વૈશ્યાલય

(1k)
  • 220.2k
  • 110
  • 116k

વૈસ્યાલય જવાનીમાં પગ રાખ્યો હતો એના માન્ડ બે ત્રણ વર્ષ થયાં હતાં, થોડું ગઠિલુ શરીર, સાડા પાંચ ફૂટ જેટલી ઊંચાય, ચહેરા પર મર્દાનગી આવી હોય એમ બરછટ મુચ્છ, ઘેરાવદાર દાઢી, એક નવી જ દુનિયાને પામવા નીકળી ગયેલા કોઈ ઉત્સુક પ્રવાસી જેવો અંશ. પોતાનું ધાર્યું જ કરતો, જવાની ઉછાળા મારી રહી હતી એ પણ મૂળ કારણમાં હતું. શહેરના મધ્યમ વર્ગમાં જન્મેલો અંશ શહેરના લોકોના જીવનને જોવાની એના પર અભ્યાસ કરવાની એના અનુભવ લખવાની કે પછી એ તમામ બાબત મહેસુસ કરવાની ટેવ ધરાવતો હતો. અને આ એનો એક શોખ બની ગયો.

New Episodes : : Every Friday

1

વૈશ્યાલય

વૈસ્યાલય જવાનીમાં પગ રાખ્યો હતો એના માન્ડ બે ત્રણ વર્ષ થયાં હતાં, થોડું ગઠિલુ શરીર, સાડા પાંચ ફૂટ જેટલી ઊંચાય, ચહેરા પર મર્દાનગી આવી હોય એમ બરછટ મુચ્છ, ઘેરાવદાર દાઢી, એક નવી જ દુનિયાને પામવા નીકળી ગયેલા કોઈ ઉત્સુક પ્રવાસી જેવો અંશ. પોતાનું ધાર્યું જ કરતો, જવાની ઉછાળા મારી રહી હતી એ પણ મૂળ કારણમાં હતું. શહેરના મધ્યમ વર્ગમાં જન્મેલો અંશ શહેરના લોકોના જીવનને જોવાની એના પર અભ્યાસ કરવાની એના અનુભવ લખવાની કે પછી એ તમામ બાબત મહેસુસ કરવાની ટેવ ધરાવતો હતો. અને આ એનો એક શોખ બની ગયો. ...Read More

2

વૈશ્યાલય - 2

ભરત: અબે ફટુ, એ જગ્યા જ એવી છે જ્યાં માણસ ઓળખાય જાય છે. એટલે તારે ત્યાં જવું જોઈએ, તારે લોકોના જીવનની કહાની સાંભળવી જોઈએ, એ લોકોની મજબૂરી જાણવી જોઈએ....અંશ: હા, હું ત્યાં જવું તો કઈ થશે તો નહીં ને, તું પણ કોઈને કહેતો નહિ કે હું એ વિસ્તારમાં જવું છું હો, નહિતર ઓલો જીગર તો મારી મસ્તી જ ઉડાવ્યા કરશે, અને એને તો ભાન છે નહીં એ તો તને ખબર છે જ....ભરત: તું ચિંતા ન કર એ વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલ મારો મિત્ર જ છે, એટલે કોઈ છાપાની ચિંતા ન કરતો. બાકી કોઈ પ્રોબ્લેમ થાય તો મને કોલ કરજે ...Read More

3

વૈશ્યાલય - 3

આટલા શબ્દ સાંભળ્યા અને અંશ તો રીતસર ધ્રુજવા લાગ્યો હતો. એને કઈ જ સમજાતું ન હતું. મગજ જ બ્લોક ગયું હતું. એ ફટાફટ રેમા માંથી બહાર નીકળી ગયો, દિલના ધબકારા વધી ગયા, પરસેવે રેબઝેબ થઈ ગયો. બીજી ગણિકા પણ અંશને આવી રીતે જતા જતા જોઈ રહી હતી અને ખડખડાટ હસી રહી હતી. અંશનું ધ્યાન માત્ર વિસ્તાર માંથી ઝડપી બહાર નીકળવા પર જ હતું. બહાર આવી થોડો રાહતનો શ્વાસ લીધો અને સીધો રીક્ષા કરી ઘરે જવા રવાના થઈ ગયો. એનું મગજ ખરડાયેલ હતું, એ અસ્વસ્થ થઈ ગયો ...Read More

