વહાલા દાદીમા

(11)
  • 4.9k
  • 1
  • 1.2k

આ એક પત્ર છે. પૌત્રની કલમે પુત્રવધુએ દાદીમાને એટલે કે સાસુને લખેલો પત્ર..વાત છે સાસુ વહુની. આજની ટીવી સિરીયલોનો હોટ ફેવરીટ વિષય. ભારતમાંથી અનેક માતાઓ પુત્રીની કે પુત્રવધુની પ્રસુતિ માટે પરદેશ જતી હશે. એ નવું નથી. હું પણ એ જ રીતે ગઇ અને પૌત્ર જન્મનો પ્રસંગ મનાવી, ભારત પાછી આવી. થોડા સમય પછી મને મારી પુત્રવધુ હિના તરફથી એક પત્ર મળ્યો. અને મારા હૃદયને સભર કરી ગયો. હવે આ પત્ર આપના સુધી પહોંચાડું છું.......એના દ્વારા મારે પહોંચાડવી છે દૂર દૂર વસતી બે કે ત્રણ પેઢીઓ વચ્ચે વહેતી સંવેદના... દેશ પરદેશમાં વસતા ને વિસ્તરતા કુટુંબના મણકાઓ વચ્ચેનો સેતુ....... કંઇ મળે છે એના માટે કૃતજ્ઞતા gratitude અનુભવવા જેટલી સંવેદનશીલ નવી પેઢી છે જ ...... આકાશ ઘણું ઉજળું છે......