યારા અ ગર્લ

(809)
  • 102.4k
  • 44
  • 44.9k

( વ્હાલા વાચક મિત્રો હું ફરી એકવાર તમારી સાથે જોડાવા આવી ગઈ છું. હવે આપણે મારી આ નવી વાર્તા "યારા - અ ગર્લ" સાથે નવી સફરે જઈશું. આ વાર્તા નો વાસ્તવિકતા સાથે ક્યાંય છેડો અડતો નથી. પણ હા તમે સપના માં ચોક્કસ તેને અનુભવી શકો. આશા છે કે મારી "યારા" તમને એક નવો અને રોમાંચક અનુભવ કરાવશે. ને તમારો પ્રેમ અને કિંમતી સમય મારી "યારા" ને મળશે. So let's start the journey.)ચંદ્રાપુર નામના નું એક નાનકડું શહેર હતું. આમ તો ગામ જ કહેવાય પણ ત્યાં ના લોકો ખૂબ મહેનતુ અને સમજદાર હતા. ત્યાં જીવન જરૂરિયાત ની બધી સગવડો ઉપલબ્ધ હતી.

Full Novel

1

યારા અ ગર્લ - 1

( વ્હાલા વાચક મિત્રો હું ફરી એકવાર તમારી સાથે જોડાવા આવી ગઈ છું. હવે આપણે મારી આ નવી વાર્તા - અ ગર્લ" સાથે નવી સફરે જઈશું. આ વાર્તા નો વાસ્તવિકતા સાથે ક્યાંય છેડો અડતો નથી. પણ હા તમે સપના માં ચોક્કસ તેને અનુભવી શકો. આશા છે કે મારી "યારા" તમને એક નવો અને રોમાંચક અનુભવ કરાવશે. ને તમારો પ્રેમ અને કિંમતી સમય મારી "યારા" ને મળશે. So let's start the journey.)ચંદ્રાપુર નામના નું એક નાનકડું શહેર હતું. આમ તો ગામ જ કહેવાય પણ ત્યાં ના લોકો ખૂબ મહેનતુ અને સમજદાર હતા. ત્યાં જીવન જરૂરિયાત ની બધી સગવડો ઉપલબ્ધ હતી. ...Read More

2

યારા અ ગર્લ - 2

સવારે ઓપરેશન ના અડધા કલાક પહેલા જ કમલભાઈ એ યારા ના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને યારા ને મૂકી વૈકુંઠધામે ચાલ્યા ગયા. યારા માટે આ આઘાત અસહ્ય હતો. મામા મામી અને આશાબેને એને સંભાળી લીધી. નરેશભાઈ અને એમના પત્ની એ બધું સંભાળી લીધું. બધા ક્રિયાક્રમ પતી ગયા પછી એક દિવસ સાંજે દેવા એ યારા ને એક નાનકડી બેગ આપી.નાનીબેન આ બેગ સાહેબે મને આપી હતી. એમણે મને કહ્યું હતું કે જ્યારે એ આ દુનિયામાં ના હોય ત્યારે આ તમને આપી દેવી. યારા એ બેગ લઈ લીધી. Thank you દેવાકાકા. ને પછી પોતાના રૂમમાં ચાલી ગઈ. એણે એ બેગ ખોલી. એમાં ...Read More

