ખીચડી આયુર્વેદિક ડાયેટ છે. અર્થાત્ બીમાર માટે વધારે સારી રહે છે. ખીચડી એ પચવામાં હલકો અને રાંધવામાં સરળ ખોરાક છે. ભારતના લોકોમાં ખીચડી સ્વાસ્થ્ય માટે લાભદાયી ભોજન ગણાય છે. ડોક્ટરો પણ એમના દર્દીઓને જરૂર લાગે તો ભોજનમાં ખીચડી ખાવાની સલાહ આપતા હોય છે. દૂધની જેમ ખીચડીને પણ સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેમાં કાર્બૉહાઇડ્રેટ અને પ્રૉટીનનું સારું સંતુલન હોય છે. ખીચડીમાં મગની દાળ વપરાય છે જેમાં વિટામીન સી, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, પૉટેશિયમ અને ફૉસ્ફરસ હોય છે. વધુમાં તેમાં ૧૦ જરૂરી એમિનો એસિડ હોય છે જે પ્રૉટીનનો સંપૂર્ણ સ્રોત છે. ગરમાગરમ ખીચડીમાં ગાયનું ઘી નાખીને ખાવું હિતકારી છે. આ ખીચડીમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે. એક જ પ્રકારની ખીચડી ખાઇને કંટાળેલા લોકો માટે જુદી જુદી ખીચડીની રીત રજૂ કરી છે.
New Episodes : : Every Wednesday
વિવિધ ખીચડી
ખીચડી આયુર્વેદિક ડાયેટ છે. અર્થાત્ બીમાર માટે વધારે સારી રહે છે. ખીચડી એ પચવામાં હલકો અને રાંધવામાં સરળ ખોરાક ભારતના લોકોમાં ખીચડી સ્વાસ્થ્ય માટે લાભદાયી ભોજન ગણાય છે. ડોક્ટરો પણ એમના દર્દીઓને જરૂર લાગે તો ભોજનમાં ખીચડી ખાવાની સલાહ આપતા હોય છે. દૂધની જેમ ખીચડીને પણ સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેમાં કાર્બૉહાઇડ્રેટ અને પ્રૉટીનનું સારું સંતુલન હોય છે. ખીચડીમાં મગની દાળ વપરાય છે જેમાં વિટામીન સી, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, પૉટેશિયમ અને ફૉસ્ફરસ હોય છે. વધુમાં તેમાં ૧૦ જરૂરી એમિનો એસિડ હોય છે જે પ્રૉટીનનો સંપૂર્ણ સ્રોત છે. ગરમાગરમ ખીચડીમાં ગાયનું ઘી નાખીને ખાવું હિતકારી છે. આ ખીચડીમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે. એક જ પ્રકારની ખીચડી ખાઇને કંટાળેલા લોકો માટે જુદી જુદી ખીચડીની રીત રજૂ કરી છે. ...Read More
વિવિધ ખીચડી ૨
વિવિધ ખીચડીના પ્રથમ ભાગમાં આપણે શાકભાજી ખીચડી , દહીં-મગ દાળની ખીચડી, દાળ ખિચડી, મસૂર – પાલકની ખીચડી, હાંડી ખીચડી સાબુદાણાની ખીચડીની મજા માણી હતી. આપના તરફથી ખૂબ સરસ પ્રતિભાવ મળતાં બીજી નવીન અને પૌષ્ટિક ખીચડીઓ આપના માટે ખાસ શોધી લાવી છું. જેમકે, બંગાળી સ્ટાઈલની ખીચડી, સ્વામિનારાયણ ખીચડી વિગેરે. તો આરોગ્યને લાભકારી બની રહે એવી વજન ઘટાડવા માટે મગ-સોયાની ખિચડી, હૃદયરોગી માટે મગ- ફાડાની ખિચડી, ડાયાબિટીક માટે ખિચડી પણ છે.ખીચડી એક સંપૂર્ણ ભોજન છે. પેટને આરામ આપવા અને પાચનક્રિયાને સુધારવા માટે ખીચડીથી વધુ સારી કઇ ચીજ હોઇ શકે આયુર્વેદમાં શરીરના ડિટોક્સિફિકેશન માટે ખીચડીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ...Read More
વિવિધ ખીચડી - ૩
વિવિધ ખીચડી- મિતલ ઠક્કરભાગ-૩વિવિધ ખીચડીના પ્રથમ ભાગમાં આપણે શાકભાજી ખીચડી, દહીં-મગ દાળની ખીચડી, દાળ ખિચડી, મસૂર–પાલકની ખીચડી, હાંડી ખીચડી સાબુદાણાની ખીચડીની મજા માણી હતી. બીજા ભાગમાં બંગાળી સ્ટાઈલની ખીચડી, સ્વામિનારાયણ ખીચડી વિગેરે. તો આરોગ્યને લાભકારી બની રહે એવી વજન ઘટાડવા માટે મગ-સોયાની ખિચડી, હૃદયરોગી માટે મગ-ફાડાની ખિચડી, ડાયાબિટીક માટે ખિચડી પણ હતી.મુગલોના સમયથી ખીચડીનો ઉપયોગ ચાલ્યો આવે છે. અમીર-ગરીબ તમામ લોકો ખીચડી ખાય છે. આપણે ત્યાં લોકોમાં એવી માન્યતા થઇ ગઈ છે કે ખીચડી એ તો માંદા માણસનો ખોરાક છે. પેટ બગડ્યું હોય કે તાવ આવ્યો હોય ત્યારે જ ખવાય. પરંતુ હકીકતમાં ખીચડી એ તો માંદા ન પડવા માટેનો ખોરાક છે. વિવિધ પ્રકારની ખીચડી ...Read More