સત્યના પ્રયોગો - ભાગ-3 - 15

  • 5.6k
  • 1
  • 1.8k

મહાસભા ભરાઇ મંડપનો ભવ્યા દેખાવ, સ્વયંસેવકોની હા, માંચડા પર વડીલવર્ગ જોઇને ગાંધીજી ગભરાયા. પ્રમુખનું ભાષણ તો એક પુસ્તક જ હતું જે પુર્ણવંચાય તેવી સ્થિતિ જ નહોતી. મહાસભામાં ગાંધીજીના ઠરાવને સર ફિરોજશાએ લેવાની હા તો પાડી હતી પણ મહાસભાની સમિતિમાં આ ઠરાવ કોણ રજૂ કરશે, ક્યારે કરશે એ વિશે ગાંધીજી વિચારતા હતા. ગોખલેએ ગાંધીજીનો ઠરાવ જોઇ લીધો હતો. બધા ઉતાવળે જવાની તૈયારીમાં હતા, રાતના અગ્યાર વાગ્યા હતા. એક એક ઠરાવ પાછળ જાણીતી વ્યક્તિઓ, લાંબા લાંબા ભાષણો અને તે બધા અંગ્રેજીમાં.આવામાં ગાંધીજીનો અવાજ કોણ સાંભળે. છેવટે ગાધીજીનો વારો આવ્યો. સર દિનશાએ નામ દીધું અને ગાંધીજીએ સભામાં ધ્રૂજતા ધ્રૂજતા ઠરાવ પસાર કર્યો અને તે એકમતે પસાર થઇ ગયો. ગાંધીજીએ મહાસભામાં આફ્રિકાના અનુભવોનું વર્ણન કર્યું. પાંચ મિનિટમાં જ ઘંટડી વાગી એટલે ગાંધીજી દુઃખી થઇને બેસી ગયા. મહાસભામાં બધા ઠરાવ એકમતે પસાર થાય તેથી ઠરાવનું મહત્વ ન જણાયું