3

યારા અ ગર્લ - 3

પુરા સોળ કલાક ની મુસાફરી કર્યા પછી યારા કેદારનાથ પહોંચી ગઈ. એ દિવસે યારા ત્યાં જ એક ધર્મશાળામાં રોકાય મુસાફરીથી યારા થાકી ગઈ હતી. બીજા દિવસે યારા એ કેદારનાથ ના અલગ અલગ ધાર્મિક સ્થળો ની મુલાકાત લીધી. ને એ જંગલો ની પણ માહિતી ભેગી કરવા લાગી. જેથી એને મદદ મળે. યારા ને જ્યાં જવાનું હતું એ રુદ્રપ્રયાગ નો વિસ્તાર હતો. ત્યાંના જંગલો ખૂબ મોટા અને ગીચ હતા. ને ત્યાં થી મંદાકિની નદી વહેતી હતી. યારા એ ત્યાંના પાંજરી આદિવાસીઓ વિશે પણ માહિતી મેળવી લીધી હતી. આ આદિવાસીઓ ખૂબ ધાર્મિક અને સમજદાર હતા. એ આખો વિસ્તાર ધાર્મિક સ્થળો નો હતો ને ...Read More

4

યારા અ ગર્લ - 4

બીજા દિવસે સવારે યારા એ અકીલ ને કહ્યું,અકીલ હું આ જંગલ નો ખૂણે ખૂણો જોવા માંગુ છું. તો તું આ જંગલ બતાવી શકીશ?જ્યાં સુધી મારી ગાડી જશે ત્યાં સુધી નું જંગલ હું બતાવી પણ જ્યાં ગાડી ના જઈ શકતી હોય ત્યાં હું કઈ નહિ કરી શકું. કોઈ વાંધો નથી. જેટલું ગાડી થી ફરાય એટલું ગાડીમાં ફરીશું. બાકી નું હું ચાલતા ચાલતા ફરી લઈશ.યારા એ શક્ય નથી આ જંગલ ખૂબ મોટું છે. ને એવી દુર્ગમ જગ્યાઓ છે જ્યાં માણસ પણ જઈ શક્યો નથી. ને ત્યાં જવું ખતરનાક સાબીત થઈ શકે છે? જોરીને કહ્યું.કાકા ભલે ખતરનાક હોય પણ હું પ્રયત્ન જરૂર કરીશ. ...Read More

5

યારા અ ગર્લ - 5

( કેમ છો મિત્રો? આજે યારા નો પાંચમો ભાગ પ્રકાશીત કરી રહી છું. બધાજ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમે મારી " યારા અ ગર્લ " વાર્તા ને વાંચો છો અને તમારો કિંમતી પ્રતિભાવ પણ આપો છો. ખૂબ ખૂબ આભાર આપ સૌ વાચક મિત્રો નો. આજ થી આ વાર્તામાં નવા પાત્રો ઉમેરાઈ રહ્યા છે જે ચિત્રવિચિત્ર છે, થોડા નટખટ પણ છે અને બહાદુર પણ છે. આશા છે કે તમને એ ચોક્કસ થી ગમશે. Once again thank you very much friends. Now let's enter in new world......????)વેલીન આપણે પહેલા એ જગ્યાએ જઈએ જ્યાં થી તને આ પથ્થર મળ્યો છે? હું ...Read More

6

યારા અ ગર્લ - 6

બન્ને તરફ ના લોકો એકબીજા ને ટગર ટગર જોઈ રહ્યા હતા.અકીલ તું આ લોકો ને ભગાડ મને બીક લાગે યારા એ કહ્યું.ના યારા એ લોકો આપણ ને કઈ નથી કરી રહ્યા. એતો બિચારા પોતે પણ આપણી જેમ ડરેલા છે, અકીલ બોલ્યો.એકદમ સાચી વાત અકીલ. એ લોકો આપણ ને જોઈ જ રહ્યા છે. કદાચ આ પહેલા એમણે આપણા જેવા માણસો ને જોયા ના હોય? વેલીને કહ્યું.અકીલ ધીરે ધીરે નીચે બેસવા લાગ્યો. એ જેવો બેઠો એટલે પેલા બન્ને પ્રાણી થોડા પાછા પડ્યા. અકીલે તેમની સાથે દોસ્તીના ઈરાદા થી બોલવાનું ચાલુ કર્યું.હેલો, કેમ છો? કેટલા સુંદર છો તમે? પેલા બન્ને પ્રાણીઓ એને જોવા ...Read More

