રુદ્ર ની પ્રેમકહાની

(5.1k)
  • 132.8k
  • 267
  • 69.1k

લવસ્ટોરી, હોરર, સસ્પેન્સ, સામાજિક દરેક પ્રકારનાં વિષય પર નવલકથા લખવાનો હું પ્રયત્ન કરી ચુક્યો છું.. અને એમાં અત્યાર સુધી જ્વલંત સફળતા પણ પ્રાપ્ત થઈ છે.. હવે ઈચ્છા હતી કંઈક નવો અખતરો કરવાની.. કંઈક એવું લખવાની જે લખવાનું હજુ કોઈ ગુજરાતી લેખક દ્વારા વિચારાયું જ ના હોય.. અને આવો જ એક વિષય છે.. માયથોલોજીક ફિક્શન એટલે કે પૌરાણિક કાલ્પનિક કહાની. હિંદુ ધર્મ અને એનાં પુરાણો માં એટલી બધી રહસ્યમયી વાતો છે જેની વાત વિગતે કરવાં બેસીએ તો મહિનાઓ લાગે.. એટલે જ મને થયું કે એક એવી સુંદર કાલ્પનિક સ્ટોરી લખું જેનાં લીધે પુરાણો તરફનો લોકોનો પ્રેમ જાગી ઉઠે.. આ કહાની ફક્ત મારી કલ્પના પર આધારિત છે જેનો સીધો કે આડકતરો કોઈની સાથે પણ સંબંધ નથી. તેમ છતાં ઘણી જગ્યાએ તમને વિષયવસ્તુ સત્ય ની સમીપ લાગશે તો એ ફક્ત સંયોગ માત્ર હોઈ શકે છે.

Full Novel

1

રુદ્ર ની પ્રેમકહાની - 1

લવસ્ટોરી, હોરર, સસ્પેન્સ, સામાજિક દરેક પ્રકારનાં વિષય પર નવલકથા લખવાનો હું પ્રયત્ન કરી ચુક્યો છું.. અને એમાં અત્યાર સુધી સફળતા પણ પ્રાપ્ત થઈ છે.. હવે ઈચ્છા હતી કંઈક નવો અખતરો કરવાની.. કંઈક એવું લખવાની જે લખવાનું હજુ કોઈ ગુજરાતી લેખક દ્વારા વિચારાયું જ ના હોય.. અને આવો જ એક વિષય છે.. માયથોલોજીક ફિક્શન એટલે કે પૌરાણિક કાલ્પનિક કહાની. હિંદુ ધર્મ અને એનાં પુરાણો માં એટલી બધી રહસ્યમયી વાતો છે જેની વાત વિગતે કરવાં બેસીએ તો મહિનાઓ લાગે.. એટલે જ મને થયું કે એક એવી સુંદર કાલ્પનિક સ્ટોરી લખું જેનાં લીધે પુરાણો તરફનો લોકોનો પ્રેમ જાગી ઉઠે.. આ કહાની ફક્ત મારી કલ્પના પર આધારિત છે જેનો સીધો કે આડકતરો કોઈની સાથે પણ સંબંધ નથી. તેમ છતાં ઘણી જગ્યાએ તમને વિષયવસ્તુ સત્ય ની સમીપ લાગશે તો એ ફક્ત સંયોગ માત્ર હોઈ શકે છે. ...Read More

2

રુદ્ર ની પ્રેમકહાની - 2

પોતાનાં ભોગ-વિલાસ ની જીંદગી ને છોડવાનાં બદલે બકાર તરફ ઈર્ષા નાં ભાવનાં લીધે ઈન્દ્ર દેવ સમેત અન્ય દેવતાગણ મળીને ને સ્વર્ગમાંથી હડધૂત કરીને કાઢી મુકવાનો વિચાર કરે છે. એમની આ મનોકામના ને પૂર્ણ કરવામાં દેવર્ષિ નારદ પણ એમને સાથ આપવાં તૈયાર થાય છે.. આ મુજબ નારદ મુનિ મહાદેવનાં કાન ભંભેરણી કરવાં કૈલાશ પર્વત તરફ પ્રસ્થાન કરે છે. એમનાં જતાં જ દેવગણ બકારનાં આવવાંની રાહ જોતાં બેઠો હોય છે. આવી ગયાં બકાર દેવ.. બકાર નાં સ્વર્ગમાં આગમન થતાં જ વરુણદેવ કટાક્ષમાં બોલ્યાં. ...Read More

