‘આપણે આ જગ્યા ખાલી કરવી પડશે, હમણાં જ. હવે ગમે ત્યારે પોલીસ આવી ચડશે અને આ વખતે આપણા સમર્થકો પણ આપણને બચાવી નહીં શકે. અને અત્યારે શહેરમાં લશ્કર પણ છે. મીડિયામાં પણ મારું નામ ઊછળી ચૂક્યું છે.’ ડોન ઈકબાલ કાણિયા ઇસ્તિયાકને કહી રહ્યો હતો. સાહિલ અને ઇમ્તિયાઝને કારણે સર્જાયેલી અંધાધૂંધીને કારણે કાણિયા હજી ધ્રુજી રહ્યો હતો. ઇમ્તિયાઝ અને સાહિલને કારણે તેને મોત નજર સામે દેખાઇ ગયું હતું. સાહિલ કાણિયાના અડ્ડામાંથી ભાગી છૂટ્યો ત્યાં સુધીમાં કાણિયાના અડ્ડામાં આઠ બદમાશોની લાશ પડી ચૂકી હતી.