4

વૈશ્યાલય - 4

અંશ: બીજું કશું નહીં કરે ને ...એટલે કે બબાલ તો નહીં કરે ને...?ભરત: યાર એ એનો ધંધો છે , પર કોઈ થોડી બબાલ કરે....અંશ: પણ યાર એ લોકોનો વર્તાવ જોઈ ખરેખર ડર લાગે છે. ભરત એને હિંમત આપતો હોય એમ કહેવા લાગ્યો, " જો બકા જીવનમાં આગળ વધવું હોઈ તો તમામ પડાવ સામે લડવું પડશે, જો તું ખુદ થી અને મનથી હારી જોઇશ તો તારું અસ્તિત્વ ભૂંસાઈ જશે, ક્યારેય તું આગળ નહિ આવી શકે. હું તારી સાથે આવીશ મેં તને કહ્યું ને. હવે તો થોડો મર્દ બની જા, કે પછી પેલી કહેતી હતી એમ નપુંસક જ રહેવું છે."બન્ને મિત્રો મજાકિયું ...Read More

5

વૈશ્યાલય - 5

ચહેરા પર થોડું આછું સ્મિત ધારણ કરી એ વૃદ્ધ સ્ત્રી જોઈ રહી આ બન્ને યુવાનને, મનમાં જ બોલવા લાગી, ક્યાં આ શરીરમાં તમારી વાસના સંતોષવા માટે તાકાત રહી છે, મારી મસ્ત જુવાની તો શહેરના શાહુકારોએ ચૂસી લીધી છે." પછી જાગૃત થતા એ સ્ત્રી બોલી, "હા, પૂછો જે પૂછવું હોઈ એ." આટલું બોલતા પણ એને તકલીફ થતી હતી. કદાચ વર્ષો પછી એની પાસે કોઈ યુવાન આવ્યો હતો, કોઈ યુવાને એને કઈક પૂછવાની અધીરાઈ રાખી હતી. અંશે ખુદ પર કાબુ રાખી, સ્પષ્ટ શબ્દોમાં અને ભાવના સાથે પૂછી નાખ્યું, " તમે આ જગ્યા પર કઈ રીતે આવ્યા? કહેવાનો મતલબ કે તમે શોખથી આવ્યા ...Read More

6

વૈશ્યાલય - 6

"લગભગ હું 12 વર્ષની હતી, મારી માં સાથે હું બીજાના ઘરના કામ કરવા જતી હતી. એક નાનું ઘર હતું બહાર એક જગ્યા છે જ્યાં અમારા જેવા અનેક ગરીબ અને દરિદ્ર લોકો પોતાના ઝુંપડા જેવા કાચા મકાનોમાં રહેતા હતા. પહેરવા માટે પૂરતા કપડાં પણ નથી હોતા, માન્ડ જમવાનું મહેનત કરીને પૂરું કરતા હતા. શહેરની અંદર ઊંચી ઇમારતોમાં રાતે ઝગમગતી લાઈટો જોઈ મનમાં વિચારો આવતા, અમારે પણ આવું ઊંચું ઘર હોઈ તો..? હું મમ્મી જોડે બીજાના ઘર કામ કરવાની જગ્યા એ અત્યારે કોઈ સારી નિશાળમાં ભણી રહી હોત, મારી જરૂરિયાત પૂરી થતી હોત, મને પણ ફેશનેબલ કપડાં પહેરવા મળેત. ...Read More

