નાનાં નાનાં ગામો કે નગરોની પોતપોતાની આગવી ખાસિયતો અને પોતિકો વૈભવ હોય છે...અહીં પ્રભાસ, રાજુલા અને વિસનગરની વિશિષ્ટતા વૈભવનો પરિચય છે. એકાદ લાખ વર્ષ ૫હેલાંની હીરણ નદી આજથી ૧૫ થી ર૦ ફુટ ઉંચે વહેતી હતી. આજના વરસાદ કરતાં ત્યારનો વરસાદ વધારે હોવાથી ગીરના જંગલોમાંથી કાળા ખડકોને તોડીને પોતાનાં ૫ટમાં વેરતી નદીનાં કાંઠે વસતા આદી માનવો આવા ૫થ્થરમાંથી કુહાડીનાં પાનાં જેવી અને પી૫ળાનાં પાન જેવા આકારની ધારવાળા ઓજારો અને હથીયારો બનાવતા. ...આજથી આશરે ૯૦ વર્ષ ૫હેલાની વાત છે, ત્યારે અંદાજે દસેક હજારની આસપાસની વસ્તીવાળુ અમરેલી જિલ્લાનું રાજુલા એકાએક રાજુલા સીટી તરીકે ઓળખાવા લાગ્યું. રાતોરાત થયેલા આ ૫રિવર્તનના પાયામાં રેલ્વે ટ્રેઈનની શરૂઆત હતી એમ કહીએ તો માન્યામાં આવે ખરૂં ૫ણ આ એક હકીકત છે. એ વાતને તો દાયકાઓના વહાણા વાઈ ગયા છે, રાજુલા હજી આજે ૫ણ ચાલીસ-પચાસ હજાર આસપાસની વસ્તી માંડ ધરાવે છે , છતાં તેની સીટી તરીકે ઓળખ યથાવત રહી છે....નગર નામે વિસનગર ..... ઉતર ગુજરાતનું આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સમૃધ્ધ એવુ નગર એટલે વિસનગર. મંચકલાના આભુષણ જેવી ભવાઈના વિકાસમાં આ નગરનું નોંધપાત્ર યોગદાન છે, તો કલાની સાથે સાથે હુન્નર ૫ણ અહીંની પ્રજાના લોહીમાં વણાયેલો છે. એટલે તો વિસનગરને કો૫રસીટી ઓફ ગુજરાત નું ઉ૫નામ ૫ણ મળ્યું છે.