વૈદેહીમાં વૈદેહી

(675)
  • 85.7k
  • 53
  • 36.3k

યુવાન વેદ આ કથાનો નાયક છે. સીધા પાટે ચાલતાં તેના જીવનમાં મોટો વળાંક આવે છે જયારે તેને મળે છે એક અનામી પત્ર અને તે જઈ ચડે છે ચૌદસો કીલોમીટર દૂર નદી, જંગલ અને પર્વતોથી ઘેરાયેલા ભમરાહ ગામમાં, જ્યાં હોય છે વૈદેહીની વ્યથા, વૃંદાની વૈચારિકતા, વિજ્ઞાનનો અકલ્પનિય આવિષ્કાર અને RAW તથા આતંકવાદીઓ વચ્ચેની અથડામણ. વેદ ઝઝૂમી છે અને સ્વત્વને, જીવનના સત્વને શોધે છે. વિજ્ઞાન, રહસ્ય, જાસૂસી, પ્રેમ, સંવેદનાઓ, પ્રાકૃતિક સૌંદર્ય અને સમજણથી ઓતપ્રોત આ કથા આપની સમક્ષ પ્રસ્તુત છે, જેનું પરિણામ છે, આતંકવાદીનું માનવીયકરણ.

Full Novel

1

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-1)

એક આતંકવાદીના માનવીયકરણની વિજ્ઞાનમય રહસ્યકથાનો શુભારંભ... ...Read More

2

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-2)

પ્રકરણ -2 મગજ બરાબરનું ફેરવી નાખ્યું આણે.... લાગી રહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘનો તમામ કાર્યભાર મારાં માથે આવી ગયો...... પણ હું શું કરું હવે?..... અરે વેદ, આવું તે કંઈ હોતું હશે, ભાઈ? જે વૈદેહીને તું ઓળખતો જ નથી જ તેને માટે આટલે દૂર જઈશ? આ પત્ર લખનાર પણ અઘરો માણસ છે! એ કહે છે કે પોતે મને પણ ઓળખે છે અને વૈદેહીને પણ. ભૈલા, જો તું વૈદેહીને ઓળખે છે તો પછી તું જ તેને મદદ કર ને. મને કેમ આટલે દૂર દોડાવે છે? ને યાર, આખા દેશમાંથી હું જ કેમ? બીજું કોઇ જ ના જડ્યું એને? મારે બીજા ...Read More

3

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-3)

પ્રકરણ – 3 દુનિયા ઘણી સારી છે. જે થશે એ સારા જ થશે........ ***** આવી ગયું વિરમગામ. બસ વિરમગામનાં બસ-સ્ટેશનમાં ઊભી છે. મેં સમય જોયો- ૮.૧૧બસમાંથી ઊતર્યો કે તરત જ ઠંડી વીંટળાઈ વળી. પીળી લાઈટ્સનો પ્રકાશ બસ-સ્ટેશનમાં પથરાયેલો છે. બહુ ઓછા લોકો બસ-સ્ટેશનમાં ઉપસ્થિત છે. હું આવ્યો એ બસમાંથી ઉતરેલું ટોળું બસ-સ્ટેશનની બહાર નીકળવાના માર્ગે ચાલતું થયું છે. હું પણ ચાલ્યો. બહાર આવ્યો. લોકોની અવરજવર વધારે છે. દુકાનોના સાઈનબોર્ડ્સ પરની લાઈટ્સ ઝળહળી રહી છે. મોટાભાગની સ્ટ્રીટ-લાઈટ્સ બંધ પડી ગયેલી છે. અહીંથી રેલવે-સ્ટેશનના રસ્તાની મને જાણ છે. ચાલ્યો. ગલ્લાઓની ફરતે વીંટળાયેલા ટોળાંમાંથી સિગારેટના ધુમાડા ઊડી રહ્યા છે. કોઈક ...Read More

4

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-4)

