આ પ્રકરણમાં ગાંધીજીએ ગોરાઓથી બચવા કેવું કર્યું તેનું વર્ણન છે. સ્ટીમરમાંથી બધા ઉતારોઓ ઉતર્યા પરંતુ ગાંધીજી અને તેમના કુટુંબના માથે જોખમ હતું તેથી તેઓ અડધો કલાક પછી મિ.લોટન જેઓ સ્ટીમરના એજન્ટના વકીલ હતા તેમણે સલાહ આપી કે કસ્તૂરબા અને બાળકો ગાડીમાં રૂસ્તજી શેઠના ત્યાં જાય અને લોટન તથા ગાંધીજી ચાલતા રૂસ્તમજીના ઘેર જાય. રસ્તામાં છોકરાઓએ ગાંધીજીને ઓળખી કાઢ્યા. ટોળાએ ગાંધીજીને રિક્ષામાં પણ ન બેસવા દીધા અને તેમને લોટનથી અલગ કરી તમાચા અને લાતોનો વરસાદ વરસાવી દીધો. પોલીસનં જાણ થતાં એક ટુકડી આવીને ગાંધીજીને બચાવીને રુસ્તમજી શેઠના ઘરે મોકલી દીધા. રૂસ્તમજીના ઘરની બહાર ટોળું જમા થઇ ગયું અને ‘ગાંધી અમને સોંપી દો’ તેવી બૂમો પાડતું હતું. સુપ્રિટેન્ડેન્ટ એલેક્ઝાન્ડરની સલાહથી ગાંધીજી હિંદી સિપાઇનો વેશ બદલી ઉપર મદ્રાસીનો ફેંટો લપેટી ત્યાંથી બે ડિકેક્ટિવ સાથે ગલીમાં થઇને પાડોશીની દુકાનમાં પહોંચ્યા. દુકાનના પાછલા દરવાજેથી ટોળામાં થઇને શેરીના નાકે ઉભેલી ગાડીમાં બેસીને થાણાંમાં પહોંચ્યા. પોલીસના કહેવા છતાં ગાંધીજીએ ટોળા સામે ફરિયાદ ન કરી.