સત્યના પ્રયોગો - ભાગ-3 - 13

  • 4.5k
  • 3
  • 1.1k

આ પ્રકરણમાં ગાંધીજીના સ્વદેશાગમનની વાત કરવામાં આવી છે. હિન્દુસ્તાન આવતા રસ્તામાં ગાંધીજી મોરીશ્યસમાં ગર્વનર સર ચાર્લ્સ બ્રુસને ત્યાં રોકાયા. ઇસ.1901માં ગાંધીજી ભારત પહોંચ્યા અને કલકત્તામાં મહાસભામાં જવાનું થયું. મુંબઇથી જે ગાડીમાં સર ફિરોજશા નીકળ્યા તે ગાડીમાં ગાંધીજી ગયા. સર ફિરોજશાએ ગાંધીજી સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યાં સુધી આપણા દેશમાં આપણને સત્તા નથી ત્યાં સુધી સંસ્થાનોની સ્થિતિ સુધરી નહીં શકે. તેમની સાથે ચીમનલાલ સેતલવાડ પણ હતા તેમણે પણ હામાં હા ભણી. મહાસભામાં ગાંધીજી ઘણાં લોકોને મળ્યા અને દક્ષિણ આફ્રિકાની વાતો થઇ. રિપન કોલેજમાં મહાસભા હતી. કોલેજના કમ્પાઉન્ડમાં સાદડીઓનું રસોડું બનાવાયું હતું. ખાવા-પીવાનું બધું જ તેમાં. ગાંધીજી લખે છે કે અહીં ગંદકીનો પાર નહોતો. પાયખાના (ટોઇલેટ) થોડાક જ હતાં અને તે અતિશય ગંદા હતાં. ગાંધીજીએ અહીં પાયખાના પણ સાફ કર્યા. ગાંધીજીએ જોયું કે લોકો આવી ગંદકીથી ટેવાઇ ગયા હતા. ગાંધીજીને લાગ્યું કે જો આવી ગંદકીમાં મહાસભાની બેઠક મળે તો અવશ્ય રોગચાળો ફાટી નીકળે.