પ્રકરણ - 4 ટ્રેન જ્યારે બરાબર વેગ ધારણ કરી લે છે ત્યારે એવું લાગે છે કે તે મદમસ્ત બનીને રહી છે! નિઃસંદેહપણે, એની અસર મુસાફરોને પણ થાય છે. બધાં ડોલવા લાગે છે. શરીર જેટલું ઊંચાઈ પર હોય તેટલું વધારે ડોલે છે. જો અપર-બર્થ પર સૂઈ જઈએ અને ટ્રેનનો વેગ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે હોય તો એવું લાગે કે આપણે ઘોડિયામાં સૂતાં છીએ અને સાવ ધીમે ધીમે મમ્મી ઝૂલાવી રહી છે. “અહીં ઊભા ઊભા જ બ્યોહારી જવું છે?” મારી અંદર ઘર કરી ગયેલી અવની બોલી- “આયોજકને આવી જાણ હોત તો સ્લિપર-ટિકિટનો ખર્ચ બચી જાત ને, યાર!” હું અંદર ...Read More

5

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-5)

પ્રકરણ – 5 ક્લોરોફોર્મ શ્વાસમાં જવાને કારણે હું નિશ્ચેતન બની રહ્યો છું..... આંખો ઘેરાઈ રહી છે..... દ્રષ્ટિ ધૂંધળી જાય છે..... બુરખો પહેરીને ઊભેલી એ છોકરી પણ હવે સ્પષ્ટ દેખાતી નથી..... એક-બે ઝોકાં ખાધાં..... હું ભાન ગુમાવી રહ્યો છું..... ફરી એક ઝોકું આવ્યું..... આંખો મીંચાઈ ગઈ...... ***** અર્ધજાગ્રત અવસ્થામાં આવ્યો. આંખો બંધ છે. શરીર પર કોઈ કાબુ નથી. શરીરમાં થતી અમુક સંવેદનાઓ પરખાય છે..... આખું શરીર ક્યાંક લટકી રહ્યું હોય એવું લાગે છે. બંને હાથ ખેંચાયેલાં છે અને પગ પણ ખેંચાયેલાં છે. બાકીનું શરીર હવામાં લટકી રહ્યું છે, સહેજ સહેજ હીંચકા ખાઈ રહ્યું છે. મને ક્યાંક મૂકવામાં આવ્યો. હવે હું ...Read More

6

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-6)

પ્રકરણ – 6 “અરે, હા! હું ઝટ વાત પતાવું.” વધેલી ચા એક જ સડાકે પૂરી કરીને તેમણે વાતની પુનઃશરૂઆત “કાલે બપોરે હું ઘરે બેઠો હતો અને ટપાલી આવ્યો હતો. તે મને એક મોટું પરબીડિયું આપી ગયો. મેં પરબીડિયું ખોલ્યું. અંદરથી પાંચ વસ્તુઓ નીકળી. કેટલી?........ કેટલી?” “પાંચ.” “હં, સરસ! તેમાં ત્રણ પત્રો હતાં. ત્રણેયનો સારાંશ એમ નીકળતો હતો કે વૈદેહી નામની છોકરી મરવા પડી છે. એને મારી મદદની જરૂર છે.” હું ચમક્યો. કદાચ, ડૉ.પાઠકને આયોજક વિશે કંઈ જાણ થઈ હોય. મેં વચ્ચે જ પૂછી લીધું- “આવો પત્ર કોણે મોકલ્યો હતો?” “એ જ સમસ્યા હતી, ભૈ! પત્ર અનામી હતો. અનામી એટલે-” ...Read More

7

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-7)

