શિકાર

(29)
  • 3k
  • 2
  • 796

મોબાઇલ પર વિવિધ પ્રકારની કંપનીઓ કે બેંક દ્વારા લાલચ આપતા જે કૉલ આવે છે, એનાં પર આધારિત આ નવલિકા છે. ‘હલો.. સર, હું આદર્શ બેન્કમાંથી વિકાસ બોલું છું. સર, અમારી બેન્કે એક નવી મેડિકલ પોલિસી ‘સુંદર જિંદગી’ લોન્ચ કરી છે. આ પોલિસી એવી છે કે.... શું કહો છો ... આપને રસ નથી સર, પહેલાં પોલિસી તો સમજો. સમજ્યા વગર જ... ‘ સામેથી ફોન બંધ થઈ ગયો હોવાથી એ નારાજ થઈને બબડ્યો, ‘લોકો પૂરી વાત સાંભળતા પણ નથી.’ હવે, એણે પોતાની પાસે રહેલી બેગમાંથી એક ડાયરી કાઢી. એમાં જોઈને બીજા એક નંબર પર ફોન લગાડ્યો. ‘હલો.. બહેનજી. હું આદર્શ બેન્કમાંથી વિકાસ બોલું છું. હું મુકેશ અમીન સાથે વાત કરી શકું .... બહાર ગયા છે એમનો મોબાઈલ નંબર આપશો ... નથી ખબર સારું, હું પછી ફોન કરીશ. એ ક્યારે આવશે એ કહી શકો ... નક્કી નહીં ભલે. હું કાલે ફોન કરીશ.’ એની નારાજગી વધી ગઈ. એ ડાયરીમાંથી જોઈને ફરી કોઈ નંબર પર ફોન કરવા લાગ્યો. ... નવલિકા વાંચો અને પ્રતિભાવ આપો. -યશવંત ઠક્કર .