની ગોદમાં મહાલવા આવે છે. અહીના નૈસર્ગિક વાતાવરણની આહલાદકતા જીંદગીભર અતીતના માનસપટ પર સચવાઈ રહે એવી તરોતાજા છે. આબુનો પૌરાણિક ઈતિહાસ અને જહોજલાલી અત્યંત લાંબી અને રસપ્રદ છે. અહીંનું નખી તળાવ માત્ર એક જ રાતમાં ખોદવામાં આવ્યું છે! અને એ પણ નખ વડે! આબુ પર્વત પોતાની ગોદમાં અનેક અમર ઈતિહાસ સંગ્રહીને અડીખમ ઊભો છે. અહીંના દેલવાડાના દેરા ની કલા કારીગરી અને અજરાઅમર ઈતિહાસ જગવિખ્યાત છે. ...Read More

27

અધુરા અરમાનો-૨૭

આ તરફ સૂરજ પણ હવે જિંદગી જીવવાના અરમાન બાળી બેઠો હતો. પોતાના પરિવાર અને સેજલને છેલ્લીવાર મળવાના, જોવાના અરમાનોની બાંધીને એમના આવવાનો આખરી ઈંતજાર કરીને બેઠો હતો. જેલની ભયંકર વિટંબણાઓ વચ્ચે એણે અન્નજળનો ત્યાગ કરી દીધો હતો. પ્રભાત ખીલ્યું. કોર્ટના દરવાજા ઊઘડે એ પહેલા તો સેજલ કોર્ટના દરવાજે આવીને ઉભી રહી. વકીલોના કાફલામાંથી એણે એક લાયક વકીલને બે લાખ રોકડા આપીને રોકી રાખ્યો. એ વીડીયો કેમેરો વકીલને સોંપ્યો. કોર્ટ ભરાઈ અને જોતજોતામાં સૂરજ જેલમાંથી બાઈજ્જત છૂટી નીકળ્યો. એ વખતે સેજલ અને સૂરજના પ્રેમમિલનને જોઈને ત્યાં હાજર વકીલો અને લોકોના આંખમાંથી પ્રેમની સરવાણીઓ ફૂટી નીકળી. ...Read More

28

અધુરા અરમાનો-૨૮

હેલ્લો કોણ બોલો છો સેજલે સવાલ કર્યો. કોણ છું, એ જાણ્યા પહેલા એ બતાવ કે મારો સૂરજ છે જાણે સૂરજ પર એક પોતાનો જ અધિકાર છે એમ અવળચંડાઈ ભર્યા અવાજે સામેવાળી યુવતીએ સવાલ છોડ્યો. મારી જોડે મારી પ્યારી બાહોમાં, મારી આંખ સામે ઝૂમી રહ્યો છે. મારો પતિ, મારી જાન, મારો સૂરજ તારી બાહોમાં અશક્ય! મારો સૂરજ આવ કરી ન શકે! કેવી રીતે આવું કરી શકે એને કહે કે તારી પ્રિય પત્નિ શિવન્યાનો ફોન છે. સેજલ ઊભી થઈ. સુરજ સામે જોઈને કહેવા માંડી અરે ઓ પતિ વાળી! તારું ફરી તું નથી ગયું ને! કોણ બોલે છે એ કહે એટલે તને તારા પતિ ને તારું બધું યાદ દેવડાવી દઉં, સમજી! અરે ડિયર સેજલ! આમ ભડકાવવાની કોઈ જરૂર નથી. ધીરજ ધર. શાંતિ રાખ બકા. આપણે એકમેકની સૌતન થઈએ છીએ. રહેવા દે, રહેવા દે. હું તને ઓળખું છું સૌતનવાળી! શું હાલી નીકળી છે ફોન મૂકી દે ને બીજી વખત આવી ગુસ્તાખી કરવાની કોશિશ કરતી નહિ, નહિતર તારે ઘેર આવીને કાસળ કાઢી નાખતા વાર નહીં થાય મારાથી! સેજલની ઉગ્રતાથી અચકાઈને એણે ફોન મૂકી દીધો. ...Read More

