થોડા સમય પહેલાનો પાર્થ હવે બદલાઇને એક સુદ્રઢ શરીર અને મજબુત મનોબળવાળો બની ચુક્યો હતો.તે રોજ નવી નવી ટેકનિક અને દાવ શિખતો હતો.ધીરે ધીરે તે એક પરીપક્વ યોદ્ધા બની રહ્યો હતો. નાયક પણ તેની સાથે જ ટ્રેનિંગ કરી રહ્યો હતો અને તે પણ પાર્થના જેટલી જ ઝડપથી નવા નવા કૌશલ વિકસાવી રહ્યો હતો.નાયક પણ ખુબ જ મન લગાવીને ટ્રેનિંગ કરી રહ્યો હતો કારણ કે જેમ પાર્થનુ એક જ લક્ષ્ય હતુ શાકાલને ખતમ કરવાનુ.તેમ નાયકે પણ તેનુ લક્ષ્ય નક્કી કરી લીધુ હતુ.તેને પાર્થને શાકાલને હરાવવામાં તેની મદદ કરવા માટે તેના ખભાથી ખભો મિલાવીને તેની સાથે દરેક કદમ પર તેનો સાથ આપવાનુ લક્ષ્ય બાનાવી લીધુ હતુ.