પ્રકરણ – 7 ક્ષણનો પણ વિલંબ ન થવા દીધો કોઈ અજ્ઞાત શક્તિએ મને પુલની રેલિંગ પર ચડાવવામાં. આજુબાજુ ખડકાયેલાં પહાડો જેનાથી લપેટાયેલાં છે એ અજાણ્યાં વૃક્ષોના પર્ણો ફરફરવાથી ઉત્પન્ન થતો અવાજ, એ પહાડોની વચ્ચેથી આડાઅવળાં વળાંકો લઈને પુરપાટ ગતિએ દોડતી તટિનીની જળરાશિની સપાટીથી આ પુલની ઊંચાઈ અને એ તટિનીના માર્ગમાં આવતી શિલાઓ સાથે તેનું નીર અફળાવાથી ઉત્પન્ન થતા બિહામણા નાદથી સર્જાતા દ્રશ્યની દારુણતા મને એ હદે ડરાવી ન શકી કે હું અહીંથીં કૂદકો ન મારું. થોડીવાર હવામાં...... ને પછી...... ભફાંગ....... પાણીમાં ઘણો ઊંડો ઊતરી ગયો. શ્વાસ રોક્યો અને મોં બંધ રાખ્યું. હાથ-પગથી પાણી નીચે ધકેલીને ઉપર આવતો ગયો. નદીનો ...Read More

8

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-8)

પ્રકરણ - 8 “વૈદેહી...” હું બોલ્યો- “તારી સમસ્યાનું નિવારણ એ જગ્યાએ છે, જે જગ્યા વિશે તારા અને તારા પરિવાર કોઈનેય જાણ નથી.” “શું કહ્યું?” “એવી કોઈ જગ્યા છે કે જેનાં વિશે તારાં ફેમિલી સિવાય કોઈનેય જાણ ન હોય?” “હા છે.” તે તરત જ બોલી- “એ અમારી-” “કેમ અટકી ગઈ?” મેં પૂછ્યું. “એ જગ્યા વિશે તને ન કહેવાય.” તે જરાય સંકોચ વિના બોલી- “ગુપ્તતા જાળવવાની છે. અત્યાર સુધી અમે કોઈનેય એ જગ્યા વિશે જાણ નથી થવા દીધી.” “પણ હું તો-” “અમારા પરિવારનો નથી.” તે બોલી ગઈ.... મને જરા લાગી આવ્યું. એક નિઃસાસા થકી હળવા થઈને મેં કહ્યું- “ભલે! પણ એ ...Read More

9

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-9)

પ્રકરણ – 9 “કેમ છે, વેદ.....” પાછળથી અવાજ આવ્યો. ચમક્યો. પાછળ ફરી જવાયું. ફાનસનાં અજવાળે એક ચહેરો દેખાયો..... હું ગયો.... જાણીતો ચહેરો..... મલકાતો ચહેરો..... મોહક ચહેરો...... અજબ છટાઓ..... ગજબ વ્યક્તિત્વ...... બીજું કોઈ નહિ.... એ જ...... અનન્ય.... અનુપમ..... અદ્ભૂત..... અવની....... “અવની..... તું?” “હા....” માથું એક તરફ ઢાળીને મીઠા લ્હેકા સાથે તેણે જવાબ આપ્યો. હું ડઘાઈ ગયો છું. એટલાં બધાં પ્રશ્નો એકસાથે પુનઃજાગૃત થયાં છે કે કયો પ્રશ્ન અવનીને પૂછું એ જ નક્કી થતું નથી. માંડ-માંડ એક પ્રશ્ન બહાર ટપક્યો- “તું અહીં ક્યાંથી?” “વેદ, ભમરાહમાં આવવા માટે કંઈ વીઝાની જરૂર ન પડે!” “આવી ભયંકર સ્થિતિમાં મજાક ન કરીશ, પ્લીઝ!” “ભયંકર? ના, ...Read More

10

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-10)