3

રુદ્ર ની પ્રેમકહાની - 3

બકાર નામનાં યક્ષની સેવાભાવી વૃત્તિનાં કારણે દેવતાઓ ને બકાર પ્રત્યે ઈર્ષ્યા પેદા થાય છે.. આ ઈર્ષ્યા નાં લીધે ઈન્દ્ર બીજાં દેવતાઓ મળી બકાર ને સ્વર્ગમાંથી કાઢી મૂકે છે.. દેવર્ષિ નારદ પણ આ ષડયંત્રમાં દેવતાઓનો સાથ આપી ભગવાન શંકર સમક્ષ ઝુઠાણું ચલાવે છે જેથી મહાદેવ દેવતાઓ ઉપર ક્રોધિત ના થાય.. સ્વર્ગમાંથી પાતાળલોક પહોંચેલા બકારને નિમ લોકોનાં કુળગુરુ ગેબીનાથ નો ભેટો થાય છે.. જે બકારને જણાવે છે એની વિરુદ્ધ દેવતાઓએ ચાલ ચાલી હતી. પણ આમ કરવાનું કારણ.. હું તો ફક્ત પૃથ્વીલોક પર જરૂરિયાતમંદ લોકોની સેવા કરતો હતો.. એમાં એ બધાં દેવતાઓને કઈ વાતનું માઠું લાગ્યું..? ઈન્દ્ર દેવે બકાર ની વિરુદ્ધ કઈ રીતે ષડયંત્ર રચ્યું એની વાત ગુરુ ગેબીનાથે જ્યારે બકારને કરી ત્યારે એને સવાલસુચક નજરે ગેબીનાથ તરફ જોતાં કહ્યું. ...Read More

4

રુદ્ર ની પ્રેમકહાની - 4

પોતાને સ્વર્ગમાંથી દેવતાઓએ ષડયંત્ર રચી કાઢી મુક્યો હોવાનું જાણ્યાં બાદ બકારે પૃથ્વી પરથી ગંગા ને પાતાળલોકમાં લાવી મૂકી.. આમ હેરાન-પરેશાન મનુષ્યો દેવતાઓને અરજ કરે છે.. જેનાં કારણે દેવતાઓ અને બકાર વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે જેની અંદર બકાર એકલો જ બધાં દેવતાઓને પરાસ્ત કરી મૂકે છે.. બકારનું શું કરવું જોઈએ એમ દેવતાઓ વિચારતાં હોય છે ત્યારે ઈન્દ્ર દેવને બકારનો અંત કરવાની યુક્તિ સુઝે છે. ...Read More

5

રુદ્ર ની પ્રેમકહાની - 5

દેવતાઓ દ્વારા રચવામાં આવેલી યુક્તિ મુજબ ભગવાન વિષ્ણુ બકાર વિશેની સંપૂર્ણ હકીકત જાણ્યાં વગર એક વૃદ્ધ બ્રાહ્મણ નો વેશ બકાર ની વિરુદ્ધ યુદ્ધ આરંભે છે.. બકાર શ્રી હરિ વિષ્ણુ સામે પરાસ્ત થયાં બાદ પોતાની મોત પહેલાં પોતે માં ગંગા ને પાતાળલોકમાં કેમ લાવ્યો એનો વૃતાંત કહેવાનું શરૂ કરે છે.. નંદી આવીને મહાદેવને બકાર વિરુદ્ધ રચાયેલાં ષડયંત્રની જાણ કરે છે.. એ સાંભળી મહાદેવ બકાર ને શ્રી હરિ વિષ્ણુથી બચાવવા વીંધ્યાચળ તરફ પ્રયાણ કરે છે. ...Read More

6

રુદ્ર ની પ્રેમકહાની - 6

બકાર નાં વધ બાદ મહાદેવે બકાર નાં પુનઃ જન્મ ને લઈને ઘોષણા કરી.. જે મુજબ બકાર હજારો વર્ષ બાદ યોનિમાં જન્મ લેશે એવું કથન મહાદેવે કર્યું. બકાર નાં શરીરનાં અંગો સુદર્શન ચક્ર દ્વારા વિભાજીત થઈને પાતાળલોકમાં જ્યાં પડ્યાં ત્યાં જે નિમ લોકો વસતાં હતાં એમની અંદર અમુક ખાસ શક્તિઓ આવી ગઈ.. અને આ શક્તિઓ નાં લીધે પાતાળલોક ચાર ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો. ...Read More

