આ એક પતિનો પોતાની પત્ની ને લગ્ન ની વર્ષગાંઠ પર લખેલ પત્ર છે. પતિ પત્ની નો સંબંધ કેવો હોય છે. શરુઆતના વર્ષની સરખામણીમા પાછલા વર્ષોમાં શું પરસ્પર વિચારે છે.તેનુ નિરુપણ કરેલ છે. દુનિયાના દરેક સંબંધ (માતા-પિતા સિવાયના) સંબંધ કોઇ ન કોઇ કારણથી કોઇ ન કોઇ હેતુ સભર જોડાયેલ હોય છે. પતિ પત્ની ના સંબંધમા પણ કઇંક એવુ જ હશે.માતા પિતા એ જે કર્યું હોય તેનુ ઋણ કોઇજ અદા ન કરિ શકે.પરંતુ પ્રુથ્વી પરનું આ ઋણ આપણે માતા પિતા બનિને પુરુ કરવાનુ હોય છે. જે રુણ પુરુ કર્યા પછીની જિંદગી જવાબદારી માજ વિતી જાય છે. ને તે જવાબદારી ને જવાબદારીમા ખુદની જિંદગી અને પતિ પત્નીની પરસ્પરની જવાબદારી પણ વિસરાય જ જાય છે.લગ્નમા લીધેલી પરસ્પરની પ્રતિગ્ના તો માત્ર મંડપમાજ રહી જાય છે. જે કદાચ પાછળની ઊમરમા પુર્ણ કરવાની વાત બની જાય છે. જે પ્રેમ અને સ્નેહ લગ્ન પહેલા હોય છે તેવો કે તેથી પણ વધારે પરિપક્વ પ્રેમ લગ્નના એક બે દસકા વિતી ગયા પછી થોડી જવાબદારી ઓછી થયા પછી થાય છે. આ એક સત્ય હકિક્ત છે.