પ્રકરણ – 10 હું સડાકાભેર ચા પી ગયો! રકાબી નીચે મૂકી. વૃંદાએ પ્રશ્નોનો પ્રહાર શરૂ કર્યા- “ભૌતિકવિજ્ઞાનમાં Ph.D. થયેલા ઘરનાં છાપરાં પર સોલર-પ્લેટ્સ પાથરવાનો વિચાર નવાઈ પમાડે? પોતાના એક પણ સંબંધીને જાણ ન થાય તેવી રીતે ભમરાહ આવી ગયેલા વશિષ્ઠકાકા, સોલર-પ્લેટસ ઘરનાં છપરાં પર પાથરવાનો સામાન્ય વિચાર લાવેલા વિદ્યાર્થીને, પોતે ભમરાહમાં રહે છે એવું જણાવી દે? તમને આટલે દૂર બોલાવીને, તમે આવવાનાં હોય એ જ દિવસે, વશિષ્ઠકાકા ક્યાંક જતાં રહે? વિજ્ઞાન અત્યારે સૌર-ઊર્જાથી ચાલતી કાર બનાવવા લાગ્યું છે ત્યાં ભૌતિકવિજ્ઞાનના વિદ્યાર્થીને, એટલે કે તમને, ઘરનાં છાપરે સોલર-પ્લેટ્સ પાથરવાનો વિચાર નવીન લાગે છે?” છોતરાં વેરી નાખ્યાં! મેં આંખો બંધ કરી. ...Read More

11

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-11)

પ્રકરણ – 11 લગભગ પંદરેક મિનિટ વીતી ત્યાં વૃંદા બોલી- “મારાથી ભૂલ થઈ ગઈ છે,વેદ!” “અરેરે, રસ્તો ભૂલ્યા!” મારો બહાર ઊછળી આવ્યો! “પૂરી વાત તો સાંભળી લે!” “સોરી!” “મારે ગઈ કાલે રાત્રે વૈદેહીને મળવું જોઈતું હતું.” તેણે કહ્યું- “એના બદલે હું સીધી જ ઘરે જતી રહી. ત્યાં પણ મમ્મી-પપ્પાની ગેરહાજરીની તપાસ કર્યા વિના હું સૂઈ ગઈ. ગઈ કાલે રાત્રે મેં આમાનું કંઈ પણ કર્યું હોત તો અત્યારે આવી પરિસ્થિતિ ન ઉદ્ભવી હોત.” “તારી ભૂલ નથી, વૃંદા! એમ અડધી રાત્રે વૈદેહીના ઘરે જવાનું તું માંડી વાળે એ સ્વાભાવિક છે. વૈદેહીના પરિવાર સાથે સંબંધો સારા હોવાને કારણે વિનયકાકા અને વીણામાસી વૈદેહીના ...Read More

12

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-12)

પ્રકરણ – 12 “પિસ્તોલ પહેલી જશે કે છરી?”તેણે પૂછ્યું. “બંને સાથે જશે.” મેં કહ્યું. અમે બંનેએ એકબીજાની સામે જોયું. ઊંડો શ્વાસ લીધો. અમે પ્રવેશ્યા...... કુખોઝૂ.... વિશાળ ગુફા.... બંને બારીઓમાંથી સારો એવો પ્રકાશ ગુફામાં રેલાઈ રહ્યો છે. મેં ગુફામાં નજર દોડાવી. કોઈ ત્રીજો મનુષ્ય નથી..... પણ.... જાનવર છે.... જંગલી જાનવર..... ઝરખ કે વરૂ?... જે હોય તે... છે ખતરનાક.... અમારાથી પંદરેક ફૂટ દૂર છે. એ જમીન પર કઈંક સૂંઘી રહ્યું છે. તેણે નજર ઉઠાવી. અમને જોઈ રહ્યું. સહેજ ઘૂરક્યું. તેની ચામડી સહેજ થથરી. ચામડી પરના ભરચક વાળમાં જાણે એક તરંગ પ્રસર્યું. તેની મોટી આંખો અમારી સામે મંડાયેલી છે. તેની પૂંછડી સહેજ ...Read More

13

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-13)