7

યારા અ ગર્લ - 7

વેલીન આ તો જો કુદરત ની કેવી કમાલ છે. આ ઝાડ દુનિયાનું સૌથી સુંદર અને મોટું ઝાડ હશે. એની લીલી લીલોતરી તો અદ્દભુત છે વેલીન! યારા એ કહ્યું.હા, યારા it is the best one. આની તોલે તો કોઈ ના આવે. ને આ હોલ તો જો કુદરતની કોતરણી Superb, વેલીને કહ્યું.ભોફીન આ ઝાડ પહેલા થી જ આવું છે? કેટલા વર્ષ થી આ ઝાડ છે? શુ નામ છે આનું? અકીલે પૂછ્યું.અકીલ આ ઓકિયાડ નું ઝાડ છે. આ 500 વર્ષ થી પણ વધારે જૂનું ઝાડ છે. આની ખાસીયતની વાતો આપણે પછી કરીશું. પહેલા આપણે ગ્લોવર ને મળી લઈએ? ભોફીને પૂછ્યું.હા હા ભોફીન ...Read More

8

યારા અ ગર્લ - 8

અમારો ઈરાદો કેટરીયલને એક ગુપ્ત અને સલામત જગ્યાએ પહોંચાડવાનો હતો જેથી બાળકનો જન્મ સહીસલામત રીતે થઈ શકે. ને એ રહે.પણ અમારી મહેલ છોડવાની વાત મોરોટોસને ખબર પડી ગઈ અને એણે અમારી શોધખોળ ચાલુ કરી દીધી. અમારા માટે એ લોકો થી બચવું મુશ્કેલ હતું. અમે સલામત જગ્યા શોધી રહ્યા હતા પણ કેટરીયલને માટે આવી હાલતમાં ભાગવું અશક્ય હતું. એ ખૂબ થાકી ગઈ હતી. એની હિંમત જવાબ આપી રહી હતી. એને લઈને ફરવું મુશ્કેલ બની રહ્યું હતું.હવે મારા થી નહીં ચલાય, હું ખૂબ થાકી ગઈ છું ઓરેટોન. કેટરીયલ એકદમ નંખાય ગઈ હતી. તે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. મોટું પેટ લઈ ...Read More

9

યારા અ ગર્લ - 9

બધા ભોફીન ની પાછળ ચાલવા લાગ્યા. એ લોકો પેલા ઓકિયાડ ઝાડ ના પેલા ગોળાકાર હોલ પાસે આવી ગયા. ભોફીને જોઈ ને સીટી મારી તો વેલની બનેલી એક સીડી નીચે આવી ગઈ. ચાલો ઉપર ચડવા લાગો વારફરતી, ભોફીને કહ્યું.What? બધા ઝાડની ઉપરની તરફ જોવા લાગ્યા. એ ઝાડ ઉપર થી પહોળું હતું. માનો અંદર જગ્યા જ જગ્યા હોય.ભોફીન પછી બધા વારાફરતી એ સીડી થી ઉપર ચડવા લાગ્યા. ઉપર ચડી ને બધા ખુશ થઈ ગયા. ભોફીન આ શું છે? આ તો આખુ ઘર છે અંદર. કેટલું સુંદર છે આ. ને આ સુવા માટેની જગ્યા એમ બોલતો અકીલ એ જગ્યા પર સુઈ ગયો. કેટલું ...Read More

