ઘરની અંદર પ્રવેશતાની સાથે જ તેમને આટલા વર્ષોથી રોકી રાખેલા આંસુનો દરિયો છલકાઇ ઉઠ્યો.તેમને પાર્થને ખુબ જ વહાલથી તેના માથે ચુમ્યો અને તેને ગળે લગાવીને તેના પર વહાલનો વરસાદ કરી દીધો.એક માએ આટલા વર્ષોથી જે વેદના તેના દિલમાં દબાવી રાખી હતી તેને આજે દુનિયાની કોઇ તાકાત રોકી શકે તેમ ન હતી. ડૉ.વિષ્નુ અને બીજા બધા આ મિલનને જોઇ રહ્યા હતા. મા અને દિકરાનુ આ મિલન જોઇને બધાની આંખો ભરાઇ આવી.