પ્રકરણ – 13 “અહીંયા...” કહેતો હું તેમના ડાબા કાનની નજીક ગયો અને ટૉર્ચનો પ્રકાશ પાડ્યો. “શું થયું છે?” તે “જલદી કર, આ લોકો આપણને મારી નાંખશે.” કાન પર તલ નથી. “મને ખબર પડી ગઈ કે કોણ આતંકવાદી છે.” મેં તેમને કહ્યું. “સરસ!” “તમે બંને આતંકવાદી છો. તું અને આ પટ્ઠો.” “શું કહે છે તું, દીકરા?” કહેતો તે ઊભો થઈ ગયો. “હવે નાટક ન કરીશ.” કહીને હું પણ ઊભો થયો તે મારી સાવ નજીક આવીને ધીમેથી બબડ્યો- “તું ભૂલ કરી રહ્યો છે, વેદ!” હું કંઈ કરું એ પહેલાં જ તેણે મને ધક્કો માર્યો. હું પાછળની તરફ લથડ્યો. તે ભાગ્યો. હું ...Read More

14

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-14)

પ્રકરણ – 14 “વૃંદા-” “ના.” તેણે મને અટકાવ્યો- “મૅર્વિના.” “હં?” “હું વૃંદા નથી, મૅર્વિના છું.” હું આગળ ન બોલી તેણે પૂછ્યું- “શું પૂછવું હતું?” “……” “પાછળ જઈને કૂવામાંથી પાણી ભરીને બ્રશ કરી આવ.” કહીને તેણે પલંગની બાજુમાં મૂકેલી મારી બૅગ મારી તરફ સરકાવી. “હું વાડ કૂદીને ભાગી જઈશ તો?” “તો આ લોકો મારી હાલત ખરાબ કરી નાંખશે.” તે પલંગ પર પલાંઠી વાળીને બેઠી. પિસ્તોલના પાર્ટ્સ જોડવાનું કામ શરૂ કરતાં બોલી- “જોકે, એ અનુભવ પહેલોવહેલો નહિ હોય! હવે તો ટેવ પડી ગઈ છે.” “તને મારા પર વિશ્વાસ છે કે હું ભાગીશ નહિ?” “તારા હાથપગ બાંધેલા છે? કોઈ આતંકવાદી એના કેદીને ...Read More

15

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-15)

પ્રકરણ – 15 “મારી મનોદશા કદાચ તને નહિ સમજાય, વૃંદા. કારણ કે તું તારી ઊર્મિઓને દબાવી દે છે. કારણ તેં કદી કોઈનેય પ્રેમ કર્યો નથી.” તે વીજળીવેગે ઊભી થઈને મારી નજીક આવી અને ખેંચીને એક લાફો મને વળગાળી દીધો….. બરાડી- “કર્યો હતો પ્રેમ…. ત્રણ વર્ષ પહેલાં…” “કોને?” “તને…” સન્નાટો….. તે મારી બાજુમાં બેસી પડી… હું ચૂપ… તું ચૂપ…. ને ત્રીજું કોઈ છે નહિ. નિરવતા…. તને અને મને વીંટળાઈ વળેલી નિરવતા. મૌન…. શાંત નથી એ… ઢંઢોળી રહ્યું છે મને… ને તને પણ, કદાચ. કંઈક શોધી રહ્યું છે તારામાં, જે મારે જોઈએ છે… ને કંઈક શોધીને મારામાંથી આપવા માંગે છે તને. ...Read More

16

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-16)