7

રુદ્ર ની પ્રેમકહાની - 7

બકારનાં વધ બાદ એનાં દેહનાં ટુકડાઓ જ્યાં જઈને પડ્યાં એ બધી જગ્યાએ વસતાં નિમ લોકો એક રીતે શક્તિશાળી તો પણ એમની અંદરની એકતા કાયમ ના રહી શકી.. પૃથ્વી પર રાજા રત્નરાજ ની આગેવાનીમાં અન્ય ચાર રાજાઓ હુબાલી, અમોલી, યદુવીર અને શશીધર પાતાળલોકમાં આવેલાં હેમ જ્વાળામુખીમાં મોજુદ સુવર્ણ ભંડાર ની લાલચમાં આવી વગર કારણે નિમ લોકો વિરુદ્ધ યુદ્ધ કરવાનું આયોજન કરે છે. ...Read More

8

રુદ્ર ની પ્રેમકહાની - 8

રત્નરાજ ની સાથે મળીને પંચરાજ ની સેનાએ પાતાળલોકનાં ત્રણેય રાજાઓને પરાસ્ત કરીને હેમ જ્વાળામુખીનો સુવર્ણ ભંડાર તો કબજે કરી લીધો.. પણ સાથે સાથે નિમ લોકો માટે એક સંધિ પણ તૈયાર કરી જે મુજબ નિમ લોકો ક્યારેય કુંભમેળામાં નહીં જઈ શકે એવું લખાણ કર્યા બાદ બીજી શરત મુજબ પાતાળલોકમાં આવતાં સૂર્યપ્રકાશ ને પણ મનુષ્યો એ બંધ કરી દીધો.. આ બાબતથી હેરાન પરેશાન નિમ લોકો ગુરુ ગેબીનાથ જોડે ગયાં. ગુરુ ગેબીનાથે પોતાની દિવ્ય શક્તિ વડે સૂર્યદંડ ને માં ભૈરવી નાં મંદિર પર સ્થાપિત કરી સૂર્ય પ્રકાશ ની સમસ્યા નો પ્રશ્ન ઉકેલી દીધો. ...Read More

9

રુદ્ર ની પ્રેમકહાની - 9

પંચરાજ ની સેના સામે થયેલાં પરાજય પછી સાથે સાથે નિમ લોકો માટે એક સંધિ પણ તૈયાર કરવામાં આવી જે પાતાળલોકમાં આવતાં સૂર્યપ્રકાશ ને પણ મનુષ્યો એ બંધ કરી દીધો. ગુરુ ગેબીનાથે પોતાની દિવ્ય શક્તિ વડે સૂર્યદંડ ને માં ભૈરવી નાં મંદિર પર સ્થાપિત કરી સૂર્ય પ્રકાશ ની સમસ્યા નો પ્રશ્ન ઉકેલી દીધો. સાથે-સાથે ગેબીનાથે નિમ રાજાઓને સલાહ આપી કે એમની સંતાનોનાં વિવાહ કરાવે.. બધાં રાજવીઓ એ આ સલાહ માથે ચડાવી પોતપોતાનાં દીકરા-દિકરીઓનાં ગેબીનાથ નાં કહ્યાં મુજબ લગ્ન કરાવી દીધાં.. જેનાં કારણોસર નિર્વા અને દેવદત્ત નાં ઘરે એક તેજસ્વી પુત્ર-રત્નનો જન્મ થયો જેનો નામ ગુરુ ગેબીનાથે રુદ્ર રાખ્યું. ...Read More