7

વૈશ્યાલય - 7

દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. જીવન એક યંત્રની માફક બની ગયું હતું. ખાવું, પીવું, કામ કરવું અને તહેવારો ઝૂંપડીમાં કેવા? પુરુષો કોઈપણ તહેવાર હોઈ શરાબ પી બેફામ ગાળો બોલતા. ઘણીવાર વિચાર આવ્યો કે સારું છે અમારા ઘરમાં કોઈ પુરુષ નથી નહિતર એ પણ અમારી કમાઈના પૈસાના દારૂ પી અમને જ ગાળો આપેત. ઘણીવાર નશાની હાલતમાં પુરુષો પોતાના છોકરા અને બૈરાંને મારતા મેં જોયા છે. શરાબ માટે ઝઘડો કરી પૈસા લઈ જતા. પુરા ટુન થઈને ગટરમાં ભૂંડની જેમ પડી રહેતા પુરુષો કરતા ઘરમાં પુરુષો વગરના જ સારા. હું ...Read More

8

વૈશ્યાલય - 8

સાંજ થઈ અને હું ઘર તરફ જવા નીકળતી હતી. બધું કામ પૂરું થઈ ગયું હતું. શેઠાણી પાસે રજા લેવા એની સખીઓ સાથે એ બેઠી હતી, પન્નાની રમત ચાલી રહી હતી. એક એક શબ્દ ખૂબ જ ચિપીને બોલતી હતી. એમનો મૂડ જરાક મને સારો લાગ્યો, મેં રજા માંગી અને કોઈપણ પ્રકારના લેક્ચર વગર એમને મને રજા આપી પણ દીધી. દિવસો પસાર થતા ગયા. ખાલી પ્રવાહીના કારણે મારી માઁના શરીરમાં અશક્તિ આવતી હોય એમ લાગતું હતું. એક સાંજની વાત છે. હું જ્યારે કામ કરી આવી અને સીધી માઁની પથારી પાસે ...Read More

9

વૈશ્યાલય - 9

એ વૃદ્ધ સ્ત્રી પોતાના અતીતમાં ખોવાય ગયેલ હતી. એ જે જીવી છે એનું શબ્દોમાં વર્ણન કરતી જતી હતી. સામે યુવાન બેઠા છે એનું ભી એને ભાન રહ્યું ન હતું. માતાની વાત આવી અને એની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં અશ્રુ આવી ગયા હતા. અંશ અને ભરત એને સાંભળી રહ્યા હતા. એના શબ્દો સાથે એની વસ્તીમાં, એની ઝૂંપડીમાં, એના કામ કરવાના ઘરોમાં પ્રવાસ કરી રહ્યા હતા. આગળ શું થયું એ જાણવાની અનેક તાલાવેલી બન્નેમાં રહી હતી. જીવનના તમામ સમયમાં પસાર થઈને બેઠેલી વૃદ્ધ સ્ત્રી પરાઈ લાગી રહી ...Read More

10

વૈશ્યાલય - 10

અંશે પોતાની સોસાયટીમાં પગલાં ભરવાના ચાલ્યું કર્યા. એ વિચાર શૂન્ય હતો. આજુબાજુના દ્રશ્યો જોતો ધીરે ધીરે ચાલી રહ્યો હતો. રિસર્ચનું કામ હતું, એ કામમાં આટલી લાગણીશીલતા કેમ આવી? શુ એ વૃદ્ધા સાચી હશે કે પછી એક માત્ર કહાની બનાવી પોતાનો લૂંલો બચાવ કરતી હશે? અરે એ બચાવ કેમ કરે? એ તો હવે વૈશ્યાવૃત્તિના કામ માંથી નિવૃત થઈ ગઈ છે. હવે એને શુ ફેર પડે એ ખોટું બોલે કે સાચું બોલે અને મારું કામ તો ફક્ત એ લોકો કઈ રીતે જીવન જીવે છે એના પરનું છે તો હું એના ભૂતકાળમાં કેમ ડોક્યુ કરી શકું? મારે એના ભૂતકાળ સાથે કશું લેવાદેવા ...Read More