પ્રકરણ – 16 બારણામાંથી તેનો પ્રવેશ…. કોનો? એનો… ગુઆન-યીન વૃંદાના ગાલ પરથી મારા હાથ પાછા ખેંચાઈ ગયા. ગુઆન-યીન તરફ રાખીને બેઠેલી વૃંદાને નવાઈ લાગી. અમને જોઈને મૅડમ ઉકળી…. એક હાથે તેણે વૃંદાના વાળ પકડ્યા અને પાછળની તરફ જોરથી ખેંચ્યા. વૃંદા પાછળની તરફ ખેંચાઈ. તેને પકડવા માટે મેં હાથ લંબાવ્યા. તે પલંગ પરથી નીચે પટકાઈ… ઊંધી ગુલાંટ ખાઈને ફટાક કરતી ઊભી થઈ ગઈ… અણધાર્યા હુમલાનો પ્રતિકાર કરવા માટે સજ્જ થઈ… ‘મૅડમ!’ ગુઆન-યીનને જોઈને ઠરી ગઈ. “એય…” વૃંદા પડી એ વખતે મારાથી ગુઆન-યીનને બોલાઈ ગયું. ગુઆન-યીનની અર્ધવર્તુળાકારે વીંઝાયેલી લાત મારા લમણાં પર વાગી. પલંગ પરથી હું સખત રીતે નીચે પટકાયો. વૃંદા ...Read More

17

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-17)

પ્રકરણ – 17 અમે સાથે મળીને આ સુંદર દુનિયાને વધુ સજાવવાના હતા… પણ…. તે વીંધાઈ ગઈ… અવનીના તીરથી…. નાના સાથે તે ગાયબ થઈ ગઈ અને સોનેરી કણો હવામાં વિખેરાયા… મેઘધનુષ અદ્રશ્ય… હું એમ જ ઊભો રહ્યો… સ્વર્ગ પણ નહિ, નર્ક પણ નહિ… અવકાશ…. શૂન્યતા….. ***** “હવે જાગવું પડશે, વેદ!” જાણીતા અવાજે મને જગાડ્યો. કોઈકે મને ઢંઢોળ્યો. હું ઊંધો સૂતેલો છું. માથું ડાબી તરફ ફેરવેલું છે. મેં આંખ સહેજ ખોલી. સૂર્યનો સીધો પ્રકાશ આંખમાં પ્રવેશ્યો. આંખ બંધ થઈ ગઈ. જરા પટપટાવી. ખોલી. ઘણો નીચે ઊતરી આવેલો સૂર્ય બારીમાંથી પ્રકાશ ફેંકી રહ્યો છે. મારી મડખે કોઈક સૂતેલું છે. અલબત્ત, તે વ્યક્તિ ...Read More

18

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-18)

પ્રકરણ -18 હું એ ટોર્ચ તરફ ચાલ્યો. જરા પણ અવાજ ન થાય એ રીતે ચાલી રહ્યો છું. એક ડગલું બે-ત્રણ સેકન્ડ લાગે છે. ટોર્ચ હાથમાં આવી ગઈ. હવે આવી જ સાવચેતી સાથે દરવાજા તરફ ચાલ્યો. દરવાજો ખોલતા લગભગ દસ સેકન્ડ થઈ પણ અવાજ જરાય ન થવા દીધો. બહાર આવ્યો. દરવાજો આડો કર્યો. ટૉર્ચ ઓન કરી. ચાલ્યો. કમ્પાઉન્ડની બહાર આવ્યો. પણ આમ ટૉર્ચ ચાલુ રાખીને જઈશ તો ઘણે દૂરથી પણ કોઈક મને જોઈ જશે. ટૉર્ચનો પ્રકાશ આ પગદંડી પર દૂર સુધી ફેરવીને રસ્તો તપાસી લીધો. ટૉર્ચ બંધ કરી અને ચાલવા લાગ્યો. રૉયલ ચોકડી તરફ જઈ રહ્યો છું. વાતાવરણ સખત ઠંડું ...Read More

19

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-19)