29

અધુરા અરમાનો-૨૯

પ્રેમની સપ્રેમ ભેટ તરીકે પ્રેમલગ્નની ભવ્ય મંઝીલ મળે પછી પૂછવું જ શું જાણે સ્વર્ગ મળ્યું!! દિવાનાઓને આનાથી વિશેષ જ છે શું ભલે ભૂખા રહેવું પડે પણ ખપે તો મહોબ્બત જ! આવા જ તો આશિકોના મોંઘામોલા અરમાન હોય છે! કોઈ ગમી જાય ને પછી એની સંગે પ્રેમાળ નજરો મળી જાય ત્યારે પ્રથમ શમણું સજાતું હોય છે કે કાશ! એ જીંદગી બનીને જીવનભર પડખે જ રહે! એ જ ખુદા, એ જ ખાવિંદ મોહતરમા ને એ જ જાણે અસ્તિત્વનો આધાર. ગમતું મળી જાય પછી ભલેને ગજવો (ખીસ્સો) ખાલી હોય, દિવાનાઓ એની પરવા નથી કરતા. ભૂખે મરવું ચાલે પરંતું મહોબ્બત વિના ન ચાલે, એવા હોય છે આશિકો. આવા નખશિશ આશિકોની આલમ જબરી અલગારી હોય છે. આવા મસ્તાન આશિકોને કોઈ પૂછે કે ભાઈ શું કરે છે તો બસ મહોબ્બત કરું છું. જાણે પ્યાર જ સર્વસ્વ ન હોય! હાં, પ્યાર સર્વસ્વ જ છે. એના વિના જીંદગી જાણે વેરાન. ...Read More

30

અધુરા અરમાનો-૩૦

રહેવા દે, મારી સાજણા રહેવા દે! પ્રેમના તો કંઈ પારખા હોય! પ્રેમ કે મિત્રતાની કદી કસોટી ન થાય સનમ. હવે મારી મજબૂરી અને દુઃખોનું પારાયણ કરવું નથી. તુંય હવે મારી આખરી વાત સાંભળી લે: આજથી આપણા પ્રેમભરી હસીન જિંદગીની દર્દભરી હાડમારીઓ શરૂ થાય છે. એને ઝીલવા તૈયાર રહેજો. તું કહે છે ને સેજલ, કે હું તને દરેક દુઃખો- દરેક સિતમથી ઉગારીશ! તો સમય હવે દુર નથી. હું દુઃખોમાંથી જરા કણસતો હોવ ત્યારે મને એમાંથી ઉગારવાનું આટલું વચન પાળી બતાવજે. સુરજ, આ શિશ તૂટી જાય કે ધડ પડી જાય પણ હું તને કોઈ કાળે ઝુકવા નહી દઉં. ...Read More

31

અધુરા અરમાનો-૩૧

કહેવાય છે કે પ્રેમ કરવો એ ગુનો નથી કિન્તું પકડાઈ જવું એ ભયંકર અપરાધ છે! અત્યાર લગી જે છાનો હતો એમનો એ પવિત્ર પ્યાર હવે સરાજાહેર થઈ ગયો. સાંંભળ્યું છે કે જમાનો કહે છે કે પ્રેમથી જ સંસાર ટકી રહેશે. તો પછી આ પ્રેમનું દશમન છે કોણ જગતમાં આશિકોની દશા માઠી હોય છે. જગતમાં બહું જુજ એવા યુવાનો છે કે જે પરિવારની ઈજ્જત ખાતર પોતાની સપ્તરંગી ખુશીઓને તરછોડી દે છે. કોઈ યુવાનો પરિવારને તરછોડીને પ્રેમિકાની બાહોમાં રિબાઈ રિબાઈને જીવે છે તો વળી કોઈ યુવાન પ્રેમિકાને તરછોડીને પરિવારની પનાહમાં રહીને જ હીજરાહીને જિંદગી વિતાવે છે. આવા મજબૂર યુવાનોની વેદનાને કોણ જાણે એ બિચારા નથી તો પરિવાર સાથે જીવી શકતા કે નથી માશુકા સાથે પ્રેમથી! ...Read More

