પણ હવે આપણી પાસે જોખમ વગરનો કોઇ જ રસ્તો નથી.અને મારુ તો માનવુ છે કે જો મરવાનુ જ છે તો આવી રીતે ડરીને,શાકાલથી છુપાઇને કે જીંદગીભર તેની ગુલામી કરીને શા માટે મરીએ મરવાનુ જ છે! તો પછી શાનથી લડતા લડતા એક યોદ્ધાની મોત જ મરવુ હુ વધારે પસંદ કરીશ.બાકી પછી આગળ તમે જે કરવા માગતા હોય તેમાં હુ તમારી સાથે છુ”.પાર્થે તેની વાત પુરી કરીને મેજર અને મિ.સ્મિથની સામે જોયુ અને તેમના જવાબની રાહ જોવા લાગ્યો.