પ્રકરણ – 19 “તમે કોણ?” “વિનય.” “ડૉક્ટર વિનયકુમાર?” “હા.” પહેલો પ્રશ્ન કયો પૂછવો એ નક્કી ન કરી શકવાને કારણે શબ્દ પણ ન બોલી શક્યો. “તને પીઠમાં કંઈ વાગ્યું છે?” તેમણે પૂછ્યું. “હા, અંધારાના કારણે તમને મારા મોં પરનું લોહી નહિ દેખાતું હોય! અને આંગળી મચકોડાઈ ગઈ છે એ તો-” “કેવી રીતે થયું આ બધું?” “માર પડ્યો છે!” “કોણે માર્યો?” “એ બધું છોડો, કાકા!” મને કેટલાય પ્રશ્નો એકસામટા યાદ આવ્યા- “તમને ઘણું પૂછવાનું છે.” “ઘરમાં ચાલ! મારે તારી સારવાર પણ કરવી પડશે.” “ચાલો!” હું ઊભો થયો. મેં જમણા હાથથી તેમને ટેકો આપીને ઊભા કર્યા. મારી ગરદન ફરતે હાથ વીંટાળીને બધું ...Read More

20

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-20)

પ્રકરણ – 20 એ પાને લખેલું હતું- તમારા અને તમારા પરિવારના માથે મોત ઝળૂંબી રહ્યું છે. બહુ મોટું જોખમ આજે સાંજે સાડા પાંચે જયમંગલ BRTS પાસે આવજો. કાર લઈને આવજો. હું વીગતે વાત કરીશ. વિનયકુમારના ડોળા બહાર નીકળી ગયેલાં. “ફિગર બરાબર છે ને, સર?” વિનયકુમાર તેની સામે તાકી રહ્યા. એણે ચોપડો પાછો લીધો. અમુક ક્ષણોમાં તે વિદ્યાર્થીઓની ભીડમાં ખોવાઈ ગઈ. અડધી મિનિટ સુધી વિનયકુમાર એમ જ ઊભા રહ્યા. તેમને આમ મૂર્તિવત્‌ ઊભેલા જોઈને બે-ત્રણ છોકરીઓ જરા હસી ત્યારે તેઓ ભાનમાં આવ્યા. આમતેમ નજર દોડાવી પણ પેલી છોકરી ક્યાં મળી નહિ. તેઓ ફરી વર્ગમાં દાખલ થયા. અમુક છોકરાંછોકરીઓ બેઠાં હતા. ...Read More

21

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-21)

પ્રકરણ – 21 વૈદેહી અંદર પ્રવેશી. વિશ્વા સાથે કઈ રીતે વાત કરવાની છે એ તેણે વિચાર્યું નહોતું. આ ગલીની બાજુએ એક કબાટ છે અને જમણી બાજુએ બાથરૂમ તથા ટોઈલેટ છે. વૈદેહી રૂમમાં આવી. બેડથી ચારેક ડગલાં દૂર ઊભી રહી. રૂમની દીવાલો આસમાની રંગથી રંગાયેલી હતી. બેડ પર પથરાયેલી ચાદરનો અને ઓશિકાના કવરનો રંગ પણ આસમાની હતો. બધું એકદમ પ્લૅન આસમાની નહોતું! ચાદરની આસમાની પૃષ્ઠભૂમિમાં ઘેરા આસમાની અને વાદળી રંગની આડી-ઊભી લીટીઓથી ચોકઠાઓ બનેલાં હતાં અને ઓશિકાના કવર પર વાદળી રંગના ફૂલો દોરેલાં હતાં. બેડની બાજુમાં એક ચોરસ ટેબલ પડ્યું હતું, જે બેડ જેટલું જ ઊંચું હતું, તેના પર પાણીનો ...Read More

22

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-22)

