અન્યાય

(3.1k)
  • 136k
  • 230
  • 65.3k

તેઓ કુલ ચાર જણા હતા. (૧) શશીકાંત...! ઉંમર આશરે સાડત્રીસ વર્ષ! દેખાવ એકદમ ઉજળો...! (૨) બિહારી...! ઉંમર આશરે પાંત્રીસ! શરીરનો રંગ સ્હેજ ઘઉંવર્ણો ! (3) સંતોષકુમાર...! ઉંમર આશરે તેંત્રીસ વર્ષ! એના ચ્હેરા ઓપર સીળીના ચાઠા હતા ! (૪) અજય...! ઉંમર આશરે આડત્રીસ વર્ષ! રાઠોડી બાંધો, સાડા પાંચ ફૂટની ઉંચાઈ, ગોરોચીતો ચ્હેરો! એની આંખો ભૂરી હતી. ઉપરોક્ત ચારે ય જીગરજાન મિત્રો હતા.

Full Novel

1

અન્યાય - 1

તેઓ કુલ ચાર જણા હતા. (૧) શશીકાંત...! ઉંમર આશરે સાડત્રીસ વર્ષ! દેખાવ એકદમ ઉજળો...! (૨) બિહારી...! ઉંમર આશરે પાંત્રીસ! શરીરનો રંગ ઘઉંવર્ણો ! (3) સંતોષકુમાર...! ઉંમર આશરે તેંત્રીસ વર્ષ! એના ચ્હેરા ઓપર સીળીના ચાઠા હતા ! (૪) અજય...! ઉંમર આશરે આડત્રીસ વર્ષ! રાઠોડી બાંધો, સાડા પાંચ ફૂટની ઉંચાઈ, ગોરોચીતો ચ્હેરો! એની આંખો ભૂરી હતી. ઉપરોક્ત ચારે ય જીગરજાન મિત્રો હતા. ...Read More

2

અન્યાય - 2

મુંબઈથી હાપા જતો સૌરાષ્ટ્ર મેઈલ બરાબર દસને વીસ મિનિટે રાજકોટના પ્લેટફોર્મ પર આવીને ઊભો રહ્યો. ફર્સ્ટ ક્લાસના કંપાર્ટમેન્ટમાંથી અન્ય મુસાફરોની આધેડ વયના, ગર્ભશ્રીમંત દેખાતા ચાર માણસો પણ ઉતર્યા. કહેવાની જરૂર નથી કે આ ચારે ય બીજું કોઈ નહીં પણ શશીકાંત, બિહારી, અજય અને સંતોષકુમાર જ હતા.ચારેયના હાથમાં જુદા રંગની સૂટકેસો જકડાયેલી હતી. જાણે ઓળખતા જ નથી એ રીતે આગળ વધી, ગેટ પર ઉભેલાં ટિકિટ ચેકરને ટિકિટ આપીને તેઓભર નીકળીને સ્ટેશનના કંપાઉન્ડમાં આવ્યા. અજય એ ત્રણેયને એક તરફ લઇ ગયો. ...Read More

3

અન્યાય - 3

‘દોસ્તો...’ અજય, એ ત્રણેય સામે જોઈ, ગળું ખંખેરીને બોલ્યો, ‘તમને જાણીને આનંદ થશે કે દસ લાખની વીશીમાં મારું નામ ગયું છે. ગઈ કાલે તેનો પહેલો હપ્તો હતો, પરંતુ મેં જાણે મને કંઈ પડી જ ન હોય અને માત્ર કમાણી ખાતર જ નામ લખાવ્યું હોય એ રીતે બોલીમાં ભાગ જ નહોતો લીધો. આ વીશીના સંચાલકનું નામ ભુજંગીલાલ છે. દસ લાખની આ વીશી પહેલા જ હપ્તે છ લાખ ઓછામાં એક માણસે ઉપાડી લીધી છે. એના હાથમાં ચાર લાખ રૂપિયા આવ્યા છે. ...Read More

4

અન્યાય - 4

ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. દિવસો મહિનામાં અબે મહિનાઓ વર્ષમાં પલટાવા લાગ્યા. ચારેય ઠગરાજો રાજકોટથી મુંબઈ અને મુંબઈથી વિશાળગઢ આવીને થયા હતા. ચારેયની દોસ્તી હજુ પણ અખંડ હતી. તેઓ પોતાના અસલી રૂપમાં આવી ગયા હતા. સીત્તેર લાખ રૂપિયા ભેગા કરવામાં મુખ્ય ફાળો અજયનો હોવાથી તેમને બીઝનેસનું નામ પણ એજ રાખ્યું. અજય સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ...! ચારેય આ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર હતા. આજે તો તેમની પાસે ગણ્યા ગણાય નહીં એટલા પૈસા ભેગા થઈ ગયા હતા. ...Read More

