પ્રાથમિક શાળા પુરી કરીને એક દીકરી વધુ સારું ભણવા માટે ગોંડલ થી રાજકોટ ભણવા આવે છે.પિતાની ગળથૂથી લઈને એક ગભરૂ દીકરી ગર્દીશમાં ગર્જના કરવા માટે નીકળી પડે છે.હજી જેને ગલેચી(કાનટોપી) પહેરતા પણ નથી આવડતું એ ઉંમરમાં,એ ગુલીસ્તાનમાં ગલગોટાની માફક પોતાના અસ્તિત્વની ઝાંખી પુરાવે છે. “ભીડ તમને હોસ્લો આપશે પણ તમારી ઓળખાણ છીનવી લેશે....”એ વાતને બરાબર જીવનમાં ઉતારી જિંદગીની ગરદી માંથી નીકળીને સરકારી મેડિકલ કોલેજના પગથિયાં ચડે છે. @@@@@