10

રુદ્ર ની પ્રેમકહાની - 10

બધાં રાજવીઓ પોતપોતાનાં દીકરા-દિકરીઓનાં ગેબીનાથ નાં કહ્યાં મુજબ લગ્ન કરાવી દીધાં.. નિર્વા અને દેવદત્ત નાં ઘરે એક તેજસ્વી પુત્ર-રત્નનો થયો જેનો નામ ગુરુ ગેબીનાથે રુદ્ર રાખ્યું. પોતાનાં ભાઈ જલદ નાં પ્રભુ ભક્તિ માટે જંગલમાં ગયાં બાદ એની દીકરી ઉમા નાં ઉછેર ની અને સમગ્ર પાતાળલોકમાં શાસન કરવાની જવાબદારી દેવદત્ત ઉપર આવી પડી.. પોતાનાં પુત્રમાં યોગ્ય સંસ્કારો નું સિંચન થાય એ હેતુથી નિર્વા અને દેવદત્ત રુદ્ર ને ગેબીનાથ નાં આશ્રમમાં મૂકી આવ્યાં.. રુદ્ર નાં આગમનથી પરેશાન આશ્રમમાં વસતાં બે નિમ બાળકો શતાયુ અને ઈશાન રુદ્ર ત્યાંથી ચાલ્યો જાય એ હેતુથી એક યોજના બનાવે છે જે ગુરુ ગેબીનાથ સાંભળી જાય છે. ...Read More

11

રુદ્ર ની પ્રેમકહાની - 11

પોતાનાં પુત્રમાં યોગ્ય સંસ્કારો નું સિંચન થાય એ હેતુથી નિર્વા અને દેવદત્ત રુદ્ર ને ગેબીનાથ નાં આશ્રમમાં મૂકી આવ્યાં.. નાં આગમનથી પરેશાન આશ્રમમાં વસતાં બે નિમ બાળકો શતાયુ અને ઈશાન રુદ્ર ત્યાંથી ચાલ્યો જાય એ હેતુથી રારા નામનાં એક ભયાનક અજગરથી ડરાવી એને ત્યાંથી ભગાવવાની યોજના બનાવે છે જે ગુરુ ગેબીનાથ સાંભળી જાય છે.. આમ છતાં ગેબીનાથ શતાયુ અને ઈશાનની સાથે જ રુદ્ર ને જંગલમાં મોકલે છે. ...Read More

12

રુદ્ર ની પ્રેમકહાની - 12

પોતાનાં પુત્રમાં યોગ્ય સંસ્કારો નું સિંચન થાય એ હેતુથી નિર્વા અને દેવદત્ત રુદ્ર ને ગેબીનાથ નાં આશ્રમમાં મૂકી આવ્યાં.. નાં આગમનથી પરેશાન આશ્રમમાં વસતાં બે નિમ બાળકો શતાયુ અને ઈશાન રુદ્ર ત્યાંથી ચાલ્યો જાય એ હેતુથી રારા નામનાં એક ભયાનક અજગરથી ડરાવી એને ત્યાંથી ભગાવવાની યોજના બનાવે છે જે ગુરુ ગેબીનાથ સાંભળી જાય છે.. આમ છતાં ગેબીનાથ શતાયુ અને ઈશાનની સાથે જ રુદ્ર ને જંગલમાં મોકલે છે.. રુદ્ર ગુફામાં તો જાય છે પણ ત્યાં એવાં સંજોગો નિર્માણ પામે છે કે રારા નું હૃદય પરિવર્તન થઈ જાય છે. આશ્રમમાં પહોંચતાં જ રુદ્ર શતાયુ અને ઈશાનને જણાવે છે કે એ બંને એ જાણીજોઈને પોતાને ગુફામાં મોકલ્યો એની પોતાને ખબર છે. ...Read More

13

રુદ્ર ની પ્રેમકહાની - 13

ગેબીનાથ શતાયુ અને ઈશાનની યોજના વિશે જાણતાં હોવાં છતાં એ બંનેની સાથે જ રુદ્ર ને જંગલમાં મોકલે છે.. રુદ્ર તો જાય છે પણ ત્યાં એવાં સંજોગો નિર્માણ પામે છે કે રારા નું હૃદય પરિવર્તન થઈ જાય છે. આશ્રમમાં પહોંચતાં જ રુદ્ર શતાયુ અને ઈશાનને જણાવે છે કે એ બંને એ જાણીજોઈને પોતાને ગુફામાં મોકલ્યો એની પોતાને ખબર છે.. રુદ્ર ગુરુજી ને જંગલમાં જે ઘટિત થયું એનાં વિશે તો જણાવે છે પણ શતાયુ અને ઈશાનને માફ કરવાની અરજ પણ ગેબીનાથ ને કરે છે.. રુદ્ર નું આમ કરવું શતાયુ અને ઈશાન ને એનાં ગાઢ મિત્ર બનાવી દે છે. ...Read More