5

અન્યાય - 5

ડીલક્સ હોટલનો નીચેનો કોમન હોલ ગ્રાહકોથી ચિક્કાર હતો. રવિવાર-સહેલાણીઓનો, આરામનો-મોજ-મસ્તીનો દિવસ! સાંજના સાત વાગી ગયા હતા. હોટલનો લાંબો-પહોળો, અને વિશાળ હોલ ફર્નીચર તથા ઇલેક્ટ્રિક લાઈટના ડેકોરેશનથી ઝળહળતો હતો. આ હોટલ બંદર રોડ પર આવેલી હતી. સામે અફાટ સાગર ઘૂઘવાટા મારતો હતો. ખૂબસૂરત રંગબેરંગી આકર્ષક કાર, મોટરસાયકલ અને ફૂટપાથો પર રાહદારીઓની જબરી ભીડ હતી. ...Read More

6

અન્યાય - 6

શ્વેત રંગી લાંબી કેડીલેક નિશા કોટેજના વિશાળ કમ્પાઉન્ડમાં પ્રવેશીને ઊભી રહી. બારણું ઉઘાડીને નાગપાલ નીચે ઊતરી આવ્યો. દિલીપ તો જાણે કયામતના જ ઊતરવું હોય એ રીતે અંદર બેઠો રહ્યો. ‘નીચે ઉતર...!’ નાગપાલે ચીડથી કહ્યું. ‘બહુ મોંઘી કાર છે અંકલ...નાહક જ કોઈક કાચ-બાચ તોડી નાખશે. હું અંદર બેઠો બેઠો કારનું ધ્યાન રાખું છું. તમે તમારે ખુશીથી જાઓ.’ કહેતી વખતે દિલીપના ચ્હેરા પર એવા હાવભાવ છવાયેલા હતા કે તે જોઈને નાગપાલ હસી પડ્યો. ...Read More

7

અન્યાય - 7

---વિશાળગઢ...! ---તોપખાના રોડ...! ---લેડી વિલાસરાય રોડની જેમ જ તોપખાના રોડ પર શહેરના શ્રીમંતોના ખૂબસુરત બંગલાઓની હારમાળા હતી. ---રાતનો એક વાગ્યો હતો. ---આવો જ રળિયામણો બંગલો--- ---બંગલાના ફાટક પર સોનેરી અક્ષરો લખેલી એક નેઈમપ્લેટ જડાયેલી હતી. ---જયવદન ચુનીલાલ પંચાલ! ---શ્રીમતી સરોજ જયવદન પંચાલ! ...Read More

8

અન્યાય - 8

નાગપાલ અર્થસૂચક નજરે પોતાની સામે બેઠેલા સંતોષકુમાર સામે જોયું. એ બેચેનીથી હાથ મસળતો હતો. સંતોષકુમારની ઉંમર આશરે તેતાલીસ વર્ષની હતી. ઊંચા ખભા અને પહોળી છાતીવાળો માણસ હતો. જડબાં પહોળાં હતાં. હોઠ હંમેશા બંધ જ રહેતા હતા. ચ્હેરા પર શીળીનાં ચાઠાં હોવાને કારણે તે સહેજ ક્રૂર દેખાતો હતો. ...Read More

9

અન્યાય - 9

નાગપાલની કાર વિશાળગઢના આલિશાન રાજમાર્ગ પર દોડતી હતી. કાર દિલીપ ચલાવતો હતો અને નાગપાલ તેની બાજુમાં બેઠો હતો. ‘અંકલ...!’ દિલીપે ‘તમે બિંદુને મળ્યા હતા ’ ‘હા...’ ‘કંઈ જાણવા મળ્યું ’ ‘હા...જે રાત્રે શશીકાંતનું ખૂન થયું, એ રાત્રે તે એની સાથે જ હતી.’ ‘તો પછી એણે આ બાબતમાં પોલીસને શા માટે જાણ નહોતી કરી ’ ‘પોલિસ નાહક જ પોતાને હેરાન કરશે એવો ભય તેને લાગતો હતો.’ નાગપાલ વિચારવશ અવાજે બોલ્યો, ‘એ શશીકાંતનું ખૂન થયા પહેલાં જ ચાલી ગઈ હતી.’ ...Read More

10

અન્યાય - 10

સંતોષકુમાર સરદાર જયસિંહ રોડ પર આવેલા પોતાના બંગલામાં દાખલ તઃયો. બિહારીના મૃત્યુથી તેને પણ ખૂબ જ આઘાત લાગ્યો હતો. સ્નાનાદિથી પરવારીને બહાર જવાની તૈયારી કરવા લાગ્યો. ‘ટ્રીન...ટ્રીન...’ અચાનક ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. જાણે એ ટેલિફોન નહીં, પણ કાળો ભોરીંગ હોય તે રીતે એણે તેની સામે જોયું.’ ‘હલ્લો… સંતોષકુમાર સ્પીકિંગ...!’ આગળ વધીને રિસીવર ઉંચકતાં એણે કહ્યું.. ‘મને ખબર છે સાલ્લા કમજાત...!’ સામે છેડેથી કોઈકનો ભારે ભરખમ, બેહદ ઠંડો પણ ક્રૂર અવાજ એના કાને અથડાયો. ...Read More

