કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૩ કર્મનો પ્રારંભ શી રીતે કરવો ? કર્મની શરૂઆત તો ઇચ્છાઓથી થાય છે તે જગવિદિત છે. ‘ષ્ઙ્ગેંક્રશ્વશ્ચદ્યધ્ખ્ક્રદ્યળ્જીસ્ર્ક્રૠક્રૅ’ - ‘હું એક છું અને અનેક થઉં’ તેવી ઇચ્છાથી ભગવાને જગત ઉત્પન્ન કર્યું છે તેમ વેદો કહે છે ત્યારે તે જગતમાં ઉત્પન્ન થયેલા માણસો ઇચ્છાથી કર્મારંભ કરે તે સ્વાભાવિક છે, પરંતુ ભગવાનની અને માણસની ઇચ્છામાં ફેર એટલો છે કે ભગવાનની ઇચ્છાઓ ભગવાનને આધીન છે, જ્યારે માણસ તેની ઇચ્છાને આધીન બને છે. જે ઇચ્છાઓને આધીન બને છે તે ઇચ્છાઓનો દાસ થાય છે. જ્યારે ઇચ્છાઓ ભગવાનને આધીન છે, તેથી ઇચ્છા ભગવાનની દાસી બનીને કામ કરે છે. માણસ તેના મનમાં જે