રોબોટ્સ એટેક 16

(11)
  • 2.4k
  • 1
  • 948

પણ શાકાલે ત્યાં આવીને સ્થિતીને કાબુમાં કરવા માટે ખુબ જ ક્રુર રીત અજમાવી.તેને તેની સાથે હતા તે બધા જ રોબોટ્સને મશીનગન પકડાવીને માણસો પર ગોળીબારનો ઓર્ડર આપી દીધો.થોડી જ વારમાં બધી જ ભીડ ઓછરી ગઇ.પણ તે જગ્યાએ કેટલીય લાશોના ઢગલા થઇ ગયા!! અંગ્રેજો દ્વારા જલિયાવાલા બાગમાં કરેલા હત્યાકાંડ સમયે જે દ્રષ્યો સર્જાયા હતા તેના કરતા પણ ભયંકર દ્રષ્યો ત્યાં દેખાઇ રહ્યા હતા!! જ્યાં જુઓ ત્યાં લોહી વહી રહ્યુ હતુ.કેટલાય લોકો તો ગોળીબારના લીધે નહી પણ તેનાથી બચવા માટે દોડી રહેલી ભીડમાં ચકદાઇને મરી ગયા હતા.