11

અન્યાય - 11

‘મેં તને જે કંઈ કહ્યું છે એ તો તું બરાબર સમજી ગયો છે ને ’ નાગપાલે પૂછ્યું. ‘હા...’ દિલીપે જવાબ રિવોલ્વરનું શું કરવું એ હજુ સુધી હું નક્કી નથી કરી શક્યો.’ નાગપાલ બોલ્યો, ‘સંતોષકુમારના ટેબલમાંથી મળેલી આ રિવોલ્વરે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી છે. આપણા માટે તો આ બનાવ નોંધવા લાયક છે એટલે મેં આ ટૂંકસાર લખીને શશીકાંત, બિહારી અને બિંદુ...! આ ત્રણેયની ફાઈલમાં તેની એક એક નકલ મૂકી દીધી છે અને આ તેની રફ કૉપી છે.’ એણે દિલીપ સામે એક કાગળ લંબાવ્યો, ‘આના પર તું નજર ફેરવી લે.’ ...Read More

12

અન્યાય - 12

---તોપખાના રોડ પર આવેલો જયવદન ચુનીલાલ પંચાલનો બંગલો! ---બંગલાનો શયનખંડ...! ---જયવદનનો અવાજ! ‘ડાર્લિંગ...ધીમે ધીમે આપણી યોજના સફળ થતી જાય છે. શશીકાંત અને તો સ્વધામ પહોંચી ગયા છે. બાકીનાઓ પણ પહોંચી જશે.’ ‘વેરી ગુડ....’ શ્રીમતી સરોજ જયવદનનો અવાજ, ‘પણ હવે તું જેમ બને તેમ જલ્દી કર...મને હવે અહીં કંટાળો આવે છે...!’ ‘બસ, હવે થોડા દિવસોનો જ મામલો છે. થોડા દિવસ ધીરજ રાખ...! ધીરજના ફળ બહુ મીઠાં હોય છે.’ ...Read More

13

અન્યાય - 13

દિલીપે મહારાજા રોડ પર આવેલા અજયના બંગલા ‘નિશા કોટેજ’ ના કમ્પાઉન્ડમાં પોતાનું મોટર-સાયકલ ઉભું રાખ્યું. પછી આગળ વધી, મુખ્ય પાસે પહોંચીને એણે ડોરબેલ દબાવી. જવાબમાં થોડી વાર પછી બારણું ઉઘડ્યું અને સ્થૂળ દેહધારી મનોરમાનાં દર્શન થયાં. ‘મિસ્ટર અજયને કહો કે હું તેમને મળવા માંગું છું.’ દિલીપે કહ્યું. ‘આવો...’ મનોરમા એક તરફ ખસતાં બોલી. દિલીપ અંદર દાખલ થયો. એને ડ્રોઈંગરૂમમાં બેસાડીને મનોરમા અંદરના ભાગમાં ચાલી ગઈ. બે મિનિટ પછી તે પછી ફરી. ‘ચાલો...સાહેબ આપને પોતાની રૂમાં જ બોલાવે છે.’ એણે કહ્યું. ...Read More

14

અન્યાય - 14

મારી સાથે ચાલો...! -અરે...ગભરાઈ ગયા... ના...ના...એમાં તમારે કોઈનાથી યે ગભરાવાની કે ડરવાની કંઈ જ જરૂર નથી. આજે તમારી મુલાકાત હું મૃત્યુ માણસ સાથે એટલે કે શશીકાંત સાથે કરાવવા માંગું છું. -શું... -સાથે નથી આવવું... -હું આખી કથા લખી નાખું એ જ તમે વાંચવા માંગો છો એમને ભલા માણસ આવું હોય ...Read More

15

અન્યાય - 15

અજયની સામે થોડા વખત પહેલાં જ મૃત્યુ પામેલો શશીકાંત સદેહે ઊભો હતો. કારમા ભયનું એક ઠંડું લખલખું વીજળીના કરંટની જેમ દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું. ‘ના...ના...તું શશીકાંત નથી...!’ ‘તો પછી કોણ છું... ’ શશીકાંતના અવાજમાં કટાક્ષ હતો. ‘તું...તું...કોઈક બનાવટી વેશધારી છો’ અચાનક અજયે ત્રાડ પાડી. ‘કેમ... હું મરી ગયેલા જેવો નથી દેખાતો ’ શશીકાંત હસ્યો. ...Read More