10

યારા અ ગર્લ - 10

પણ એ કોઈ સામાન્ય વાનરો નહોતા. એમના શરીર પર લાંબા લાંબા રતાશ પડતા વાળ હતા. એમનો ચહેરો દેખાવે વાનર હતો પણ એ એકદમ કેસરી કલરનો હતો. એમની આંખો ઝીણી હતી, મોંનો ભાગ કાળો હતો, નાના કાન હતા. શરીરે તેઓ સામાન્ય વાનરો કરતા થોડા મોટા હતા અને તેઓ બે પગે ને ચાર પગે ચાલતા હતા. પેટ થી નીચે અને કમ્મર થી ઉપરના ભાગ પર લાલ કલર નું કપડું બાંધેલું હતું જેને પટ્ટા ની જેમ બાંધવામાં આવ્યું હતું. આ જંગલમાં તેઓ એક સાથે ઝુંડ માં રહેતા હતા. ને એમના મુખીયાનું નામ " ઉકારીઓ " હતું. તેઓ આ જંગલના એક મહત્વના અને ...Read More

11

યારા અ ગર્લ - 11

બધા શાંતિ થી ચાલતા હતા. પણ ગ્લોવર અને ઉકારીઓ એકબીજા ની અવગણના કરી ચાલી રહ્યા હતા.ભોફીન આ ગ્લોવર અને એકબીજા ને જાણે છે? યારા એ પૂછ્યું.ભોફીને યારા સામે જોતા કહ્યું, હા જાણે છે. સારી રીતે જાણે છે.એટલે મને લાગતું હતું કે કઈક ગડબડ છે, યારા બોલી.ગડબડ? કેવી ગડબડ યારા? અકીલે પૂછ્યું.અકીલ તું યાદ કર જ્યારે ઉકારીઓ અને ગ્લોવર એકબીજા સાથે લડતા હતા ત્યારે એ બન્ને માત્ર વાદવિવાદ જ કરી રહ્યા હતા. બન્ને માં થી કોઈ એ પણ એકબીજા ને નુકસાન નહોતું પહોચાડ્યું. હાલાકી બન્ને એકબીજા પર ગુસ્સો કરી રહ્યા હતા પણ છતાં એકબીજા ને બચાવી રહ્યા હતા. બન્ને માં ...Read More

12

યારા અ ગર્લ - 12

ગ્લોવર એકદમ ઉભો રહી ગયો ને બે હાથ પહોળા કરી દીધા, રોકાય જાવ. કોઈ આગળ ના વધતા જમીન ખસી છે.બધા એકદમ ગભરાય ગયા ને ઉભા રહી ગયા. ને નીચે જોવા લાગ્યા. ખરેખર જમીન બે ભાગમાં વહેંચાય રહી હતી. બધા ને નવાઈ લાગી. કોઈ ભૂકંપ નહિ, કોઈ આંચકો નહિ તો પછી જમીન કેવી રીતે આવી થઈ રહી છે? ને કેમ?હવે શું કરીશું ગ્લોવર? યારા બોલી.કઈ નહિ. આપણે આમાં કઈ નહિ કરી શકીએ. આપણે અહીં જ ઉભા રહેવું પડશે, ઉકારીઓ બોલ્યો.પણ કેમ? આપણે આગળ જવા માટે રસ્તો તો શોધવો પડશે ને? યારા એકદમ નિરાશવદને બોલી.ના અહીં રસ્તો આપણે નહિ પણ આ ...Read More

13

યારા અ ગર્લ - 13

હા તારી વાત સાચી છે ગ્લોવર. પણ તું એ ભૂલે છે કે રાણી કેટરીયલ હજુ જીવે છે. ને જીવન હીરો જેતે વ્યક્તિ સાથે તેના જીવનસાથી ની પણ રક્ષા કરે છે. ભલે હીરાનો મૂળ માલિક જીવીત ના હોય પણ એનો જીવનસાથી જ્યાં સુધી જીવીત હોય ત્યાં સુધી એ હીરો અડધો જ નષ્ટ થાય છે ને બાકી નો અડધો હીરો ત્યાં સુધી રહે છે જ્યાં સુધી એ વ્યક્તિ જીવે છે. વેલીન પાસે અડધો હીરો છે, ઓકિટીને સ્પષ્ટતા કરતા કહ્યું.ગ્લોવર હવે ખરેખર હતાશ થઈ ગયો. એ માથે હાથ મૂકી ને નીચે ફસડાઈ પડ્યો. ને રડવા લાગ્યો. "હું ખરેખર નકામો માણસ છું. મને ...Read More

