દાંડીકૂચ : ગાંધીકૂચ : ધર્મકૂચ : યુવાકૂચ

  • 9.8k
  • 2
  • 1.5k

“એવું સંભવિત છે કે, આજે તમારી સામે આ મારું છેલ્લું વ્યાખ્યાન હોય. સવારના જો સરકાર મને કૂચ કરવા દેશે, તો પણ આ સાબરમતીને પવિત્રકાંઠે તો આ છેલ્લું ભાષણ જ હશે. અથવા મારી જિંદગીનું પણ આ છેલ્લું જ ભાષણ હોય.” અને બન્યું પણ, એવું જ ! સાબરમતીને પવિત્રકાંઠે ગાંધીજીનું આ છેલ્લું જ ભાષણ હતું. દાંડીકૂચના આગલા દિવસે, ૧૧ માર્ચ, ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમની પ્રાર્થનાસભામાં ગાંધીજીના મુખેથી સરી પડેલા શબ્દો એમની આર્ષવાણી બની રહ્યા ! તેમણે એ પછી કદી સાબરમતી આશ્રમમાં પગ મૂક્યો નહિ. વાંચો, ઐતિહાસિક યાત્રા !