પ્રકરણ – 22 “અરે, ઊભી કેમ થઈ ગઈ” બાજુમાં હાથ મૂકીને તે બોલી- “બેસ… મૅર્વિના! ચાલ, ગીત પૂરું કરીએ… થી અખિયોં મેં લે કર ક્યા ક્યા સપને પ્યાર કે… જાતી હું દો આંસું લે કર આશાએં સબ હાર કે…. પલ પલ મનવા રોયે, છલકે નૈનોં કી ગગરિયા… કોલેજ કોલેજ દ્વારે-” “કોણ છે તું?” વિશ્વા હજી ઊભી હતી. “અવની.” વિશ્વા ઘડીક તો એમ જ ઊભી રહી. અવની સામે તાકી રહી. “મૅર્વિના, જ્યારે તને વેદ મળે ને ત્યારે તું આ ગીત તેને ગાઈ સંભળાવજે-” અવની નચિંત હતી- “અહેસાન તેરા હોગા મુઝ પર, દિલ ચાહતા હૈ વો કહને દો…. મુઝે તુમ સે ...Read More

23

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-23)

પ્રકરણ – 23 બસ, હવે બહુ થયું, બહેન! ચાઈનાની ચૂડેલની ગુલામીમાંથી મુક્ત થવાનો સમય પાકી ગયો છે. એ ડાકણ તારામાં ઠોંસાયેલી માન્યતાઓને પડકારવાનો, સ્વયંને જાણવાનો અને સ્વતંત્રતાપૂર્વક વિચરવાનો સમય પાકી ગયો છે. -તારી બહેન, અવની. એ પત્ર વાંચીને મૅર્વિનાએ આખા શરીરમાં એક ઝણઝણાટી અનુભવી હતી. એ કાગળ લઈને તે સંગીતશાળામાં ગઈ હતી. વૈદેહીને સાથે ઘરે પાછી આવી હતી. તે અકળામણ અનુભવતી હતી. ઘરની છત પર જઈને તે ક્યાંય સુધી બેસી રહી. ઊંચી ઈમારતોની પાછળ અસ્ત થતાં સૂર્યને જોઈ રહી. પેલો કાગળ તે વારંવાર વાંચતી. એ કાગળમાં લખ્યેલો એક એક શબ્દ તેને યાદ રહી ગયો હતો. રાત્રે તેને ઊંઘ ...Read More

24

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-24)

પ્રકરણ – 24 “તો, વેદ-વૃંદા એટલે કૃષ્ણ-રાધા?” આ પૂછતી વૅળા મૅર્વિના હરખાઈ હતી! “બીજું શું?” અવનીને એમ હતું કે ખુશ થઈને સહેજ હસશે. પણ એવું ન બન્યું! તેણે કહ્યું- “પત્ર લખીએ?” “લખ!” મૅર્વિના-વૃંદાએ પત્ર લખ્યો હતો. પછી અવની અને વૃંદા છૂટા પડ્યા હતા. આખીય મુલાકાત વિશે અવનીએ વેદાંતને જણાવ્યું હતું અને પાછળથી વેદાંતે વૈદેહીને. મને ભમરાહ પહોંચાડવાની જવાબદારી અવનીએ લીધી હતી અને તેણે ગજબ રીતે મને ભમરાહ પહોંચાડ્યો હતો. અવનીએ આ કામ કઈ રીતે કર્યું એ વૈદેહી કે વિનાકુમારને જાણ નથી. તો, મને પત્ર મલ્યો હતો અને હું નીકળ્યો હતો. વિરમગામ રેલવે-સ્ટેશને અવની મળી હતી. ત્યાં એણે જે પ્રશ્નો ...Read More

25

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-25)

વૈદેહીમાં વૈદેહી નવલકથાનો બીજો ભાગ અનેક નવભારત સાહિત્ય મંદિર દ્વારા પુસ્તકરૂપે પ્રકાશિત થઈ ચુક્યો છે. મેળવવા માટે લેખકનો સંપર્ક સાર્થક સાહિત્ય સર્જનની દિશામાં પ્રયાસરત છું, જેમાં સુજ્ઞ વાચકોના પ્રોત્સાહક અભિપ્રાયો મળતાં રહે છે. અનેક નવલકથા પણ વાચકો દ્વારા ખૂબ જ વખણાઈ છે, જેની તૃપ્તિ અનુભવું છું. ...Read More