11

વૈશ્યાલય - 11

અંશ પોતાના ઘરમાં પગ મુકતાની સાથે જ એની મમ્મી એ ભાષણ ચાલુ કરી નાખ્યું, "તને સમયનું કઈ ભાન છે નહીં, જ્યારે જુવો ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં રખડતો જ હોઈ છે." અંશ: મમ્મી હું રખડતો નથી રિસર્ચ કરું છું, જે રિસર્ચ ભવિષ્યમાં ગરીબ અને શ્રીમંત વચ્ચેનો ફાસલો ઓછો કરવામાં કામ આવશે. જે થિયરી હું સાબિત કરીશ એ થિયરી પર આવનાર સરકારને કામ કરવું પડશે જોજે તું તારો આ દીકરો પરિવારનું નામ ઉજ્જવળ કરવાનો છે.મમ્મી: હા ભાઈ હા, તું તો બીજાનું જ ધ્યાન રાખજે, ઘરે પોતાની મા એકલી હોઈ એનું કશું વિચારવાનું જ નહીં. અને મેં તને કેટલા ફોન કર્યા એ ...Read More

12

વૈશ્યાલય - 12

સવાર થઈ ગઈ, સૂરજ પોતાના કુણા કિરણો ધરતી પર પ્રકાશિત કરી ધરતીની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. હરેકના જીવનનો દિવસ પૂરો થઈ ચૂક્યો હતો. જીવનમાં એની કોઈ અસર દેખાતી ન હતી. બધા પોતાના રોજિંદા કામમાં જ લાગી જતા હતા. આકાશ બે ચાર પક્ષીઓ થી ભરેલું લાગતું હતું. માણસની ઉન્નતિની કદાચ આ જ નિશાની હશે કે પક્ષીઓને ઉડવા લાયક આકાશ પણ નથી છોડ્યું. મોબાઈલ ટાવરમાંથી નીકળતા કિરણો એ નિર્દોષ પક્ષી પર પ્રહાર કરી રહ્યા હતા. આ તો શહેર હતું, અહીં ક્યાં ગામડા જેવી દયા, ભાવના અને કરુણા? અહીં તો બસ ખુદ થી જ મતલબ હોઈ છે. વલોણાના અવાજ ને બદલે ...Read More

13

વૈશ્યાલય - 13

અંશ અને ભરત વૃદ્ધાને નમસ્તે કહી આદરભાવથી ઉભા રહ્યા. વૃદ્ધાએ એની તરફ નજર કરી થોડીવાર એમ જ જોઈ રહી. તમે આવી ગયા બન્ને, મને એમ હતું કે તમે નહિ આવો." થોડું સ્મિત કરી હુક્કાનો કસ લીધો અને નાની બાળકીને કહ્યું કે, "જા અંદર જઈ ચમેલીને કહે બે ખુરશી લઈ આવે." બાળકી અંદર જતી રહી. વાતાવરણ શાંત હતું. કોઈ જ બોલતું ન હતું. ત્રણે વચ્ચે મૌન હતું. માત્ર હુક્કાનો અવાજ આવતો હતો. ત્યાં જ અંદર થી ચમેલી બે ખુરશી લઈને આવી. ફરી ભરત એના લટકા, ઉભરતા વક્ષ, ગુલાબી હોઠ, કાજલ કરેલી કામણગારી આંખો પર મોહિત થઈ ગયો. મનમાં જ વિ ...Read More

14

વૈશ્યાલય - 14

આગળ ચમેલી ચાલતી હતી અને પાછળ અંશ ને ભરત ધીરે ધીરે પગલાં ભરી રહ્યા હતા. જાણે કોઈ રહસ્યમય જગ્યાની કરતા હોય એવી બન્ને ને ભ્રાતી થતી હતી. સામાન્ય દુનિયાથી કઈક અલગ જગ્યા પર એ લોકો આવી ચૂક્યા હતા. જીવનની કહાનીઓ અહીંયા બદલાઈ રહી હોય અને પોતે મૌન બની ચાલ્યા જતા હોય એવું લાગી રહ્યું હતું. ચમેલીને તો આ જગ્યા પર રોજનું થયું હતું. કદાચ જીવનના અંતિમ શ્વાસ પણ તેને આ જગ્યા પર જ લેવાના હતા. અંદર જતા ચાર રૂમ હતા. ચારેયના દરવાજા ખુલ્લા હતા. અંદર થી પરફ્યુમ અને અત્તરની ખુશ્બુ આવી રહી હતી. દીવાલો પર અદ્ભૂત ચિત્રો દોરેલા હતા. ...Read More