14

યારા અ ગર્લ - 14

બધા ખુશ હતા કે તેમને તેમના પ્રશ્નોના જવાબ મળી ગયા હતા. પણ સૌથી વધારે ખુશ યારા અને ગ્લોવર હતા. આપણે થોડો આરામ કરવા રોકાઈ શકીએ? ખૂબ ભૂખ લાગી છે અને થાક પણ, વેલીને કહ્યું.આ સાંભળી ગ્લોવરે જવાબ આપ્યો, વેલીન અહીં જ રોકાઈ જાવ, હું તારા માટે ખાવા ની વ્યવસ્થા કરું.ગ્લોવર નો બદલાયેલો સુર જોઈ બધા અચરજ પામી ગયા અને તેની સામે જોવા લાગ્યા.આમ કેમ જોવો છો? મેં કઈ અયોગ્ય કહ્યું? ગ્લોવરે પૂછ્યું.ના ના ગ્લોવર તમે બરાબર કહ્યું. આપણે અહીં જ રોકાઈ જઈએ, યારા એ હસતા હસતા કહ્યું.બધા ત્યાં રોકાય ગયા અને ગ્લોવર બધા માટે ફળ લેવા ગયો.આટલું બધું ...Read More

15

યારા અ ગર્લ - 15

તો ગ્લોવર આપણી આગળ ની રણનીતિ શું રહેશે? જો ઉકારીઓ રાજા મોરોટોસ ની એક તાકતવર પાંખ હોય તો બીજી કઈ છે? વેલીને પૂછ્યું.બીજી પાંખ? ગ્લોવરે ઉકારીઓ ની સામે જોયું.બીજી પાંખ છે ક્લિઓપેટર, ગ્લોવરે કહ્યું.ક્લિઓપેટર? એ કોણ છે ગ્લોવર? વેલીને પૂછ્યું.ઝાબાંઝ અને ખડતલ શરીર ધરાવતા સૈનિકો. જેમનો દેખાવ વરુઓ જેવો છે. પણ તેઓ બે પગે ચાલે છે અને બીજા બે પગનો હાથ તરીકે ઉપયોગ કરે છે. બોલી આપણા જેવી અને તાકાત બહાદુર યોધ્ધા જેવી. તેમની ખાસિયત એમની દોડવાની ગતિ અને તલવારબાજી. વોસીરોમાં તેમના જેવી તલવારબાજી કોઈ કરી શકતું નથી, ગ્લોવરે માહિતી આપતા કહ્યું.ને રાજા મોરોટોસના ખાસ વિશ્વાસુ. એવું કોઈ કામ ...Read More

16

યારા અ ગર્લ - 16

તમે લોકો અહીં જ રોકાવ. ઓકેલીસ ચાલો, એટલું કહી ફિયોના જાસૂસ ઓકેલીસ ને લઈ ને મોલીઓનના રૂપમાં ત્યાં થી ગઈ.યારા તું બરાબર છે? ગ્લોવરે પૂછ્યું.હા ગ્લોવર હું બરાબર છું, યારા એ પુરી સ્વસ્થતા સાથે કહ્યું. ગ્લોવર આપણે મોસ્કોલા જઈશું એ યોગ્ય તો હશે ને?ગ્લોવરે યારા ની સામે જોયું. એને લાગ્યું યારા થોડી અસમંજસમાં છે. કદાચ આ બધું જાણ્યા પછી એના માટે પરિસ્થિતિ થોડી કઠિન થઈ રહી છે. અથવા યારા પરિસ્થિતિને સંભાળી શકવા કાબીલ નથી. યારા મોસ્કોલા એ તમારા નાના નું ઘર છે. તમારું પોતાનું ઘર છે. તમે હજુ રાજા ચાર્લોટ ને જાણતા નથી . એ ખૂબ બહાદુર અને પ્રેમાળ રાજા ...Read More