14

રુદ્ર ની પ્રેમકહાની - 14

રુદ્ર ગુરુ ગેબીનાથને જંગલમાં જે ઘટિત થયું એનાં વિશે તો જણાવે છે પણ શતાયુ અને ઈશાનને માફ કરવાની અરજ ગેબીનાથ ને કરે છે.. રુદ્ર નું આમ કરવું શતાયુ અને ઈશાન ને એનાં ગાઢ મિત્ર બનાવી દે છે. મેઘદૂત નામનાં પવનવેગી અશ્વની સવારી કરી ધ્વજદંડ લાવવાની પરીક્ષા ને રુદ્ર પોતાની સમજદારીથી સાર્થક કરે છે.. પાતાળલોકમાં એક દિવસ એવું બને છે કે સૂર્યદંડમાંથી આવતી સૂર્યકિરણ પાતાળલોકમાં પ્રસરાતી નથી. ...Read More

15

રુદ્ર ની પ્રેમકહાની - 15

પાતાળલોકમાં એક દિવસ એવું બને છે કે સૂર્યદંડમાંથી આવતી સૂર્યકિરણ પાતાળલોકમાં પ્રસરાતી નથી.. આમ થતાં હેરાન પરેશાન નિમલોકોને લઈને ગેબીનાથ ને મળવાં આવે છે.. ગેબીનાથ પોતાની દૈવી શક્તિથી જાણી લેશે કે હિમાલ દેશનો રાજા હિમાન સૂર્યદંડ ચોરી ગયો હોય છે.. હિમાન નાં આ કરવાં પાછળનું કારણ જાણીને સૂર્યદંડ પાછો લાવવાનાં ઉદ્દેશથી રુદ્ર પોતાનાં પિતા દેવદત્ત અને ગુરુ ગેબીનાથ ની રજા લઈ શતાયુ અને ઈશાન સાથે હિમાલ દેશ તરફ પ્રયાણ કરે છે. ...Read More

16

રુદ્ર ની પ્રેમકહાની - 16

ગેબીનાથ પોતાની દૈવી શક્તિથી જાણી લેશે કે હિમાલ દેશનો રાજા હિમાન સૂર્યદંડ ચોરી ગયો હોય છે.. હિમાન નાં આ પાછળનું કારણ જાણીને સૂર્યદંડ પાછો લાવવાનાં ઉદ્દેશથી રુદ્ર પોતાનાં પિતા દેવદત્ત અને ગુરુ ગેબીનાથ ની રજા લઈ શતાયુ અને ઈશાન સાથે હિમાલ દેશની સરહદમાં પગ મૂકે ત્યાંતો રાજા હિમાનનો સેનાપતિ વારંગા એ લોકોની ધરપકડ કરી હિમાન સમક્ષ લાવે છે. રુદ્ર દ્વારા પોતાનો પરિચય અપાતાં જ વારંગાની બદલ હિમાન રુદ્રની માફી માંગે છે.. રુદ્ર દ્વારા સૂર્યદંડ ની ચોરીનું કારણ પૂછતાં હિમાન એ વિષયમાં જણાવવાનું શરૂ કરે છે. ...Read More

17

રુદ્ર ની પ્રેમકહાની - 17

સૂર્યદંડ પાછો લાવવાનાં ઉદ્દેશથી રુદ્ર પોતાનાં પિતા દેવદત્ત અને ગુરુ ગેબીનાથ ની રજા લઈ શતાયુ અને ઈશાન સાથે હિમાલ સરહદમાં પગ મૂકે ત્યાંતો રાજા હિમાનનો સેનાપતિ વારંગા એ લોકોની ધરપકડ કરી હિમાન સમક્ષ લાવે છે. પોતાનો પરિચય આપ્યાં બાદ રુદ્ર દ્વારા સૂર્યદંડ ની ચોરીનું કારણ પૂછતાં હિમાન જણાવે છે પોતાનાં રાજ્યનાં માસુમ બાળકો નો જીવ બચાવવા એને આ પગલું ભર્યું હતું.. આ સાંભળી રુદ્ર સૂર્યદંડ ની સ્થાપના કારા પર્વત પર કરે છે જેથી એનો પ્રકાશ હિમાલ દેશનાં લોકોને પણ મળે. ...Read More

