તિરસ્કાર

(176)
  • 22k
  • 26
  • 11.6k

પ્રકરણ -1પ્રગતિ આજે ખૂબ જ ખુશ હતી. આજે એની નોકરી નો પહેલો દિવસ હતો. આજે એને સરકારી નોકરી મળી ગઈ હતી. અને એ પણ એની ઈચ્છા મુજબ. બોટની ના મદદનીશ પ્રાધ્યાપક ની નોકરી આજે એને મળી હતી. એ કોલેજ ના ગેટમાંથી અંદર પ્રવેશી. આ એ જ કોલેજ હતી જ્યાં એ પોતે પણ ભણી હતી. આજે એ પોતાની જ કોલેજમાં પ્રોફેસર બનીને આવી હતી એના માટે આનાથી વધુ આનંદની વાત બીજી શું હોઈ શકે? એ ગેટની અંદર દાખલ થઈ અને અનેક પુરાણા સંસ્મરણો ઘેરી વળ્યાં. એણે કોલેજનું એ ગાર્ડન જોયું. જ્યાં એ લેક્ચર સિવાયના સમયમાં બેસતા હતા. કોલેજ

Full Novel

1

તિરસ્કાર - 1

પ્રકરણ -1પ્રગતિ આજે ખૂબ જ ખુશ હતી. આજે એની નોકરી નો પહેલો દિવસ હતો. આજે એને સરકારી નોકરી મળી હતી. અને એ પણ એની ઈચ્છા મુજબ. બોટની ના મદદનીશ પ્રાધ્યાપક ની નોકરી આજે એને મળી હતી. એ કોલેજ ના ગેટમાંથી અંદર પ્રવેશી. આ એ જ કોલેજ હતી જ્યાં એ પોતે પણ ભણી હતી. આજે એ પોતાની જ કોલેજમાં પ્રોફેસર બનીને આવી હતી એના માટે આનાથી વધુ આનંદની વાત બીજી શું હોઈ શકે? એ ગેટની અંદર દાખલ થઈ અને અનેક પુરાણા સંસ્મરણો ઘેરી વળ્યાં. એણે કોલેજનું એ ગાર્ડન જોયું. જ્યાં એ લેક્ચર સિવાયના સમયમાં બેસતા હતા. કોલેજ ...Read More

2

તિરસ્કાર - 2

પ્રકરણ-2આજથી લગભગ 10 વર્ષ પહેલાં ની આ વાત છે.પ્રગતિ ના ભૂતકાળ ની આ વાત છે.પ્રગતિ નો આજે કોલેજ માં તરીકે પહેલો દિવસ હતો. એણે બોટની માં એડમિશન લીધું હતું. કોલેજનો એ પ્રથમ દિવસ એને આજે પણ એટલો જ યાદ છે. કોલેજ નું એ પહેલું લેક્ચર જે એના પ્રિય પ્રોફેસર શિરીષ સર એ આપ્યું હતું. શિરીષ સાહેબ ની છટા જ એવી હતી કે એ એમના પર બધા જ વિદ્યાર્થીઓ ફિદા થઈ જતા. વિદ્યાર્થીઓ ને અભિભૂત કરવાની એમનામાં અજબ શક્તિ હતી. એ દરેક વિષય વાર્તા ની જેમ ભણાવતા, જેથી વિદ્યાર્થીઓ ને સરસ સમજાઈ જતું. અને અઘરું ના લાગતું. પહેલો લેક્ચર બધા ...Read More