17

યારા અ ગર્લ - 17

રાણી કેનોથ ઉભા થયા ને યારા પાસે આવ્યા. તેઓ ધારી ધારી ને યારા ને જોવા લાગ્યા. એમને તો વિશ્વાસ નહોતો આવતો કે આ તેમની દીકરી ની દીકરી છે. એમણે યારાના માથા પર હાથ મુક્યો ને બોલ્યા, રાજકુમારી યારા. તું આ દુનિયામાં છે એતો અમને ખબર જ નહીં હતી. અમે તો આવી આશા જ નહોતી સેવી. આટલું બોલતા બોલતા રાણી કેનોથ ગળગળા થઈ ગયા.યારા એ નમી ને તેમના આશીર્વાદ લીધા .એ બોલી, મને પણ ક્યાં ખબર હતી દાદીમા. હું તો સાવ અજાણ હતી આ બધા થી આટલું બોલતા યારા રડી પડી.રાણી કેનોથે તેને પોતાના બાહુપાશ માં ઝકડી લીધી ને બોલ્યા, ...Read More

18

યારા અ ગર્લ - 18

ફિયોના હું રાજા ચાર્લોટ, રાણી કેનોથ અને સેનાપતિ કવીન્સી ને મળવા માંગુ છું, યારા એ કહ્યું.હા કેમ નહીં તમે સાથે ચાલો, ફિયોના એ કહ્યું.ઓકેલીસ તમે આ લોકો ને મહેલ બતાવો ત્યાં સુધી હું આવું છું, ફિયોના એ કહ્યું.હા ફિયોના, એટલું કહી ઓકેલીસ વેલીન, અકીલ, ગ્લોવર અને ઉકારીઓ સાથે ત્યાં થી નીકળ્યા.ફિયોના યારા ને રાણી કેનોથ ના ઓરડામાં લઈ ગઈ. ત્યાં રાજા ચાર્લોટ અને કવીન્સી પણ હાજર હતા.રાજા ચાર્લોટ, રાજકુમારી યારા આપ લોકો ને મળવા માંગે છે. હું તેમને મારી સાથે લઈ આવી છું, ફિયોના એ નમ્રતાપૂર્વક કહ્યું.હા હા ફિયોના એને અંદર લઈ આવો, રાજા ચાર્લોટે કહ્યું.ફિયોના યારા ને અંદર ...Read More

19

યારા અ ગર્લ - 19

જે રસ્તે થી ફિયોના બધા ને મોસ્કોલા લઈ આવી હતી એજ રસ્તા થી એ લોકો પાછા વોસીરો આવી ગયા. જ્યારે વોસીરો પહોંચ્યા ત્યારે સવાર થઈ ગઈ હતી.ફિયોના હવે તમારે રૂપ બદલી લેવું જોઈએ, ઉકારીઓ એ કહ્યું.હા ઉકારીઓ, ફિયોના બોલી અને પછી તેણે અને બુઓને વાનર રૂપ લઈ લીધું.હા હવે બરાબર છે. તમે લોકો અમારા જેવાજ લાગો છો, ઉકારીઓ બોલ્યો.અહીં થી આપણે મારા નિવાસ સ્થાને જઈશું. પછી ત્યાં થી રાજમહેલ જઈશું, ઉકારીઓ એ કહ્યું.જેવી તમારી ઈચ્છા ઉકારીઓ, ફિયોના બોલી.ત્રણેય જણ સાથે ઉકારીઓના નિવાસ સ્થાને ગયા. ત્યાં એમના બધાજ લોકો હાજર હતા. ઉકારીઓ એ તેમને ફિયોના અને બુઓન ની ઓળખ આપી. ...Read More