18

રુદ્ર ની પ્રેમકહાની - 18

રુદ્ર દ્વારા સૂર્યદંડ ની ચોરીનું કારણ પૂછતાં હિમાન જણાવે છે પોતાનાં રાજ્યનાં માસુમ બાળકો નો જીવ બચાવવા એને આ ભર્યું હતું.. આ સાંભળી રુદ્ર સૂર્યદંડ ની સ્થાપના કારા પર્વત પર કરે છે જેથી એનો પ્રકાશ હિમાલ દેશનાં લોકોને પણ મળે. રુદ્ર દ્વારા જે કરવામાં આવ્યું હતું એ જાણી દેવદત્ત અને ગુરુ ગેબીનાથ પ્રસન્ન થાય છે.. ગુરુ ગેબીનાથ મહા શિવરાત્રીનાં દિવસે રુદ્રને પુનઃ પોતાનાં નિવાસસ્થાને મોકલવાની વાત કરે છે. રુદ્ર મનુષ્યો દ્વારા નિમલોકો જોડે કરવામાં આવેલી અન્યાયી સંધિનો નાશ કરવાં પોતાનાં મિત્રો શતાયુ અને ઈશાન જોડે કુંભમેળા દરમિયાન પૃથ્વીલોક પર જવાનું આયોજન કરે છે. ...Read More

19

રુદ્ર ની પ્રેમકહાની - 19

ગુરુ ગેબીનાથ મહા શિવરાત્રીનાં દિવસે રુદ્રને પુનઃ પોતાનાં નિવાસસ્થાને મોકલવાની વાત કરે છે. રુદ્ર મનુષ્યો દ્વારા નિમલોકો જોડે કરવામાં અન્યાયી સંધિનો નાશ કરવાં પોતાનાં મિત્રો શતાયુ અને ઈશાન જોડે કુંભમેળા દરમિયાન પૃથ્વીલોક પર જવાનું આયોજન કરે છે. એ મુજબ રુદ્ર ગુરુ ગેબીનાથ ને મળીને પૃથ્વીલોક જવાની આજ્ઞા મેળવે છે. રુદ્ર, શતાયુ અને ઈશાન આ સાથે જ પૃથ્વીલોક જવાની તૈયારી આરંભે છે. ...Read More

20

રુદ્ર ની પ્રેમકહાની - 20

રુદ્ર મનુષ્યો દ્વારા નિમલોકો જોડે કરવામાં આવેલી અન્યાયી સંધિનો નાશ કરવાં પોતાનાં મિત્રો શતાયુ અને ઈશાન જોડે કુંભમેળા દરમિયાન પર જવાનું આયોજન કરે છે. એ મુજબ રુદ્ર ગુરુ ગેબીનાથ ને મળીને પૃથ્વીલોક જવાની આજ્ઞા મેળવી શતાયુ અને ઈશાન આ સાથે જ કુંભમેળામાં આવી પહોંચે છે.. પૃથ્વીલોકનાં સૌથી વધુ શક્તિશાળી રાજા અગ્નિરાજ ની પુત્રી રાજકુમારી મેઘના સ્નાન અર્થે આવવાની હોવાથી અગ્નિરાજ નાં સૈનિકો કિનારો ખાલી કરાવે છે.. શતાયુ અને ઈશાન તો ત્યાંથી જતાં રહે છે પણ રુદ્ર નદીમાં જ રોકાઈ જાય છે. ...Read More

21

રુદ્ર ની પ્રેમકહાની - 21

રુદ્ર ગુરુ ગેબીનાથ ને મળીને પૃથ્વીલોક જવાની આજ્ઞા મેળવી શતાયુ અને ઈશાન આ સાથે જ કુંભમેળામાં આવી પહોંચે છે.. સૌથી વધુ શક્તિશાળી રાજા અગ્નિરાજ ની પુત્રી રાજકુમારી મેઘના સ્નાન અર્થે આવવાની હોવાથી અગ્નિરાજ નાં સૈનિકો કિનારો ખાલી કરાવે છે.. શતાયુ અને ઈશાન તો ત્યાંથી જતાં રહે છે પણ રુદ્ર નદીમાં જ રોકાઈ જાય છે જ્યાં એને રાજકુમારી મેઘના ની અંગૂઠી મળે છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો ઢંઢેરો પીટે છે કે જેને એ અંગૂઠી મળી હોય એ આવીને રાજા અગ્નિરાજ ને આપી જશે તો એને યોગ્ય ઈનામ આપવામાં આવશે. ...Read More

