સ્ત્રીના વાળના કવિઓ ખૂબ વખાણ કરતા રહે છે. ત્યારે મહિલાઓ પણ પોતાના વાળની કાળજી અને સુંદરતા માટે સતત સભાન હોય છે. કેમકે સુંદર વાળથી ચહેરો પણ આકર્ષક લાગે છે. એક કવિએ લખ્યું છે... બિજલીઓને સીખ લી ઉનકે તબસ્સુમ કી અદા, રંગ જુલ્ફોં કી ચુરા લાઇ.. ઘટા બરસાત કી. આ રેશમી વાળને વધુ સુંદર બનાવવા માટે આ પુસ્તકમાં કેટલાક સૂચનો આપ્યા છે. જો આપણે કાળજી લેતા હોય તેનાથી થોડી વધુ લઇએ અને જાણકારોની માહિતીનો ઉપયોગ કરીએ તો કોઇ પણ કહી ઉઠશે કે, તેરે રુખસાર પર બિખરી જુલ્ફોં કી ઘટા, મૈં ક્યા કહૂં એ ચાંદ, હાય! તેરી હર અદા!