સ્પેક્ટર્નનો ખજાનો - ૧૨

(69)
  • 7.7k
  • 15
  • 2.8k

‘આખરી વખત ચેતવણી આપું છું. અંદર જે કોઈ પણ હોય એ મારા પાંચ ગણતાં સુધીમાં બહાર નીકળી જાય... ગણતરી પૂરી થતાં જ અમે ઘરને ઉડાવી મૂકીશું. એક...’ બહાર પેલો ઘોઘરા અવાજે ફરી ધમકીનું રૂપ ધારણ કરતાં ગણતરી શરૂ કરી દીધી. હવે શું કરવું એડગર પણ મોકાના સમયે ગાયબ હતો. મેં લારાને ઈશારાથી જ પૂછ્યું કે – એડગર ક્યાં છે – પણ એને કંઈ જ ખબર નહોતી. ‘બે...’ વળી બહારથી અવાજ આવ્યો. હવે બધા ખરેખરના દ્વિધામાં મુકાયા હતા.