પાછી ફરી

(26)
  • 3.8k
  • 1
  • 1.3k

દેશ વિદેશની યાત્રા કરીને મનગમતા માણસોને મળીને આજે સલોની પાછી ભારત આવવા ન્યૂયોર્કથી વિમાનમાં બેઠી. વતનથી દૂર વતનવાસીઓને મળીને ખૂબ આનંદ થયો. તેના અંતરમાં ઉમંગ સમાતો ન હતો. આટલો બધો પ્રેમ તેને મળશે તેવી આશા ન હતી. અરે, અમેરિકા જઈ આવેલાંના અનુભવ સાંભળી એક વખત એવો હતો કે તેણે ટિકિટ કઢાવવાનો વિચાર માંડવાળ કર્યો હતો. આ તો સાજન હોય નહી અને તે અમેરિકા સહુને મળવા આવે નહી. તેના પતિ સાજને પ્રેમ પૂર્વક સમજાવી. 'આવી ઉમદા તક મળે છે. હાથમાંથી સરી જવા દેવી નથી.'