સત્યના પ્રયોગો - ભાગ-3 - 5

  • 4.5k
  • 1
  • 1.2k

આ પ્રકરણમાં બાળકોને માતૃભાષાનું શિક્ષણ આપવા માટે ગાંધીજીના મનોમંથનની વાત કરવામાં આવી છે. ઇસ.1897માં ગાંધીજી ડરબન ઊતર્યા ત્યારે તેમની સાથે પોતાના બે અને એક ભાણેજ એમ 3 બાળકો હતાં. ગાંધીજી આ ત્રણેય બાળકોને ખ્રિસ્તી મિશનની શાળાઓમાં મોકલવા માટે તૈયાર નહોતા. ગુજરાતીમાં કોઇ શિક્ષક નહોતો મળતો અને પોતે બાળકોને ભણાવવાનો પ્રયત્ન કરતાં પણ તેમાં જાહેર કામમાં વ્યસ્તતાને લઇને અનિયમિતતાઓ રહેતી. ગાંધીજી બાળકો સાથે કેવળ ગુજરાતીમાં જ વ્યવહાર કરતાં. બાળકોને વિખૂટાં ન પડે તે માટે તેમને દેશ મોકલવા પણ તૈયાર નહોતા. ગાંધીજીએ મોટા દીકરા અને ભાણેજને થોડાક મહિના દેશમાં જુદા જુદા છાત્રાલયમાં મોકલેલા પણ તરત પાછા બોલાવી લીધા. ગાંધીજીના ત્રણ દિકરા આફ્રિકામાં સત્યાગ્રહની ગાંધીજીએ સ્થાપેલી શાળામાં થોડોક નિયમિત અભ્યાસ કરતાં આ સિવાય કોઇ શાળાએ ગયા નથી. ગાંધીજી માનતા હતા કે તેમના દીકરાઓને ઓછા-વત્તા પ્રમાણમાં શિક્ષણ અંગે તેમની સામે ફરિયાદ રહી છે પરંતુ માતા-પિતાનો સહવાસ અને સ્વતંત્રતાનો જે પદાર્થપાઠ તેમને શીખવા મળ્યો તે કોઇપણ શાળામાં ન મળ્યો હોત.