અંગ્રેજોની દાદાગીરી અને ચાલાકીઓ વિશે આ પ્રકરણમાં વર્ણન કરવામાં આવ્યું છે. ગાંધીજી લખે છે કે તેઓ જ્યારે હિન્દુસ્તાનમાંથી સ્ટીમરમાં આફ્રિકા આવવા નીકળ્યા ત્યારે મરકીનો રોગ ફાટી નીકળ્યો હતો એટલે આફ્રિકામાં સ્ટીમર લાંગરી ત્યારે મુસાફરોને ડોક્ટરી તપાસ વગર શહેરમાં ન જવા દેવા તેવો નિર્ણય ગોરાઓએ કર્યો હતો. ગાંધીજીને આમાં હિન્દુઓને ડરબનમાંથી હાંકી કાઢવાની ગોરાઓની ચાલાકી દેખાઇ. ગોરાઓ ઉપરાછાપરી જંગી સભાઓ કરી દાદા અબ્દુલ્લાને ધમકીઓ મોકલતા હતા. એજન્ટ અને ઉતારુઓને પણ ધમકીઓ મળતી હતી. બીજી તરફ શેઠ હાજી આદમે નુકસાન વેઠીને પણ સ્ટીમરને બંદર પર લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. સ્ટીમરને ડુબાડી દેવાશે તેવી ધમકીઓ વચ્ચે ગાંધીજી બન્ને સ્ટીમરમાં ફર્યા અને મુસાફરોને સાંત્વના આપી. ગાંધીજી પર આરોપ હતો કે તેઓ ‘કુરલેન્ડ’ અને ‘નાદરી’ એમ બે સ્ટીમરમાં નાતાલમાં રહેવા માટે હિન્દુઓને ભરીને લાવ્યા હતા. ગાંધીજી અને ઉતારૂઓ પર અલ્ટીમેટમ આવ્યાં. બન્નેએ બંદરમાં ઉતરવાના પોતાના હકો વિશે લખ્યું. છેવટે, 1897ની 13 જાન્યુઆરીએ સ્ટીમરને મુક્તિ મળી