32

અધુરા અરમાનો-૩૨

આ સમયમાં એક પણ વ્યક્તિ એવી નહી હોય કે જેણે એની જીંદગીમાં કોઈને પ્રેમ કર્યો ન હોય! તો પછી જ વ્યક્તિઓ અન્યોની લાગણીને, પ્રેમને કેમ સ્વિકારી શકતા નથી. અરરર...! પ્રેમ તારી આવી દશા ર, કુદરત તે શું જોઈને આ પ્રેમતત્વને સર્જ્યું હશે પ્રેમ અને પ્રેમલગ્ન કરનારની તો સરાજાહેર પૂજા કરવી જોઈએ. જગતમાં શ્રેષ્ઠ તથા મહાન ગણાતા આશિકોના મંદિર હોવા જોઈએ. જ્યારે દિવાનાઓની આવી દશા શું જીવ લઈ ભાગીને ફરવું એ જ એમના ભાગ્યમાં લખાયું હશે! કે પછી ઉંમ્રભર ઉરના અંધારા ખૂણામાં વિજોગનો દાવાનળ સંતાડીને ઝુર્યા કરવાનું કોઈનેય નડ્યા વિના અમે આશિકો મસ્તાનભરી જીંદગી જીવીએ એમાં દુનિયાનું જાય છે શું ચોફેર મચેલી ધમાલ તથા પોતે બનેલ તમાશાની મજા માણતા લોકો પર ઉદાર નજર નાખતી સેજલ મનમાં બબડી રહી. દુનિયાને દોષ દેવા સિવાય એ કશું કરી શકે એમ જ ક્યાં હતી! ...Read More

33

અધુરા અરમાનો-૩૩

બે જવાબ દિલ, એક ધડકન. જન્મોના પ્યાસા બે પ્રેમીઓ, પતિ-પત્ની લગ્નની પહેલી રાત સુહાગરાત, અને આવું કાળુ નસીબ! રે વેરી વિધાતા! આ તે તારી કેવી કરુણા! આવુ બદનસીબ તો કોઈ અભાગિયાને જ મળે. કિન્તું આ તો હાથે કરીને આવા બદનસીબ બન્યા છે. નહીં તો જિંદગીનો પ્રથમ પરમાનંદ માણતાં કોણ રોકી શકે કિન્તુ સૂરજ મહાસંયમી હતો. એ જાણતો હતો કે સેજલને પોતે પત્ની બનાવી શકવાનો નથી. તો પછી એની કોમાર્ય કળીને કેમ કરીને અભડાવી દેવી! ક્ષણિક સુખ માટે થઈને શું કામ એની આખી જિંદગીને કલંકિત કરી નાખવી નાની-શી આંખોમાં જાણે હિંદ મહાસાગર ભરી રાખ્યો હોય એમ આંખો વહી રહી હતી. એક રૂમ હતી, એક પલંગ હતો ને રાતનો સુનકાર હતો. છતાંય આ બંને શરીર પલંગના સામસામેના છેડે બેસી આંખોને વરસાવી રહ્યા હતા. આ બંને દુ:ખીયારાઓ ક્યારે સ્નેહથી એક થાય અને વળગી વળગી પડશે એ જોવા કાળરાત્રી રૂમના દરવાજા પાછળ સંતાઈને ઊભી રહી. કિન્તુ એ બિચારીની ઈચ્છા ફળી નહિ ને ક્યારે પ્રભાત ખીલી ગઈ એની એને ખબર ના રહી. ...Read More

34

અધુરા અરમાનો-૩૪

કિન્તુ આપણી ભૂલનું પરિણામ પરિવારજનો ભોગવે એ કોના ઘરનો ન્યાય સેજલ, દુનિયાથી ટક્કર લેવી સહેલી છે. સમાજને પણ શકાય છે. કિંતુ જે માવતરે આપણને જન્મ આપીને ઉછેર્યા, સંસારના દિવ્ય દર્શન કરાવ્યા, જેમણે આપણને જિંદગી જીવતા શીખવાડી એ પ્રભુમૂરત -પ્રાતઃસ્મરણીય માવતર સામે કેમ કરી છાતી કાઢી શકાય વળી આપણો પ્રેમ તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાંગર્યો ને ફૂલ્યોફાલ્યો છે. પરંતુ માવતર સાથેનો પરિવાર સાથેનો આપણો 18 - 21 વર્ષનો પ્રેમ છે, એ પવિત્ર પ્રેમને આમ આપણા સ્વાર્થ ખાતર તોડી નાખો વાજબી નથી. અને આજે અત્યારે એ મહાન પ્રેમને છોડીને હું તારી પાસે છું કિન્તુ મારું હૈયું એ પ્રેમની ખાતર અત્યારે તડપી રહ્યું છે. ઝળઝળીયા ભરેલી આંખો ને સાફ કરતાં સૂરજ બોલ્યો. તો પછી એ પ્રેમને છોડીને શા માટે મારી પાસે પ્રેમ ની ભીખ માંગવા આવ્યો હતો શા માટે મને તારી પનારે પાડી અને આજે આવા મહાજ્ઞાની જેવા વચનો બોલ્યે જાય છે! ત્યારે એ બધો વિચાર કરવો હતો ને! ...Read More

