અવાજ

(15)
  • 2.8k
  • 1
  • 531

આ નવલિકા આવાંજ વિષે છે. આપણે ઉજવણી વખતે મોટા અવાજને આપણે પ્રદૂષણ માનતા નથી, એ અવાજના લીધે બીજાને તકલીફ થતી હોય તો એની પરવા કરતા નથી, પરંતુ એ અવાજના કારણે આપણને તકલીફ થતી હોય ત્યારે એ અવાજ કેટલો વસમો લાગે છે! આ વાર્તામાંથી થોડા સંવાદો... ‘આટલા મોટા અવાજે ગીતો વગાડતાં શરમ નથી આવતી જીએસ થઈને એટલી પણ સમજ નથી કે કલાસ ચાલુ છે.’ રાહુલ કશું બોલે એ પહેલા જ અંજલિએ એને સણસણતો સવાલ કર્યો. ‘અંજલિ વધારે હોશિયારી ન કરીશ. ડીજે ચાલુ રહેવા દે.’ રાહુલે કહ્યું. ‘ડીજે કોઈ સંજોગોમાં ચાલુ નહીં થાય. તમારે નથી ભણવું પણ જેને ભણવું હોય એમને તો ભણવા દો.’ ‘ભણવાનું તો આખું વર્ષ છે. તારી જેવાં પંતુજીઓને લીધે અમારે મજા નહીં કરવાની જ્યાં સુધી એન્યુઅલ ફંકશન ચાલશે ત્યાં સુધી અમને નાચતાંગાતાં કોઈ રોકી નહીં શકે. સમજી ’ ‘મજા કરવાની ના નથી. નાચાવાગાવાનો પણ વાંધો નથી. પણ ડીજેનો અવાજ તો નહીં જ ચાલે. બીજાંને ત્રાસ આપીને મજા કરવાની વાત બરાબર નથી.‘ ‘તને ત્રાસ થતો હોય તો તું ઘરભેગી થા.’ રાહુલે કહ્યું. ... આખી વાર્તા માણો. -યશવંત ઠક્કર