20

યારા અ ગર્લ - 20

બધું બરાબર જોયા પછી એ ત્યાં થી બહાર નીકળી ગઈ અને પોતાના રહેણાંક માં ગઈ. એ પુરી રાત સુઈ શકી. એનું મન રાજકુમારીની હાલત જોઈ ભરાઈ આવ્યું હતું. ઉકારીઓ ફિયોના ક્યાં છે? તમે એને જોઈ? બુઓને પૂછ્યું.ના બુઓન મેં એને નથી જોઈ, ઉકારીઓ એ કહ્યું.તો આવો આપણે તેના રહેણાંક પર જઈ ને જોઈએ, બુઓને કહ્યું.બન્ને જણ ફિયોના પાસે ગયા. ફિયોના ચુપચાપ ઉદાસ ચહેરે બેઠેલી હતી.ફિયોના બધું બરાબર છે ને? બુઓને પૂછ્યું.અચાનક અવાજ આવવા થી ફિયોના એકદમ સતેજ થઈ ગઈ.અરે બુઓન આવ, ફિયોના ઉભી થઈ ને બોલી.ફિયોના તું ઉદાસ છે? કઈ થયું? ઉકારીઓ એ પૂછ્યું.તું રાત્રે મહેલમાં ગઈ હતી? બુઓને પૂછ્યું.હા ...Read More

21

યારા અ ગર્લ - 21

રૂપ બદલવાના કારણે કોઈ તેમને ઓળખે તેમ નહોતું. બન્ને મહેલમાં પ્રવેશ્યા અને ત્યાં થી રાજકુમારી કેટરીયલ પાસે ગયા. રાજકુમારી આંખો બંધ કરીને બેસેલી હતી. ફિયોના અને બુઓન તેની સામે જઈ ને ઉભા રહ્યા. તેઓ પોતાના મૂળ રૂપમાં આવી ગયા.રાજકુમારી કેટરીયલ, ફિયોના બોલી.અચાનક આવેલા અવાજ થી કેટરીયલે આંખો ખોલી. સામે ફિયોના ને જોઈ એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. ફિયો....ના બોલતાં બોલતાં રાજકુમારી ઉભી થવા ગઈ પણ એ અશક્તિ ના કારણે નીચે પડવા ની હતી પણ ફિયોના અને બુઓને તેને સંભાળી લીધી.રાજકુમારી સંભાળો, ફિયોના બોલી.ફિયોના તું આવી ગઈ? હું તમારી રાહ...ને વાક્ય અધૂરું રહી ગયું. રાજકુમારી બેભાન થઈ ગઈ.રાજકુમારી રાજકુમારી ફિયોના બોલતી રહી પણ ...Read More

22

યારા અ ગર્લ - 22

બીજી બાજુ એક બહુ મોટો બૉમ્બ વોસીરોમાં ફૂટ્યો હતો. પણ એનો અવાજ માત્ર રાજા મોરોટોસના કક્ષમાં જ સંભળાયો હતો. કોઈએ તે અવાજ સાંભળ્યો નહોતો.સવારના સમયમાં એક સિપાઈ એ આવી કહ્યું, રાજા મોરોટોસ નિકોસી આપને મળવા આવ્યા છે.રાજા મોરોટોસે આંખ થી જ તેમને અંદર મોકલવા કહ્યું.રાજા મોરોટોસ સવાર સવારમાં આપને તકલીફ આપવા બદલ ક્ષમા. પણ વાત અત્યંત જરૂરી છે. એટલું બોલતા બોલતા નિકોસી ધ્રુજી રહ્યો હતો.હા બોલ નિકોસી, શું કહેવું છે? રાજા મોરોટોસ પોતાની ખુરશી પર બેઠા બેઠા બોલ્યો.રાજા મોરોટોસ રાણી કેટરીયલ પોતાના કક્ષમાં નથી, આટલું બોલતા બોલતા તેની જીભ થોઠવાવા લાગી.શું ? એટલું બોલી રાજા મોરોટોસ ખુરશી પર થી ...Read More