35

અધુરા અરમાનો-૩૫

ઘરમાં ખુશી હતી કે ગમ એ સ્પષ્ટ કળાતું નહોતું. સેજલ હવે શું કરશે કે એનું હવે શું થશે એ સવાલે જોર પકડ્યું. મમ્મી, હવે હું ક્યાંય નથી જવાની હો! અને સૂરજને તો સાવ ભૂલી જ જવાની! એને પ્રેમ કરતાં જ ક્યાં આવડે છે ડરપોક છે એ. હાં, પણ એ મને વીસરી નહી શકે! મને મળવા એ દોડતો આવશે. પણ હું હવે બહાર એને મળવા નહી જઉં! એક કામ કરીશ મમ્મી મારા વિના બેતાબ મારો સૂરજ જો મને મળવા ડેલીએ ડગ મૂકે તો એને આવકારજે. મારા રૂમમાં મોકલજે. હું અહીં જ એને મળીશ. હું એને ભૂલી ગઈ છું એવો અહેસાસ પણ નહીં થવા દઉં હો! અને એ ઢળી પડી. થોડાંક દિવસો બાદ વાવડ મળ્યા કે સૂરજ ક્યાંય શોધ્યો જડતો નથી. એ સાંભળીને એ ફાટી પડી. બીજા દિવસે માનસિક સંતુલન ગુમાવેલી સેજલને તાત્કાલિક ધોરણે મહેસાણાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. ...Read More

36

અધુરા અરમાનો-૩૬

ડર હોવો જોઈએ પણ એવો ન હોવો જોઈએ કે એ અસ્તિત્વને વેરણછેરણ કરી જાય. મર્યાદામાં રહેવા અને માનવજાતના દાયરામાં કેટલાંક બંધનો હોવા ઘટે. કિન્તું એવા બંધનો ન હોવા જોઈએ જે માણસનું સુખચૈન હણી લે. યુગ બદલાય એમ કેટલીક બાબતોની છૂટ હોવી જોઈએ. સમાજથી અને દુનિયાથી ડરી જઈને પ્રેમલગ્નના તલાક આપીને સુરજ થોડોક હરખાયો. કિન્તુ એને ખબર નહોતી કે એ બાવાના બેય બગાડી બેઠો છે! એક હાથમાં આવેલું જરૂરી મોંઘોદાટ રતન ખોયું અને બીજું સમાજ અને દુનિયાની બદનામી લઇ બેઠો હતો. આબરૂના કાંકરા કરી બેઠો હતો. કહેવત છે ને કે જેનું ભાગ્ય વિફરે એનું બધુંય વિફરે. ...Read More

37

અધુરા અરમાનો-૩૭

કોઈ પણ વસ્તું યા વ્યક્તિને પામી લીધાના સુખ કરતા એને ખોઈ નાખ્યાનું દુ:ખ બહું જ વસમું હોય છે. અનેકોની અનેકવાર એવું બન્યું જ હોય છે કે મેળવી લીધા પછી એ વસ્તું વ્યક્તિની અસર ઓસરતી જાય છે પરંતું એ જ વસ્તું વ્યક્તિને ખોયા બાદ ઉમ્રભર શાયદ વીસરી શકાતી નથી. સ્હેંજમાં મળી જાય એની નહીં કિન્તું પળમાં ખોવાઈ જનારનું મૂલ્ય વધું હોય છે. સૂરજે માત્ર રમતવાતમાં પોતાની જીંદગીને- સેજલને ખોઈ નાખી પરંતું એનું દર્દ એના પછી અનુભવાયું. ઓ સુરજ, એકવાર તું આવી જા વિરહથી ક્ષણ ક્ષણ અકળાઉં છુ. ...Read More