3

તિરસ્કાર - 3

પ્રકરણ-3ઓમ પ્રગતિ એ ખેડૂતો માટે કંઈક કરવાની ઈચ્છા દર્શાવી આથી ઓમ પ્રગતિ થી ખૂબ જ પ્રભાવિત થયો હતો. ઓમ આ માટે પ્રગતિ નો આભાર માનવાનું નકકી કર્યું. રીસેસ ના સમયે ઓમ પ્રગતિ પાસે આવ્યો. એણે પ્રગતિ ને કહ્યું, "એક્સક્યૂઝ મી, શું હું તમારી સાથે થોડી વાત કરી શકું?" પ્રગતિ ને તો ઓમ આમ પણ પસંદ જ હતો એટલે ના પાડવાનો તો પ્રશ્ન જ નહોતો. એણે કહ્યું, "હા જરૂર. કેમ નહીં?"પ્રગતિ ને તો આજે જાણે લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી. એ મનોમન ઓમને ખૂબ જ પસંદ કરતી હતી અને આજે એ જ ઓમ સામે ચાલીને એની પાસે આવ્યો હતો. હાય! ઓમ ...Read More

4

તિરસ્કાર - 4

પ્રકરણ-૪પ્રગતિ આજે કોલેજથી છૂટીને ઘરે આવી. એણે એના રોજના નિત્યક્રમ પ્રમાણે બધું જ કામ પતાવ્યું. કોલેજથી આવીને આજે એ અસ્વસ્થ લાગતી હતી. કોલેજ માં જે ઘટના આજે ઘટી હતી એનાથી એ ખૂબ અસ્વસ્થ હતી. પ્રગતિ સ્નાન કરીને હવન કરવા બેઠી. પણ હવનમાં આજે એનું મન લાગતું ન હતું. એ જેવું ધ્યાન ધરવા જતી કે, આજે કોલેજમાં બનેલા બનાવ તેના માનસપટ પર છવાવા લાગ્યા.આજે કલાસ માં એને પહેલો પ્રેકટીકલ લેવાનો હતો. એ બધાં જ વિદ્યાર્થીઓ ને પ્રેક્ટિકલ સમજાવતી હતી. પ્રેકટીકલ સમજાવ્યા પછી નો જે સમય બચે એમાં વિદ્યાર્થીઓ જર્નલ લખતાં હતા. એવામાં એક વિદ્યાર્થીની કે જેનું નામ ભાવિકા હતું એ ...Read More

5

તિરસ્કાર - 5

પ્રકરણ-5બધા એ જ રાહ જોઈ રહ્યા હતા કે, ક્યારે ઓમ પ્રગતિ અને એના સંબંધ ની વાત કરે. અને ઓમ જાહેરાત કરી, "તમે બધાં એ જ રાહમાં છો ને કે હું મારા અને પ્રગતિ ના સંબંધ ની જાહેરાત કરું. પણ આ જનમમાં તો એ શક્ય જ નથી. આજે હું મારી પુરી સભાન અવસ્થામાં પ્રગતિ નો તિરસ્કાર કરું છું. હું નફરત કરું છું પ્રગતિ ને." આ સાંભળીને પ્રગતિ ને તો કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. એ બોલી, "પણ કેમ ઓમ? મેં એવું તે શું કર્યું છે. મારો શું વાંક છે? શા માટે તું એવું કહે છે?"ઓમ એ ...Read More

6

તિરસ્કાર - 6 - છેલ્લો ભાગ

પ્રકરણ-6પ્રગતિ કોલેજમાં થી ઘરે આવી. એ રોજના નિત્યક્રમ પ્રમાણે હવન કરવા બેઠી. હવન પતાવી અને એ થોડી વાર આરામ માં આરામ ફરમાવવા બેઠી. એટલામાં એના ઘર ની ડોરબેલ રણકી. એણે દરવાજો ખોલ્યો. સામે વિરાજ ઉભો હતો. એને જોઈને પ્રગતિ ભડકી ઉઠી. એ બોલી, જો વિરાજ! તું ઓમ ની વકીલાત કરવા આવ્યો હોય તો મારે તારી એક પણ વાત સાંભળવી નથી. મેં પ્રિયા ને પણ કહ્યું હતું કે, હું એની કોઈ જ વાત સાંભળવા માંગતી નથી. તો પછી શા માટે વારંવાર તમે લોકો મને એની યાદ અપાવવા મજબૂર કરી રહ્યા છો?" મારા પર મહેરબાની કરો. પ્લીઝ. મારે નથી જાણવું કાંઈ પણ. ...Read More