તારી એક આશ

(16)
  • 4.1k
  • 2
  • 1.1k

કાળ સમક્ષ કોઈની ભલામણ નથી ચાલતી. એ તો અવિરત આગળ ધપે જ જાય છે. સમય ક્યારેક ઘવાયેલા ઘાને વધુને વધુ વણસાવી દર્દ આપતા જાય, તો ક્યારેક એ ઘાનાં દર્દને અમુક અંતરાલે દૂર કરી ઘાને વિસરાવી પણ દે છે. પછી એ ઘા શરીરનાં હોય કે હૈયાનાં. દર્દનું પ્રમાણ વધારવું કે ઘટાડવું, એનું ઉત્તરદાયિત્વ આપણી નિયતિ અને કાળ લે છે. શરીરનાં ઘા રુજાયા બાદ તેનું દર્દ આપણે વિસરી જઈએ છીએ. પણ હૈયાનાં ઘા ક્યારેય રુજાતા નથી, અને સ્મૃતિપટ્ટ પરથી એનું દર્દ ક્યારેય ભૂંસાતું નથી. ક્યારેક એ સ્મૃતિ જાગૃત થતાં ઘા ફરી તાજા થઈને ફરી દર્દને જીવંત કરી જાય છે. બે દિવસ વીતી ગયાં. સતત ગાઢ નિંદ્રામાં પડેલી ચેતનાનું શરીર ધીરે ધીરે સક્રિય થવા લાગ્યું. મસ્તિષ્ક ધીરે ધીરે જાગવા લાગ્યું, જાણે કોઈ અફીણીનું અફીણ ઓસરવા લાગ્યું હોય તેમ નિંદ્રા નબળી પડી. સંઘર્ષતાવશ ચેતનાએ આંખો ખોલી. શરૂઆતમાં ધૂંધળી થયેલ દ્રષ્ટિ ધીરે ધીરે સ્વચ્છ થઈ. ખુદને એક પ્રકાશિત,સ્વચ્છ અને શાંત ઓરડામાં ભાળે છે. બેડની બાજુમાં ઉભેલી એક નર્સ હાથમાં કાગળિયા તપાસે છે. ચેતનાને કંઈક અજુગતું લાગ્યું. કંઈ ગમ ન પડી. મનમાં કંઈ સ્પષ્ટ નથી થતું. બેડની બીજી તરફ ચેતનનાં મમ્મી ઈશ્વરને હૈયું ભરી આભાર વ્યક્ત કરી રહ્યા છે. એની દીકરીના રક્ષણ માટે આંખો મીંચી કંઠે ઈશ્વરનું નામ લઈ પ્રાર્થી રહ્યા છે