સ્પેક્ટર્નનો ખજાનો - ૧૧

(72)
  • 7.4k
  • 3
  • 2.9k

‘જવાબ આપ, નહીંતર રિવોલ્વરથી ઉડાવી મૂકીશ બધાને...’ સરદાર જોરથી બૂમ પાડતો પ્રોફેસર બેન તરફ ધસી આવ્યો. એની રિવોલ્વર પ્રોફેસરના ચહેરા સામે જ સ્થિર થયેલી હતી. આ દ્રશ્ય જોઈને અમે ધ્રુજી ઉઠ્યા હતા. હવે બધાનો નશો ઊતરી ગયો હતો. ‘પ્લીઝ, ગોળી છોડશો નહીં, જરા શાંત રહો... હું... હું કહું છું.’ પ્રોફેસરે એને ધરપત આપતાં કહ્યું. એ પણ અંદરથી થોડા ડરેલા લાગતા હતા. પ્રોફેસર બેનની ધરપતથી સરદારે રિવોલ્વર પાછી ખેંચી અને બાજુમાં પડેલી એક ખુરશી ઉઠાવીને અમારી સામે એના પર બેસી ગયો. ખતરનાક ચહેરે એ એમને તાકી રહ્યો હતો.