વ્યંઢળોના જીવનમાં ડોકીયું...!

(28)
  • 4.1k
  • 3
  • 1.4k

નર અને નારાયણી ....પુરૂષ અને પ્રકૃતિ ....પૌરાણિક કાળથી આ બન્ને સૃષ્ટિનાં અભિન્ન -અનિવાર્ય અંગો રહયાં છે, ૫ણ માનવ સમાજનું આ સિવાયનું ૫ણ એક પાસું છે - એ છે વ્યંઢળો ! નામ ૫ડતાં જ શિષ્ટ સમાજના લોકોના નાકનું ટેરવું ચડી જાય તેવા આ ધૃણાસ્પદ અને જુગુપ્સાપ્રદ રહેલા વર્ગનો અભ્યાસ કરીએ તો એમના તરફ અનુકંપાની લાગણી થાય. વ્યંઢળોના જીવનમાં ડોકીયું કરતાં જાણવા મળ્યું કે એમની આખી એક અલગ સામાજિક વ્યવસ્થા છે, રીત-રિવાજો છે, સાંકેતિક ભાષા છે, એમને ૫ણ પોતાની અનોખી લાગણીઓ છે અને અલ્લડ છતાં કાંઈક અંશે ઓશિયાળું જીવન છે...