38

અધુરા અરમાનો-૩૮

બે જીવ જ્યારે મળીને એકાકાર થઈ જાય અને એ એકમય બની ગયેલા જીવોને સંજોગો જ્યારે અળગા કરી દે થતી વિરહની વેદનાને જેને જાણી હોય, પામી હોય એ જ માણી શકે. કિન્તુ અત્યારની દુનિયામાં દિવાનાઓની દિવાનગીના વિયોગભર્યા દર્દને ભાગ્યે જ કોઈ જાણી શકે છે. વરસાદના વિયોગે તડપતા ચાતકની જેમ તડપી રહેલા સૂરજની હાલત કોઈથી જોઈ જાય એમ નહોતી. એક દિવસ જેલના મુખ્ય પોલીસ ઓફિસરની નજર કણસતાં સુરજ પર પડી. એમણે લાગણીસભર સાંત્વના આપીને સૂરજની વીતકકથા જાણી. પ્રેમના રંગોથી લથબથ થયેલી સૂરજ-સેજલની પ્રેમ કહાની સાંભળીને એ પોલીસ ઓફિસર લાગણીથી ગળગળો થઈ ગયો! સંસારના દિવ્ય પ્રેમની આવી હાલત! અને સૂરજને એની સેજલ જોડે પહોંચાડવાની હૈયાધારણા આપી. માનવતાના પુજારી એવા એ પોલીસ-ઑફિસરે આઠ દિવસથી જેલમાં પડેલા સૂરજને માત્ર બે દિવસમાં જ છોડાવીને અમેરિકા જવાની બંદોબસ્ત કરી આપી. સૂરજને જરૂરી વસ્તુઓ આપીને અમેરિકાના મુખ્ય સ્થળોની માહિતી સાથે એને અમેરિકા પહોંચાડી દીધો. ...Read More

39

અધુરા અરમાનો-૩૯

દર્દ, પીડા અને યાતનાઓથી ભાગી ગયેલું સૂરજનું શરીર અડધું પાણીમાં અને અડધુ કિનારે કાદવમાં શબવત પડી રહ્યું હતું. એના જળ બિલાડી નાચગાન કરીને વહી ગઈ. જળસાપ શરીરને વીંટળાઈને મજા માણી વહી ગયા. મોટી મોટી માછલીઓ એના શરીરને રમાડી ગઈ. છતાં સૂરજની હાલત મડદા પેઠેની બની રહી હતી. કુદરતની કેવી ક્રુરતા! સૂરજની કેવી ક્રુર દશા આત્મા શરીરમાં હોવા છતાં શરીર જડવત! સૂરજ સાથે કુદરતની કેવી ક્રૂર મજાક! મોજાઓ શાંત પડ્યા. પેલો મગલ સુરજના શરીર નજીક ચાલ્યો આવતો હતો. નજીક આવ્યો. આવીને એને સૂરજના શબશમાં શરીરને બે-ચાર વાર આમતેમ ઊથલાવ્યું. પણ કંઈ જ વળ્યું નહિ. આખરે કંટાળીને એણે સૂરજના શરીર પર પૂંછડીનો જોરદાર ફટકો માર્યો. ફટકાથી સૂરજ એવો તો ચિત્કારી ઉઠ્યો કે આખું જંગલ જાગી ગયું. ...Read More

40

અધુરા અરમાનો-૪૦

સુરજની હાલત જોઈને પરમપિતા પરમાત્માએ પ્રેમાળ ભાવે કહેવા માંડ્યું: હે વત્સ, સૂરજ! માણસનું સર્જન કરવામાં મને હજારો લાગ્યા. બીજા હજારો વર્ષ મે એનામાં માણસાઈનું ઘડતર કરવામાં કાઢ્યા! માણસાઈથી ભરેલો માણસ જ્યારે દેદીપ્યમાન થઈને દિપવા લાગ્યો ત્યારે મેં એને અવનીની વાત બતાવી. માણસે અવની પર નજર કરી. અને અન્ય જીવોની સ્થિતિ જોઈને મારી પાસે પાછો આવ્યો. મને આજીજી કરવા લાગ્યો, હે પૂજ્ય પરમપિતાશ્રી! અવની પર જઈને ટકવા માટે મને એક તત્વની કમી મહેસૂસ થાય છે. એ તત્વ એટલે પ્રેમ! પરમપિતાશ્રી મને પ્રેમ આપો. એ પ્રેમનું ઘડતર કરીને એ માણસમાં ભરતાં મને હજારો વર્ષ લાગી ગયા. પછી મેં માણસાઈ અને પ્રેમના અમૂલ્ય અલંકારોથી શણગારીને એ માણસને ધરતી પર મોકલ્યો! એ માણસે આજે ધરતી પર જઈને શું કર્યું જેને શણગારવા માટે થઈને હજારો વર્ષ વિતાવી નાખ્યા છે આજે સહેજે એ તત્વોને લીલે લાકડે દઈ બેઠો છે! આટલું બોલતા એની આંખમાંથી આંસુના મોતી પડ્યા. ...Read More