અવની આજે સાડીમાં એકદમ પરી જેવી લાગતી હતી, તેની સાડીમાં જીણા-જીણા મોતી હતા, તે તેના ચહેરાને આકષ્રક બનાવતા હતા. તેનાં વાળમાં સોનેરી કલરની પીન આકષ્રણ કરતી હતી તેની ડોક કોઈ કોયલ ટહુંકો કરી રહી હોય તેવી જ લાગતી હતી, વાદળી કલરની સાડીમાં તેણે વાળેલી નાની-નાની પાટલી તેની કેડને વધુ મૉહીત કરતી હતી. અવનીની સાડી એટલી લાંબી હતી કે તેનું પગનું વર્ણન કરવું મુશ્કેલ હતું, પણ તેના પગ અપ્સરાને ભુલાવી દે તેવા હતા, મારા પગ ઘણીવાર તેને સ્પર્શ કરી ચુકયા હતા.