કર્મનો કાયદો ભાગ - 20

  • 5k
  • 1
  • 1.7k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૦ કર્મનાં ત્રણ સંગ્રહસ્થાન જમા થયેલાં કર્મોજ જો વ્યક્તિનું ભાગ્ય બનતાં હોય તો તે ક્યાં જમા થાય છે તે જાણવું અત્યંત જરૂરી છે. પૌરાણિક માન્યતા છે કે કર્મો ચિત્રગુપ્ત નામના દેવતાના ચોપડે જમા થાય છે. ચિત્રગુપ્ત દેવ તમામ વ્યક્તિનાં કર્મોનો હિસાબ રાખે છે અને તે હિસાબ મુજબ વ્યક્તિને સારાં-નરસાં કર્મોનું ફળ મળે છે. સાંભળવામાં દંતકથા જેવી લાગતી ચિત્રગુપ્તની વાતમાં પણ એક સત્ય છુપાયેલું છે, જે કાળાંતરે નષ્ટ થઈ ગયું અને ફક્ત વાર્તા જ હાથમાં રહી ગઈ. ચિત્ર અને ગુપ્ત એ બે શબ્દોમાં જ તેની સમગ્ર વાર્તાનું તથ્ય છુપાયેલું છે. જ્યારે કૅમેરાની નવીનવી શોધ થઈ ત્યારે