સત્યના પ્રયોગો - ભાગ-2 - 28

  • 5.5k
  • 1.3k

આ પ્રકરણમાં ગાંધીજીના પૂના અને મદ્રાસના પ્રવાસનું વર્ણન છે. પૂનામાં ગાંધીજી લોકમાન્યને મળ્યા. તેમણે પ્રોફેસર ભંડારકર અને ગોખલેને મળવાની સલાહ આપી અને કહ્યું કે મારી જરૂર હોય ત્યારે વિનાસંકોચે મને મળજે. ગાંધીજી ફરગ્યુસન કોલેજમાં પ્રોફેસર ગોખલેને મળ્યા. ગોખલેને ગાંધીજીએ તેમના ગુરૂ માન્યા છે. પ્રથમ જ મુલાકાતમાં ગોખલે ગાંધીજીને ગંગા જેવા લાગ્યા જેમાં નાહી શકાય. જેમ દિકરાને બાપ વધારે તેમ ગાંધીજીને રામૃષ્ણ ભંડારકરે વધાવ્યા. ગાંધીજીનો તટસ્થ પ્રમુખ માટેનો આગ્રહ તેમને ગમ્યો. તેઓએ જણાવ્યું કે જો બન્ને પક્ષો બોલાવશે તો તેઓ જરૂર પ્રમુખ બનવા તૈયાર થશે. ત્યાંથી ગાંધીજી મદ્રાસ ગયા. બાલાસુંદરમના કિસ્સાની સભા પર અસર પડી. ગાંધીજીનું લીલું ચોપાનિયાની 10 હજાર નકલોમાંથી મોટાભાગની ચપોચપ ઉપડી ગઇ. મદ્રાસમાં ગાંધીજીને જી.પરમેશ્વરનની પિલ્લેની મદદ મળી. તેઓ ‘મદ્રાસ સ્ટાન્ડર્ડ’ ચલાવતા. ગાંધીજી ‘હિન્દુ’ના જી.સુબ્રમણ્યમને પણ મળ્યા. મદ્રાસમાં ગાંધીજી મુખ્યત્વે અંગ્રેજીમાં જ ચર્ચા કરતાં તેમ છતાં ઘણાં લોકોનો પ્રેમ ગાંધીજીને મળ્યો.