15

વૈશ્યાલય - 15

ભરત અને અંશ ત્યાં બેસી ગયા. ચમેલી જતી રહી હતી. એક દર્દનાક ઘટનાના સાક્ષી બન્યા હોઈ એવી ભયભીતતા બન્નેના પર છવાઈ ગઈ હતી. આઝાદ ભારતની જુલ્મ સહેતી નારીઓ આમ જ ચહેરા પર હાસ્ય સજાવી પોતાના દર્દને ઢાંકી દેતી હોઈ છે. વૈશ્યાલયના નિર્માણ આજના નથી અનેક સદીઓ થી ચાલ્યા આવે છે. ધનવાનો અને રાજા ની વાસના સંતોષવા અનેક નારીઓ આ દલદલમાં ગરકાવ થઈ ગઈ છે. અને જે નારીઓમાં હિંમત હતી એ મોતને ભેટી પોતાની આબરૂ અને ઈજ્જત પર દાગ નથી લાગવા દીધો. એકવીસમી સદીની શરૂઆત થઈ ચૂકી છે. પણ નારીઓને હજુ પણ અમુક સમાજમાં આઝાદી નથી મળી, એમના નારીત્વને પગ ...Read More

16

વૈશ્યાલય - 16

મનમાં અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા, થોડીક ધ્રુજારી પણ શરીરમાં આવી ગઈ હતી. મનમાં જ બોલવા લાગી કે,"કઈક ચોરી નો તો નહીં હોય ને..? જો એવું હોય તો આરોપ મારા પર આવે. મારા જેવા નાના માણસ પર જ આંગળી ચીંધવામાં આવે." મેં થોડુંક અચકાયને પોલીસવાળા ભાઈ ને પૂછ્યું, " હે, સાહેબ શુ થયું છે...?" પેલો મારી સામે જોતો રહ્યો. પછી કહ્યું ," તારે શુ કામ છે...? અંદર તપાસ ચાલુ છે ને.... મોટા સાહેબ બહાર આવશે એટલે ખબર પડી જશે...?" એનો અવાજ કડક હતો સખ્તાઈપણું હરેક શબ્દમાં હતું." મેં આગળ વાત કરવાનો પ્રયાસ કર્યો, "સાહેબ ચોરી નું તો કઈ નથી ને...?" ...Read More

17

વૈશ્યાલય - 17

બસ એ દિવસ વિચારોમાં જ પસાર થઈ ગયો. ધનિક લોકોની ખાનગી વાતો કે એમના કાંડો દબાઈ જતા હોય છે. માણસની કપરી સ્થિતિનો તમાશો થઈ જાય છે. મેં કપરી સ્થિતિ જોઈ છે, જ્યાં કહેવાતો ધર્મ ખૂબ ટૂંકો થઈ જાય છે. માણસ ખુદનું અસ્થિત્વ ટકાવવા અનેક સંઘર્ષ કરે છે ત્યાં ધર્મની વાત કરવી વ્યર્થ છે. મેં ભગવાન પાસે દિવા બત્તી નહોતા કર્યા. કારણ કે હું એનાથી દૂર જઈ રહી હતી. ગરીબોનું અસ્થિત્વ માત્ર એમની મહેનત પર આધારિત હોય છે નહીં કે પ્રભુની કૃપા પર, પ્રભુની કૃપા માત્ર એ શાહુકારો માટે છે, જે માણસ ગરીબીને લૂંટી નામના માટે મંદિરોમાં કરોડો પુરીના દાન ...Read More