22

રુદ્ર ની પ્રેમકહાની - 22

રુદ્ર શતાયુ અને ઈશાન સાથે કુંભમેળામાં આવી પહોંચે છે.. શતાયુ અને ઈશાન તો ત્યાંથી જતાં રહે છે પણ રુદ્ર જ રોકાઈ જાય છે જ્યાં એને રાજકુમારી મેઘના ની અંગૂઠી મળે છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો ઢંઢેરો પીટે છે કે જેને એ અંગૂઠી મળી હોય એ આવીને રાજા અગ્નિરાજ ને આપી જશે તો એને યોગ્ય ઈનામ આપવામાં આવશે. રુદ્ર મેઘના ની અંગૂઠી આપવાં રાજા અગ્નિરાજ નો ઉતારો જ્યાં હોય છે ત્યાં પહોંચે છે.. રાજા અગ્નિરાજ અંગૂઠીનાં બદલામાં રુદ્ર ને જે ઈચ્છે એ માંગવા કહે છે.. રુદ્ર આ અંગે વિચારતો હોય છે ત્યાં રાજકુમારી મેઘના ત્યાં પ્રવેશે છે. ...Read More

23

રુદ્ર ની પ્રેમકહાની - 23

રુદ્રને નદીમાંથી રાજકુમારી મેઘના ની અંગૂઠી મળે છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો ઢંઢેરો પીટે છે કે જેને એ અંગૂઠી હોય એ આવીને રાજા અગ્નિરાજ ને આપી જશે તો એને યોગ્ય ઈનામ આપવામાં આવશે. રુદ્ર મેઘના ની અંગૂઠી આપવાં રાજા અગ્નિરાજ નો ઉતારો જ્યાં હોય છે ત્યાં પહોંચે છે.. રાજા અગ્નિરાજ પાસે અંગૂઠીનાં બદલામાં રુદ્ર કંઈપણ માંગણી કરતો નથી.. રુદ્ર રાત્રી દરમિયાન નદીકિનારે બેઠો હોય છે ત્યાં મંત્રોચ્ચાર સાંભળી એક અઘોરી જોડે જઈ પહોંચે છે.. રુદ્રનો ચહેરો જોયાં વગર એ અઘોરી રુદ્રને નામ દઈને બોલાવે છે જે સાંભળી રુદ્ર ને અચંબો થાય છે. ...Read More

24

રુદ્ર ની પ્રેમકહાની - 24

રુદ્રને નદીમાંથી રાજકુમારી મેઘના ની જે અંગૂઠી મળી આવે છે એને રાજા અગ્નિરાજને સુપ્રત કરવાનાં બદલામાં રુદ્ર કંઈપણ માંગણી નથી.. રુદ્ર રાત્રી દરમિયાન નદીકિનારે બેઠો હોય છે ત્યાં મંત્રોચ્ચાર સાંભળી એક અઘોરી જોડે જઈ પહોંચે છે.. રુદ્રનો ચહેરો જોયાં વગર એ અઘોરી રુદ્રને નામ દઈને બોલાવે છે જે સાંભળી રુદ્ર ને અચંબો થાય છે.. એ અઘોરી સાથે ની અદભુત મુલાકાત પછી રુદ્ર સમજી જાય છે કે એ અઘોરી સ્વંય મહાદેવ હતાં.. કુંભમેળામાં એક બેકાબુ બનેલો હાથી હડદંગ મચાવતો હોય છે ત્યારે રાજકુમારી મેઘના એ હાથીની સામે આવી જાય છે. ...Read More

