હવે આપણે 'હું એક પળ પણ હવે રહી શકીશ નહી' ! 'દરવાજા ખુલ્લા છે' . 'આ રોજની રામાયણ હવે મારાથી સહન નહી થાય'. 'તને એમ છે કે મને ગમે છે'?' 'તો પછી દરરોજ સવારના આ શું માંડ્યું છે'? 'આગ તું લગાવે ને ઢોળે મારા માથા પર'? 'શું કહ્યું ? મેં આગ લગાવી'? 'ના તેં તો ખાલી બળતામાં ઘી હોમ્યું'. 'હા, હા બધો વાંક મારો જ છે'? 'ના, તારા મત અનુસાર બધો વાંક મારો છે'. રેશ્મા સાથે લગ્ન કર્યા પછી રોહનને લાગ્યું, 'પ્રેમ કરીને પરણવું કે પરણ્યા પછી પ્રેમ કરવો' ? આ વાત નો ઉત્તર ખોળવા બેસીશું તો આ ૮૦ વર્ષની