18

વૈશ્યાલય - 18

ભવ્યએ અકસ્માત કર્યો એ વાતની તો ખબર પડી ગઈ પણ સાથે થયું શુ એ જાણવાની ઈચ્છા પર ખૂબ તીવ્ર રસ્તો કઈ રીતે કપાય ગયો ખબર જ ન પડી. ઘરે આવી. મારી માઁ સૂતી હતી. મેં કહ્યું, " આપણા શેઠ છે ને તેનો દીકરો વિદેશ થી આવ્યો છે. પરમ દિવસ રાતે એને અકસ્માત કર્યો હતો તો પોલીસ આવી હતી. મને ખુબ ડર લાગ્યો કે કઈ ચોરીનું તો નહીં હોય ને પછી નિરાંત થઈ કે એવું કશું નથી.. માઁ તું સાંભળે છે ને.....? કે પછી સૂતી છે...?" હું એની નજુક ગઈ, માથા પરથી ઓઢેલી ચાદર મેં સરકાવી, મારી મોટે થી ચીસ ...Read More

19

વૈશ્યાલય - 19

અંશ પહેલો માણસ હતો જે રોમામાંથી દર્દ, ગમ અને આંસુ લઈને ઘરે ગયો હતો. એક મજૂરી કરતી છોકરી માંથી ગણિકા બનવાની કહાની પોતાના રિસર્ચ બહારનો વિષય હતો. છતા પણ તે સાંભળતો રહ્યો, એ ઘટનાનો સાક્ષી હોઈ એમ એ ઘટનાને જાણે નજર સામે જોતો રહ્યો. બધા વિચાર માંથી બહાર નીકળવા માટે એ ટીવીની સામે બેસી ગયો હતો. ચેનલો બદલાતો રહ્યો, એક ચેનલ પર અટકી ગયો, અમિતાભ નું મુવી ચાલી રહ્યું હતું. મુકદર કા સિકંદર. રેખા ઘૂંઘરૂં પહેરી નાચી રહી હતી અને અમિતાભ શરાબના જામ પી રહ્યો હતો. "સલામ-એ-ઇશ્ક મેરી જા..." કવાલી કાનના પડદા ફાડે એમ અંશના મગજમાં ઘા કરી હતી. વાવાઝોડા ...Read More

20

વૈશ્યાલય - 20

ચા પી અંશ બાઇક લઈ નીકળી પડ્યો. મુખ્ય રસ્તા પર આવી બાઇક સાઈડમાં રાખી અંશે કિંજલ ને કોલ કર્યો. કિંજલ કોલ ઉઠાવતી ન હતી... એક રિંગ... બે રિંગ... ત્રણ...રિંગ... સાત આઠ કોલ કર્યા છતાં કોલ રિસીવ ન થયો. થોડો ઉદાસ થઈ બાઇક પર નીચું મોઢું કરી બેઠો હતો ત્યાં પાછળથી પોતાની પીઠ પર કોઈનો હુંફાળો સ્પર્શ મહેસુસ કર્યો. પાછળ ફરીને જોયું તો કિંજલ હતી... શુ કમાલની લાગતી હતી એ. ખુલ્લા વાળ, થોડું લંબગોળ વદન, ફેન્સી ચશ્મા કોઈ જ પાઉડર કે લિપસ્ટિક નહિ. છતાં પણ ઘઉંવર્ણ ચહેરો ચમકી રહ્યો હતો. થોડું લુઝ ફૂલ બાય યલ્લો કલર ટીશર્ટ અને બ્લ્યુ શોર્ટ, ...Read More

21

વૈશ્યાલય - 21

બાઈક ને પાર્ક કરી બન્ને દરિયાના કિનારા તરફ એકબીજાના હાથમા હાથ લઇ ધીરે પગલે ચાલતા થયા. શહેરના ઘણા લોકો સાંજનો દરિયાનો નજારો જીવા આવ્યા હતા. ખાણીપીણી વાળા પણ ટેન્ટ લગાવી પોતાની રોજગારી મેળવતા હતા. અગાધ પાણી સામે હોવા છતાં નાના બાળકો પાણી ની ડોલમાં પાણીની બોટલો વેચવા માટે બૂમો પાડી રહ્યા હતા. એક ફાટેક કપડાં વાળો ભિખારી હરેક માણસ પાસે લાંબો હાથ કરી માંગી રહ્યો હતો. બાળકોના માતાપિતા બાળક દરિયામાં દૂર જતું ન રહે એ માટે હાથ પકડી કિનારા પર આવતી લહેરોમાં ભીંજાય કુદરતના હિલોળાનો આનંદ લઇ રહ્યા હતા. દૂર દૂર સુધી પાણીનો અગાધ ભંડાર દેખાય રહ્યો હતો. ત્યાં ...Read More

