કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૯ જ્યોતિષ અને ભાગ્ય ઈશ્વરના નામ ઉપર ધીકતી કમાણીનો ધંધો કરનારા ઠગબાબાઓ અને જ્યોતિષીઓએ વર્ષોથી આ દેશની પ્રજાના માનસમાં ભાગ્યનો નિર્માતા ઈશ્વર છે તેવું ભૂસું ભરાવેલું છે. આવા લોકોનો એ પ્રચાર-પ્રસાર છે કે જે લોકો આંધળા, અપંગ, ગરીબ અને બીમાર છે તે ઈશ્વરની નારાજગીના કારણે છે, જેથી ઈશ્વરને પ્રસન્ન રાખવો જરૂરી છે. ઈશ્વરની પ્રસન્નતા માટે મંદિરોમાં દાન-ભેટ આપો, સાધુ-મહંતોનાં ચરણોમાં માથું નમાવીને ખિસ્સું હળવું કરો, જ્યોતિષીઓ બતાવે તેવી અગડં-બગડં વિધિઓ કરો અને જ્યોતિષીને તગડી ફી ચૂકવો એટલે ઈશ્વરનો રાજીપો થાય અને ભાગ્ય બદલી જાય. નબળી માનસિકતાવાળા લોકોને પણ એટલું જ જોયઈએ છે કે કોઈ તેમના