25

રુદ્ર ની પ્રેમકહાની - 25

રુદ્રને નદીમાંથી રાજકુમારી મેઘના ની જે અંગૂઠી મળી આવે છે એને રાજા અગ્નિરાજને સુપ્રત કરવાનાં બદલામાં રુદ્ર કંઈપણ માંગણી નથી.. કુંભમેળામાં એક બેકાબુ બનેલો હાથી હડદંગ મચાવતાં હાથીથી મેઘના નો જીવ તો બચાવે જ છે પણ સાથે-સાથે ગુસ્સેલ ટોળાંથી ગજરાજ નો પણ જીવ બચાવે છે.. રુદ્ર અને મેઘના ધીરે-ધીરે એકબીજા તરફ આકર્ષાય છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો વાનુરા નાં મેદાનમાં થનારી લડાઈ જોવાં સૌને આવવાનું આમંત્રણ આપે છે. એ ભાઈ આ વાનુરા શું છે..? અગ્નિરાજ નાં સૈનિકોનાં જતાં જ શતાયુ એ એમની નજીકથી પસાર થતાં એક વ્યક્તિનો રસ્તો રોકતાં પૂછ્યું. ...Read More

26

રુદ્ર ની પ્રેમકહાની - 26

રાજકુમારી મેઘના ની અંગૂઠી અગ્નિરાજ ને સુપ્રત કર્યાં બાદ કુંભમેળામાં એક બેકાબુ બનેલો હાથી હડદંગ મચાવતાં ગજરાજથી મેઘના નો તો બચાવે જ છે પણ સાથે-સાથે ગુસ્સેલ ટોળાંથી ગજરાજ નો પણ જીવ બચાવે છે.. રુદ્ર અને મેઘના ધીરે-ધીરે એકબીજા તરફ આકર્ષાય છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો વાનુરા નાં મેદાનમાં થનારી લડાઈ જોવાં સૌને આવવાનું આમંત્રણ આપે છે.. સમગ્ર પૃથ્વીલોકનાં રાજાઓનાં આગમન બાદ અસુરા નામનાં એક યોદ્ધા નો ઉલ્લેખ થાય છે અને લોકો અસુરા કોણ છે એ જાણવાની રાહ જોઈ રહ્યાં હોય છે. ...Read More

27

રુદ્ર ની પ્રેમકહાની - 27

રુદ્ર અને મેઘના ધીરે-ધીરે એકબીજા તરફ આકર્ષાય છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો વાનુરા નાં મેદાનમાં થનારી લડાઈ જોવાં સૌને આમંત્રણ આપે છે.. સમગ્ર પૃથ્વીલોકનાં રાજાઓનાં આગમન બાદ અસુરા નામનાં વાઘ ને રાજા હુબાલી મેદાનમાં ઉતારે છે.. જેની સામે છ પહાડી વરુઓ રાજા મિરાજ દ્વંદ્વ માટે ઉતારે છે.. અસુરા દ્વારા બધાં વરુઓનો ખાત્મો કરવામાં આવતાં રાજા જયવીર ત્રિપુરા યોદ્ધાઓને અસુરાની સામે મેદાને મોકલે છે.. જે અસુરાને હંફાવી મુકે છે. ...Read More

28

રુદ્ર ની પ્રેમકહાની - 28

રુદ્ર અને મેઘના ધીરે-ધીરે એકબીજા તરફ આકર્ષાય છે. વાનુરા નાં મેદાનમાં સમગ્ર પૃથ્વીલોકનાં રાજાઓનાં આગમન બાદ અસુરા નામનાં વાઘ રાજા હુબાલી મેદાનમાં ઉતારે છે.. જેની સામે છ પહાડી વરુઓ રાજા મિરાજ દ્વંદ્વ માટે ઉતારે છે.. અસુરા દ્વારા બધાં વરુઓનો ખાત્મો કરવામાં આવતાં રાજા જયવીર ત્રિપુરા યોદ્ધાઓને અસુરા સામે મેદાનમાં ઉતારે છે જે અસુરાનો અંત આણે છે.. રાજા મહેન્દ્રસિંહ નો હારુન નામનો એક કદાવર દેહ ધરાવતો યોદ્ધા આ ત્રિપુરા યોદ્ધાઓને મોત ને ઘાટ ઉતારી દે છે.. હારુન સામે મેદાનમાં દ્વંદ્વ માટે ફેંકવામાં આવેલો પડકાર રુદ્ર સ્વીકાર કરે છે. ...Read More