23

યારા અ ગર્લ - 23

પણ યારા હજુ ત્યાં જ ઉભી હતી. તે વિચારી રહી હતી, કે એક માતા પાસે આના થી વધારે શું રાખી શકાય. આટલા બધા વર્ષો દુઃખ વેઠયા પછી પોતાની દીકરી તેની સામે ઉભી છે છતાં તે ખુશ નથી. તેને પોતાની દીકરી ના જીવનની ચિંતા છે. તે ફરી એજ દુઃખ વેઠવા તૈયાર થઈ ગઈ જે તે અત્યાર સુધી વેઠી રહી હતી. તેને પોતાની કોઈ ચિંતા નથી. ત્યાં કેટરીયલે તેને પકડી ને હચમચાવી નાંખી ને બોલી, યારા તું સાંભળે છે? તું અહીં થી પછી તારી દુનીયામાં ચાલી જા. તારા જીવ ને અહીં જોખમ છે.યારા એ પ્રેમ થી કેટરીયલનો હાથ પકડ્યો અને તેને દોરી ...Read More

24

યારા અ ગર્લ - 24

હજુ સુધી મોરોટોસ ને રાણી કેટરીયલ ની કોઈ ભાળ મળી નહોતી. તેને ફરી થી પોતાનું જીવન પહેલા ની જેમ મુજબ કરી દીધું. હવે તેણેે વોસીરોના સ્થાપના દિવસ પર ધ્યાન કેદ્રીત કર્યું. મોરોટોસ પોતાના કક્ષમાં હતો. ત્યાં રાજમાતા ઈમોગન આવ્યાં.ઈમોગન એ મોરોટોસ ના માતા છે. તેઓ વૃદ્ધ છે પણ ખૂબ પ્રેમાળ અને સમજદાર છે. મોરોટોસ તેમનું ખૂબ સન્માન કરે છે. એમની કોઈપણ વાત તે ક્યારેય ઉથાપતો નથી. વોસીરોના હિતના નિર્ણયો આજે પણ રાજમાતા પોતે લે છે. તેઓ હંમેશા મોરોટોસ માટે એક માર્ગદર્શક રહ્યા છે. તેઓ નીતિનિયમો અને ન્યાય અન્યાયમાં ખૂબ માને છે. તેમનાં નિર્ણય આગળ મોરોટોસ પણ કઈ કરી શકતો નથી. ...Read More

25

યારા અ ગર્લ - 25 - છેલ્લો ભાગ

ને એ સવાર ઊગી ગઈ. સવાર થી જ મહેલમાં ખૂબ ચહેલપહેલ હતી. વોસીરોની પ્રજા પોતાના નવા વારસદાર ને જોવા હતી. લોકો ઉત્સાહ થી રાજમહેલ તરફ જઈ રહ્યાં હતાં. હજારો લોકો થી મેદાન ભરેલું હતું. મહેમાનો પણ આવી ચૂક્યા હતાં.રાજા ચાર્લોટ, રાણી કેનોથ, ફિયોના અને રાજકુમાર કવીન્સી સાથે ત્યાં પહોંચી ચૂક્યા હતાં. રાજા મોરોટોસ રાજમાતા સાથે ત્યાં આવ્યાં. તેમણે બધાં જ મહેમાનોનું ખૂબ ભાવ થી સ્વાગત કર્યું. ને સમારંભમાં સામેલ થવા બદલ બધાનો આભાર માન્યો. બીજા રાજાઓ એ પણ પોતે લાવેલ ભેટો તેમને આપી. હવે ભેટ આપવાનો વારો રાજા ચાર્લોટ નો આવ્યો. તેમણે ઉભા થઈ ને ખૂબ આદર સાથે રાજમાતા અને ત્યાં ઉપસ્થિત મહેમાનોનું ...Read More