22

વૈશ્યાલય - 22

પવનમાં ઠંડકની સાથે ભેજ પણ હતો. સડક પર બે લાઈટો ચાલુ હતી જે નાસ્તાવાળા અને ચા વાળાની હતી. રાત એમ વસ્તુના ભાવ વધતા જતા. દરિયાના પાણીમાં ચમક હતી. ગાંડી ગીરમાં જેમ સાવજ ડકણ દે એવી રીતે દરિયાનો અવાજ સંભળાય રહ્યો હતો. અંશે કિંજલના ખંભા પર હાથ રાખ્યો. કિંજલે પોતાનું માથું અંશના ખંભા પર રાખી આંખો બંધ કરી દીધી. હાથમા હાથ લઈ બન્ને બેસી રહ્યા. બન્ને વચ્ચે શબ્દો નહતા. સ્પર્શની ભાષા હતી. એ ભાષા ત્રણ વ્યક્તિ જ સમજી શકતા હતા. અંશ અને કિંજલના મમ્મી પપ્પા. કંઈક કહેવા માંગતી હતી કિંજલ પણ શરૂઆત ક્યાંથી કરવી એની ખબર નહોતી. એવું નહોતું કે ...Read More

23

વૈશ્યાલય - 23

પુરી રાતના જાગરણ પછી અંશ બીજે દિવસે બપોરે ઉઠ્યો. નાહી ફ્રેશ થઇ. ગરમા ગરમા ભોજન ગ્રહણ કરી પોતાની બેગ ઘરની બહાર નીકળ્યો. "મમ્મી આજ થોડું સાંજે મોડું થઇ જશે સો ચિંતા ન કરતી." અંશના ચહેરા પર એક શુકુન હતું. ઘણા સમયનો માનસિક અને શારીરિક જાણે એક રાતમાં જ ઉતરી ગયો હતો. અંશને પહેલીવાર લાગ્યું કે પુરી રાત માત્ર થોડી ક્ષણોની જ બની ગઈ હતી. કિંજલ સાથે વિતાવેલ ગઈ રાતની હરેક ક્ષણો અંશમાં તાજગી નો સંચાર કરતી હતી. તેને ભરતને કોલ લગાવ્યો. ત્રણ ચાર કોશિશ કરી પણ ભરત કોઈ કામમાં હસે તેથી કોલ રિસીવ કરી શક્યો નહીં. પછી નક્કી કર્યું ...Read More

24

વૈશ્યાલય - 24

અંશ જેવો વૃદ્ધાના કોઠા પર ગયો સામેથી એક મૂછડ આવતો દેખાયો. અંશને જોઈ મોઢું ફેરવી સ્પીડમાં અંશની બાજુમાંથી પસાર ગયો. વૃદ્ધા રોજની માફક આજે પણ એ જ જગ્યા પર બેઠી હતી. એક વૈશ્યાના દેહ પરથી સુંદરતા લુપ્ત થઈ જાય એ પછી ગ્રાહક મળતા નથી અને એ જગ્યા પર રહીને જ એ નિવૃત થઈ જતી હોઈ છે. "અરે આજે તો તુ ખુબ મોડો આવ્યો, તારો મિત્ર નથી આવ્યો કે શું..." વૃદ્ધા એ અંશને આવકાર આપ્યો..."ના, આજે એ નથી આવ્યો... તમને કેમ છે..?"ઔપચારિકતા દાખવતા અંશે પૂછી લીધું."જેવા કાલે હતા એવા આજે છીએ, બસ ખુશી એ વાતની છે કે એક દિવસ જીવનનો ...Read More