ભાવનગરના શ્વાસોચ્છવાસમાં કલા, સાહિત્ય અને સંગીત ધબકે છે. આ નગરના સદનસીબે એને પોતાના રાજવીઓ પાસેથી શિક્ષણ અને કલાનો સમૃધ્ધ વારસો તો મળ્યો છે, ૫ણ એને સાચવનારા કલાકારો ૫ણ સાં૫ડયા છે. ભાવનગરના આવા કલાગુરુઓ પૈકીના નૃત્યક્ષેત્રે છેલ્લા સાત દાયકા કરતાં વધુ સમયથી સતત પ્રવૃત્ત એવા શ્રી ધરમશીભાઈ શાહની મુલાકાત...ભાવનગર અને સમગ્ર ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યની કળાને જીવંત રાખતાં સ્થાનકો પૈકીનું કલાક્ષેત્ર અને તેના સંચાલક શ્રી ધરમશીભાઈ શાહ ગુજરાતનું ઘરેણું છે.